“નવી ભોજન પ્રથા” … (ભાગ-૧) …

“નવી ભોજન પ્રથા” … (ભાગ-૧) …
પ્રણેતા : બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ … (અમરેલી-ગુજરાત)
SUPERINTENDING ENGINEER(RETIRED)G.E.B.
 

 

 New Bhojan Pratha.1

 

 
 

 

“નવી ભોજન પ્રથા” ની વિશેષ જાણકારી મેળવવા માટે અમોએ તારીખ: ૪/૫/૨૦૧૩ નાં રોજ શ્રી બાલુભાઈ ચૌહાણ સાહેબની – તેમના વતન અમરેલી પાસેના અંતરિયાળ ગામ – ‘ગાવડકા’ (ગામડે) જઈ રૂબરૂ મુલાકાત કરેલ, અને તેઓ દ્વારા તેમજ તેઓ દ્વારા આયોજિત પ્રસંગ પર પધારેલ અનેક સાધક – કે જેઓએ ‘નવી ભોજન પ્રથા’ ખૂબજ ઉમળકા સાથે અપનાવેલ છે., તેમની સાથે અમોએ રૂબરૂ ચર્ચા કરેલ હતી. અમોને જાણી આશ્ચર્ય સાથે ખુશી થઇ ત્યારે કે આ‘નવી ભોજન પ્રથા’ ફક્ત પિડિત લોકોએ જ અપનાવેલ છે તેવું નોહ્તું, પરંતુ નાના – નાના ભૂલકાઓ (બાળકોએ) પણ અપનાવેલ છે. અને તેઓ તે બાબત ખુશી અનુભવતા હતા. અનેક બાળકો સાથે અમોએ રૂબરૂ વાતચીત પણ કરેલ. જેઓ ખુશ હતા. તેમના કૌટુંબિક પ્રસંગ પર અમોને આમંત્રિત  કરી જે તક આપેલ તે બદલ અમો શ્રી બાલુભાઈ તેમજ તેમના પરિવારના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

‘દાદીમા ની પોટલી’ નાં વાંચક મિત્રો માટે પોતાની વ્યસ્તતા માંથી  અલગથી વિશેષ સમય ફાળવી અને ‘નવી ભોજન પ્રથા’ ની સમજતી આપવા માટે પોતાના અનુભવો અને લેખ મોકલવા માટે સહમતિ આપવા બદલ અમો શ્રી બાલુભાઈ ચૌહાણ (સાહેબ) (અમરેલી-ગુજરાત) તેમજ તેમના પત્ની શ્રીમતી સરોજબેન ચૌહાણ  ના અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 
આપણે સૌ જાણીએ છીએ તે મુજબ આખી દુનિયામાં રોગોનું પ્રમાણ કુદકે ને ભૂસકે વધી રહ્યું છે. રોગોની સંખ્યાઓ પણ વધી રહી છે. જૂના જતા નથી, નવા ઉમેરાયે જાય છે. આવા રોગોને નેસ્ત બાબૂદ કરવા માનવીએ રોગોના જન્મ વખતથી જ કમર કસી છે. પણ અફ્સોએ | જેમ પ્રયાસો વધુ, તેમ રોગોની પ્રબળતા વધુ. આજે માણસ મીન્ઝાય છે. લાચારી અનુભવે છે. આશાનું એક પણ કિરણ દેખાતું નથી. ભાવિ ભેંકાર ભાસે છે. વૈજ્ઞાનિક અને ધાર્મિક તમામ સહારા નાકામિયાબ સાબિત થી ચૂક્યા છે. આથી જ તો નિત નવા નુસ્ખા અજમાવ્ય જાય છે પણ વ્યર્થ !!

 

 

માત્ર રોગો જ નહીં, કૌટુંબિક, સામાજિક, માનસિક, બીધ્ધિક તમામ સ્તરે એટલું અધ:પતન થઇ ચૂક્યું છે અને હજુ ઝડપભેર તેની પ્રક્રિયા ચાલી રહી છે કે હવે પાછા વળી શકાય તેવા કોઈ જ ચિન્હો જણાતા નથી. આંતરિક ઝઘડાઓ, આંતકવાદ, અનુયુદ્ધ, ગ્લોબલ વોર્મિંગ, કૂદરતી આફતો, દૈનિક જીવનનો ભાગ બની ગયા છે. આથી માણસ ભયભીત છે. ડર, ભય, ચિંતા, રોગ, …. થી મરતા મરતા જીવવું અને રીબાઈ રીબાઈ ને મરવું આ માનવીની નરી વાસ્તવિકતા છે. નર્ક આનાથી વધુ ખરાબ હશે ખરું ! સ્વર્ગનું સુખ શું આપણે માટે નથી ? પણ મિત્રો, જરાયે ચિંતા ન કરો. રાત્રિ પછી દિવસ ઉગે જ છે. આ કુદરતી ક્રમ છે. દરેક કોયડો ન ઉકેલાય ત્યાં સુધી જ વિકરાળ ભાસે છે. ઉકેલાય જાય, ત્યારે સાવ સરળ લાગે છે. એટલે જ કહ્યું છે ને કે : …

 

 

“ ઉકલ્યો કોયડો કોડી નું મૂલ ”

 

 

તો મિત્રો,

 

ચાલો હું બતાવું આ કોયડો ઉકેલવો કેટલો સહેલો છે !

 

પણ હા, માનવ સહજ સ્વભાવ ને હું હવે સારી રીતે જાણતો થયો છું. જેથી કેટલીક સ્પસ્ટતા જરૂરી સમજુ છું તે કર્યા બાદ જ આગળ વધવું ઉચિત રહેશે.

 

(૧) જ્યાં સુધી રોગોને લાગે વળગે છે, હું કોઈ ડૉકટર, વૈધ, નેચરોપથી કે અન્ય કોઈ ક ચિકત્સા જગતનો નિષ્ણાંત નથી.

 

મારો અભ્યાસ : બી.ઈ.-ઇલેક્ટ્રિકલ -૧૯૭૧, વ્યવસાય : ગુજરાત વિદ્યુત બોર્ડમાં સુપરીન્ટેન્ડીંગ એન્જીનિયર નાં હોદાથી વયમર્યાદાથી ૨૦૦૪માં નિવૃત્ત. નાનકડા ગામમાં ખેડૂત કુટુંબમાં ઉછેર થયેલ છે.

 

(૨) હું અનેક રોગોથી બચપણમાં જ ઘેરાયેલો હોવાથી દવાઓ, કસરતો, યોગાસન, પ્રાણાયામ, રેઈકી, પાણીપથી, નેચરોપથી, સ્વમૂત્ર (શીવામ્બૂ)/ ગૌમૂત્ર થેરાપી જેવી કંઈક પથી- થેરાપી અજમાવી ચૂક્યો. એટલું જ નહિ દોરા – ધાગા, કર્મકાંડ વગેરેનો સહારો પણ છેવટે જેમ ‘ડૂબતો માણસ તરણું પકડે’ તેમ લીધો. પરિણામ શૂન્ય.

 

(૩) ઈશ્વરકૃપાથી ફેબ્રુઆરી ૧૯૯૩ માં સત્ય સમજાયું અને સોનાનો સૂરજ ઉગ્યો.

 

(૪) આ સત્ય જ હું આજે આપણે સમજાવવા જઈ રહ્યો છું. જે મને જ અસત્ય લાગતું હતું. આત્મ સંતોષ અર્થે નવ નવ વર્ષ સુધી સત્ય ચકાસવા જાત અનુભવો કર્યા. તમામ શંકા – કુશંકાઓનાં સમાધાન મળ્યા બાદ આ પ્રયોગ મારા પત્ની, કુટુંબીઓ, સગા-સ્નેહીઓ, મિત્રો વગેરે પરનો વ્યાપ વિસ્તારતો ગયો, જે પારસમણિ સાબિત થયો જેથી સંપર્કમાં આવનાર સૌને સમજાવવા લાગ્યો. પુસ્તકો, શિબિરો, ફોન, રૂબરૂ મુઉલાકાતો, ડીવીડી-સીડી , વેબસાઈટ, માસિક મેગેઝીન વિગેરે જેવા અનેક માધ્યમોથી ભારતમાં જ નહો પરંતુ પૂરા વિશ્વમાં વિશાળ ફલક પર લઇ જવાની કોશિશ અવિરત પણે ચાલુ છે.

 

આ માત્ર ને માત્ર સત્ય ની સમજ છે. જેથી એક પણ પૈસાનો ખર્ચ નથી. સમય કે શક્તિનો પણ વ્યય નથી. ઊલટાની બચત, બચત અને બચત જ છે જે સ્વાનુભવથી સમજાશે.

 

(૫) માનવ સર્જિત વિજ્ઞાન થી વિરૂદ્ધ જણાતો આ ભગવાનનો રસ્તો છે. જેથી ડગલે ને પગલે હાલની માન્યતાઓથી વિરૂદ્ધની વાતો જાણવા મળે, ત્યારે ચોંકશો નહીં. વિરોધ કરી નહીં સ્વીકારો, તો સત્ય શી રીતે સમજાશે ??? પ્રયોગ તો કરવો જ રહ્યો. પરિણામ મળ્યા બાદ નિર્ણય લેવો યોગ્ય ગણાશે. આમ છતાં – સૌ કોઈ પોત પોતાની રીતે સ્વતંત્ર છે. પોત પોતાની મરજીના માલીક છે. પ્રયોગ કરવો કે નહીં, તે પણ દરેક પોતે જ નક્કી કરવાનું છે.

 

તો ચાલો હવે આપણે એક કદમ આગળ વધીએ.

 

સૌથી પહેલાં પૂર્વગ્રહ રહિત થઈએ…

 

ખાલી થઇ જઈએ, તો જ બીજું બધું નવું ભરી શાકાશે ને ? નહીં તો છલકાઈ ને ઢોળાઈ જશે.

 

પાટી કોરી કરી નાખીએ ..

 

જેમ કોમ્પ્યુટર વાયરસથી ભરેલ હોય ત્યારે ફોર્મેટિંગ જરૂરી છે, ત્યારબાદ, નવા પ્રોગ્રામ્સ ! ફાઈલો રી-ઇન્સ્ટોલ કરીએ.

