મેથીના લાડુ …

મેથીના લાડુ …


ભારતમાં સમય- સમય પર દરેક પર્વને શ્રદ્ઘા અને આસ્થાની સાથે મનાવવામાં આવે છે. આપણા દેશમાં મકરસંક્રાંતિનું પર્વ વિશેષ મહત્વ ધરાવે છે. મકરસંક્રાંતિના પર્વના સંબંધમાં ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસમાં લખ્યું છે –


माघ मकरगत रबि जब होई। 

तीरथपतिहिं आव सब कोई।।

(रा.च.मा. ૧/૪૪/૩ )

 

એવી માન્યતા છે કે ગંગા,યમુના અને સરસ્વતીના સંગમ પર પ્રયાગમાં મકરસંક્રાંતિ પર્વના દિવસે દરેક દેવી- દેવતા પોતાનું સ્વરૂપ બદલીને સ્નાન માટે આવે છે. આ માટે ત્યાં મકરસંક્રાંતિ પર્વના દિવસે સ્નાન કરવું બહુ જ પુણ્યશાળી માનવામાં આવે છે.

સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયનમાં પ્રવેશે તેને મકરસંક્રાંતિ કહે છે.

સાભાર : દિવ્યભાસ્કર …

આજે આપણે શિયાળાની ઋતુમાં ઉપયોગી અને ફાયદાકાર રેસિપી જોઈશું … 

મેથીના લાડુ સામન્યત જોઈએ તો મિઠાઈ તરીકે ઓછા પરંતુ તે ઔષધિ / દવાના સ્વરૂપે વધુ પ્રચાલિત છે. મેથીના લાડુ આવી કડકડતી ઠંડીમાં જેઓને કમરના દુ:ખાવો હોય, સાંધા/જોડ નો દુ:ખાવો ઠંડીને કારણે હોય તેઓ માટે અકસીર ઔષધીરૂપ ગણાય છે. જો ઘરમાં આવા કોઈ મોટી ઉંમરના વડીલો હોય અને તેને મેથીના લાડવા બનાવી ખવડાવશો તો તે જરૂર ખુશ થશે અને આશિર્વાદ આપશે.આ સિવાય કોઈ સ્ત્રીએ બાળકનો જન્મ આપ્યો હોય તેઓને પણ ખાસ ખવડાવવામાં આવે છે.

તો ચાલો આજે જોઈએ મેથીના લાડુની રેસિપી …

સામગ્રી:

૧૦૦ ગ્રામ મેથી દાણા (૧-કપથી થોડા ઓછા)
૧/૨ – લીટર દૂધ (૨-૧/૨ – કપ)
૩૦૦ ગ્રામ ઘઉં નો લોટ (૨-કપ)
૨૫૦ ગ્રામ શુદ્ધ ઘી (૧-૧/૨ – કપ)
૧૦૦ ગ્રામ ગુંદ (ગુંદર) (૧/૨ – કપ)
૩૦ – ૩૫ નંગ બદામ
૮-૧૦ નંગ કાળા મરી
૨ નાની ચમચી જીરા નો પાઉડર
૨ નાની ચમચી સૂંઠનો પાઉડર
૧૦ – ૧૨ નંગ નાની એલચી
૪ નંગ તજ
૨ નંગ જાયફળ
૩૦૦ ગ્રામ ગોળ – ખાંડ (૧-૧/૨ – કપ ગોળ ના ટુકડા)

રીત :

મેથીને સારી રીતે સાફ કરવી. (મેથીના દાણા ધોઈને સુતરાવ કાપડ પર તાપમાં સુકાવવા અથવા સુતરાવ કપડાથી પાણીને લૂછી /કોરી  કરવી .)
કોરી/સૂકાઈ ગયેલી મેથી ને અધકચરી (દાણાદાર) મિક્સીમાં દળવી /પીસી લેવી. દૂધને ગરમ કરવું.

પીસેલી મેથીને દૂધમાં નાંખી ૮ – ૧૦ કલાક માટે પલાળી રાખવી.

એક કડાઈમાં ૧/૨ – કપ ઘી નાખી, પલાળેલી મેથી ધીમા –માધ્યમ તાપથી આછી બ્રાઉન કલરની થઇ જાઈ તેમ શેકવી. તેમાંથી સરસ મજાની સુગંધ છૂટે ત્યાં સુધી શેકવી અને ત્યારબાદ એક પ્લેટમાં અલગથી કાઢીને રાખવી.

