સાંભાર …

સાંભાર …


સાંભાર  પરંપરાગત  દક્ષિણ ભારત  ભોજન નો મુખ્ય એક ભાગ / હિસ્સો ગણાય છે.  ગરમા ગરમ સાંભારમાં શેકેલા મસાલા ની સુગંધ જ અલગ હોય છે અને જે આપણને તે ખાવા માટે લલચાવે છે.

સાંભાર, ભાત, વડા – ઈડલી કે ઢોસા સાથે ખાઈ શકાય છે. તે બનાવવાની રીત અનેક છે. તેમાં અલગ લગ શાકભાજી – સરગવા ની શિંગનો ઉપયોગ પણ કરી શકાય છે. સામાન્ય સાંભાર બનાવવા માટે તુવેરદાળ નો ઉપયોગ કરવામાં આવે છે.  સાંભાર ખાવામાં સ્વાદિષ્ટ સાથે પૌષ્ટિક પણ હોય છે. તો ચાલો બનાવીએ સાંભાર …

જો તમને આ રેસિપી ની પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર બ્લોગપોસ્ટ  પર તમારા પ્રતિભાવ મૂકશો.

 

સામગ્રી :


૧૦૦ ગ્રામ તુવેરદાળ  (૧-નાનો કપ )

૨૫૦ ગ્રામ દૂધી (૧ નાનો કપ ટુકડા સમારેલા)

૧-૨ નંગ નાના રીંગણા

૪-૫ નંગ ભીંડી (ભીંડા)

૩-૪ નંગ ટામેટા

૨ નંગ લીલા મરચા

૧-૧/૨ ઈંચ લાંબો ટુકડો આદુનો

૧ નાની ચમચી આમલી ની પેસ્ટ (જો તમે પસંદ કરતાં હોય તો)

મીઠું  સ્વાદ અનુસાર

સાંભાર માટેનો મસાલો (પાઉડર) :સામગ્રી :


૨-૩ નંગ લાલ સૂકા મરચાં  (સાબૂત મરચાં)

૧ ટે.સ્પૂન ધાણા

૧ નાની ચમચી મેથીના દાણા

૧/૨ નાની ચમચી હળદર પાઉડર

૧ નાની ચમચી ચણાની દાળ

૧ પીંચ (ચપટી) હિંગ

૧/૨ નાની ચમચી જીરૂ

૧/૨ નાની ચમચી કાળા મરી

૧ નાની ચમચી તેલ

 

સાંભારનો વઘાર કરવા માટે :


૧-૨ ટે.સ્પૂન તેલ

૧ નાની ચમચી રાઈ

૭-૮ નંગ મીઠા લીમડાના પાન (કરી પત્તા)

 

રીત:


તુવેરની દાળને ધોઈ અને ૧-૨ કલાક માટે પાણીમાં પલાળીને રાખવી.  (દાળને અગાઉથી પલાળીને રાખી, ત્યારબાદ પકવવા થી તે  જલ્દી પાકી જાય છે અને સ્વાદિષ્ટ બંને છે.)

 

સાંભાર મસાલા (પાઉડર) બનાવવાની રીત :


એક કડાઈમાં ૧ નાની ચમચી તેલ નાંખી અને ગરમ કરવું.  ચણા, અળદ ની  દાળ અને મેથીના દાણા ને નાંખી અને આછો બ્રાઉન કલર થાય ત્યાં સુધી સાંતળવા/ શેકવા.  જ્યારે તે આછા શેકાઈ જાય, તો તેમાં ધાણા, જીરૂ, હિંગ, હળદર પાઉડર, કાળા મરી અને સૂકા લાલ મરચાં નાંખી તેને થોડા વધુ શેકવા.  શેકાઈ ગયા બાદ ગેસ બંધ કરી દેવો અને શેકેલા મસાલાને ઠંડા પડવા દેવા.  અને ત્યારબાદ, તેને પીસી અને મસાલાનો પાઉડર બનાવવો.

સાંભાર મસાલા (પાઉડર)  કોઈપણ સમયે ઉપયોગમાં  લઇ શકાય છે. ટે માટે એકસાથે અગાઉથી બનાવી અને સાચવી શકાય છે.  પરંતુ તે વધુ લાંબો સમય જો સાચવવામાં આવે તો તેમાં રહેલી સુગંધ ઓછી થઇ જાય છે.  તાજા શેકેલા મસાલાના ઉપયોગ કરવાથી સાંભાર નો સ્વાદ અને તેમાં સુગંધ પણ વધુ સારી આવી છે. સાચવેલા જુના મસાલાના ઉપયોગ કરવાથી તેમાં સુગંધ આવી આવતી નથી.

