સ્વાથ્ય નો મીઠો સ્વાદ – હોમીઓપેથી –પાચનતંત્ર ના રોગો અને હોમીઓપેથી – (૬)

સ્વાથ્ય નો મીઠો સ્વાદ – હોમીઓપેથી –પાચનતંત્ર ના રોગો અને હોમીઓપેથી – (૬ )
ડો. પાર્થ માંકડ …

(ડૉ.પાર્થ માંકડ.. દ્વારા ‘દાદીમા ની પોટલી’ – http://das.desais.net – બ્લોગ પર નિયમિત રીતે  પાઠવવામાં આવતા સ્વાસ્થયના લેખ બદલ અમો તેમના આભારી છીએ. આપના મન પસંદ લેખ  અને સાથે સાથે અન્ય  મન પસંદ સામગ્રીઓ બ્લોગ પર માણ્યા બાદ, આપ સર્વે બ્લોગ પરના પાઠક મિત્રો તેમજ ફેશબુક પર ના મિત્રો ને વિનંતી કે આપના મંતવ્યો – પ્રતિભાવ -કોમેન્ટ્સ બ્લોગ પોસ્ટ ઉપર અથવા ફેશબુક ઉપર મૂકી આભારી કરશો, આપની કોમેન્ટ્સ  અમોને સદા માર્ગદર્શક અને પ્રેરક  બની રેહશે.)

અત્યાર સુધી પાચનતંત્રના રોગો ના લેખોમાં શરૂઆતમાં આપણે કેટલાક સામાન્ય એવા રોગો વિષે જાણ્યું જેમાં દવા કરતા જીવનશૈલી ના ફેરફાર થી જ મટાડી શકાય છે પણ આ વખતે પાચનતંત્ર ના એવા રોગ વિષે વાત કરીશું …

 

pachantantra

 

સર્વે વાચક મિત્રો ને ડો. પાર્થ ના લાંબા સમય પછી નમસ્કાર. આ સમયગાળો આપ સહુ માટે સ્વાસ્થ્ય વર્ધક અને ગમતો ગયો હશે જ. આપ સર્વે વાચકો ના આજે ઘણા લાંબા સમય પછી પાછા પ્રતિભાવો વાંચ્યા અને ખુબ જ લાગણી સભર આનંદ થયો.  દાદીમાની પોટલી દ્વારા એક આખોય પરિવાર ખડો કર્યો છે જ્યાં માહિતી, સંસ્કાર અને લાગણી ખુલ્લા મને વહેચાય છે ને માટે જ લાંબા સમય થી આપને ના મળાયું  તેનો, અમારી નાગર શૈલી માં કહું તો મનેય અસાંગરો લાગે છે ટૂંક માં નથી ગમતું.  આટલા લાંબા સમય સુધી ઘણા પાઠક મિત્રો ના સ્વાસ્થ્ય વિષયક સવાલો ના જવાબો નથી અપાયા, પ્રતિભાવો ના જવાબ પણ નથી અપાયા એ બદલ  પાઠક મિત્રો પાસે  દિલગીરી વ્યક્ત કરું છુ. હવે પછી થી નિયમિત પણે સ્વાસ્થ્ય અને હોમીઓપેથી ની ઉપયોગીતા વિશેના લેખ તેમજ પ્રત્યુત્તર આપવા પ્રયત્નશીલ રહીશ એ વચન સાથે જઈએ આજે આપણે ફરી આજ થી એ સ્વાસ્થ્ય અને હોમીઓપેથી વિષે ના જાણકારી વિશ્વ માં. અગાઉ જે પ્રમાણે ચાલતું  હતું એમ જ,

પાચનતંત્ર ના રોગ ની જાણકારી ના વિષય માં આજે જરા જોઈએ પેટ માં થતા દુ:ખાવા ના કોમન કહી શકાય એવા કારણો અને ઉપાયો વિષે….

stomach.1

પેટ માં થતા દુખાવા ના કારણો :

પેટ માં થતા દુખાવા પાછળ અપચા જેવા સામાન્ય કારણ થી લઇ ને કન્સર કે અલ્સર જેવા ચિંતા જનક કારણો સુધી કઈ પણ જવાબદાર હોઈ શકે માટે સૌ પ્રથમ તો એ જાણવું જરૂરી છે કે દુખાવો કઈ જગ્યા એ છે, કેટલા સમય થી છે અને દુખાવા પહેલા પછી ની વ્યક્તિ ની હિસ્ટરી શું છે. એની સાથે હંમેશા એ પણ જાણી લેવું કે દુખાવા ની સાથે કયા કયા ચિહ્નો છે. આટલું જાણી લેવા થી ઘણો ખરો ખ્યાલ એના વિષે આવી જશે. આમ તો દુખાવા ની સાથે જ ડોક્ટર પાસે જઈ ને નિદાન થાય એ હિતાવહ છે વત્તા ઘણા બધા લેબ. ઇન્વેસ્ટીગેશન પણ ઘણી વાર કરાવવા જ પડે છતાં કેટલાક સામાન્ય ઉદાહરણ આપું. જેમ કે,

સૌથી સામાન્ય કારણ છે – અપચો – ખાસ કરી ને બ્રેડ કે એના જેવું કૈક  અથવા ભારે ખવાયું હોય, સાવ જ બેઠાડુ જીવન ને કારણે પણ ઘણી વાર અપચો થાય એવું પણ બને. જો દુખાવો ડુંટી ની જમણી બાજુ તરફ વધુ હોય અને સાથે સાથે ઉલટી અને ઉબકા જેવું પણ લાગે તો એપેન્ડીક્સ માં આવતો સોજો, એપેન્ડીસીટીસ પણ હોઈ શકે. antohenatohentahtnehanotehnatohena લીવર માં આવતો સોજો પણ પેટ માં થતા દુખાવા નું કોમન કારણ છે.

