કચ્છી દાબેલી …

કચ્છી દાબેલી …

તસ્વીર નેટ જગતને આભારી છે.

મૂળ કચ્છ -માંડવી માં જેનો ઉદ્ભવ સ્થાન છે, તે દાબેલી આજે કચ્છી દાબેલી તરીકી ફક્ત ગુજરાત-કચ્છમાં જ નહિ પરંતુ ભારતના મુખ્યત્વે અનેક શહેર અને રાજ્યોમાં અતિ પ્રચલિત છે. કચ્છમાં માંડવી – ભુજ વિગેરે શહેરમાં તેનો સ્વાદ માણવા જેવો છે. અમારે અહીં લંડન માં પણ ગુજરાતી રેસ્ટોરેન્ટમાં દાબેલી જોવા મળે છે. ચાલો આજે આપણે દાબેલી બનાવવાની રેસિપી જાણીશું અને માણીશું.

 

દાબેલી નો મસાલો …

 

સામગ્રી :

 

૧ નંગ લાલ મરચું
૧ ચમચી ધાણા
૪-૫ નંગ લવિંગ
૧ નંગ તજ નો ટુકડો
૨ ચમચી જીરું
૧/૨ ચમચી મરીનો ભૂકો
૨૫ ગ્રામ તલ નો ભૂકો
૧૦ ગ્રામ વરીયાળી
૧/૨ ટી. સ્પૂન હળદર
૧ ટે.સ્પૂન સૂકા કોપરા. નાળીયેરનું ખમણ
૧ ટી.સ્પૂન ખાંડ
૧/૨ ટી.સ્પૂન આમચૂર પાઉડર
૧ ટી.સ્પૂન તેલ

 

રીત:

એક કડાઈમાં તેલ મૂકી અને ગરમ કરવા મૂકો, તેમાં દાબેલીના મસાલા ની સામગ્રી હળદર, ખાંડ અને આમચૂર પાઉડર સિવાયના બધા મસાલા શેકી લો અને મસાલા ઠંડા પડે એટલે ખાંડ, હળદર, આમચૂર પાઉડર અને મીઠું મિક્સ કરી બધીજ સામગ્રી મિક્સર માં દળીને મસાલો તૈયાર કરી લેવો. અને એક એરટાઈટ ડબ્બીમાં ભરી લેવો.

 

સ્ટફિંગ / પૂરણ માટે ...

 

સામગ્રી :

૧ કપ બાફેલા બટેટા નો છૂંદો ( મેસ કરેલ બટેટા)
૧/૨ ચમચી જીરૂ
૧ પીંચ હિંગ
૨ ટી.સ્પૂન દાબેલી નો મસાલો (ઉપર ના મસાલા માંથી)
૨ ટે.સ્પૂન (ચમચા) ખજૂર આમલી ની ચટણી
૨ ટે.સ્પૂન (ચમચા) તેલ
મીઠું સ્વાદ અનુસાર
૧૨-૧૫ નંગ દાબેલી ના બર્ન – પાઉં (બ્રેડ) (નાના-મિડ્યમ)
બટર અથવા તેલ

 

સર્વ કરવા માટે …

 

૧ કાંદા બારીક સમારેલા
૧/૨ કપ શેકેલા શીંગ દાણા (મસાલા વાળા હોય તો તે ઉપયોગમાં લેવા)
૧/૨ કપ લીલી કોથમીર સમારેલી
૧ કપ નાઈલોન સેવ
૧/૨ કપ દાડમના દાણા
લસણ ની ચટણી
૫-૬ ટે.સ્પૂન ખજૂર – આમલી ની ચટણી
આંબોળીયા ની ચટણી

આંબોળીયા ની ચટણી બનાવવાની રીત અને સામગ્રી :
૧-૨ ચમચી આંબોળીયા પાઉડર
૧ લીંબુ
૨-૪ ચમચી ખાંડ / ગોળ
૧ ચમચી ગરમ મસાલો

બધીજ સામગ્રી મિક્સ કરી અને જરૂરી પાણી ઉમેરી મિક્સ કરવું, અને થોડું ગરમ કરવું. બસ ચટણી તૈયાર થઇ જશે.

દાબેલી નું સ્ટફિંગ બનાવવાની રીત :

એક કડાઈમાં જરૂરી તેલ લઇ અને ગરમ કરવા ગેસ પર મૂકો. ત્યારબાદ, તેમાં જીરૂ નાંખી અને શેકો, જીરૂ શેકાઈ જાય કે તરત હિંગ નાખો, ત્યારબાદ તૈયાર કરેલ દાબેલીનો મસાલો નાખો, (સ્વાદ અનુસાર) બટેટા મેશ કરેલ (છૂંદો) નાંખી અને મિક્સ કરો તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખો અને ત્યારબાદ અડધો કપ પાણી નાંખીને સરખી રીતે મિક્સ કરી થોડો સમય ચડવા દયો. ત્યારબાદ ગેસ બંધ કરી અને પૂરણ /સ્ટફિંગ ને ગેસ પરથી ઉતારી લ્યો. ત્યારબાદ તેમાં ૨ ચમચા ખજૂર – આમલીની ચટણી નાંખી અને સરખી રીતે મિક્સ કરો. બસ દાબેલી નું સ્ટફિંગ તૈયાર છે.

