જરા અજ્માવી જુઓ…

જરા અજ્માવી જુઓ…
અજમાવી જુઓ
* હેડકી રોકવા થોડીવાર શ્વાસ રોકો.
* તુલસીના પાન મોંમા રાખી ચાવવાથી મોંની દુર્ગંધ દૂર થશે.
* સામાન્ય ઉલટી શાંત કરવા એક કપ ટામેટાનો રસ, સાકર, એલચી, લવિંગ તથા મરીનો ભૂકોએ ભેળવી પીવું. ઉલટી તેમજ પેટની ગરબડ દૂર થશે.
* સ્તનપાન કરાવતી માતાને જો ગાજર માફક આવતી હોય તો તેનો રસ નિયમિત પીવાથી દૂધ વધુ આવશે.
* એક ચમચી તુલસીનો રસ પીવાથી ઊલટી બંધ થાય છે.
* ચમેલીના પાનનો રસ પગની એડીની ફાટેલી ત્વચા પર લગાડવાથી રાહત થાય છે.
* કાંદાના રસમાં ખડા સાકર ભેળવી પીવાથી હરસ પર રાહત થાય છે.
* વાયુ, વિકાર તથા ગેસ તેમ જ કૃમિની રાહત પામવાફૂદીનાના રસમાં થોડું કાળું સંચળ ભેળવી પીવો.
* સંતરાની છાલની પેસ્ટ બનાવી શરીર પર લગાડવાથી સામાન્ય ત્વચા રોગમાં રાહત રહે છે.
* પ્રસૂતાને મખણાનો હલવો ખવડાવાથી શક્તિ વધે છે.
* દૂધ દહીંને સરખી માત્રામાં લઈ શરીરે માલિશ કરવાથી ત્વચા નિખરે છે.
* ચારોળીને દૂધ સાથે વાટી લગાડવાથી ત્વચા ચમકે છે.
સૌજન્ય:- સહિયર
‘મેઘધનુષ’
સાભારઃhttp://shivshiva.wordpress.com
તુલસીના ગુણો….
કૃષ્ણ પ્રિયા તુલસીમાં અનેક ઔષધીય ગુણો છે.
* તુલસી, હળદર અને કાંદાની પેસ્ટ મધ સાથે ચાટવાથી ઉધરસમાં રાહત થાય છે.
* ત્રણ ગ્રામ તુલસીના સુકા પાન અને એક ગ્રામ આદુનો રસ ચા સાથે પીવાથી શરદી ઉધરસમાં ગુણકારી નીવડે છે.
* એક ગ્રામ સંચલ અને 10 ગ્રામ તુલસીની પેસ્ટ બનાવી પાણી સાથે લેવાથી અજીર્ણમાં ફાયદો કરે છે.
* અજીર્ણની સાથે પેટમાં દુઃખાવો થાય તો તુલસી અને આદુનો રસ ભેળવી એકે એક ચમચો દિવસમાં ત્રણ વખત હુંફાળુ કરીને લેવાથી તરત ફાયદો થાય છે.
* પાંચ ગ્રામ તુલસી અને પાંચ ગ્રામ મરી સાથે ચાટી તેની સાથે પુષ્કળ પાણી પીવાથી અજીર્ણમાં રાહત થશે.
* અવાજ બેસી ગયો હોય તેમજ ગળું ઘસાતું હોય તો તુલસી, કાંદો તથા આદુનો રસ કાઢી મધ સાથે ચાટવાથી ફાયદો થશે.
* તુલસીનું પાન આંચ પર તપાવી મીઠા સાથે ચાવવાથી બેસેલા અવાજ પર રાહત આપે છે.
* આંખ પર સોજો આવ્યો હોય તો તુલસીના કાઢામાં થોડી વાટેલી ફટકડી ભેળવી હુંફાળું કરી રૂ ના પૂમડાથી આંખની પાંપણ શેકવી.
* તુલસીના પાનની ચા બનાવી ગરમ ગરમ પીવાથી અરૂચિ દૂર થાય છે.
* ઊલટીમાં તુલસીનો રસ પીવાથી અથવા તુલસીના રસમાં મધ ભેળવીને લેવાથી રાહત રહે છે.
-સંકલિત
‘મેઘધનુષ’
સાભાર: http://shivshiva.wordpress.com/

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • Nirav Desai

    Nice medicines, please send me such solutions on my mail id. thanks dadima.

  • Parasottam

    Very beautiful!