બાજરીચી થાલીપીટ્ઠ …..(મહારાષ્ટ્રીયન) …

બાજરીચી થાલીપીટ્ઠ …..(મહારાષ્ટ્રીયન) …

જેમ ગુજરાતીઓના થેપલા મસાલેદાર હોય છે એમ અમારા મહારાષ્ટ્રીયનની થાલીપીટ્ઠ હોય છે. આજે આપણે એજ થાલીપીટ્ઠનો સ્વાદ લઈશું.

સામગ્રી :

૨ વાટકી બાજરીનો લોટ

૨ નાની ઝૂડી મેથીની ભાજી (સવા કપ લગભગ)

૧-૧/૨ (દોઢ) ચમચી વાટેલાં આદું, મરચાં અને લસણ ની પેસ્ટ

મીઠું સ્વાદ અનુસાર

મરી પાવડર

૧ ચમચી મેથી પાવડર

૧ ચમચી ઘી

ગરમ પાણી

૧ ચમચી આખું જીરૂ

રીત:

૧) મેથીની ભાજી સાફ કરી ધોઈ બારીક સમારી લેવી.

૨) તેમાં વાટેલાં આદું, મરચાં, લસણની પેસ્ટ નાખવી થોડું મીઠું અને મરી પાવડર નાખી અને મિક્સ કરી લગભગ ? કલાક માટે રાખી દેવી.

૩) તેનાથી મેથીમાંથી પાણી છૂટશે અને તે જ મિશ્રણમાં – કલાક બાદ બાજરીનો લોટ, મેથી પાવડર આખું જીરું અને ઘી સ્વાદ અનુસાર મીઠું નાખી લોટ બાંધવો. જરૂર પડે તો જ ગરમ પાણીનો થોડો ઉપયોગ કરવો.

૪) લોટ બહુ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં તેવો બાંધવો.

૫) તેનો રોટલો બનાવવો સામાન્ય રીતે ગેસ અથવા સગડી પર થાળી ઊંધી રાખી ધીરા તાપે તેને ગરમ કરી તેના પર રોટલાને શેકવામાં આવે છે. પરંતુ આપ તેને નોનસ્ટિક તવીમાં બનાવી શકો છો. સ્વાદમાં અતિ ઉત્તમ અને પૌષ્ટિક અને પોષણ વર્ધક પણ ખરો. વળી મેથીનો ઉપયોગ પણ ઘણો જ હોઇ બાળકો માટે પણ સારો છે (આમ તૌર)સામાન્ય રીતે જોઈએ તો બાળકો કડવી વસ્તુ ખાવી પસંદ કરતાં નથી પણ આ વાનગીમાં મેથીનો અધિકતર ઉપયોગ થતો હોવા છતાં પણ આ થાલીપિઠ્ઠ જરાપણ કડવી લાગતી નથી.

૬) થાલીપિઠ્ઠ મોળું દહીં, વઘારેલા લીલા મરચાં અને લસણની ચટણી સાથે ખાવામાં આવે તો તો ………આહા….હા… સ્વાદ એટલો અનેરો હોય છે કે આપ વારંવાર બનાવતા થઈ જશો.

(૨) વઘારેલા લીલા મરચાં …

તેલમાં રાઈ, જીરું, હિંગ અને તલ નાખી લીલા મોટા અથવા ઘોલર મરચાંને વઘારી દેવા મરચાં આખા પણ લઈ શકાય અને નાના ટુકડા પણ કરી શકાય. ઉપરથી સ્વાદ અનુસાર મીઠું અને થોડી કોથમરી છાંટી દેવી થોડી પળો માટે ગેસ પર રાખી ઉતારી લેવા મરચાં ને ફ્ક્ત ગરમ સુંદર રીતે થાય તે જ પ્રમાણે સાંતળવા બહુ ચઢી ન જાય તેનો ખાસ ખ્યાલ રાખવો.

