ગુલાબ જાંબુ …(રેસિપી) …

ગુલાબ જાંબુ … (રેસિપી) …

સમય: લગભગ ૧ થી ૧ -૧/૨ -કલાક

 

ગુલાબ જાંબુ (હિંદી :गुलाब जामुन, ઉર્દૂ: گلاب جامن, મરાઠી : गुलाबजाम, કન્નડ : ಜಾಮೂನು) એ ભારતીય ઉપમહાદ્વીપના દેશો જેવાકે ભારત,પાકિસ્તાનશ્રીલંકા, [નેપાળ] અને બાંગ્લાદેશ જેવા દેશોની એક લોકપ્રિય મીઠાઈ છે. આને મેંદો, માવો માંથી બનાવવામાં આવે છે. આને ઘી માં તળીને ચાસણીમાં બોળીને બનાવવામાં આવે છે. આમાં એલચી, ગુલાબજળ, કેવડા કે કેસર જેવા દ્રવ્યો ભેળવવામાં આવે છે. આજ કાલ ગુલાબજાંબુ બનાવવાનો લોટ તૈયાર મળે છે, જેને વાપરીને સરળતાથી એ ગુલાબ જાંબુ બનાવવામાં આવે છે.

ગુલાબ જાંબુ નામ પર્શિયન શબ્દ ગુલાબ, “ગુલાબ જળ” પરથી ઉતરી આવ્યું છે કેમકે ચાસણીને ગુલાબ જળથી સુગંધીત કરાતી. અને તે જાંબુ જેવા દેખાતા હોવાથી તેને જાંબુ કહે છે આમ તે બંને શબ્દ મળી ગુલાબ જાંબુ શબ્દ બને છે.

 

ગુલાબ જાંબુનું એ અરેબિક મીઠાઈ લુકમત અલ-કાદી (ન્યાયાધીશનું બટકું) પરથી ઉતરી  આવી છે.  મોગલ શાસન દરમ્યાન તે ભારત આવી હોવાનું મનાય છે. પ્રાય: આમાં ગુલાબ જળની ચાસણી બને છે અને  કેસર અને મધ ની ચાસણી પણ બને છે. ઓટોમન સામ્રાજ્ય દરમ્યાન તુર્કી  દેશોમાં પણ પ્રસિદ્ધ બન્યું.

– સોર્સ :વિકીપીડિયા 

 

ગુલાબ જાંબુ ઉત્તર ભારતની મીઠાઈ છે. ગુલાબ જાંબુ, માવામાં થોડો  મેંદો નાખીને બનાવવામાં આવે છે. પણ ઘણા લોકો માવા ને પનીર નો ઉપયોગ કરીને પણ બનાવે છે. બંને રીતે ગુલાબ જાંબુ સારા જ બને છે. આજે આપણે ગુલાબ જાંબુ માવા અને પનીરનો ઉપયોગ કરી ને બનાવીશું.

 

સામગ્રી :

૨૫૦ ગ્રામ માવો (૧-૧/૪  – કપ)

૧૦૦ ગ્રામ પનીર (૧/૨ – કપ)

૨૦  ગ્રામ મેંદો (રિફાઈન્ડ – ફ્લોર) (૧-ટે.સ્પૂન)

૧૫-૧૬ નંગ કાજૂ (૧ –કાજૂના ૭-૮ ટુકડામાં સમારવું)

૨૫-૩૦ નંગ કિસમિસ

૬૦૦ ગ્રામ ખાંડ (૩-કપ)

૨૫૦ ગ્રામ ઘી (૧-૧/૪ – કપ)

૨-૪ નંગ એલચી ( દાણા ને અલગ કરી નાંખવા) (પસંદ પડે તો જ )

 

રીત :

માવા, પનીર અને મેંદા ને એક મોટા વાસણમાં રાખી ત્યાં સુધી તેને મસળવો અને નરમ અને મુલાયમ બનાવવો અને ગુંથવો.  બસ ગુલાબ જાંબુ બનાવવા માટેનો માવો તૈયાર છે.

ગુલાબ જાંબુને તળતા પહેલાં તેની ચાસણીને  બનાવી તૈયાર કરી લેવી.

 

ચાસણી બનાવવાની રીત :

એક વાસણમાં ખાંડમાં ૩૦૦ ગ્રામ પાણી મિક્સ કરવું (ખાંડથી અડધું પાણી લેવું) અને ગેસ પર ચાસણી બનાવવા ગરમ કરવા મુંકવું.

ચાસણીમાં જ્યારે ઉફાળો આવે, ત્યારબાદ, ૪-૫ મિનિટ સુધી વધુ પાકવા દેવી. ચાસણી એક તાર ની બનાવવાની હોય એક કે બે ટીપાં પાડી અંગુઠા અને આંગળી વચ્ચે મૂકી અને ચેક કરી લેવી કે ફક્ત એક જ તારની હોવી જોઈએ. આમ એક તારની ચાસણી બનાવી દીધા બાદ, ઠંડી પડે એટલે ગાળી લેવી. (ગરણી /ચારણીથી).