 

ફરી એક વખત સ્પસ્ટતા કરી લઉં, કે હું કહું તે માની લેવાની જરાયે જરૂર નથી. હું હિપ્નોટિઝમ દ્વારા હિપ્નોટાઈઝ કરતો નથી કે કરવામાં માનતો પણ નથી. પણ જ્યારે સત્ય સમજવું છે, ત્યારે ખુલ્લું મન-દિલ –દિમાગ જરૂરી છે. નિષ્પક્ષતા જરૂરી છે. નહીં તો જૂની માન્યતાઓ પોતાને અનુરૂપ / અનૂકુળતા ને સ્વીકારશે અને તેનાથી વિરોધીને સ્વીકારશે નહીં.

 

સત્ય કડવું હોય છે એમ કહેવાય છે. હકીકતે સત્ય સત્ય જ છે જે નથી કડવું કે નથી મીઠું. એ તો આપણી માનસિકતા પર આધાર છેતેને કઈ રીતે મૂલવવું !

 

રોગ નાબૂદીના પ્રયાસો રોગ થયો ત્યારથી ચાલુ થયા. સૌથી જુનું આયુર્વેદ માનવામાં આવે છે. પણ આયુર્વેદનો આવિર્ભાવ પણ રોગનો વ્યાપ પૂરા સમાજમાં ફેલાયા બાદ થયો હોય. પહેલાં તો વ્યક્તિગત પ્રયાસો થયા હોય, તે સ્વભાવિક સમજી શકાય તેવી વાત છે.

 

બરબાર આ વખતે જ માણસ રોગને સમજવામાં ગોથું ખાઈ ગયો ને ઉલટી દિશા પકડી લીધી જેથી તે તેના લક્ષથી વધુ ને વધુ દૂર જઈ રહયો છે.

 

તેણે તે વખતે જો એટલું વીચાર્ય હોત, કે બીજા રોગી નથી મને જ રોગ કેમ ? તો સાચો ઉકેલ મળી શકત. પરંતુ તેના બદલે તેણે તેને થયેલા રોગ દૂર કેમ કરવા તેનું વિચારીને ઊંધી મથામણ માં લાગ્યો તે આજસુધી ઉકેલ મળ્યો નથી. આપણને મળી ગયો છે.
અહીં પેલું સુપ્રસિદ્ધ ગીતની પંક્તિ યાદ અપાવું ….

 

દેખ તેરે સંસારકી હાલત ક્યા હો ગઈ ભગવાન, કિતના બદલ ગયા ઇન્સાન !!
સૂરજ ન બદલા, ચાંદ ન બદલા, ન બદલા આસમાન, કિતના બદલ ગયા ઇન્સાન..

 

ઇન્સાન માં કંઈક એવો બદલાવ આવ્યો કે જેનાથી તે દુઃખી દુખે થઇ ગયો. સૃષ્ટિનું સર્જન થયું, ત્યારથી સૌ જીવો સુખી છે. ,આત્ર માણસ દુઃખી છે. કારણ કે હાથી, ઘોડા, ઝાડ-પાન બધા જેમના તેમ છે જ્યારે માણસ બદલાઈ ગયો, પરિણામે દુઃખી થયો. એવો કયો બદલાવ જવાબદાર છે જેનાથી તે રોગિષ્ટ થયો. એવો કયો બદલાવ જવાબદાર છે જેનાથી તે રોગિષ્ટ થયો ?

 

રોગ શરીરનો ગુણ ધર્મ છે.

 

શરીર પાંચતત્વોથી બનેલ છે જે તેને ભોજન માંથી મળે છે. જેથી ભોજનમાં ભૂલ એ રોગનું કારણ છે તે હવે સમજવું સહેલું રહેશે. ભગવદ્દ ગીતાજીમાં પણ આ બાબત સ્પષ્ટ કરવામાં આવેલ છે….

 

आयु: सत्वबलारोग्यसुखप्रीतिविवर्धना: |
रसया:स्निग्धा: स्थिरा ह्र्धा आहारा: सात्विकप्रिया: ||८|| (ગીતા.અધ્યા.૧૭)

 

(આયુષ્ય, સાત્વિકતા, શક્તિ, આરોગ્ય, સુખ અને રુચિ વધારનારા, સ્નિગ્ધ, પૌષ્ટિક અને મનને ગમે તેવા આહાર સાત્વિક જનોને પ્રિય હોય છે.)

 

कट्वमल्लणात्युष्णतीक्षणरुक्षविदाहिन्: |
आहारा राजसस्येष्टा दुःखशोकमयप्रदा : ||९||

 

(કડવા, ખાટા, ખૂબ ઊના, તીખા, લૂખા, દાહ કરનારા આહારો રાજસી મનુષ્યોને પ્રિય હોય છે; અને એવા (આહારો) દુઃખ, શોક અને રોગ ઉત્પન્ન કરનારા હોય છે.

 

यातयामं गतरसं पूति पर्युषितं च यत् |
उच्छिष्टमपि चामेध्यं भोजनं तामसप्रियम् ||१०||

 

(એક પહોર સુધી પડી રહેવું, ઊતરી ગયેલું, વાસ મારતું વાસી, એઠું અને જે અપવિત્ર ભોજન હોય, તે તામસી મનુષ્યોને પ્રિય હોય છે.

 

સૃષ્ટિનાં સમગ્ર નિરોગી જીવોની સાથે તુલના કરવાથી સમજી શકાશે કે :

 

“તેઓ સૌ તેમના માટે તેમના સર્જનહારે નિર્માણ કરેલ ભોજન જે ના તે સ્વરૂપે ખાય છે.”

 

જ્યારે માણસ !!!!

 

(૧) શાકાહાર પણ કરે અને માંસાહાર પણ કરે.

 

(૨) જે ના તે સ્વરૂપે ન ખાતા આગ પર ચઢાવીને ખાય. શેકી, તળી કે બાફી ને ખાય !

 

(૩) તરસ વગર પાણી પીએ અને ભૂખ વગર ભોજન જમે.

 

મુખ્યત્વે આટલી ભૂલ., પરિણામે તેને લગતી નાની – મોટી અનેક ભૂલોની જાળમાં એવો ફસાયો કે હવે નીકળવાનો રસ્તો મળતો નથી.

 

રોગનું આજ કારણ છે. અહીં જ ફસાયા છે.

 

તો પછી, બહાર નીકળવાનો સરળ રસ્તો કયો ?

 

(૧) કોમ્પ્યુટરમાં વાયરસ આવી જાય તો ફોર્મેટિંગ કરવું જરૂરી છે.

 

(૨) ખાવાથી રોગ થયા છે તો, ખાવું બંધ કરવું જરૂરી છે.

 

(૩) ગટર ભરાઈ ગઈ છે તો સાફ કરવી જરૂરી છે.

 

(૪) ટ્રાફિક જામ થયો છે તો અડચણ દૂર કરવી જરૂરી છે.

 

(૫) વાહનમાં ઇંધણમાં રહેલ કચરાને કારણે વાહન ચાલવામાં તકલીફ થાય છે, ત્યારે તેનું કારબોરેટર સાફ કરવું જરૂરી છે.

 

તેમ શરીરમાં મળ (દોષો) જમા થયેલ છે, તો તે દૂર કેમ કરવા ?

 

આયુર્વેદ મુજબ : રોગની દવા લાંઘણજ (ઉપવાસ) છે :

 

“લંઘનમ્ પરમ્ ઔષધમ્”

 

શા માટે ? તે સમજાવતા કહેલ છે કે :

 

આહારમ્ પચતિ શિખિ, દોષાન્ આહાર વર્જિત:

 

આહાર ન લેવામાં આવે, ત્યારે શિખિ (જઠરાગ્નિ – VITAL POWER) દોષોને દૂર કરી, શરીરને નિર્દોષ કરી, નિર્મળ બનાવી, નિરોગી બનાવે છે.

 

કેટલું સરળ !

 

કોયડો સરળતાથી ઉકેલી ગયો ને !!!

 

આથી હવે સૂત્રાત્મક સમજ કેળવીએ : –

 

“ઉપવાસ ઉત્તમ છે; ખાવું ખરાબ છે.”

 

આટલું સમજાય, તો બાકીનું સમજવું સાવ સરળ બની જશે.

 

(ક્રમશ:)

 

 

મિત્રો, આજે આટલું બસ, હવે પછી આગળ … “નવી ભોજન પ્રથા” અપનાવતા પહેલાં આપણા મનમાં ઉદભવતા સવાલોની શ્રુંખલા …. આવતા અંકમાં સોમવારે અહીં જ ફરી તપાસીશું અને તેના ઉત્તર જાણીશું … આપે જો આ ‘નવી ભોજન પ્રથા’ હાલ અપનાવેલ હોય અને આપ તે બાબત કોઈ વિશેષ જાણકારી મેળવવા ઇચ્છતા હો કે તે બાબત આપને કોઈ સમસ્યા ઉદભવતી હોય તો અહીં કોમેન્ટ્સ બોક્ષમાં આપના પ્રતિભાવ આપશો, જેનો યોગ્ય પ્રત્યુત્તર શ્રી બાલુભાઈ ચૌહાણ સાહેબ દ્વારા અહીં જ આપને મળે તે અંગે નમ્ર કોશિશ કરવામાં આવશે., એટલું જ નહિ આપે ‘નવી ભોજન પ્રથા’ અપનાવ્યા બાદ, આપને જે કંઈ અનુભવ થયા હોય તે અહીં શેર કરશો, …. આપના અનુભવો અન્યોને પણ પ્રેરણાદાયી બની રહેશે…. આભાર ! ‘દાદીમા ની પોટલી’

 

 

નોંધ : હવે પછીથી “નવી ભોજન પ્રથા” લેખના અંતમાં આપની જાણકારી માટે ભોજનની એક રેસિપી મૂકવા નમ્ર કોશિશ કરીશું.
 

