હર્બલ ચાનો મસાલો …

હર્બલ ચાનો મસાલો …

 

 

સામન્ય સંજોગમાં મોટાભાગના લોકો ને ‘ચા’ પીવાની આદત સવારે હોય જ  છે., અને આપણામાં એક લોક વાયકા  પણ છે, કે જેની સવારની ‘ચા’ બગડી તેનો પૂરો  દિવસ બગડ્યો.  દરરોજ ઉપયોગીમા આવતી ‘ચા’ જો લહેજતદાર બની જાય તો આપણી ખુશી જ વધુ હોય છે.  તો ચાલો આજે આપણે ‘ચા’ માટે  ઉપયોગી મસાલો અને તે પણ ‘હર્બલ’ ચા મસાલો કઈ રીતે બનાવી શકાય તે જાતે શીખીએ… ‘દાદીમા ની પોટલી’ પર હર્બલ ચા મસાલા ની પોસ્ટ મોકલવા બદલ અમો પૂર્વી મોદી- મલકાણ યુ.એસ.એ. ના અંતરપૂર્વકથી આભારી છીએ..

 

હર્બલ ચા નો મસાલો ….

 

સામગ્રી :

 

૧ ચમચો – કાળા મરીનો પાવડર 

૨ ચમચા – સૂંઠનો પાવડર 

૩ ચમચા – એલચીનો પાવડર 

૧ ચમચો – તજ પાવડર

૨ ચમચા – સુકાયેલી તુલસીના પાનનો પાવડર 

 

૧ ચમચો – સુકાયેલા કરી લિવ્સ અથવા મીઠા લીમડાના પાનનો પાવડર 

૨ ચમચા – સુકાયેલા ફુદીનાના પાનનો પાવડર 

૧/૨ ચમચો – પીપરી મૂળનો પાવડર 

૧/૪ ચમચો – જાયફળ પાવડર 

 

રીત :

 

આ તમામ પાવડરને મિક્સ કરી ઉપયોગમાં લેવું

નોંધ: સામાન્ય રીતે મરી, સૂંઠ, તજ, એલચીના પાવડરને મિક્સ કરી ચા માટે ઉપયોગમાં લેવાય છે.,  પરંતુ કરી લિવ્સ, તુલસી, ફુદીના, જાયફળ અને પીપરીમૂળનું મિક્ષણ ચાના મસાલાને એક અનોખો રંગ દઈ જાય છે.  વળી તુલસી, ફૂદીનો અને કરીલિવ્સ એ ત્રણેય હર્બ પણ છે તેથી તેની સુગંધ સાથેનો આ મસાલો આપની ચાના ગુણતત્વોને વધારી દે છે.

 

પૂર્વી મોદી – મલકાણ  – યુ એસ એ. 

 

આપને હર્બલ ચા ના મસાલા ની પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકશો, જે સદા અમોને પ્રેરણાદાયી બંને રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે.  આભાર … !

‘દાદીમા ની પોટલી’

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]

વિશેષ નોંધ :

તુલસી, ફૂદીનો અને કરીલિવ્સ એ ત્રણેય હર્બની પણ ચા બને છે. આ ત્રણ સાથે અમુક વસ્તુઓ add કરીએ તો કાવો બને જે વિન્ટરમાં પીવાય. આ કાવા ઉપર જ હાલમાં હું છું. કોઈપણ સ્વરૂપમાં હર્બ હોય પરંતુ ફાયદો તો મળે જ છે. આ ત્રણ વસ્તુઓને ચા સાથે મેળવી with or without મિલ્ક લઈ શકાય છે. હવે કાવા માટે જોઈએ. આ ત્રણ વસ્તુઓનાં સિવાય એમાં બીજી અમુક વસ્તુઓ add કરી છે.

ફૂદીનો ૫-૬
કરીલિવ્સ -૫-૬
તુલસી ૫-૬
નાગરવેલનાં પાન ૨-૩
આખા સૂકા ધાણા 2 સૂપ સ્પૂન,
સૂંઠ ૧/૨ ચમચી
તજ ૧ ટુકડો
લવિંગ ૧ -૨
વરિયાળી ૧ ચમચી
એલચી ૧
આખું જીરું ૧ ચમચી
સુવા દાણા ૧ ચમચી
મરી ૨-૩ દાણા
મેથી દાણા ૧ ચમચી

