માથા નો દુ:ખાવો…(કારણો,પ્રકારો અને અકસીર ઈલાજ) હોમીઓપેથી ….(૫)

માથા નો દુ:ખાવો :…. કારણો,પ્રકારો અને અકસીર ઈલાજ … હોમીઓપેથી ….(૫)
– ડો. પાર્થ માંકડ

Headache  – માથાનો દુ:ખાવો એક એવી તકલીફ છે જે કદાચ મોટાભાગના વ્યક્તિઓ એ ક્યારેક ને ક્યારેક તો અનુભવી હશે જ. આરબ સંસ્કૃતિમાં એક રૂઢીપ્રયોગ છે કે “Every Head  is having its  own headache “ એટલે એવું કહીએ તો ચાલે કે પ્રત્યેક વ્યક્તિને એના જીવનમાં કૈક તો માથા નો દુ:ખાવો ચાલતો જ હોય. પણ જયારે એ ખરેખરા દુ:ખાવાનું સ્વરૂપ ધારણ કરી લે ..ત્યારે એ ખરેખર ખુબ જ તકલીફ દાયક પ્રોબ્લેમ બની જાય છે. મારા એક દર્દી મને યાદ છે જે ખરેખર દીવાલમાં માથું પછાડતા એટલો દુ:ખાવો એમને રહેતો. બીજો એક કેસ ધ્યાનમાં આવે છે જે છેલ્લા ૧૫ વર્ષથી થતા માથાના દુ:ખાવાથી ત્રાસીને આપઘાતની સ્થિતિમાં આવી ગયેલા. અને આવા કદાચ મેં જોયેલા ઘણા ઘણા  કેસીસ માંથી મને એક પણ એવો ધ્યાનમાં નથી આવતો જેને હોમીઓપેથીની સાવ જ આડઅસર વિનાની દવાથી એકદમ સરળતા પૂર્વક ફાયદો ના થયો હોય. માથાના દુ:ખાવો પોતે તો જાણે આપત્તિ જનક છે જ, પણ સાથે સાથે એના માટે જે બજારમાં મળતી ગોળીઓ લેવાની લોકો ને ટેવ છે ..જો એમાં ના કોઈ પણ આ લેખમાળા વાચતા હો તો મહેરબાની કરી ને તમારી આ ટેવ પર રોક લગાવો એવી મારી લાગણીભરી વિનંતી છે. એ દવા દેખીતી રીતે સાવ જ નાના મૂલ્યની ને ઝડપી અસર કારક છે; પણ એ દવા ની આડઅસરો એ વ્યક્તિ ની કીડની અને વ્યક્તિનું પાચન તંત્ર બંને પર એટલી હદે ખરાબ અસર પડે છે કે પછી એ સારવારની સીમા ઓની બહાર જતું રહે છે. સાચા અર્થમાં એ ” બકરું કાઢી ને ઊંટ પેસાડવા ની વાત છે. “
માથાના દુ:ખાવાના પ્રકાર ને કારણો :
હું બહુ ટેકનીકલ વર્ણન પર નહિ જાઉં કારણ કે બધી terminology  ને ગુજરાતીમાં વ્યાખ્યાયિત કરવી થોડી અઘરી પડે પણ મેડીકલ વિજ્ઞાન મુખ્યત્વે માથાના દુ:ખાવાને ભાગમાં વિભાજીત કરે છે ..
૧. Primary  Headache :
જેમાં tension  headache  કે migraine  એટલે કે આધાશીશી પ્રકારના તમામ માથાના દુ:ખાવા આવી જાય. બીજા શબ્દોમાં  કહું તો માથામાં દેખીતી રીતે અંદર કોઈ જ પ્રકારનો પ્રોબ્લેમ ના હોય છતાં દુ:ખાવો રહે.
૨. Secondary  Headache :
એમાં મગજની ગાંઠ, મગજ નું કવર – meninges  એમાં આવેલો સોજો એટલે કે meningitis વગેરે જેવા કારણો હોય.
૩. Cranial  Headache  :
ચેતાતંત્રને કારણે થતો દુ:ખાવો..
એક વાત ખાસ જાણ કરવાનું મન થાય કે , આપણને થતા દુ:ખાવાઓ માંથી ૯૦ % એ પહેલા પ્રકારના headache માં આવે છે એટલે કે એમાં અંદર કોઈ તકલીફ હોતી નથી, એટલે માથાનો દુ:ખાવો રહે તો તરત જ મને “મગજમાં ગાંઠ તો નહિ હોય ને?” કહી ને ગભરાવા ની કોઈ જરૂર નથી.

