‘વેજીટેબલ નૂડલ સૂપ ..’

‘વેજીટેબલ નૂડલ સૂપ ..’

નૂડલ ની ઘણી જ રેસિપી બનાવી શકાય છે. આજે સાંજના ભોજન પહેલાં વેજીટેબલ નૂડલ સૂપ બનાવીએ અને સાજનું ભોજન વધુ મજેદાર બનાવીએ.


સામગ્રી :

૨ નંગ ટામેટા (મિડિયમ કદના )

૧ નંગ ગાજર (મિડિયમ કદનું )

૧ નંગ કેપ્સિકમ (મિડિયમ કદનું) (સીમલા મિર્ચ)

૧/૨ કપ લીલાં વટાણા

૫૦-૬૦ ગ્રામ નૂડલ

૨- ટે.સ્પૂન માખણ

૨ નંગ લીલાં મરચાં (બારીક સમારેલા)

૧ નંગ આદુ (૧ ઈંચ નો ટૂકડો) (છીણી લેવું)

મીઠું સ્વાદાનુસાર

૧/૨ નાની ચમચી કાળા મરી

૧/૨ નાની ચમચી સફેદ મરચાનો પાઉડર

૧/૨ લીંબુનો રસ (અડધા લીંબુ)

૧ ટે.સ્પૂન લીલી કોથમીર બારીક સમારેલી

 

રીત :

ટામેટા અને ગાજરને પાણીથી ધોઈ – સાફ કરીને બારીક સમારી લેવા.

કેપ્સિકમ સીમલામિર્ચ માંથી બી કાઢી અને બારીક સમારી લેવા.

એક મોટા વાસણમાં માખણ નાંખી અને ગરમ કરવું.

તેમાં લીલાં મરચા, આદુ નાખવું અને ચમચાની મદદથી હલાવતાં રહી ૧ મિનિટ સાંતળવું.

લીલા વટાણા નાંખી અને ૨ મિનિટ સાંતળવા.

હવે ટામેટા, ગાજર અને કેપ્સિકમ (સિમલામિર્ચ) નાંખી અને ૩-૪ મિનિટ સાંતળવા.

બધાજ શાકને સાંતળી લીધા બાદ,

તેમાં ૭૦૦ ગ્રામ (લગભગ પોણા લિટરથી થોડું ઓછું) પાણી નાંખવું.

ઉફાળો આવ્યા બાદ, તેમાં નૂડલ નાંખવા અને ફરીથી ઉફાળો આવે કે તૂરત તાપ ધીમો કરી અને ૪-૫ મિનિટ સીધી તેને પાકવા દેવું. વચ્ચે વચ્ચે ચમચાથી હલાવતાં રેહવું.

મીઠું, સફેદ મરચા નો પાઉડર અને મરી નાંખી અને ધીમા તાપે ૧ -૨ મિનિટ સુધી પાકવા દેવું.

ત્યારબાદ, ગેસ બંધ કરી દેવો.

લીંબુનો રસ નાંખવો. બસ, વેજીટેબલ નૂડલ સૂપ તૈયાર થઇ ગયો છે.

સૂપબાઉલમાં ગરમા ગરમ સૂપ માખણ અને લીલી કોથમીર નાંખી અને પીરસવો અને પીઓ.

 

૪ વ્યક્તિ માટે

સમય ૩૦ મિનિટ

 

 

બ્લોગ લીંક: http://das.desais.net

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....