કોકમ સાલન …(જ્યુશ)

કોકમ સાલન …
(૪ વ્યક્તિઓ માટે)
સાભાર :તસ્વીર વેબ જગત …
સામગ્રી :
કાળા કોકમ – ૫0 ગ્રામ
લીલા મરચા ૨ થી ૩
કોકોનટ મિલ્ક ૧ કેન
પાણી ૨ ગ્લાસ
મીઠું સ્વાદ અનુસાર

રીત:
સૌ પ્રથમ કોકોનટ મિલ્કની અંદર કોકમ ૨ થી ૩ કલાક પલાળી રાખવા. ૨ કલાક બાદ કોકમ, કોકોનટ મિલ્ક, લીલા મરચા અને મીઠું મિક્સ કરી બ્લેનડરમાં કોકમ એકદમ મિક્સ થઈ જાય ત્યારે આ સાલન બીજા વાસણમાં કાઢી લઇ ઉપરથી ૨ ગ્લાસ પાણી નાખી થોડું પાતળું પ્રવાહી બનાવી લેવું. આ સાલન તૈયાર છે તેને આપ રૂમ ટેમ્પરેચરમાં પણ પી શકો છો અને ચિલ્ડ કરીને પણ પી શકો છો. વળી કોકોનટ મિલ્ક અને મરચાનો સાથ હોવાથી સ્વાદની સાથે સુગંધ પણ આપે છે આ પીણું ઉનાળામાં જલજીરાની ગરજ સારે છે. આ એક ખાસ પીણું છે કારણ કે કોકમ ઠંડુ હોવાથી તે પિત્તનું શમન કરે છે આથી આ પેય ઉનાળા માટે શ્રેષ્ઠ બની રહે છે.
નોંધ:
૧) કોકમની જાત પર આધાર રહે છે જો વેટ કોકમ હોય તો કરી તૈયાર થવામાં વધુ સમય લાગતો નથી પણ સૂકા કોકમને પલળવામાં વાર લાગે છે.
૨) મરચાની તીખાશ ધ્યાનમાં રાખી મરચા લેવા.
૩) ફેટ ફ્રી કોકોનટ મિલ્ક પણ ઉપયોગમાં લઈ શકાય છે.
સાભાર :રસ પરિમલમાંથી
પૂર્વી મલકાણ મોદી

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • Nili

    કોકમ સાલન અને કરજત વડા પાઉંની રેસીપી આ દિવાળીમાં બનાવી હતી આ બંને વાનગીઓ કઇંક હટકે હતી તેથી મજા પડી ગઈ ને વડામાં રહેલો લસણ નો સ્વાદ તો સોનામાં સુગંધ મેળવી દેતો હતો.