નાળિયેરની ચટણી…

નાળિયેરની ચટણી …

ઢોસા, ઈડલી, વડા સાથે નારિયેળની ચટણી ના હોય તો ખાવામાં કશુક ખૂટે છે તેમ લાગે.

 

સામગ્રી:

 

૧/૨ – અડધું સુકું નાળિયેર

૧/૨ – કપ લીલી કોથમીર (મોટા પીસમાં ચૂંટી લેવી)

૨ – નંગ લીલા મરચાં

૧ – નંગ નાનું લીંબુ

૩/૪ – નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)

વઘાર માટેની સામગ્રી:

૨ – નાની ચમચી તેલ

૧ – નાની ચમચી રાઈ

૧- ચૂટકી (Pinch) લાલ મરચાનો પાઉડર (જો તમને પસંદ હોય તો)

 

રીત:

 

નાળીયેર ને સાફ કરી અને તેના નાના નાના ટૂકડા કરી લેવા.

ત્યારબાદ, નારિયેલ, લીળી કોથમીર, લીલા મરચાં, લીંબુ નો રસ, મીઠું સ્વાદાનુસાર અને બે (૨) ચમચા પાણી મીક્ષર (મિક્સી)મા નાંખી અને તેને બારીક પીસવું.

ચટણી જેટલી (ઘટ) જાડી રાખવી હોય તે ધ્યાનમાં રાખી તે મુજબ પાણી ઉમેરી ને પીસવી. અને પીસાઈ ગયાબાદ તેને એક વાટકી અથવા વાસણમાં કાઢી લેવી.

ત્યારબાદ, નાની વાટકી કે વઘારીયામાં તેલ નાંખી અને ગરમ કરવા મૂકવું. તેલમાં રાઈ નાંખી નાંખવી અને તેને સાંતળવી, તે શેકાઈ ગયા બાદ, તૂરત જ ગેસ બંધ કરી દેવો અને તેમાં લાલ મરચાનો પાઉડર એક ચપટીક નાંખવો અને તે તેલ ચટણીમાં છાંટી દેવું.

ચટણી બસ તૈયાર થઇ ગઈ છે, જેને ખાવાના ઉપોયોગમાં લઇ શકાય છે.

આજ ચટણીને વધુ સ્વાદિષ્ટ બનાવી હોય તો, નારેયેળના ટૂકડા, લીલા મરચાં અને સેકેલ ચણાની દાળને મિક્સરમાં પિસ્તા પેહલાં થોડા તેલમાં સેકી લેવામાં આવે અને ત્યારબાદ, પીસવામાં આવે તો તે વધુ સ્વાદિષ્ટ બનશે.

ચણાની દાળ ની બદલે, દાળિયા કે કાબુલી બાફેલા ચણાનો પણ ઉપયોગ કરી શકાય છે.

 

બ્લોગ લીંક: htpp://das.desais.net

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....