આ ઉપરાંત ગેસ્ટ્રો એન્ટ્રીટીસ – એટલે કે આંતરડા નો સોજો ઘણી વાર અમુક પ્રકાર ના વાયરસ , બેક્ટેરિયા અને    પેરાસાઈટ ને કારણે થાય છે જે પાણી કે ખોરાક દ્વારા પેટ માં જાય છે અને એ સોજા ને કારણે પણ પેટ માં ચૂંક આવે છે અને  દુખાવો થાય છે.

કેટલીક વાર બહાર થી કૈક વાગ્યું હોય , ઇન્જુરી થઇ હોય તો પણ અંદર દુખાવો રહી શકે. કેટલીક વાર દેખીતા કોઈ પણ કારણ વિના પેટ માં દુખાવો રહે , વારંવાર ગેસ એસીડીટી થઇ જાય , વારંવાર ટોઇલેટ જવું પડે વગેરે જેવી તકલીફો સતત રહે જેને Irritable Bowel Syndrome કહેવાય છે એ પણ હોઈ શકે. એની પાછળ દેખીતી રીતે કોઈ કારણ નથી પણ મોટાભાગ ના કિસ્સા માં ટેન્શન કે ચિંતાઓ ને પરિણામે જોવા મળતું હોય છે કે એની સાથે જોવા મળતું હોય છે.

કેટલીક વાર પેટ ના થોડા ઉપર ના ભાગ માં દુખે તો ગોલ સ્ટોન એટલે કે પિત્તાશય માં પથરી ને કારણે પણ દુખાવો હોઈ  શકે. પેટ માં દુખાવા માં તે ક્યાં થાય છે , કેટલા સમય થી છે અને એની સાથે અન્ય કયા ચિન્હો છે એનું કોમબીનેશન યોગ્ય નિદાન તરફ લઇ જઈ શકે છે અને પછી જ તેની દવા કરવી હિતાવહ છે.

ઉપાયો :

પેટ માં દુખે એટલે આમ તો એનું કારણ જાણવા જરૂરી ટેસ્ટ કરવા કે ડોક્ટર ને કન્સલ્ટ કરવું પણ છતાં કેટલીક વાર  ઉપડતા દુખાવા માટે હોમીઓપેથી પાસે અત્યંત અકસીર કહી શકાય એવી કેટલીક દવા ઓ પણ રહેલી છે જે પેટ ના દુખાવામાં તરત જ રાહત આપે છે. જેમ કે …

Colocynth ,

Mag – Phos ,

Bryonia ,

Opium ,

Graphities ,

Plumbum Met. ,

Silicea

વગેરે જેવી  દવાઓ માત્ર થોડા લક્ષણો પૂછી ને જ આપી શકાય છે અને ખુબ અકસીર રીતે કામ કરે છે.

પ્લેસીબો :

હોમીઓપેથી માં કોઈ પણ કારણે થતા પેટ માં દુખાવા ની  દવા છે, પણ જો કોઈ નું ભલું જોઈ ને “પેટ માં દુખતું હોય” કે કોઈને ય ના કહેવા ની વાત પેટ માં રાખી ને જો “પેટ માં દુખે ” તો એ ” પેટ ચોળી ને શુળ ઉભું કર્યું “કહેવાય .એને જાતે જ મટાડવું પડે….

ડૉ. પાર્થ માંકડ ..

સર્વે પાઠક મિત્રો ને વિનતી કે  આપ આપના પ્રતિભાવો દ્વારા  આપને સતાવતા કે મનમાં ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર જરૂર પૂછી શકો છો. ડૉ.પાર્થ માંકડ આપને શક્ય એટલો ઝડપી એનો જવાબ બ્લોગ પર જરૂર આપવા પ્રયત્ન કરશે.  જો કોઈને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા  પ્રશ્ન કે રોગ બાબતે secrecy / અંગતતા જાળવવાનો પ્રશ્ન નડતો હોય તો તેમણે [email protected] ઉપર  અથવા તો [email protected] પર તેમની પૂરી વિગત પ્રશ્ન  સાથે જણાવવી. જેનો જવાબ તેમને  તેમના email ID પર મોકલી આપીશું.


ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • raju patel

  send me soriyasis midicin details

 • Khataubhai Chande

  ર્ડા. પાર્થ માંકડ સાહેબ,
  મારી ઉંમર ૫૨ વર્ષની છે અને વજન ૯૫ કીલો છે જેમાંથી ૨૦ કિલ્લો વજન ઓછું કરવું છે જે બાબતે વજન ઓછું કરવા સલાહ અથવા ઈલાજ બતાડવા વિનંતી છે કે આભાર

 • Liyakatali i jalali

  tamaro blog mane khub pasand avyo karan ke temathi ghani janava jevi mahiti mali rahe chhe