આ વસ્તુઓને પાણીમાં ઉકાળવી અને તે પાણી પીવા માટે લેવું. પાણી ખલાસ થાય ત્યારે આજ પલળેલી સામગ્રીમાં વધુ પાણી નાખી રાખી મૂકવું અને ફરીથી ગરમ કરી તેનો ઉપયોગ કરવો. આ પલળેલી સામગ્રીઓ ૩-૪ દિવસ ચાલે છે. આ તમામ હર્બનો તમામ રસ નીકળે ત્યાં સુધી આ સામગ્રીમાં પાણી નાખી ગરમ કરી આ કાવાનો ઉપયોગ કરવો. આ કાવાથી થતાં ફાયદાઑ.
(સ્વ અનુભવ)

પેટમાં રહેલો વાયુ દૂર થઈ જાય છે અને ડ્રાય કફ રહેતો હોય તો તે દૂર થાય છે. આ કાવાનો ઉપયોગ લગભગ ૬ મહિના કર્યા બાદ આ જૂનો કફ દૂર થઈ ગયો. આ ઉપરાંત આ કાવો લેવાથી પિનટ, ખજૂર અને ગાજરની પણ એલર્જી જે મને હતી તે આજે હવે દૂર થઈ ગઈ છે.

પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ)

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • Rashmikant Raval & Jyotika

  Dear Firozkhan & Bhagvatibhai

  -વિલ જરૂરી છેજ -સમજો ભાઈ સમજો

  હિન્દુસ્તાન ની ૯૯ % વ્યક્તિઓ, જયારે તેઓ હોસ્પિટલ મા દાખલ થયા હોય, ઉમર હોય, જતા રહેવાના છે એવું લાગતું હોય ત્યારે પોતે નહિ પણ અન્ય હિતેચ્છુઓએ જ દોડ દોડી કરી ડોક્ટર ની હાજરી મા વિલ કરવું પડતું હોય છે. કે જયારે પોતે વિચારવા અને પ્રમાણિક રીતે વિચારી શકતો પણ ના હોય !!!!! જે અજુ બાજુ મા હોય એના પ્રમાણે ડ્રાફટ તૈયાર થઇ જાય અને ફક્ત વિલ કરનારે સહી કરવાની હોય એવો વખત હોય !!!!!! શા માટે લોકો વહેલા જાગતા નથી …..? કારણ કે દરેક ની જીજીવિષા એટલી બધી છે કે મરણ વિષે વાંચવું કે લખવું કે વિચારવું પણ ગમતું નથી …..આ બ્લોગ આવ્યા પછી ફક્ત બે વ્યક્તિઓએ વાંચ્યો અને સમજ્યા ( તમે બન્ને ) બાકી હજારો વાંચકો આ બ્લોગ ને ઓમીટ કરી ગયા કારણ કે …..મરણ ણો વિચારજ માણસ ને ગમતો નથી….ઈશ્વર જયારે ઈચ્છે ત્યારેજ જે થવાનું હોય એ થાય છે માટે શા માટે માણસે ડરવું ????? આ વિલ બ્લોગ લેખ હજાર બે હજાર ત્રણ હજાર લોકો વાંચે તોજ અશોકભાઈ દાસ ના બ્લોગ ની મહેનત કામ ની …….ઘણા ફેમીલી ના આશીર્વાદ મળે ….જનારો જતો રહ્યો પણ બાકીના શાંતિ થી જીવે એ ઉદેશ છે……

 • Rashmikant Raval & Jyotika from St. Louis & Ahmedabad

  ખજૂર – DATE … હેલ્થ ન્યુટ્રિશન – ડાયેટ ટિપ્સ … (દાદીમાનું વૈદું) … જરા અજમાવી જુઓ …

  ઘણોજ સારું સંકલન કરેલું છે
  જો એ પ્રમાણે ખજુર નો ઉપયોગ અબાલ વૃદ્ધ ખરેખર કરે તો ”” દાક્તર સાહેબો …આ રા મ કરી શકે ”

  પરંતુ તકલીફ એ છે કે લગભગ વાંચકો ” સરસ છે, સરસ છે લખીને આનંદ માની લે છે પણ ઘર ની બહાર જઇ ને ભારત ની કરીયાણા ની દુકાન મા રૂપિયા ૬૦ ની પોચી કાળી ખજુર નું પેકેટ લાવતા નથી કે વોલમાર્ટ મા જઇ ફક્ત ૫ ડોલર ખર્ચી ને અમેરિકન ગુજરાતી ભાઈ લાવતો નથી , લાવતા નથી અને ડોક્ટર સાહેબ ને ૧૨૫ ડોલર કન્સલ્ટીંગ ફી આપી ને આશ્વાસન લઇ ને આવે છે !!!!!