 

બ્લોગ લીંક: http://das.desais.net‘દાદીમા ની પોટલી’

email: [email protected]

 

 

 

‘નવી ભોજન પ્રથા’ … સ્વાસ્થય અંગેના   લેખ પરના આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના દરેક પ્રતિભાવ શ્રી બાલુભાઈ ચૌહાણ નાં આ કાર્યમાં બળ પૂરશે., તેમજ અમોને આપના પ્રતિભાવ દ્વારા સ્વાસ્થ્ય અંગેના વધુને વધુ લેખ ભવિષ્યમાં આપવા  માટે પ્રેરણા મળી રહેશે. …. બ્લોગ પોરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે…..આભાર ..! ‘દાદીમા ની પોટલી’

 

 

પ્રણેતા :
 
‘નવી ભોજન પ્રથા’
 

સંપર્ક :

 balubhai.photo.1

બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ
SUPERINTENDING ENGINEER(RETIRED)G.E.B.
‘શ્રી રામકુટીર’ કડવા પટેલ કન્યા છાત્રાલય પાસે
ગણેશ સોસાયટી,ચિત્તલ રોડ,
અમરેલી (365601)ગુજરાત, INDIA
ફોન : 02792-226869, મોબાઈલ :+91 9426127255

 

ચેતવણી : ઉપરોક્ત ‘પ્રાકૃતિક -નવી ભોજન પ્રથા’ લેખક શ્રી નાં સ્વાનુભવ આધારિત લેખક શ્રી દ્વારા અહીં જાણકારી આપવામાં આવેલ છે, કોઇપણ  પ્રથા ને અપનાવતી સમયે આપ આપની રીતે યોગ્ય જાણકારી મેળવી – પોતાનો સ્વ-વિવેક પૂર્ણ તયા વાપરી, જરૂર લાગે તો કોઈ હેલ્થ પ્રોફેશનલને કન્સલ્ટ કરી પછી જ ( અનુભવી કે તજજ્ઞ નાં માર્ગદર્શન  સાથે જરૂરી ચકાસણી કર્યા બાદ) આપની જ અંગત જવાબદારી ને ધ્યાનમાં રાખી અપનાવશો..  આ કોઈ અંધશ્રદ્ધા નો વિષય  નથી.  …. આભાર ! ‘દાદીમા ની પોટલી’

 

આપ નવી ભોજન પ્રથા અને તેના ઉપચાર વિશે વિશેષ જાણકારી મેળવવા ઈચ્છતા હો તો  શ્રી બાલુભાઈ ચૌહાણ (સાહેબ) અથવા ‘દાદીમા ની પોટલી’ નાં  અહીં દર્શાવેલ ઈમેઈલ આઈ.ડી. –    [email protected]  [email protected]  પર  મેઈલ મોકલી જવાબ આપના મેઈલ પર મેળવી શકો છો.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • આવા સરસ અનુભવો નો પ્રચાર જાહેરમા વાંચીને મારી ખુશીનો કોઈ પાર નથી,હજુ પણ આવાજ પ્રયત્નો દ્વારા લોકોને જગાડવા
  પુજ્યચૌહાણ સાહેબ મુંબઇ બાંદ્રાથી રમણિકભાઇ માલદે તમોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે
  હું અને મારી વાઈફ નવી ભોજન પ્રથાને અપનાવીને ૬૬ મે વરસે પણ તાજગી અનુભવી રહ્યા છીયે,૨૬ મી અપ્રિલ ૨૦૧૦ થી આ પ્રયોગ ચાલુ કર્યો છે

 • આદરણીય શ્રી રતિભાઈ ,
  આપનિસેવા અને ભાવના માટે મારી પાસે કોઈજ શબ્દો નથી.
  આભાર!
  આપનો …..balu.

 • Ratilal Kyada,,,,,Dallas Texas State USA

  Dear Balubhai,
  I spent 5 year with you as a healthy person, I organised your seminar with my group.
  My concept was to spread New dietary system in large scale ,that people can know the basic value of raw foods…..I am in USA since last 4 years ,and active in field of Balubhai’s
  works..I humbly made little try to put Balubhai’s massege .Now it will easy to reach needed person by the media….And here in USA ,Media Cultur is too strong that very false concept is too strong to believe ,that people accept ,and suffer!!!! and after long period they look for another concept……
  Thank you all concerned, particularly Saurabh Shah.. Balubhai utilize 100 % his efficiency..but all other workers are manpower .. Now it will be most good to produce before who needed with powered by media….All people like in US,that this is systomatic..Particularly our Indian community has allergy towards books,they like online available & free of cost…Anyhow, by this blog , all worker can work fast to make disease free world,because all worker is not equal to ONE Balubhai….He is saint of our century…. Ratilal Kyada

 • Bhavinee H. Pandya

  One more point. Khorak Khub chavi chavi ne khavathi pachak ras mix tha va thi turant digest thai jai chhe.

 • Kalpana Shah –

  નામ: કલ્પના શાહ
  રહેઠાણ: લંડન
  મોબાઈલ: 0044 742 411 1845
  ઘર : 0044 20 3592 9956

  આદર સાથે સ્વાનુભુતીથી બીજાને અનુભવ કરાવનાર શ્રી ચૌહાણ સાહેબ તથા વંદનીય સરોજબેન,
  લંડનથી કલ્પનાના પ્રણામ.

  એક વાસ્તવિકતા છે કે આપણે ટેક્ષીમાં કે રિક્ષામાં બેસીએ છીએ ત્યારે driverનું license નથી માંગતા કે એના driving અનુભવ વિષે નથી પૂછતાં અને છતાં એની ઉપર તરત વિશ્વાસ મૂકી દેતા હોઈએ છીએ.
  આમ જયારે કોઈ સ્વાનુભાવી વ્યક્તિ એમના અનુભવના આધારે આપના ભલા માટે કશું સમજાવતા હોય અને એનાથી ઘણા બધા લોકોને ફાયદા થયા હોય તો એમનામાં વિશ્વાસ મુકીને સ્વીકારવુ તે જ ડાહયા માણસનું લક્ષણ છે.

  અમારા માટે આ વાત સ્વીકારવી એકદમ સહજ હતી. એમના લખેલા પુસ્તકો વાંચ્યા પછી ખ્યાલ આવી ગયો કે અત્યાર સુધી આપણે શરીર માટે જે કઈ પણ કરતા હતા એ તદ્દન ખોટું કરતા હતા.
  મને નીચે પ્રમાણેની તકલીફો ઘણા સમયથી રેહતી હતી,
  ૧. બંને પગના ઘૂંટણમાં દુખાવો રેહતો હતો .
  ૨. જમણા પગની નસ કમરથી લઈને પગની પાની સુધી દુખતી હતી.
  ૩. ડાબા હાથના પંજામાં અંગૂઠાની નીચે બહુ દુખતું હતું.
  ૪. ૨-૩ મહીને એકવાર માથાનો દુખાવો, પેટનો દુખાવો થતો હતો.

  મેં નેચરોપથી, હોમીઓપથી, આયુર્વેદ, શિવામ્બુ, પાણીપથી, accupuncture, Accupressure, યોગાસન, પ્રાણાયામ વિ. અનેક ચિકિત્સા પદ્ધતિઓનો સહારો લીધો પણ રોગ એકેય ગયા નહિ. Physiotherapist ની સલાહ પ્રમાણે કસરત ચાલુ કરી પણ દુખાવો મટે જ નહિ. Doctorsએ તો operationની જ સલાહ આપી પણ મારે operation નો’તુ કરાવું. x-ray રીપોર્ટ બાદ orthopaedic doctorના કેહવા પ્રમાણે ઢીચણના હાડકા ઘસાયા છે તેથી બહુ ચાલવું નહિ અને પલાંઠી પણ વાળવી નહી એમ જણાયું. પણ ઈશ્વરના રૂપમાં પૂ. સાહેબ મળ્યા. એમના માર્ગદર્શન હેઠળ એમની સાથે ફોનથી જ ઉપચાર લેવાનો શરુ કર્યો. તા. ૯-૧૦-૨૦૧૦ ના રોજથી પેહલા દિવસે લીંબુ પાણીનો પ્રયોગ કર્યો. સાથે સવાર-સાંજ એનીમા અચૂક લેતી હતી અને મારા husbandએ પણ એ દરમ્યાન નિર્જળા ઉપવાસ શરુ કર્યા.

  અમારે nov. ૨૦૧૦ માં London આવાનું નક્કી થવાથી જલ્દી પરિણામ મેળવવા માટે તેમની સલાહ મુજબ નિર્જળા ઉપવાસ શરુ કરી દીધા અને તેજ સમયમાં આસો નવરાત્રી હોવાથી તેનું મહત્વ પણ હતું. પાંચમાં દિવસે કદડો નીકળવાનો શરુ થયો અને પાંચ મરેલા કૃમિ પણ નીકળ્યા. પૂ. સાહેબને જણાવ્યું તો એમ કહ્યું કે અંદરનું સફાઈ કામ બરાબર થઇ રહ્યું છે. મારું લક્ષ્ય એક જ હતું કે ઘૂંટણનો દુખાવો મટાડવાનો. એટલે અર્જુનની જેમ ફક્ત ચકલીની આંખ દેખાતી હતી દુખાવાના રૂપમાં, આજુબાજુની ઝાડી-ઝાંખરા દેખાતા નોહતા. આમ લક્ષ્ય નક્કી હતું એટલે નિર્જળા થયા. વજન ઓછું થયું પણ સ્ફૂર્તિ અને શક્તિમાં વૃદ્ધી થઇ. પગનો દુખાવો તો ગાયબ જ થઇ ગયો. જાણે ભગવાનનો ચમત્કાર!!! હું તો એકદમ આશ્ચર્યચકીત જ રહી ગઈ અને એનાથી જે વિશ્વાસ અને શ્રદ્ધા એકદમ strong થઇ ગયા. થાક જરાય ના લાગે. શરીર પાતળું થઇ ગયું હતું એટલે સગાવહાલા કેહવા લાગ્યા કે આ કેવું શરીર કરી નાખ્યું છે!! કેટલા સુકાઈ ગયા છો. વિ. પણ અંદરનો ઉત્સાહ મારો કેવો હતો એ કોને વર્ણવું. પૂ. સાહેબને તરત જણાવ્યું અને અમારે London જવાનું હોવાથી નોર્મલ diet પર આવી જવા જણાવ્યું. બાકીનો પ્રયોગ London જઈને કરજો એવી સલાહ આપી.

  London આવતા પેહલા અમારા આમંત્રણને માન આપીને પૂ. સાહેબ તથા સરોજબેન અને સાથે વેલજીભાઈ અને એમના ધર્મપત્ની અમારા ઘેર આવ્યા. સરોજબેન પાસેથી શીખી કે juice કેવી રીતે બનાવાય અને સલાડ-ચટણી કેવી રીતે ખવાય! બપોરે બધાએ સાથે કાચું જમ્યા.

  London આવ્યા પછી નવી ભોજનપ્રથા પ્રમાણે અમલ ચાલુ રાખ્યો. પરંતુ થોડા દિવસ પછી દાંતનો દુખાવો ચાલુ થયો તેથી સાંજે હું રાંધેલો ખોરાક લેતી હતી તે પણ બંધ કર્યો. ફક્ત કાચું જ ખાવાનું રાખ્યું. ઘરમાંથી છોકરાઓએ અને વહુઓએ doctorને બતાવાનુ કહ્યું (એમને આ નવી ભોજન્પ્રથા વિષે જાણકારી હજુ હતી નહિ માટે) પણ બે દિવસ પછી જોઈશું એમ મેં કીધું. ત્રીજે દિવસે દુખાવો ગાયબ થઇ ગયો. જાણે કશું દુખતું જ નો’તુ. આ બીજો ચમત્કાર!!!! મારી શ્રદ્ધા દ્રઢ થઇ ગઈ. અને રાંધેલું ખાઈને પાછું શરીર બગાડવું તેના કરતા કાચું જ ખાઈને નીરોગી રેહવું સારું એમ વિચારીને રાંધેલું ખાવાનું સદંતર બંધ કરી દીધું.

