ખાસ્તા કચોરી …

ખાસ્તા કચોરી…

 

ખાસ્તા કચોરી  નું નામ પડે અને મોમાં પાણી પાણી થઇ જાય ! હા, તો  કચોરીઓ  (ખાસ્તા કચોરી) ઉત્તર ભારતમાં ખાસ પસંદગીનું ફરસાણ છે. સવાર સવારમાં ત્યાંની દુકાનોમાં નાસ્તામાં ગરમા ગરમ કચોરી તૈયાર કરવામાં આવતી હોય છે. ખાવામાં બહુજ સ્વાદિષ્ટ તે હોય છે. આ કચોરી અડદ ની પાલિશ વાળી દાળ ભરીને પણ બનાવવામાં આવે છે. દાળ ભરેલી કચોરી ૨-૩ દિવસ સુધી જ ઉપયોગમાં લઇ શકાય છે.

ખાસ્તા કચોરી બનાવવા માટે નોઇ લોટ તૈયાર કરવા ..

સામગ્રી :

૪૦૦ ગ્રામ મેંદો

૧૦૦ ગ્રામ રીફાઈન્ડ તેલ

૧/૨ નાની ચમચી મીઠું.

કચોરીમાં સ્ટફિંગ ( ભરવાં ) માટેનું પૂરણ બનાવવા માટે ….

 

સામગ્રી :

૭૦ ગ્રામ પાલિશ વાળી અળદની દાળ

૧/૪ નાની ચમચી જીરૂ

૧ નાની ચમચી ધાણા નો પાઉડર

૧ નાની ચમચી વરિયાળી નો પાઉડર

૧/૨ નાની ચમચી ગરમ મસાલો

૨ નંગ લીલામાંર્ચા ( બારીક સમારી લેવા)

૧ નંગ આદુ નો ટુકડો (૧ ઈંચ લંબાઈ  નો)

લીલી કોથમીર થોડી બારીક સમારી લેવી અને એક કપમાં ભરી રાખવી

૧ નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)

તેલ  જરૂરીયાત પૂરતું તળવા માટે ..

 

રીત :

અડદ ની દાળને કચોરી બનવાતી સમય કરતાં ૨ કલાક અગાઉ સાફ કરી ધોઈ અને પાણીમાં પલાળી રાખવી.

મેંદામાં તેલ અને મીઠું નાંખી તે મિક્સ કરવું અને ત્યારબાદ, પાણીની મદદ દ્વારા  પરોઠા ના લોટ જેમ નરમ લોટને બાંધવો / ગુંથવો. લોટ ગુંથાઈ જાઈ એટલે તેણે કપડાથી ઢાંકી અને ૨૦ મિનિટ માટે અલગ રાખી દેવો, જેથી લોટ સેટ થઇ જાય.

દાળ નું મિશ્રણ તૈયાર કરવાં …

પલાળેલી દાળને મિક્સર / મિક્સી મા નાંખી અને કરકરી (અધ કચરી) પીસી લેવી.

એક કડાઈમાં ૧-૧/૨ ટે.સ્પૂન તેલ નાખવું. જ્યારે તેલ ગરમ થઇ જાય, કે તૂરત જ તેમાં જીરૂ, ધાણાનો પાઉડર, વરિયાળી પાઉડર, લીલા બારીક સમારેલ મરચા, અને આદુ અંદર સમારેલું અહ્વા છીણેલું નાખવું અને મસાલા ને સાંતળવા. મસાલો  થોડો સાંતળી જાય, કે  ત્યારબાદ, પીસેલી દાળ ને તે મસાલામાં નાંખી  અને મસાલો મિક્સથાય તેમ મિક્સ કરી અને ચમચાની ની મદદ દ્વારા હલાવતા રહેવું અને શેકવી. તે આછી બ્રાઉન ક્લાર ની થઇ જાય, ત્યારબાદ તેમાં લીલી સમારેલી કોથમીર નાંખવી અને ગરમ મસાલો નાખવો  અને ૨ – મિનિટ સુધી તે ચમચાની મદદ થી હલાવતા રહેવું અને શેકવી. બસ .કચોરીમાં ભરવાં માટેનું મિશ્રણ /પૂરણ –માવો તૈયાર છે.