  ઉઠો, જાગો, દોડો અને ખાવાની શરૂઆત કરો……..કે સવારે દૂધ મા ઉકાળી ને ખાવ—-કેલરી કેલરી વધી જશે કરીને શરીર ને ઉણપ વગર નું ના બનાવો…..

  મે મારા અમેરીકન મિત્ર ની શરદી ( જૂની શરદી અને ખ્…ખ્ …ખ્ ) કેવી રીતે મટાડી દીધું એ જણાવીશ ….. ઓબામા સાહેબ ના દેશ ના ડોક્ટરો એન્ટી બાઈઓટીક્સ આપી આપી ને થાકી ગયેલા પણ ખ્…ખ્ ખ્ ખ્ ચાલુજ રહેતું હતું .ગ્રેટ ભારત ના જ્ઞાન નો ઉપયોગ કરે એ ગ્રેટ બાકી બધા ભોટ

 • Rashmikant Raval & Jyotika from St. Louis & Ahmedabad

  ભાઈ શ્રી/બહેન જી
  ashokbhai das

  તમારા નીચેના બ્લોગ વાંચ્યા, ચા વિષે અને હર્બલ ચા વિષે
  બ્લોગ લીંક: http://das.desais.net
  email : [email protected]

  જોકે હું નડિયાદ/વિદ્યાનગર/અમદાવાદ મા બિરલા કોલેજ મા ભણેલો હોવાથી ” દાસ” શબ્દ વાંચી કોલેજ યાદ આવી ગયી કારણ કે દાસ શબ્દ પ્રિય હતો. ( જો કે જમાઈ/જીજાજી ને સસરા દાસ કઈ ને બોલાવતા હતા – કારણ કે નામબોલવું તોછડું લાગે )

  હું સેન્ટ લુઈસ /ઇન્ડિયા ના પોલીસ /ચિકાગો નો છું અને અમદાવાદ પણ રહું છું.
  નેટ ઉપર વાંચવાની મજા આવે છે. સારો બ્લોગ છે.

  તમારે જો આયુર્વેદ ઉપર માહિતી ની જરૂરત હોય તો જણાવજો.

  આપણા સમજ મા કોઈ ને બાળકો થતા ના હોય તો એ માટે પુંસવન પ્રયોગ અને દવાઓ બાબત આયુર્વેદ મા શું ઉપાય છે એ જાણવા માટે કે બ્લોગ વાંચનાર ને જણાવવા માટે ઉપયોગી માહિતી જોઈતી હોય તો હું અમદાવાદ મા શ્રેઠ વૈદ બહેન કે જેને બહુ રાષ્ટ્ર્યીય સન્માનો મળેલા છે અને ૬૦ વર્ષ નો બહોળો આ બાબત નો અનુભવ રીસર્ચ કરીને મેળવેલો છે એમનો પરિચય કરાવીશ તો આપણા સમાજ ના ઘણા લોકોની સેવા થઇ શકે.

  બાળક વગર ઝૂરતા ભાઈ કે બહેન ની સેવા થઇ શકે.

  છોકરા વગર ની જીન્દગી નર્ક જેવી લાગે છે એના આશીર્વાદ મળે .અને ભારત મા વાન્જિયા શબ્દ કોઈ બોલે તો અગનજાળ લાગે તે મને ખબર છે.

  હું પોતે તો કન્સલ્ટિંગ એન્જીનીયર છું -પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ.

  મારો ઈમૈલ નોંધી લો, કામ હોય તો જણાવજો.

  [email protected]

  આભાર

  લખ્યા તારીખ ૨૫/૧૨/૨૦૧૩
  મેરી ક્રીસ્ત્માસ અને નવું વર્ષ મુબારક હો

 • i like hurbal tea .

 • Pradip Parekh

  વળી તુલસી, ફૂદીનો અને કરીલિવ્સ એ ત્રણેય હર્બ પણ છે..aani sathe chha ni patti & milk?..or only without milk Black Tea ?..i never take Tea But i will sure try for her.

 • હમણાં તો ચા પીતી નથી. જ્યારે પીવાની શરૂ કરીશ ત્યારે ટ્રાય કરીશ.

 • આદરણીય શ્રી રમેશભાઈ,

  આભાર !

 • Ramesh Patel

  ચા ની વાત જ ભાઈ લીજ્જતદાર અને આપણેરામ થોડા ચા રસિયા.આભાર

  રમેશ પટેલ(આકાશદીપ)