  આમ તા. ૧-૧૨-૨૦૧૦ થી કુદરતી ભોજન કુદરતી સ્વરૂપે કાચું ખાવાનું જ શરુ કર્યું. આજે અઢી વર્ષ થઇ ગયા. કાચું ખાવાનો આનંદ અનેરો જ છે. મને કોઈજ તકલીફ નથી. શરીરમાં કાયમ સ્ફૂર્તિ જ વર્તાય છે.

  લીલા પાનના juice પર બે મહિના રહી. સાથે પૂ. સાહેબનું સતત માર્ગદર્શન અને પ્રેરણા રેહતા હતા. અને એમની સલાહ મુજબ રસાહાર કર્યા અને એનીમા સવાર-સાંજ કાયમ લેતી હતી. તેથી શરીરમાંથી મોટા ભાગનો કચરો નીકળી ગયો. મનમાં નક્કી થઇ ગયું કે શરીરમાં કઈ પણ થાય તો પેહલા નિર્જળા શરૂ કરી દેવાના અને એનીમા લઇ લેવો. જેથી ઉપરથી મોઢા વાટે શરીરમાં નાખવાનું બંધ કરીશું તો નીચેથી સફાઈ બહુ સારી રીતે થાય છે એ સમજાઈ ગયું. મારું પેટ થોડું બહાર રેહતું હતું તે પણ અંદર જતું રહ્યું. બધાજ ડ્રેસને ફરીથી ફીટીંગ કરાવું પડ્યું. બીજા નવા ડ્રેસ પણ બનાવડાવ્યા. કેહવાનું તાત્પર્ય એ જ કે વજન ઓછું થયું પણ શક્તિ-સ્ફૂર્તિ વધી ગયા. સવારે ૬ થી રાત્રે ૯ વાગ્યા સુધી ઘરકામ કરું છું પણ થાક સહેજ પણ લાગતો નથી. દીકરાની નાની દીકરી(Mauli)ને સાચવવાની, એની જોડે રમવાનું, સમય આપવાનો, સાંજની રસોઈ અને ઘરનું બીજું બધું જ કામ કરવા છતાં સ્ફૂર્તિ એટલી જ રહે છે.

  અમારે બંને દીકરા(Jimil – Amil) અને વહુઓ(Manisha – Purvi) અને એમની દીકરીઓ(Mauli – Jiya) છે. મોટા દીકરાની દીકરી(Mauli) અમારા London આવતા પેહલા ઘણી બીમાર રેહતી હતી. તેને સૌથી પેહલા દૂધ બંધ કર્યું અને juice અપવાનુ શરુ કર્યું. Juiceથી શરીરમાંનો જમા થયેલો કચરો નીકળવાનો શરુ થયો. દર મહીને એને તાવ આવતો હતો તે એનાથી બંધ થઇ ગયો. બપોરે જમવામાં સલાડ-ચટણી, ફળ એવું જ ખવડાવીએ છીએ અને રાત્રે જ રાંધેલું ભોજન આપીએ છે. રોજ એને સમજાવીએ એટલે એ સમજી જાય છે. એને દૂધ છોડે અઢી વર્ષ થયા પણ દૂધ વગર પણ healthy છે. દૂધથી જ બધી તકલીફ થાય છે. આમ દૂધ અને દૂધની બનાવટ એને આપતા જ નથી.

  અમારી ઉંમર હોવા છતાં આટલી બધી મારામાં શક્તિ અને સ્ફૂર્તિ જોઈને અમારા દીકરા-વહુઓએ પણ આ પ્રથા અપનાવાનું શરુ કર્યું. અને એમને પણ એમની તાલીફોમાંથી સારું થવા લાગ્યું. ખાસ તો મારા નાના દીકરા અમીલનું વજન ૯૮kg હતું. તેણે બે મહિના લીલા પાનના juice પર રહીને ૮૦kg વજન કર્યું. અને તેને માથામાં કાયમનો દુખાવો રેહતો હતો તે પણ મટી ગયો. આમ અમારું આખું કુટુંબ આ પ્રથા અપનાવે છે. ટૂંકમાં Londonની ધરતી પર અમો કુદરતની નજીક જીવવા લાગ્યા.

  હું હમણાં દ્રાક્ષના juice પર ૪૨ દિવસ રહી. સાથે એનીમા લેતી હતી. મોઢાં પર અળઈ જેવી ઝીણી ફોડલી નીકળી. ૩-૪ દિવસ રહી પછી એની જાતે જ મટી ગઈ. આમ શરીરને સફાઈનો મોકો આપો તો શરીર એની સફાઈ બહુ સરસ રીતે જાતે જ કરી દે છે. અને અહી juice પીવાની બહુ મજા આવે છે. અને પૂ. સાહેબ પણ juice પર વધારે ભાર આપે છે.

  અહીના લોકોના અનુભવ વિષે જણાવું તો ઘેર સલાહ સુચન માટે આવે. કાચું કેવી રીતે બનાવાય એ બતાવું અને ખવડાવું છું તો મોઢામાં આંગળા જ નાખી દે છે કે કાચું આટલું સરસ લાગે! વાનગી માં ભરેલા ભીંડા, ભરેલાં પરવળ, વટાણા પોંઆ, આઈસ્ક્રીમ વિ. ઘણી વાનગીઓ ખવડાવું છું તો એ લોકો નવી પ્રથા અપનાવા તૈયાર થાય. એક બહેનને વજન ઓછું કરવું હતું અને diabetes બોર્ડર પર હતો, તેથી તેમને ૩ દિવસ નિર્જળા કરાવ્યા પછી લીંબુ પાણી પર રેહવાનું જણાવ્યું અને એનીમા અચૂક લેવાનો એવું ખાસ સુચન આપ્યું. રોજ ફોન આવે અને કેવું રહ્યું તે જણાવે. શરીરમાંથી ઘણો કદડો નિકળે છે અને પથરા જેવા ગઠ્ઠા પણ નીકળે છે. લીંબુ પાણી પર જ છે અત્યારે ૯kg વજન ઓછું થયું. હજુ પ્રયોગ ચાલુ છે. બીજા એક મુસલમાન બેન છે, તેમને પણ પ્રયોગ શરુ કર્યો છે અને આ લખું છું ત્યારે એમને નવી ભોજનપ્રથા શરુ કર્યે ૨ દિવસ થયા છે.

  બીજું હમણાં ૩ દિવસ પેહલા જ mother-daughter ઘરે મળવા માટે આવ્યા હતા. મમ્મીની ઉંમર ૬૫ થી ૭૦ અને દીકરી ની ઉંમર ૪૦ વર્ષની હશે. દીકરીને law BP, કમરમાં દુખાવો તથા એક પગમાં ઘણા વખતથી દુખે છે એમ જણાવ્યું. આપની નવી ભોજનપ્રથા વિષે સમજાવ્યું. એનીમા પોટ વિષે જાણ આપી તો લઇ ગયા છે. એમના મમ્મીને ઘણા રોગ છે ૭૦ વરસે. રોજની ૪૫ ગોળી ખાય છે, વજન ઘણું જ છે પણ એ દીકરીને એમ કહે છે કે પેહલા તું કર પછી તને સારું થશે પછી હું જોઇશ અને શરુ કરીશ. એમનાથી ખાવાનું છુટતું નથી. ભૂખ્યા રેહવાતું નથી એટલે શું થાય? આમ ઘણાને આ પ્રથા અઘરી લાગે છે. પણ અમે ભગવાને અમને બતાવેલો સાચો રસ્તો લોકોને બતાવતા જઈએ છે અને પ્રયત્નો ચાલુ જ રાખીએ છે.

  London આવ્યા પછી પણ સતત પૂ. સાહેબના સાનિધ્યમાં રહ્યા (ફોનથી) અને તેઓ અમને પ્રોત્સાહન આપતા રહયા અને હજુ આપતા જ રહે છે. એમની સમજાવવાની લઢણ જ બહુ સરસ છે. સીધું હૃદયમાં ઉતરી જ જાય. ખરેખર અમારા માટે તો ભગવાન સમાન જ છે. એમનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. પૂ. સરોજબેન પણ એટલા જ વંદનીય છે. બંનેને કોટી કોટી વંદન.

  સ્નેહ સભર,

  કલ્પનાના જય શ્રી કૃષ્ણ.

 • Jatin Shah –

  નામ: જતીન શાહ
  રહેઠાણ: લંડન
  મોબાઈલ: 0044 750 789 5534 (UK)
  0091 873 292 0646 (INDIA)

  પૂ. ચૌહાણસાહેબ અને સરોજબેન,

  Londonથી જતીન શાહના જય શ્રી કૃષ્ણ,
  નવી ભોજનપ્રથાની જાણ અમને October ૨૦૧૦માં થઇ. અમારા એક family friend ભુપીન શાહે મને કોઈકનો એમને આવેલો email આપ્યો. રામચરિત માનસ થાકી રોગ મટી જાય છે તેવી માહિતી હતી. અને એમાં શ્રી ચૌહાણસાહેબનો contact no. હતો. તેમને અમે તરત ફોન કર્યો. બે દિવસ પછી તેમનો એક seminar તા. ૧૭ Octoberના રોજ હતો. હું તે વખતે કામને લીધે બહારગામ હતો. પણ મારા પત્ની કલ્પના ગયા હતા. તેમણે seminar ભર્યો અને પત્યા પછી બૂક સ્ટોલ પરથી નવી ભોજનપ્રથા અંગેનો ૫ બુકનો સેટ લઈને આવ્યા.