બાકી વધેલ ઘી કડાઈમાં નાંખી અને ગરમ કરવું. ગુંદર તમિ નાખી અને તળવું અને એક પ્લેટમાં તેને પણ અલગ રાખી દેવું. (ગુંદર ધ્યાન રહે કે એકદમ ધીમા તાપે તળવું.) કડાઈમાં બાકી રહેલ ઘીમાં લોટ નાખી અને તેને શેકવો, આછો બ્રાઉન કલર નો થાય ત્યાં સુધી શેકી અને બહાર કઢી લેવો.

ત્યારબાદ, કડાઈમાં એક નાની ચમચી ઘી નાખી અને ગોળના ટુકડા અંદર નાંખવા, ધીમા તાપે ગોળને પીગાળી અને તેની ચાસણી બનાવી. ગોલની ચાસણીમાં જીરા પાઉડર, સૂંઠ નો પાઉડર, સમારેલી બદામ, કાળા મરી, તાજ – જાયફળ અને એલચી નાખી અને ખૂબજ સારી રીતે મિક્સ કરવું. ત્યારબાદ, શેકેલી મેથી, શેકેલ લોટ, ગુંદર નાખી અને હાથની મદદ વડે તે મિશ્રણને સારી રીતે મિક્સ કરવું.

તૈયાર થયેલ મિશ્રણમાંથી નાના લાડુ બનાવી શકી તેટલું મિશ્રણ હાથમાં લઇ અને અને તેને લાડુના શેપ આપવો અને લાડુ બનાવવો, આમ ધીરે ધીરે બધાજ મિશ્રણના લાડુ બનાવી તૈયાર કરી લેવા…
મેથીના લાડુને ૪ – ૫ કલાક માટે ખુલ્લી હવામાં જ રાખવા…

મેથીના લાડુ તૈયાર છે. તૈયાર થયેલ લાડુને એક એર ટાઈટ (હવાચુસ્ત) વાસણ/ડબ્બામાં રાખવા અને તેનું ઢાંકણ બંધ કરી દેવું. રોજ સવારે અને સાંજે ગરમ દૂધની સાથે ૧ મેથી નો લાડવો ખાવો અને ખવડાવવો અને ઠંડીથી થતા સાંધાના રોગ કે કમરના દુ:ખાવા ના રોગ થી બચીએ અને રાહત અનુભવો.

સુજાવ : મેથીના લાડુ મા તમે ઈચ્છો તો ચારોળી કે પીસ્તા પણ નાખી શકો છો. તમને પસંદ કોઈપણ સૂકો મેવો ઉપયોગમાં લઇ શકાય છે.

મેથીના લાડુ ખાંડના બનાવવા હોઈ તો ખાંડનું બુરૂ ઉપયોગમાં લેવું, ખાંડના બુરામાં બધીજ વસ્તુ મિક્સ કરીને લાડુ બનાવી શકાય અથવા એક તારની ચાસણી બનાવી અને તેમાં બધોજ મસાલો મિક્સ કરીને લાડુ બનાવી શકાય.

બ્લોગ લીંક:http://das.desais.net

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • Nili

  કડવા ના લાગે?

  • નીલીબેન,

   દવા મીઠી તો ના હોય જ ને ? આ લાડવા મિઠાઈ રૂપે નહિ, પરંતુ ઔષધિરૂપે ખાવા ના છે.

 • purvi

  बहोत ही सुंदर रेसिपी बताई है अशोकजी आभार।

 • sjuneja

  લાડવા ખાવા તો તમારે ત્યાં અશોકભાઇ ખાસ આવવું પડશે કારણ કે અહીંયા તો હું લાડવા બનાવી રહી.

 • વિકાસ કૈલા

  અશોક કાકા
  અમારે ત્યા આ વાનગી ને કડવા લાડવા કહેવામા આવે છે.
  ને મે ખુબ જ ખાધા છે ..
  મારા મમ્મી હતા ત્યારે મને હુ રાજકોટ મા અભ્યાસ કરતો હતો
  તો ત્યા એક ડબ્બો ભરી ને મોકલતા…
  છેલ્લા ૨ વર્ષ થી મે આ લાડવા નથી ખાધા …
  મને મારુ બાળપણ યાદ કરાવવા બદલ આભાર………..