કારણો …..માથાના દુ:ખાવાના કારણો ઘણા ઘણા છે ..ઘણી વાર તો શોધી પણ શકાય કે કયા કારણે થયું પણ છતાં જો લીસ્ટ બનવું હોય તો ;
૧. શરદી કે તાવ
૨. દાંતમાં કોઈ તકલીફ કે દુ:ખાવો .
૩.આંખોનો વધુ ઉપયોગ કે ખેંચાણ. 

૪.માનસિક ચિંતા, તનાવ કે tension  વાળો સ્વભાવ.

૫.શારીરિક અને માનસિક થાક.

૬. સાયનસ.

૭. સિગરેટ,તમાકુ, દારૂ જેવા વ્યસનો.
૮.ચા / કોફી – વધુ પડતા લેવાવા કે આદત બંધ કરવી. 

૯.સુવામાં ઘણી વાર એવા પ્રકારની position.

૧૦. કબજિયાત. / ગેસ.

૧૧. Hypertension.
૧૨ . Sunstroke.
ચિન્હો :-
વ્યક્તિએ વ્યક્તિએ આમ તો ચિન્હો બદલાય, પણ આમ છતાં,
૧. માથામાં દબાણ લાગવું,
૨. કોઈ હથોડા મારતા હોય એવું લાગવું.
૩. માથામાં કૈક બાંધ્યું હોય એવું લાગવું.
૪. લબક લબક જેવું રહેવું.
૫. આંખો ભારે લાગવી.
૬. કેટલાક કિસ્સામાં બેચેની અને ચક્કર જેવું લાગવું.
૭. ઉલટી કે ઉબકા આવવા.

ઉપાયો :
માથાના દુ:ખાવા નો સૌ પ્રથમ ઉપાય તો આરામ છે. પુરતી ઊંઘ, પુરતો આહાર અને પ્રસન્ન મન હોય તો ભાગ્યે જ માથા નો દુ:ખાવો થાય અને થાય તો એ તરત મટી પણ જાય. એ માટે દર વખતે દવા, ગોળી લેવા ની જરૂર નથી. પણ જો ..વારંવાર માથા નો દુ:ખાવો રહેતો હોય કે આધાશીશી હોય, તો જાણે દવા લેવી જરૂરી થઈ જાય છે.
હોમીઓપેથીમાં તો તમામ પ્રકારના માથાના દુ:ખાવાની અકસીર દવા ઘણી છે.
જેમ કે,
૧. Belladona – કોઈ પણ પ્રકારનો માથાનો દુ:ખાવો મટાડતી અકસીર દવા.
૨ . Spigelia
૩. Nux Vomica- ગેસ ને કારણે, અપચાને કારણે કે ઉજાગરાને કારણે થતા દુ:ખાવા માટે.
૪. Tabacum
૫. Natrum Mur.- sunstroke  ને કારણે થતા દુ:ખાવામાં.
૬. Natrum Carb.
૭. Sanguinaria.
૮. Gelsemium – વધુ પડતા થાકને કારણે થતા દુ:ખાવા માટે.
૯. Glonoine. – sunstroke  ને કારણે થતા દુ:ખાવામાં અને બીજી ઘણી ઘણી.
હજી તો  ટૂંકમાં કહું તો કારણ અને પ્રકૃતિ ને અનુરૂપ દવા નક્કી કરીએ તો જરૂર ગમે તેટલો જુનો કે હઠીલો માથા નો દુ:ખાવો સ્વાસ્થ્ય આપતી આ મીઠી ગોળી ઓછું કરી શકે છે એ ની:શંક છે.

 

પ્લેસીબો :

“Homoeopathic treatment is my first choice not only for me but also for my family. Homoeopathy should be developed as full-fledged alternative system of medicine. Moreresearch and more development are essential to make Homoeopathy more popular anduseful Homoeopath treats their patients in more compassionate way. Homeopathy issecond largest system of medicine being practiced in India.”
-Sardar VallabhBhai Patel
– ડૉ.પાર્થ માંકડ
નોંધ :
“ આપ  આપના પ્રતિભાવો તેમ જ આપને  ઉદભવતા  પ્રશ્નો બ્લોગ પોસ્ટ પર જરૂર મૂકશો. ડૉ.પાર્થ માંકડ શક્ય એટલો ઝડપી આપના પ્રશ્નો  જવાબ બ્લોગ પર જરૂર આપવા પ્રયત્ન કરશે. જો કોઈને  એમના પ્રશ્ન કે રોગ બાબતે secrecy / અંગતતા રાખવાનો પ્રશ્ન  નડતો હોય તો તેમણે [email protected] ઉપર  અથવા  તો [email protected] પર તેમની વિગત પ્રશ્ન  સાથે જણાવવી. જેનો જવાબ તેમને  તેમના e mail ID પર સત્વરે મોકલી આપવા કોશીશ કરીશું ” –

 


ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....