  મેં એ જ રાત્રે પુસ્તકોનો ખાસ તો ‘નવી ભોજનપ્રથા’ શીર્ષક ની પુસ્તક સારી રીતે વાચ્યું. તરત જ સમજણ પડી ગઈ. આખી જિંદગી ખાઉધરા રહીને શું ખોટું કર્યું છે એ સમજઈ ગયું.
  મને છેલ્લા ૫-૬ વર્ષથી Acidityની તકલીફ ઘણી હતી અને વજન પણ થોડું વધારે હતું.
  પુસ્તક વાંચીને શ્રી ચૌહાણસાહેબનો ફોન ઉપર સંપર્ક કર્યો અને અમારે ૨ Novemberના રોજ London કાયમ માટે જવાનું હોવાથી નવી ભોજનપ્રથા થકી અમારી તકલીફમાં ફાયદો કેવી રીતે થાય તેનું માર્ગદર્શન માંગ્યું કારણકે અમારે શારીરિક તકલીફથી મુક્ત થઈને જવાની ઈચ્છા હતી.
  ઓછા સમયમાં ત્વરિત રાહત અને ફાયદો જોઈતો હોય તો બને તેટલા દિવસ નિર્જળા ઉપવાસ ઉપર રેહવા જણાવ્યું.

  મેં તથા કલ્પનાએ ૬ દિવસ એકસાથે નિર્જળા ઉપવાસ કર્યા. મને acidityને લીધે પિત્તની તકલીફ હતી તે ઉલ્ટી, ઉબ્કા થકી ત્રણ દિવસ પછી કાળું કાળું પિત્ત નીકળ્યું અને હેડકી સતત આવ્યા કરી અને પાંચમા-છઠા દિવસે શરીરમાં સખત cramps આવે દર અડધો કલાકે, પણ નિર્જળા ઉપવાસ છોડ્યા પછી બધી તકલીફો શાંત થઇ ગઈ. વજન ૪kg ઓછું થઇ ગયું હતું. ધીરે ધીરે રસાહાર અને કાચું ખાવાનું શરુ કરી દીધું. મારી acidityની તકલીફ નીકળી ગઈ અને મારા પત્ની કલ્પનાની પગમાં દુખાવાની તકલીફ પણ મટી ગઈ જે તેમણે તેમના અનુભવ લેખમાં જણાવ્યું છે.

  અમારા સારા નસીબે ચૌહાણસાહેબ અને સરોજબેન સાથે રૂબરૂ મળીને અમારા ઘરે કાચા સલાડ અને ફળો, ચટણી, રાયતું બનાવીને ભોજન કરવાનું થયું અને અમે નવી ભોજનપ્રથાના ચુસ્ત પ્રચારક અને ચાહક અને અમલ કરતા થઇ ગયા.

  સત્યની જાણ થઇ. સમસ્ત માનવ સમુદાયને નીરોગી કરી શકાય તેવી અદભુત જ્ઞાન થકી જીવન જીવવાની અને શારીરિક, માનસિક, દુઃખોથી ગ્રસ્ત મનુષ્ય જગતને રાહત આપવાની દિશા મળી.

  બસ છેલ્લા ૨ વર્ષથી હું ફક્ત કાચું જ ખાઉં છું અને આ વર્ષે છેલ્લા ૫ મહિનાથી UKથી India મારા કામ અંગે આવ્યો છું. પણ મારા પત્ની કલ્પનાને મારા ભોજન અંગેની ચિંતા નથી. કારણકે મને રાંધેલા ભોજનની જરૂર જ નથી. હું કાચા શાકભાજી, ફળો, અને રસાહાર થકી જ મારી ભોજનની જરુરીયાત પૂરી કરું છું.

  India આવ્યા પછી સગાવહાલા, મિત્રો અને જે કોઈ પણ સંપર્કમાં આવે તેને નવી ભોજનપ્રથાની જાણકારી અને સારી રીતે નીરોગી રેહવા માટે તેનું મહત્વ શું છે તેની દ્રઢતાથી સમજ આપીએ છીએ. ફક્ત રસાહાર પર રેહવા છતાંય કોઈ પણ જાતની તકલીફ કે અશક્તિને બદલે પૂર્ણ ઉત્સાહ અને સ્ફૂર્તિમય, શક્તિપ્રદ રેહવાય છે.

  હા, વજન ઓછું થવાથી શરીર સાવ વિલાઈ ગયું છે તેવી લોકો વણમાગી સલાહ આપે પણ મને ખબર છે કે હું કેટલો સ્ફૂર્તિમય અને જીવન પ્રત્યે ઉત્સાહિત છું અને બાકીનો બધો જ માનવ સમુદાય તકલીફ અને શારીરિક પીડાથી ત્રસ્ત છે. દોદળા, દુંદાળા શરીર અને ફૂલેલા ગાલવાળા ચેહરા બધાને સારા લાગે છે તે મનુષ્ય પોતાની જિંદગીને મૂલવી શકતા નથી તે એક કરુણતા છે.

  અસ્તુ,

  જતીન શાહ.

 • Jmil -Amil Shah –

  નામ: અમીલ શાહ
  ભણતર: સિવિલ એન્જીનીયર
  રહેઠાણ: લંડન, યુ.કે.
  મોબાઈલ: 0044 798 335 9199

  સાધના પહેલા સાધના પછી

  આદરણીય શ્રી ચૌહાણ સાહેબ,

  લંડનથી અમીલનાં જય શ્રી કૃષ્ણ,

  કેટલાય વખતથી થતું’તું કે લખું લખું પણ મેળ પડતો નહોતો તે આજે જોર કરીને બેઠો છું લખવા. વર્ષો થયા લખવાની practice છૂટી ગઈ છે એટલે લખવામાં કોઈ ગરબડ લાગે તો માફ કરજો.

  સમય કેટલો જલ્દી વહી જાય છે તેની અનુભૂતિ આ લખી રહ્યો છું ત્યારે થઇ રહી છે. આજથી લગભગ 7 વર્ષ પેહલા મેં યુ.કે.ની ધરતી પર પગ મુકેલો, ત્યારે મારું વજન લગભગ 76kg જેવું હતું. Height ના હિસાબે બહુ શરીર ભારે લાગતું નહોતું. નવો દેશ, નવી વાનગીઓ અને નવો અનુભવ હતો એટલે ધીમે ધીમે મારું વજન વટ વૃક્ષની જેમ વધવા માંડ્યું. પતિ-પત્ની બંનેની નોકરીના હિસાબે ઘર કરતાં બહારનું ખાવાનું ઘણી વખત રેહતું. પીઝા, બર્ગર, સેન્ડવીચ, વેફર આ બધું તો જાણે ચણા મમરાની જેમ ખવાતું હતું. ચા-કોફીની નાનપણથી ટેવ નહોતી પણ ice-cream નો ગાંડો શોખ હતો. દિવસનાં ત્રણ-ચાર વખત ખાવાનું થતું. આની અસર શરીર પર ના થાય તો જ નવાઈ. ધીમે ધીમે વજન કાંટો જમણી બાજુ ખસવા લાગ્યો. મારા પત્ની મને ઘણી વખત વધારે ખાવા માટે ટોકતા પણ હું એક જ જવાબ આપતો કે ‘તો શું હું ભૂખે મરું?’

  આમ કરતાં ચાર વર્ષમાં મારું વજન એટલું બધું વધી ગયું કે વજન કાંટામાં વજન ને બદલે પીન કોડ દેખાતો હતો. ચાર વર્ષમાં પેટમાં કચરો ઠોંસી ઠોંસી ને વજન 98kg પર પહોંચાડી દીધેલું. Centuryમાં ફક્ત 2kgની જ વાર હતી. શરીર તો ફૂલીને એવું થઇ ગયું હતું કે એકદમ પકોડા જેવો લાગતો હતો. અહીં યુ.કે.માં શર્ટ small, medium, large, X large, XXlarge એવી રીતે મળે. મેં medium થી શરૂઆત કરી હતી તે ચાર વર્ષમાં X large પર પહોંચી ગયો હતો. કમરમાંથી કમરો થઇ ગયો હતો. 36inch ની કમર માંથી 40inch નો રૂમ થઇ ગયો હતો. (કોઈ મને ભેટે તો એના હાથ ભેગા પણ ના થાય.) આ ચાર વર્ષમાં મેં કપડાં પાછળ એટલો બધો ખર્ચો કરેલો કે ના પૂછો વાત. મારું કબાટ તો જાણે કપડાંની દુકાન માંડી હોય એવું દેખાતું હતું. પેટ એટલું બધું વધી ગયું હતું કે જાણે એક માટલું લઈને ફરતો હતો. આજ દરમ્યાન મારાં પત્ની pregnant થયાં એટલે મારાં બધાં મિત્રો મને પણ પૂછતા કે, ‘ભાભીને તો ઠીક પણ તારે કેટલામો મહિનો ચાલે છે?’ એક મજાકનું પાત્ર બનીને રહી ગયો હતો. જે લોકોએ મને કોલેજમાં જોયો હતો તે મારાં આ નવા રૂપને જોઈને કેહતા પણ હતા કે, ‘એક handsome છોકરાનું ખૂન કરી નાખ્યું.’

  વાચકમિત્રોને થતું હશે કે આ ભાઈ મુદ્દા પર ક્યારે આવશે, તો જે લોકો ક્યારેય આ પરિસ્થિતિમાંથી પસાર થયા નથી એ લોકોને મારે કેહવું છે કે બીજા બધાં રોગોમાં તો લોકોને કાયમ તમારા તરફ સહાનુભૂતિ હોય પણ જાડાપણું કે એવો ભયાનક રોગ છે કે લોકો હમેશા તમારા તરફ એક ગુનેગારની જેમ જોતા હોય છે અને એવો વેહવાર કરતાં હોય છે. એટલા માટે આજે વિસ્તારથી વાત કરવી છે. ભલે પછી એમાં નિબંધ લખાય. જો એક પણ વ્યક્તિને મારાં લખાણમાંથી પ્રેરણા મળશે તો મારું લખેલું સાર્થક થશે.

  આ વધેલા વજનને લીધે જેટલી પણ તકલીફો પડવી જોઈએ એ બધી બરાબર ગણી ગણીને પડવા લાગી. થોડુંક ચાલું અને થાક લાગવા લાગે. (24 કલાક 20kg વજન ઊંચકીને ફરીએ તો શું થાય?) વળી ચાલું એટલે સાથળ એકબીજા સાથે ઘસાય અને જીન્સ પહેર્યું હોય એટલે છોલાય જેને લીધે ચાલવાનું એની જાતે જ ઓછું થઇ ગયું. પાછળ જોવું હોય તો આખી ઈમારત ફેરવીએ એમ ગરદનને બદલે આખું શરીર ફેરવવું પડતું હતું (ચરબી બધે જ પગપેસારો કરીને બેઠી હતી. ગરદન પણ બાકાત નહોતી). રાતે નસકોરાં તો એવા બોલતા હતા કે જાણે જેટ એન્જીનની ઘરેરાટી બોલતી હોય.(આ ચાર વર્ષમાં મારાં પત્ની ચાર કલાક પણ શાંતિથી સૂઈ શક્યા નહોતા, નસકોરાંનાં પ્રતાપે.)

