બદામ નો શીરો …

બદામ નો શીરો …

બદામ નો શીરો બહુ સ્વાદિષ્ટ હોય છે. બદામમાં પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે. એમાં વિટામીન E (ઈ) ભરપૂર માત્રામાં હોય છે. જો તમે ૫-૬ બદામ દરરોજ ખાવ તો તે એક ટોનિક નું કામ આપશે. બદામનો હલવો તાજગી અને તાકાત આપે છે.

સામગ્રી :

૨૦૦ ગ્રામ બદામ ( ૧ -કપ)

૧ – કપ દૂધ

૨૦૦ ગ્રામ ખાંડ (૧ – કપ)

૧૦૦ ગ્રામ ઘી (૧/૨ – કપ)

૨૫-૩૦ (ટૂકડા) કેશર

૬ – ૭ નંગ એલચી (ફોતરા કાઢી ને ભૂકો કરી લેવો)

રીત:

સૌ પ્રથમ બદામને ૫-૬ કલાક માટે પાણીમાં પલાળી રાખવી.

જો તમે જલ્દીમાં હોય, તો બદામને ગરમ પાણીમાં પલાળવી. જે ૨-૩ કલાકમાં બદામ પલળી અને ફૂલી જશે.

પલાળેલી બદામના ઉપરથી ફોતરા કાઢી લેવા. એટલે કે તેની છાલ ઉતારી લેવી.

ત્યારબાદ, તે બદામમાં જરૂરી દૂધ ઉમેરી અને મીક્ષરમાં નાખી અને તેની થોડી કરકરી રહે તેમ પીસવી (પેસ્ટ બનાવવી) એકદમ બારીક ના થાય તે ધ્યાન રાખવું.

ભારે (જાડા) તળિયાવાળી એક કડાઈ કે નોનસ્ટિક કડાઈ લેવી.

નોનસ્ટિક કડાઈ બદામના શીરા માટે વધુ સારી રહે છે.

કડાઈમાં એક ચમચો ઘી નાખવું અને ગેસ પર ગરમ કરવા મૂકવું અને ત્યારબાદ, તેમાં બદામ ના ભૂકો અને ખાંડ નાંખી ને ચમચાથી સતત હલાવતા રેહવું અને શેકવું થોડું દૂધ ગરમ કરી અને તેમાં કેશર નાખવું ( અથવા એક ચમચીમાં કેશર લઇ તે ચમચી ગરમ કરવી અને થોડા દૂધમાં તે કેશર નાખવું ) અને કેશર ને તેમાં ઘોળવું. (મિકસ કરવું ) જેથી તેમાં કેશર નો કલર આવી જશે. ત્યારબાદ, તે કેશર હલવામાં નાખવું અને સાથે સાથે એક ચમચો ઘી પણ નાખવું. અને શીરો ચમચાથી હલાવતા રેહવો. (તમને પસંદ હોય અને જરૂર લાગે તો ખાવાનો (ફૂડ કલર) કલર પણ તેમાં ચપટીક ( એક Pinch) નાખી શકાય) શીરો ઘટ્ટ થાય, તેમજ તેનો કલર બ્રાઉન થાય ત્યાં સુધી શેકવો.

શીરો તૈયાર થઇ જશે એટલે તેમાંથી સુગંધ છુટશે, અને શીરો કડાઈના કિનારે કિનારે ચિપક્સે (ચોંટશે) નહિ. બાકી વધેલ ઘી પણ તેમાં નાખી દેવું. શીરો- હલવો તૈયાર થઇ જાય એટલે ગેસ બંધ કરી દેવો અને કડાઈ નીચે ઉતારી લેવી. અને તેમાં એલચી નો ભૂકો નાખી અને મિક્સ કરવો.

સ્વાદિષ્ટ શીરો તૈયાર થઇ ગયો. જેને એક બાઉલમાં – વાસણમાં કાઢી ગરમ ગરમ પીરસવો.

ફ્રીઝમાં રાખી ૫-૬ દિવસ સુધી તેને ઉપયોગમાં લઇ શકાય.

બ્લોગ લીંક: http://das.desais.net

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • sjuneja

  તમારે ફોટો મૂકવાનું બંધ કરવું પડશે કારણ કે ફોટાઓ જોતની સાથે મોમાં પાણી આવી જાય છે અને સુગરથી દૂર રહેવું વધુ યોગ્ય છે.

 • geetaben c gujarati

  tamari website ma joine ame badamno shiro banavo badhane khubjb bhave chhe aa pahella amee karey shiro noto banavo thank you

 • સાવ નાનકડા હતા ત્યારે અમારા દાદી શિયાળામાં વહેલી સવારે ઉઠાડીને બદામનો શીરો ખવડાવતા એ યાદ આવી ગયુ.
  સાચે જ શિયાળાની એ સવારોની તાજગી તો બદામના શીરાથી જ શરૂ થતી.

 • ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

  સુંદર મહેક આવે છે સાહેબ

  ખાવનુ મન થાય છે સાહેબ પરંતુ આપ તો

  કેટલાય દુર છો, કોણ જાણે ક્યારે મળી શકાશે…..!