 

ગુલાબ જાંબુ બનાવવાની રીત :

આગળ તૈયાર કરેલ માવામાંથી ૧-ચમચી (થોડો માવો) આંગળીની મદદથી કાઢી, અને હથેળીમાં  દાબી ચપટો આકાર દેવો, અને આકારમાં કાજૂ અને કિસમિસ થી ભરવું અને ચારે બાજુથી બંધ કરી ને બંને હાથેથી ગોળ આકાર આપી ગોળો બનાવવો. એલચીના દાણા જો પસંદ હોય તો તે પણ મિક્સ કરી શકાય છે. બસ આજે રીતે બધાજ માવાનો નાના ગોળા ગોળા બનાવવા.

એક કડાઈમાં ઘી નાંખી ગરમ કરવું. બધાજ ગુલાબ જાંબુ તળતા પેહલાં એક ગોળાને કડાઈમાં નાંખી તળી અને ચેક કરી લેવું કે ગોળા તળવા જતાં ફાટી નથી જતો ટે ચેક કરવું. જો ઘીમાં ગોળો ફાટી જતો હોય તો તેમાં થોડો મેંદો ઉમેરવો જરૂરી છે. (માવામાં મિક્સ કરવો)

બસ, ત્યારબાદ, કડાઈના માપ/ સાઈઝ ને ધ્યાનમાં રાખી ૩-૪ કે તેથી વધુ ગોળા કડાઈમાં નાંખી અને તળવા. ગેસની ફ્લેમ ધીમી રાખી અને ચમચા / ઝારાની મદદથી ઘી ઉપર રેડતા જવું અને તળવું. તળેલા ગુલાબ જાંબુ એક પ્લેટમાં અલગ રાખી દેવા. થોડા, ઠંડા થઇ ગયા બાદ બે (૨) મિનિટ બાદ, ચાસણીમાં ડુબાડી દેવા. આજ રીતે બધા જ માવાના ગોળાને તળી અને ચાસણીમાં ડૂબાડવા.

તળેલાં ગુલાબ જાંબુ આ ચાસણીમાં ૮-૧૦ કલાક મીઠાં રસમાં રાખવાથી મીઠાં અને સસ્વાદિષ્ટ જાંબુ રસ પીને બની જશે.

બસ, ગુલાબ જાંબુ તૈયાર છે. જેને ગરમા-ગરમ અથવા ઠંડા પીરસવા.

 

સુજાવ :

૧]     જો ગુલાબ જાંબુ ઘી માં ફાટી જાય તો કે વધુ નરમ લાગે તો માવામાં થોડો મેંદો વધુ મિક્સ કરવો.

૨]     જો તે વધુ કઠણ બની જાય તો માવાના લોટમાં ૧-૧/૨ ટે.સ્પૂન દૂધ મિલાવી અને માવાને સારી રીતે મસળવો.

૩]     વધુ ગરમ ચાસણીમાં ગુલાબ જાંબુ ન નાંખવા.

૪] એલચીનો ઉપયોગ પણ કરી શકાય છે.

 

બ્લોગ લીંક: http://das.desais.net

email: [email protected]

 

ગુલાબ જાંબુની રેસિપી ની પોસ્ટ જો તમને પસંદ આવી હોઈ તો અધિક માસ દરમ્યાન બનવવાની કોશિશ જરૂર ઘેર કરશો., અને આપના અનુભવ બ્લોગ પોસ્ટ પર આવી પ્રતિભાવ / કોમેન્ટ્સ બોક્ષમાં જણાવશો.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • રમેશ પંચાલ

  શ્રી અશોકકુમારજી,
  આપની વાનગી બનાવવાની આ રીતોથી અમે ઘરે જાતે બનાવીને વાનગીઓ ખાવાનો શોખ
  પૂર્ણ કરી શકીએ છીએ,આભાર તમારો.
  રમેશભાઈ.

 • Ramesh Patel

  શ્રી અશોકકુમારજી

  આપની આ રસોઈથાળથી પ્રસાદીથી અમને તો ઘણો લાભ શ્રીમતીજી દ્વારા મળે છે..
  આપનો ખાસ આભાર.

  રમેશ પટેલ(આકાશદીપ)

 • Pratap Asher

  અશોકકુમાર ભાઈ , તમારી ગુલાબ જાંબુન ની રીત બહુજ સરસ લાગી અને જે તમો વિસ્તાર થી માહિતી મૂકી છે એ સમજી જવાય યેવી અને તરત બની જાય યેવી છે , ફેસબુક પર મેં મૂકી છે અને જે પણ લોકો ના પ્રતિભાવ આવશે તે તમને જરૂર થી જણાવીશ આભાર
  પ્રતાપભાઈ આસર

 • Rajni Agravat

  વિનયભાઈ,
  ગુલાબ જાબુ ગોળ છે કે ચોરસ એ ન જુવો, ખાયે જાવ, ખાયે જાવ..ગુલાબજાંબુ કે ગુણ ગાયે જાવ . હા હા હા