  આ વજનની ગુણને ઓછું કરવાનાં પ્રયત્નો નોહતા કર્યા એમ નથી. બહુ કર્યા’તા, પણ મારાં પત્નીએ! મને રોજ દોડવા મોકલતા, (માણસથી ચલાતું નહોતું અને દોડવું પડ્યું), પેટ ઉતારવા માટે કસરત કરવાનાં સાધનો વસાવ્યા, પણ બધું વ્યર્થ. (કારણ કે મેં જાતે મનથી તો ક્યારેય નો’તું કર્યું.). વાચકમિત્રોને જણાવવાનું કે હું ધર્મે વૈષ્ણવ પણ કર્મે ભીમ હતો એટલે ક્યારેય જીવનમાં ઉપવાસ કર્યા નોહતા. અગિયારસ તો જવા દો જન્માષ્ટમી પણ આ શરીરને ભૂખી ના રાખી શકે. આમને આમ ચાર વર્ષનાં વહાણાં વીતી ગયા. આ બાજુ સમાચાર મળ્યા કે મારાં મમ્મીને પગ વળી રહ્યા છે એટલે ચાલવામાં તકલીફ પડી રહી છે અને એજ અરસામાં મમ્મી-પપ્પાને કાયમ માટે યુ.કે. બોલવવા માટેની તૈયારીઓ થઇ ગઈ હતી. અમને બધાને થતું કે આવી હાલતમાં મમ્મીને કેવી રીતે અહીં ફાવશે? અમારે regular કોમ્પ્યુટરથી india chatting થતું. એમાં ખબર મળ્યા કે મમ્મી-પપ્પાએ કંઇક diet ચાલું કર્યું છે, પગની તકલીફમાંથી બહાર આવવા.

  November 2010 હજી પણ યાદ છે. જયારે મમ્મી-પપ્પાને લેવા અમે airport પર ગયા અને તેમને આટલા બધાં વર્ષો પછી જોયા. આઘાત અને આશ્ચર્યની મિશ્ર લાગણીઓની ક્ષણ હતી મારાં માટે. આઘાત મમ્મીનું વજન બહુ ઉતરી ગયું એટલે અને આશ્ચર્ય પપ્પાને ઓછા વજનમાં જોયા એટલે. ઘરે પહોંચીને મેં મમ્મીને વજન ઉતારી નાંખવા માટે અણગમો વ્યક્ત કર્યો એટલે પપ્પાએ મને નવી ભોજન પ્રથા વિષે સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ હું કશું જ સંભાળવા માટે તૈયાર નહોતો. જોકે એક વાત મને સમજમાં નહોતી આવતી કે ખાલી diet બદલવાથી મમ્મી ચાલતા કેવી રીતે થઇ ગયા? હું મારી જાતને બહુ જ સમજદાર અને બધી વસ્તુઓનો જાણકાર ગણતો હતો પણ આ ગણિત મારી સમજમાં નહોતું આવતું. મને અસમંજસમાં જોઈને પ્પ્પ્પાએ મને કીધું કે અંદર રૂમમાં એક ચોપડી પડી છે એ વાંચ એટલે તને બધી ખબર પડી જશે. (મને વાંચવાનો પહેલેથી ગાંડો શોખ છે. મારાં કોઈ પણ મિત્રને ઘરે હું જાઉં તો સૌથી પેહલા એ બધી પુસ્તકો સંતાડી દે કેમ કે એને ખબર કે જો હું એના ઘરે જઈશ તો વાતો કરવાના બદલે વાંચવા બેસી જઈશ. પપ્પા મારી આ નબળાઈ જાણતા હતા). પપ્પાએ મને ‘ગાજર’ આપ્યું એટલે હું ગયો રૂમમાં અને 15 minutesમાં બહાર આવીને કહ્યું કે મારે પણ આ ભોજનપ્રથા ચાલું કરવી છે. એ પુસ્તક હતું ‘શંકા અને સમાધાન’.

  મારી તૈયારી જોઈને પપ્પાએ કીધું કે ‘પહેલા આ પુસ્તકોનો અભ્યાસ કરી લે અને પછી એકદમ પાકું મનમાં ઉતરી જાય એટલે ચાલુ કરી દેજે’. એટલે મેં બધી જ પુસ્તકો નો અભ્યાસ કરવાનું ચાલુ કરી દીધું. થોડાક દિવસો પછી મેં પપ્પાને પાછું કીધું કે મેં વાંચી લીધું છે બધું અને હવે નિર્જળા ઉપવાસથી ચાલુ કરવું છે પણ આ પુસ્તકમાં તો એનિમા લેવાનું કહે છે તો મારી પાસે તો એ છે જ નહિ. એટલે મારાં પપ્પાએ સામે જવાબ આપ્યો કે એ રાહ જ જોતા હતા કે હું ક્યારે સામેથી એનિમાની કીટ માંગું છું (કેમ કે એમને વિશ્વાસ હતો કે અમીલ નવી ભોજનપ્રથા અપનાવશે જ) એટલે એ મારા માટે પણ વધારાની કીટ લેતા આવ્યા હતાં.

  December 2010 માં મારે ક્રિસમસનું વેકેશન આવતું હતું એટલે મેં નિર્જળા ઉપવાસથી નવી ભોજન પ્રથાનો શુભારંભ કર્યો. વિચાર તો હતો કે એક કે બે દિવસ કરીશ (જીવનમાં ક્યારેય નિર્જળા તો શું ફરાળી ઉપવાસ પણ નહોતો કર્યો) અને પછી ઉપવાસ તોડીને routine ખાવા પર આવી જઈશ. પણ નવાઈની વાત હતી બધાં માટે કે પેહલા જ ધડાકે હું 5 દિવસનાં નિર્જળા ઉપવાસ કરી શક્યો અને જીવનમાં પેહલી વખત વજન કાંટાને ડાબી બાજુ ખસતો જોયો. વજન ઉતરતું જોઈને મને એકદમ ઉત્સાહ આવી ગયો અને સહેજ પણ ચૂક્યા વગર બરાબર આ પ્રથાનું પાલન કર્યું અને બે જ મહિનામાં મારું વજન જોતજોતામાં 14kg ઉતરી ગયું. આજ અરસામાં શરીરમાંથી મળ નીકળવાની પ્રક્રિયાને લીધી હું બરાબરનો બીમાર પડ્યો. શરદી, ખાંસી અને આધાશીશીએ શરીરમાં ઘર ઘાલ્યું પણ હિમત હાર્યા વગર સાધના ચાલુ જ રાખી અને એમાંથી બહાર આવી ગયો. મારાં માટે આ બહુ જ મોટી ઉપલબ્ધી હતી. પણ આ બધું કઈ એકદમ સહેલું નહોતું. વચ્ચે મન પાછું ડગુમગુ થતું હતું પણ જેવી ભોજનપ્રથાની પુસ્તકો વાંચું એટલે battery recharge થઇ જતી હતી. આમ કરતાં કરતાં લગભગ વર્ષ જેવું થઇ ગયું પણ મારું વજન અટકી ગયું હતું. એટલે ચૌહાણસાહેબનાં માર્ગદર્શનથી એકલા રસ પર જવાનું નક્કી કર્યું. આજ અરસામાં અમારું india જવાનું નક્કી થયું અને મારી જોબમાં overtime ચાલુ થયો. જાણે સારા કામમાં સત્તર વિઘ્નો. Overtime સાથે રોજનાં ૧૨ કલાક કામ પર જવાનું થતું હતું. કામ પરથી આવું એટલે તરત જ બહાર જવાનું થતું, India જવાની ખરીદી માટે. અને પાછું હું જોબ પર કશું જ ખાતો નહિ કે પીતો નહિ, પાણી પણ નહિ. એટલે જાણે મારાં માટે તો રોજનાં ૧૨ કલાકનાં ઉપવાસ અને એમાં અધિક માસ. પહેલા તો થયું કે થશે કે નહિં પણ નવાઈની વાત તો એ થઇ કે આટલી બધી તકલીફો છતાં સહેજ પણ થાક લાગતો નહિં કે અશક્તિ લગતી નહિં. બરાબર દોઢ મહિનો (૬ અઠવાડિયા) કુસ્તી ચાલી. આ દરમિયાન 8kg વજન બીજું ઓછું થઇ ગયું અને એના લીધે ચાલવાની જે મઝા આવવા લાગી એની તો શું વાત કરું. કેટલા વર્ષો પછી ચાલતી વખતે બંને સાથળ ઘસાતા નહોતા. ચાલતાં થાક લાગતો નહોતો. એવો અદભૂત આનંદ આવતો હતો કે જાણે કોઈ નાના છોકરાને એનું ગમતું રમકડું મળી ગયું હોય; મારાં પત્નીને શાંતિથી સૂવા મળ્યું (નસકોરાં બોલતાં બંધ થવાના પ્રતાપે) અને મને એક નવું જીવન મળ્યું. શર્ટની size પાછી X Large માંથી Medium થઇ ગઈ. કમર પાછી 34inch પર આવી ગઈ.

