ઉત્તપમ મસાલો …

ઉત્તપમ મસાલો …

 

સામગ્રી :

૭ – ૮ નંગ આખા સૂકા મરચાં 

૨  ચમચા ચણાની  દાળ 

૧/૪ ચમચી – હિંગ 

મીઠું સ્વાદ અનુસાર

૨ ચમચા – તલ 

૧ ચમચી  –  તેલ  

 

રીત : 

 

૧) તેલ ગરમ કરી તેમાં હિંગ નાખવી.

૨) હિંગ ચણાની દાળ અને મરચાં નાખી ફરી શેકવું.

૩) જ્યારે ચણાની દાળ અને મરચાં શેકાવા આવે ત્યારે તેમાં તલ નાખી ફરી શેકવું.

૪) જ્યારે બધું ફરી શેકાઈ જાય પછી તેને સાઈડમાં કાઢી લેવું.

૫) આ મસાલો ઠંડો થયા પછી તેને મીઠું નાખી વાટી લેવો 

 

નોંધ: આ મસાલાને ખાતી  વખતે તેમાં તેલ અથવા ઘી નાખવાંમાં આવે છે.

 

સાભાર : પૂર્વી મલકાણ મોદી- (યુ એસ એ)

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

આજની ઉત્તપમ મસાલા રેસિપી ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ પૂર્વિબેન ના અમો આભારી છીએ. આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર જરૂર મોકવા વિનંતી…. આભાર !

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • Mohna Bhatt

    ઉત્તપમ મસાલા ને powder ચટણી કહે છે .મુંબઈ માં mantuga ની ઉદ્દીપી hotel માં મળે છે .કોપરા ચટણી ,સંભાર તથા આ ચટણી સાથે સાઉથ ની વાનગી ગણીજ swadist લાગે છે પૂર્વી મલકન મોદી તથા દાદી માં ની પોટલી ને ધન્યવાદ .

  • વાહ કાકા
    સવાર સવાર માં નાસ્તાની વાત આવી જઈ
    મજા પડી ગઈ..
    જય સ્વામિનારાયણ…