 

કચોરીને તળવા માટે એક કડાઈમાં જરૂરી તેલ લેવું અને તેલ ને ગરમ કરવા ગેસ પર મૂકવું. અગાઉ કચોરી માટે ગુંથેલ લોટના એક સરખા ૨૦ ભાગ કરી અને દરેક ના ગોળા /લુઆ બનાવવા.  ત્યારબાદ, પાટલી (ચકલો) વેલણ લેવા અને એક ગોળાને હાથમાં લઇ અને હથેળી ની મદદ વડે દબાવી ચપટો  કરવો અને  અને ખૂબજ હળવા હાથેથી વેલાનની મદદ દ્વારા ૩-૪ ઈંચની ગોળાઈ માં વણવી. કચોરી આપણે મોટી રાખવાની હોઈ, તે ખ્યાલ રહે. ખાસ ધ્યાન રહે કે કચોરી વણતા તે ફાટી ના જવી જોઈએ અને મસાલો ભાર ના આવી જાય. વણેલી કચોરી ને તૈયાર થયા બાદ કડાઈમાં ગરમા ગરમ તેલમાં નાંખી અને તળવી. ખાસ ધ્યાન રહે કે કચોરી મધ્ય / ધીરા તાપે ટાળવાની છે અને તેણે તેલમાં નાખ્યા બાદ, ચમચાની મદદ દ્વારા સતત પલટાવતાં જવું અને તળવી. કચોરીનો કલર આછો બ્રાઉન થઇ જાય ત્યારે તેણે ઝારા કે ચમચા ની મદદ દ્વારા  બહાર કાઢી લેવી અને   એક ડીશ ઉપર પેપર કિચન નેપકીન પાથરી અને તેની ઉપર રાખવી.

કડાઈ ની સાઈઝ –માપને  ધ્યાનમાં લઇ એક સાથે ૩-૪ નંગ કચોરી તેલમાં તળી શકાઈ છે.  કચોરી તૈયાર થતી જાય તેમ પ્લેટ ઉપર રાખી દેવી.   આમ ધીરે ધીરે બધી જ કચોરી તળી લેવી અને પ્લેટ ઉપર ગોઠવી દેવી. ખસ્તા  કચોરી તૈયાર છે.

ખાસ્તા  કચોરી લીલી કોથમીરની ચટણી કે બટેટા નું મસાલા વાળા શાક સાથે ખાઈ શકાય છે. તો ચાલો ગરમા ગરમ કચોરી પીરસવી  અને  તમે પણ ખાઓ.

બ્લોગ લીંક: http://das.desais.net

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • sjuneja ,

  સૌ પ્રથમ બ્લોગ પોસ્ટ પર આવી આપેલ પ્રતિભાવ બદલ આભાર.
  બીજું કચોરી તળી ને બનાવતા હોઈએ તેલ ની ઉપયોગીતા વધી જવાની તે હકીકત છે, ઓછા તેલમાં કદી બનાવેલ નથી, કોશિશ કરી તમને જરૂર જાણ કરીશું. આભાર !

 • sjuneja

  અશોક ભાઈ આ વાનગી ખૂબ તેલવાળી બને છે ઓછા તેલમાં બનાવી શકાય કે?

 • આદરણીય ડૉ. કિશોરભાઈ,

  સાહેબજી, ચિત્ર શું કામ જુઓ છો ! રૂબરૂ જ પધારો, આનંદ કરીશું અને મોજ સ્વાદનો માણીશું.

  આભાર !

 • Dr. Kishorabhai M. Patel

  ઓ સાહેબ તમે

  આ ચિત્ર મુકો છો તે ખાવાનું ખુબજ મન થાય છે.

  ખુબજ સરસ રીત આપ બતાવો છો,

  કિશોરભાઈ