  જોકે મારી તકલીફોનો હજી અંત નહોતો આવ્યો. January 2013ની વાત છે. એક દિવસ એકદમ જ મને Migraine નો દુઃખાવો ઉપડ્યો. માથામાં એવા હથોડા ટીપાતા લાગે કે રહેવાય નહિ અને સહેવાય નહિ. જોબમાં પણ રજા પડાય એમ ન હતી એટલે ના છુટકે મારે દુઃખાવાને Temporary બંધ કરવા ગોળી લેવી પડી. એનિમા તો ચાલુ જ હતો. નિર્જળા ઉપવાસ પણ ચાલુ હતા પણ કઈ મેળ પડતો નહોતો. તે દિવસ મેં ૧ લીટર પાણી નો એનિમા લીધો પણ કશું જ નીકળ્યું નહિ, પાણી પણ નીકળ્યું નહિ. મને ચિંતા થઇ એટલે ગરમાળાને પલાળીને એનું પાણી પીધું છતાં કશું જ ફર્ક ના પડ્યો. મને થયું કે એવો તે કેવો ચક્કાજામ થયેલો છે કે એનિમા કે જુલાબની પણ અસર થતી નથી. એટલે ચૌહાણસાહેબને પૂછતા એમણે આંબળાનો એકલો રસ પીવાની સલાહ આપી. એટલે તરત જ મારાં પત્નીએ મને ૧૦ આંબળાનો રસ કાઢીને આપ્યો. (ફક્ત આંબળાનો રસ, પાણી પણ નહિં). બે જ કલાક માં એની અસર થઇ અને હું Toilet માં દોડ્યો. જેમ જેમ સંડાસ થતી જાય એમ એમ જાણે મારાં માથામાંથી દુખાવાનું એક એક layer ઓછું થતું જાય. ચાર કલાકમાં ૧૨ વખત સંડાસ જવાનું થયું. માથાનાં દુઃખાવામાં ૯૦% રાહત હતી. એ દિવસે મેં બીજું કશું જ લીધેલું નહિ. પાણી પણ નહિ. બીજા દિવસે ફરી ૧૦ આંબળાનો રસ લીધો પણ આ વખતે ખાલી ૪ વખત જ સંડાસ જવાનું થયું. ત્રીજા દિવસે ફરીથી રસ લીધો અને આ વખતે ખાલી બે વખત જ toilet ગયો. એવું લાગતું હતું કે જાણે શરીરમાંથી ખોતરી ખોતરીને બધો મળ કઢાતો હોય. ૫ દિવસમાં હું સંપૂર્ણ દુખાવા મુક્ત થઇ ગયો. ‘બધી તકલીફોનું મૂળ પેટ છે’ એ કેહવત જાણે મારાં માટે જ બની હોય એમ લાગતું હતું. નવી ભોજનપ્રથામાં શ્રદ્ધા વધારે દૃઢ થતી ગઈ.

  આજ અરસામાં મારા પપ્પાએ (જતીનભાઈ શાહ જે અત્યારે India છે) મને એક પુસ્તક વાંચવાનું કહ્યું. એ પુસ્તક છે ‘Raw Eating’ By Aterhov. ઈરાનનાં એક મુસ્લિમ સંતે લખેલી આ પુસ્તકનાં ૧૦ પાનાં વાંચ્યા અને એણે મગજનાં બધાં તાર ઝણઝણાવી નાંખ્યા. એવું લાગ્યું કે જાણે એ મને એક એક વાક્ય પર થપ્પડ ના મારતા હોય. અને મેં નક્કી કર્યું કે હવે રાંધેલું ખાવું જ નથી. નવી ભોજનપ્રથા આપણને એક સમય રાંધેલું ખાવાની છૂટ આપે છે પણ જે ખાવાથી શરીરને તકલીફ જ મળવાની હોય તે એક વખત પણ કેમ ખાવું? વળી મેં મારાં મમ્મી (કલ્પનાબેન શાહ) ને જોયા જે છેલ્લા બે વર્ષથી ખાલી કાચું જ ખાય છે અને અમારા કરતાં પણ વધારે સ્ફૂર્તિથી વધુ કામ કરે છે. (મમ્મી અમારા માટે રાંધેલું બનાવે તો એ ખાવાનું ચાખતા પણ નથી, અમને જ ચાખવા માટે કહે) એટલે મેં મન મક્કમ કરીને નક્કી કર્યું કે જોઈએ તો ખરા કે એકલા કાચા પર કેટલું ખેંચાય છે. (આ લખું છું ત્યાં સુધી દોઢ અઠવાડિયું થયું છે પણ હુજ સુધી કોઈ જ વાંધો આવ્યો નથી.)

  જીવનને જીવવાની અને માણવાની એવી મઝા આવે છે કે ના પૂછો વાત. સાથે સાથે વગર પૈસા અને વગર દવાની આ અદભુત અને સાચી ભોજનપ્રથા(જીવનપ્રથા) લોકોને અપનાવતાં અને તેનાથી તેમનાં જીવન બદલાતાં જોતાં જે આનંદ મળે છે એને શબ્દોમાં વર્ણન કરવું અઘરું છે.

  જે લોકો હજુ શંકાનાં વમળમાં ઘેરાયલા છે એ લોકોને મારે છેલ્લે એટલું જ કહેવું છે કે શંકા કરવાથી તમે તમારી મુશ્કેલીઓમાંથી દૂર નહિ થઇ શકો. આ ભોજનપ્રથા ત્રણ મહિના માટે અપનાવી જુઓ. મારા જેવા કેટલાય લોકો આને અપનાવીને નવું જીવન પામી ચૂક્યા છે. જો શંકા કરવી જ હોય તો એ ડોક્ટરો અને અસ્પતાલો પર કરો કે જે આપણા લાખો-કરોડો રૂપિયા લઈને પણ તંદુરસ્તી નથી આપી શકતા જયારે આ તો વગર પૈસા, વગર દવાએ તંદુરસ્તીની વાત કરીએ છીએ. હું તો રહ્યો વાણીયો એટલે ખોટનો (દવા અને દાક્તરનો) ધંધો બંધ કરીને નફાની (નવી ભોજનપ્રથાની) દુકાન માંડી છે.

  છેલ્લે જતાં જતાં ચૌહાણસાહેબનો ખૂબ ખૂબ આભાર માનું કે એમણે માનવજીવનને એક એવો રાહ ચીંધ્યો છે કે જે આવનારા વર્ષોમાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ક્ષેત્રે એક જબરદસ્ત ક્રાંતિ લાવવાનો છે.

  અસ્તુ.

 • Purvi – Jiya Shah

  નામ: પૂર્વી શાહ
  અભ્યાસ: સિવિલ એન્જીનીયર
  રહેઠાણ: લંડન
  મોબાઈલ: 0044 07980254157

  પૂર્વી શાહ જીયા શાહ

  આદરણીય શ્રી ચૌહાણ સાહેબ,

  લંડનથી પૂર્વીના જય શ્રી કૃષ્ણ,

  ઘણા વખતથી મારા Husband મને મારા નવી ભોજન પ્રથા અપનાવ્યા પછીના અનુભવ લખવાનું કહેતા હતા પણ મને સમઝાતું નો’તું કે શું લખું, કેવી રીતે લખું. આમતો મને લખવા વાંચવાનો ખૂબ શોખ છે પણ આ અનુભવો લખવાની વાત આવી ત્યારે સમઝાતું જ નો’તું કે શું લખું. કારણ કે આ નવી ભોજન પ્રથા અમે જાણી અને એને સમજ્યા અને જીવનમાં ઉતાર્યા પછી મને પોતાને અને અમારા આખાયે કુટુંબમાં બધાને એટલા બધા અદભુત અનુભવો થયા છે અને ઘણી બધી સાચી વાતો જાણવા મળી જે અત્યાર સુધી અમે જાણતા નોહતા અથવા તો જે જાણતા હતા તે ખોટું હતું; એ બધા જ વિષે લખવા બેસું તો કદાચ આખું પુસ્તક ભરાઈ જાય. છતાં આજે હિંમત કરીને લખવા બેઠી છું.

  તો શરૂઆત થી જ શરું કરું કે અમને આ નવી ભોજન પ્રથાની જાણ કેવી રીતે થઇ?

  મને હજુ એ દિવસ યાદ છે જયારે નવેમ્બર ૨૦૧૦માં અમે મમ્મી-પપ્પા (મારા સાસુ-સસરા)ને લંડન એરપોર્ટ પર લેવા ગયા હતા. એમને જોતાં જ મને એક જબ્બર ઝાટકો લાગ્યો, કારણ કે બન્ને જણાનું વજન ખાસ્સું ઉતરી ગયું હતું. બન્નેનાં મોઢા પર તાજગી દેખાતી હતી, સ્ફૂર્તિ પણ દેખાતી હતી તો પછી શરીર કેમ આવું? એટલે ઘરે પહોંચતાની સાથે જ મેં મારા પતિ (અમીલ)ને પૂછ્યું કે મમ્મી પપ્પાને કોઈ શારીરિક તકલીફ થઇ છે કે કોઈ ટેન્શન છે તે બન્નેનું વજન આટલું બધું ઉતરી ગયું છે.

  પછી અમીલે મમ્મી-પપ્પાને પૂછ્યું તો એમણે અમને વાત કરી કે તેઓએ એક નવી ભોજનપ્રથા અપનાવી છે, જેમાં ઉપવાસ કરવાનાં હોય છે, સલાડ ને જ્યુસ ખોરાકમાં લેવાના, એનિમા લેવાનો ને બને ત્યાં સુધી રાંધેલો ખોરાક ઓછો ખાવાનો; અને એ પ્રથા અપનાવ્યા પછી એમને શું-શું ફાયદા થયા તેની વાત કરી. પણ જયારે મમ્મી-પપ્પાને મેં જોયા ત્યારે એમનો જે બાહ્ય શારીરિક દેખાવ હતો એ જોઈને મારા મગજનાં બારણાં કસોકસ બંધ થઇ ગયા. કારણકે એ વખતે મને સમઝણ નહોતી કે શરીરની સંપૂર્ણ સ્વસ્થતા એટલે શું? સ્વસ્થતા વિષે મારા વિચાર એવા હતા કે ‘જે વ્યકિત દેખાવમાં પ્રમાણસર હોય અને બીજી કોઈ દેખીતી શારીરિક તકલીફો ન હોય એને સ્વસ્થ કેહવાય’. એટલે મારે આ ભોજનપ્રથા અપનાવવાની જરૂર નથી. કારણકે મને એવી કોઈ દેખીતી તકલીફ નો’તી કે ન તો મારું વજન વધારે હતું, પણ શરીરની અંદર ગરબડ ગોટાળો હોય અથવા તો શારીરિક સાથે માનસિક સ્વસ્થતા પણ જરૂરી છે આ બધી વાતોની મને સમઝણ નો’તી; એટલે મમ્મી-પપ્પાને જોયાં અને મેં તરતજ નક્કી કરી લીધું કે જે વસ્તુ કરવાથી વજન આટલું બધું ઉતરી જાય એ વસ્તુ ન કરાય. વધારામાં કાચા શાકભાજી ખાવાની વાત જયારે મમ્મીએ કરી ત્યારે તો મગજનાં બંધ બારણાંને સાંકળની સાથે તાળું પણ વાગી ગયું. આમ કેમ થયું એ જણાવવા મારે તમને આખી વાત કરવી પડશે.