 

સૌ પ્રથમ દાબેલી નું બર્ન / પાઉં હાથમાં લયો અને તને છરીથી વાછેથી કાપ મૂકી અને બે ભાગ કરવાના છે. બંને ભાગને બટર લગાડી અને તવા પર શેકી લો. ત્યારબાદ પાઉંના નીચે તરફના ભાગમાં (બોટમ તરફના) ઉપર ચટણી લગાડો અને તૈયાર કરેલ સ્ટફિંગ ઉપર મૂકો અને સ્પ્રેડ કરવું / પાથરવું. ત્યારબાદ, તેના પર કાંદા (જીણા સમારેલા), મસાલા વાળા શિંગ દાણા, લસણની ચટણી તથા ખૂજ-આમલી ની ચટણી લગાડો અને તેની ઉપર દાડમ ના દાણા, કોથમીર અને ઉપર નાઈલોન સેવ મૂકો અને પાઉંના અન્ય ભાગમા ચટણી લગાડી અને તે ઢાંકી ને બંધ કરો (કવર કરો) અને તેને ફરી તાવા પર થોડું ગરમ કરી અને ગરમા ગરમ દાબેલી સર્વ કરો.

 

લીલી ચટણી – લસણની ચટણી – ટામેટા સોસ -કેચપ સાથે સર્વ કરી શકાય છે.

 

નોંધ: અહીં દર્શાવેલ અલગ અલગ ચટણી ની રેસિપી બ્લોગ પર ચટણીની કેટેગરી પરથી મેળવી શકાશે.

સુજાવ:

સ્ટફિંગ તૈયાર કરો ત્યારે તેમાં દાડમના દાણા પણ મિક્સ કરી શકાય છે, અને ઉપર ગાર્ન્સિંગમાં જ ફક્ત ઉપયોગ કરવા હોય તો તેમ પણ કરી શકાય છે.

આદુ -લીલા મરચાની પેસ્ટ નો પણ ઉપયોગ કરી શકાય છે. અથવા લીલા મરચાં પસંદ હોય તો તેણે બારીક સમારી સ્ત્ફીન્ગમાં ઉપયોગમાં લઇ શકાય છે.

હાલમાં આપણી માર્કેટમાં પણ દાબેલીના મસાલા ના તૈયાર પેકેટ મળે છે, જેનો ઉપયોગ પણ કરી શકાય છે.

 

બ્લોગ લીંક: http://das.desais.net
Email: [email protected]

 

‘કચ્છી દાબેલી’ ની રેસિપી જો આપને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકવા વિંનતી. આભાર ! ‘દાદીમા ની પોટલી’ …

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • jj darji

    I Love Dabeli may fevret

  • nidhi

    I LOVE DABELI

  • vishal r. jani

    I Love Dabeli

  • Rajul Shah

    અશોકભાઇ,

    દાદીમાની પોટલી વાંચવી હંમેશા ગમે છે પણ દર વખતે જવાબમાં કંઇ લખી શકાય એવુ બનતુ નથી. તમારા બ્લોગ પરની પ્રેરક વાતો , નવી રેસિપી -બધુ જ ખુબ રસપ્રદ હોય છે.

  • chandrakant

    wow katchibhai sunder vangi daabeli biji vangi kaho

  • કચ્છી દાબેલી ખાવાની મઝા આવી. શક્ય હોય તો સેવ -ખમણીની રેસિપી આપશો?

  • mange ashok

    amaari kutch ni prakhyaat vaangi….
    amaari sauni manpasand vaangi……
    etle daabeli…..
    hariom

  • Rajen N Sheth

    કચ્છી દાબેલી
    પસંદ આવી
    આભાર

  • chandrakant

    vanchi dabeli khavanu man thayu che Mauri mokljo

  • Nitin Patel

    Thanks for the above, {l.post another KACHHI VANAGI

  • jashuv.bhudia

    wow delicious!..

  • SHARAD

    આપની દાબેલી બનાવવાની રીત બજારમાં મળતી દાબેલી કરતા વધારે સારી છે. દાબેલીનો મસાલો તૈયાર કરીને રાખવાનું સૂચન પણ ઉપયોગી છે.

    દાદીમાની પોટલીમાં બીજું પણ જે કાઈ બાંધી રાખેલું હોય તે પ્રગટ કરશો.

  • Subhas Ramanlal Bajwala

    Vaachine Kharekhar KHAAVAANI ICHCHHA THAI GAI…..Ghanu j saras.Gharnu e gharnu

  • bahu saras kachhi dabelini resipi vanchi thanks.

  • દાબેલી મારી પ્રિય વાનગી છે. કચ્છમાં એને ડબલરોટી પણ કહે છે. હવે તો માંડવીના ચંદુભાઈ ભાનુશાલીનો દાબેલીનો મસાલો અહીં તો બધે મળે છે.