નોંધ-મેથી ને બદલે આપ પોઇ, આમલકી, પાલક, તાંદળ, મુળાના પાન અથવા રેડ લીફ પણ ઉપયોગમાં લઈ શકો છો પરંતુ ઉત્તમ પરિણામ માટે અને સ્વાદ માટે મેથીની ભાજી સૌથી ઉત્તમ છે.

પૂર્વી મલકાણ – મોદી (યુ.એસ.એ.)

(૩) મસાલા થાલીપિઠ્ઠ …

સામગ્રી :

૧ વાટકી ઘઉંનો લોટ

૧/૨ વાટકી બાજરીનો લોટ

૧ વાટકી રાગીનો લોટ

૧/૪ વાટકી ચોખાનો લોટ

૧/૪ વાટકી ચણાનો લોટ

૧ કાંદો (બારીક સમારીને)

૧/૨ -કપ કોથમરી (બારીક સમારેલી)

લીલું લસણ વાટીને

લીલા મરચાં વાટીને

મીઠું સ્વાદ અનુસાર

૧ ચમચી તલ

૧ મોટી ચમચી ઘી મોણ માટે

ગરમ પાણી

બનાવવાની રીત :

૧) બધા લોટ મિક્ષ કરી તેમાં ઘી, તલ, મીઠું, લીલું લસણ, મરચાં અને બારીક કરેલા કાંદા અને કોથમરી નાખી લોટને મિક્ષ કરી જરૂર પડતાં ગરમ પાણીથી લોટ બાંધવો.

૨) કાંદા હોવાથી આ લોટ થોડો ઢીલો લાગે છે આથી આ થાલીપિઠ્ઠમાં અટામણ લેવું પડે છે॰

૩) તેના રોટલા બનાવીને તેને તવી પર શેકી લેવા આપ તેને આછા ઘીમાં પણ તળી શકો છો.

આ થાલીપિઠ્ઠ પણ સ્વાદની સાથે પોતાની પૌષ્ટિકતા જાળવી રાખે છે.

પૂર્વી મલકાણ – મોદી (યુ.એસ.એ.)

પૂરક માહિતી :

થાલીપીઠ્ઠ બાજરાના લોટની જેમ, ચોખ્ખા, ઘઉંનો લોટ  (કરકરો), જુવાર ના લોટને મિક્સ કરીને તેમજ રાજગરાના લોટની પણ બને છે, કાકડી, સાબુદાણા, આદુ -મરચાની પેસ્ટ  વિગેરે નાખી થાલીપીઠ બનાવવું. તે ખુબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બનશે. કાળો મસાલો/ મિરપુડ (સ્વાદ પ્રમાણે) નાખવું.

દરેક કડ ધાન્યો, ચોખા, ઘઉં, જુવાર વગેરેને એક્સાથે ભીંજવી અને ત્યારબાદ વાટીને ઉપર જણાવેલ સામગ્રી નાખી થાલીપીઠ બનાવવું. તે ખુબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બનશે.

રાગી-ખજૂરની થાલીપીઠ અને નારિયેળનું દૂધ : મહારાષ્ટ્રની પરંપરાગત વાનગી રાગીના લોટમાં ખજૂરની પેસ્ટ, ખમણેલું લીલું નારિયેળ અને ગુલકંદ મેળવીને તૈયાર કરવામાં આવેલા લોટમાંથી ભાખરી બનાવી તૈયાર કરવામાં આવે છે. તેની સાથે નારિયેળનું દૂધ પીરસવામાં આવે છે. સ્વાદમાં અને દેખાવમાં અલગ લાગતી વાનગીમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં મળે છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • હિનાબેન,

    એક વખત જરૂરથી બનાવશો. એક નવીન સ્વાદ સાથે પૌષ્ટિક વ્યંજન માણવા મળશે. અને કેવું લાગ્યું તે પણ જણાવશો. બ્લોગ પોસ્ટ પર આવી મૂકેલ પ્રતિભાવ બદલ આભાર !

  • નવી વાનગી વિશે જાણવા મળ્યું. બનાવી જોવી પડશે.