  મારા સાસુ પહેલેથી જ સ્વાસ્થ્ય માટે ખૂબ સજાગ હતા અને એમને દવાઓ કરતાં કુદરતી વસ્તુઓ પર ખૂબ વિશ્વાસ. એટલે અમે યુ.કે. આવ્યા એ પહેલા ઈન્ડીયા હતા ત્યારે અમે નેચરોપથીનો પ્રયોગ કરેલો. પણ એ વખતે કાચા શાક ખાવાનું અને ભાજીઓના જ્યુસ પીવાનું ખૂબજ અઘરું લાગેલું. (કારણકે એ વખતે અમને ખબર નહોતી કે કાચા શાકભાજી અને જ્યુસને ખૂબજ સ્વાદિષ્ટ બનાવીને પણ ખાઈ શકાય છે.) એટલે મમ્મી પપ્પાએ જ્યારે કાચા શાક ખાવાની વાત કરી ત્યાંજ મને થયું કે મારાથી તો એ કાચા ભીંડા અને પાલખ નો સ્વાદ વગરનો જ્યુસ નથી પીવાતો એટલે મારાથી તો આ નહીં જ થાય.

  પણ જ્યારે મમ્મીએ અમને પહેલી વાર શાકભાજીનો જ્યુસ બનાવીને પીવડાવ્યો ત્યારે થયું કે આ ખરેખર શાકભાજીનો જ જ્યુસ છે કે કોઈ સ્વાદિષ્ટ પીણું છે! અને ખાલી એ જ્યુસ પીધા પછી મારા મગજનાં બંધ બારણાં પરનું તાળું ખૂલી ગયું. અને જયારે મમ્મીએ કાચા ભીંડા મસાલો ભરીને ખવડાવ્યા, ત્યારે બંધ બારણાં પરની સાંકળ પણ ખૂલી ગઈ. (જોકે હજુ બારણાં તો બંધ જ હતાં.) પછી મમ્મીએ શાકભાજીની ભેળ બનાવીને ખવડાવી ત્યારે મારી પેલી જૂની ધારણા કે ‘શાકભાજી તો કાચા કેવી રીતે ભાવે, એ તો ‘સ્વાદ’ વગરનાં હોય’ એ તૂટી ગઈ અને સમજાયું કે કાચા શાકભાજીને પણ સ્વાદિષ્ટ બનાવીને, એમાં ધાણા, ખજૂરની ચટણી નાંખીને કે વિવિધ મસાલા નાંખીને રાંધેલા ખોરાકથી પણ વધુ સ્વાદિષ્ટ બનાવી શકાય છે.

  ત્યાર બાદ મમ્મી-પપ્પાના આશીર્વાદ, પ્રોત્સાહન અને ચૌહાણ સાહેબની પ્રેરણાથી મને બીજો અનુભવ થયો જેનાથી મારા મગજનાં બંધ બારણાં પૂરેપૂરા ખૂલી ગયા.

  હવે એ વિશે વાત કરું તો મારા Husband (અમીલ)નું યુ.કે. આવ્યા પછી વજન ખૂબજ વધી ગયું હતું કેમકે એમને ખાવાનો ખૂબ જ શોખ હતો. ઇન્ડિયા હતાં ત્યારે ખાવામાં control રહેતો પણ યુ.કે આવ્યા પછી એ પણ જતો રહ્યો. વધારામાં અમારા બન્નેની જોબ હતી જેને લીધે બહારનું ખાવાનું ખૂબ રહેતું જેને લીધે તેમનું વજન ધીમે ધીમે વધવા લાગ્યું હતું અને 98kg સુધી પહોંચી ગયું હતું. અને એ વજનને કારણે એમને ચાલવામાં તકલીફ થતી, થાકી ખૂબ જતાં અને થોડું પણ કામ કરે ત્યાં થાક લાગે એટલે મને લાગ્યા કરે કે એ આળસુ થઇ ગયા છે. વધારામાં મને ફરવાનો ખૂબ શોખ પણ અમે ક્યાંય પણ જઈએ તો એ થોડું ચાલે કે થાકી જાય એટલે ફરવામાં મઝા ન આવે અને અમારે ઘરે પાછા આવી જવું પડે. મને અમીલનાં વધતા વજનની ખૂબ ચિંતા થતી કેમકે વધારે વજન માણસને ખાલી જાડા નથી બનાવતું પણ બીજા રોગો જેવા કે ડાયાબિટીસ, બી.પી., કોલેસ્ટ્રોલ, હાર્ટ એટેક વગેરેને પણ છાનુંમાનું શરીરમાં ઘૂસાડી દે છે. એટલે ઘણીવાર હું એમને ખાવાની ના પાડતી, દોડવા મોકલતી, અરે ત્યાં સુધી કે હું જોબ પર જઉં તો નાસ્તાનાં કે ખાવાનાં ડબ્બા સંતાડીને જઉં કે જેથી મારી ગેરહાજરીમાં એ કંઈ ખાઈ ન લે છતાં કંઈ વળતું નહીં. પછીતો એમના વજન અને ખાવાની આદતો ને લઈને અમારી વચ્ચે ખૂબ ઝગડા થવા લાગ્યા છતાં ખાવા-પીવાનું ઓછું ન થતું કે વજનમાં કાંઈ ફેર પડતો.

  મમ્મી-પપ્પા યુ.કે. આવ્યા પછી તેઓએ અમીલને વાત કરી અને અમીલે આ સાધના ચાલુ કરી અને શરૂઆતમાં જ એમણે પાંચ દિવસ નિર્જળા ઉપવાસ કર્યા ત્યારે તો મને માત્ર નવાઈ નહોતી લાગી પણ એથી વધારે હું ખુશ હતી કારણ કે જે વ્યક્તિ કલાક પણ ભૂખી નહોતી રહી શકતી એણે પાંચ-પાંચ દિવસ ખાધા વગર, અરે પાણી પણ પીધા વગર ઉપવાસ કર્યા. ત્યાર બાદ એમણે બરાબર આ પદ્ધતિ અપનાવી અને 14kg વજન માત્ર બે મહિનામાં ઘટાડી દીધું. એમનું માત્ર વજન જ નહોતું ઉતર્યું પણ એ સાથે શરીર અંદરથી પણ સાફ થતું ગયું હતું એટલે અમીલ ખૂબજ સ્ફૂર્તિમાં રહેતા, ખુશ રહેતા અને એમનું વજન ઉતરવાથી તો હું ખુશ હતી જ અને હવે મારે ખાવાનું સંતાડવાની ચિંતા કે અમીલને ખાતા રોકવાની ચિંતા વગેરે કોઈ ટેન્શન નો’તું એટલે અમારા ઝગડા પણ બંધ થઇ ગયા.

  આ અનુભવ પછી મને થયું કે આ પદ્ધતિમાં કંઇક તો છે અને મારા મગજનાં બારણાં ધીરે ધીરે ખુલ્યા અને હું પણ આ ભોજનની નવી પદ્ધતિ અપનાવવા તૈયાર થઇ ગઈ. એ વાત પણ સમઝાઈ ગઈ કે આ પદ્ધતિ એ માત્ર કોઈ વજન ઉતારવા માટે કે કોઈ રોગના ઉપચાર માટેની દવા નથી પણ જીવનને સારી રીતે જીવવાની પદ્ધતિ છે અને વજન ઉતરવું કે કોઈ રોગ દૂર થવો એ તો Extra Bonus છે.

  ત્યારબાદ હું પણ અમીલની સાથે ૩ અઠવાડિયા માત્ર જ્યુસ પર રહી. દરરોજ એનિમા પણ લેતી. પરિણામે શરીર થોડું વધારે સપ્રમાણ થયું, નાની-નાની તકલીફો દૂર થઇ અને શરીરમાં વધુ સ્ફૂર્તિ રહેવા લાગી. ત્યારબાદ મેં મારી દીકરીને દૂધ (કે જે પહેલા હું એને ના પીવું હોય તો પણ પરાણે, અરે ઘણીવાર તો રડાઈને પણ પીવડાવતી) આપવાનું બંધ કર્યું અને ધીરે-ધીરે શાકભાજી અને ફળો ખવડાવવાનું શરૂ કર્યું અને જરા પણ તાવ જેવું લાગે તો એણે પણ એનિમા આપવાનું શરૂ કર્યું.

  અત્યારે લગભગ છેલ્લા એક વર્ષથી મારું રૂટીન એવું છે કે સવારે ૫-૬ કલાક હું કાંઈજ નથી લેતી ત્યારબાદ જ્યુસ લઉં છું અને છેક સાંજે જમું છું અને જમવામાં પણ ૭૦% થી ૮૦% સલાડ અને રાંધ્યા વગરનો ખોરાક લઉં છું. મારી દીકરી (જીયા) અત્યારે ૪ વર્ષની છે, એ પણ આ પદ્ધતિ પ્રમાણે એટલી સરસ કેળવાઇ ગઈ છે કે સવારે ઉઠીને ૯ વાગે સ્કૂલે જાય ત્યાં સુધી કશું જ ખાતી નથી ઉપરાંત સ્કૂલમાં પણ છેક ૧૦.૩૦-૧૧.૦૦ વાગે એ લોકોને નાસ્તો આપે ત્યારે બીજા બાળકો દૂધ-સીરીયલ્સ વગેરે ખાતા હોય તો એ સફરજન કે નારંગી કે ગાજર ખાય છે અને સ્કૂલેથી ઘરે આવ્યા પછી સૌથી પહેલા જ્યુસ પીવે છે. પછી દિવસ દરમિયાન જયારે પણ ભૂખ લાગે ત્યારે ફળ અને સલાડ ખાય છે અને રાતે મારી સાથે રાંધેલું જમે છે. અને એમાં પણ એની સામે રાંધેલો ખોરાક અને ફળ એમ બે options હોય તો એની પહેલી પસંદગી ફળની હોય છે. એટલે કે એ (દાળ, ભાત, રોટલી, શાક) રાંધેલા ખોરાક કરતાં ફળ ખાવાનું વધારે પસંદ કરે છે.

  છેલ્લે એક વાત કે જેને હું મારા અત્યાર સુધીના અનુભવોનો નીચોડ કહીશ એ જરૂર જણાવીશ કે આ સાધના કરતી વખતે ઘણી મુશ્કેલીઓ આવશે, ઘણી માંદગી આવશે પણ જો મન મક્કમ રાખીને સંપૂર્ણ શ્રદ્ધા રાખીને અને ડગ્યા વગર જો આ પદ્ધતિને અનુસરીશું તો જીવન બદલાઈ જાય એવા પરિણામ મળે છે.

  અંતમાં અમને જીવન જીવવાની નવી દિશા બતાવવા માટે અને ધીરજપૂર્વક અમને સમઝાવવા માટે મમ્મી-પપ્પાનો અને અમને બધાને સતત પ્રેરણા આપવા માટે ચૌહાણ સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું.

  એજ

  પૂર્વીના જય શ્રી કૃષ્ણ.
  લંડન