ટામેટા, લીલા મરચાં અને આદુંને પીસી અને તેની પેસ્ટ બનાવી લેવી.

દાળને કૂકરમાં ડબલ પાણીની સાથે બાફવા મૂકવી.  એક સિટી થઇ ગયા બાદ, ૪-૫ મિનિટ સુધી ધીરા તાપથી પાકવા દેવી. ત્યારબાદ ગેસ બંધ કરી આપવો.

દૂધી રીંગણાઅને ભીંડા ને ધોઈ અને ૧ ઈંચ લાંબા ટૂકડામાં સમારી લેવા.  ૩-૪ ટે.સ્પૂન પાણી અને સ્વાદાનુસાર મીઠું નાંખી અને શાક –ભાજીને નરમ થઇ જાય ત્યાં સુધી પાકવા દેવા.

એક કડાઈમાં તેલ નાંખી અને ગરમ કરવું.  ગરમ તેલમાં રાઈ નાખવી, રાઈ શેકાઈ જાય કે તૂરત લીમડાના પાન નાંખી અને સાંતડવા/શેકવા.  ત્યારબાદ, ટામેટા ની પેસ્ટ, (મસાલાવાળી) ને શાક-ભાજી નાંખી અને મિક્સ કરવા.  તમારે સાંભાર જેટલો પતલો કે ઘટ રાખવો હોય તે અનુસાર તેમાં પાણી ઉમેરવું.  ઉફાળો આવ્યાબાદ, સાંભાર ૩-૪ મિનિટ સુધી પાકવા દેવો.  સાંભાર તૈયાર છે.

સાંભારને કોઈપણ કાચના વાસણમાં કાઢી લેવો.  તેની ઉપર લીલી સમારેલી કોથમીર છાંટી અને ગાર્નીસ (શણગાર) કરવો.

સાંભાર ઈડલી –વડા- ઢોસા કે તમને પસંદ કોઇપણ રેસીપી /વ્યંજન સાથે પીરસવો અને ખાવાના ઉપયોગમાં લેવો.

સુજાવ :

૧]  જો તમે કાંદાવાળો સાંભાર બનાવવા માંગતો હો તો,  રાઈ અને લીમડાના પાન નાખ્યા બાદ, ૧-બારીક સમારેલ કાંદો નાંખી અને આછો ગુલાબી રંગ/કલર આવે ત્યાંસુધી સાંતળવો / શેકવો.  ત્યારબાદ ટામેટા, લીલા મરચાની પેસ્ટ નાંખી અને તેને શેકવી/ પકાવવી.  બાકીની વિધી ત્યારબાદ ઉપર બતાવ્યા મુજબ કરવી.

૨]  સાંભાર આખા મસાલા નાખીને પણ બનાવી શકાય છે.  પરંતુ પીસેલા મસાલાનો ઉપયોગ કરવાથી સાંભારની  સુગંધ અને સ્વાદ અલગ હોય છે.

૩]  સાંભારમાં આમચૂર પાઉડર નો ઉપયોગ /પ્રયોગ ટામેટાને બદલે કરી શકાય છે. પરંતુ આમચૂર પાઉડર દાળ પાકી ગયા બાદ જ તેમાં નાખવો.

૪]  જો તમને નારેઈયેલનો સ્વાદ પસંદ હોય તો ૧-ટે.સ્પૂન નારિયેળની પ્સેત, ટામેટાની પેસ્ટની સાથે નાખવી અને પકાવવી/ શેકવું.

૫]  શાક-ભાજી દાળની સાથે નહિ બાફવી.  કારણકે દાળને આપણે હેન્ડ મિક્સર/બ્લેન્ડર ફેરવી અને એકરસ બનાવવાની હોય છે.  ટામેટા જો સમારી ને ટુકડા નાંખવા માંગતા હોય તો નાના ટુકડાને વઘારમાં નાંખી અને પકાવવા.

૬]  ૧૦૦ ગ્રામ તુવેરદાળ બનાવવી હોય તો ૨ – નાની ચમચી સાંભાર મસાલો નાખી શકાય.

બ્લોગ લીંક:http://das.desais.net

 

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • Kahar Vaishali Prakashbhai

  very Nice recipe.. Rely I like it

 • Madhav Desai

  सांबारें सांबारें

  Wah Ji Wah.

 • સાંભાર બનાવવાની એકદમ સરળ રેસિપી. આભાર.

 • વિકાસ કૈલા

  અરે કાકા ……
  તમે તો સવાર સવાર મા મોઠામા પાણી લાવી આપો છે..
  આભાર જય સ્વામિનારાયણ….