ચોકલેટ કેક ..(ઈંડાના ઉપયોગ વિના)…

ચોકલેટ કેક ..(ઈંડાના ઉપયોગ વિના) …

ઘણી વખત વીજળીની સમસ્યાને કારણે કે ઓવન ઘરમાં ન હોવાને કારણે કેક ઘરમાં બનાવવી હોય તો પણ કેવી રીતે બનાવવી ? તો આ માટે કુકર નો પ્રયોગ કરવો જરૂરી લાગ્યો. જે મોટેભાગે દરેક ના ઘરમાં હોય જ !

આ ઉપરાંત કેક તો બનાવી છે, પણ પોતાની સંસ્કૃતિને ધ્યાનમાં રાખી ઈંડાની કેક તો નથી બનાવવી કે નથી ખાવી તો પછી શું કરવું? જો કે હવે તો ઈંડા વિનાની કેક પણ માર્કેટમાં મળે છે; પરંતુ તે શું કામ ખાવી જાતે જ ઈંડા વિનાની કેક ઘરમાં કેમ ના બાનવીએ.

તો ચાલો આજે ચોકલેટ કેક ઈંડા ના ઉપયોગ કર્યાં વિના બનાવીએ.

 

સામગ્રી:

૨૦૦ ગ્રામ મેંદો (૧-કપ)

૬૦ ગ્રામ માખણ અથવા ઘી

૧૦૦ ગ્રામ ખાંડ -પીસેલી

૨૦૦ ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક (અથવા ઘરમાં મલાઈ હોય તો તે પણ લઇ શકાય.)

૫૦ ગ્રામ ચોકલેટ પાઉડર

૧ નાની ચમચી ઇન્સ્ટન્ટ કોફી પાઉડર (જો તમને પસંદ હોય તો જ)

૨૦૦ ગ્રામ દૂધ

૧ નાની ચમચી બેકિંગ પાઉડર

૧/૪ નાની ચમચી મીઠું (જો તમને પસંદ હોય તો)

 

રીત:

સૌ પ્રથમ કેક માટે ઉપયોગમાં લેવાની બધીજ સામગ્રી એક ટેબલ પર અલગથી રાખી દેવી.


કેક જે કૂકરમાં બનાવવાની હોય તે કૂકરમાં સમાય તે વાસણ (ડબ્બો) પણ ઘી લગાડી તેના ઉપર લોટ આછો છાંટી અને અલગ તૈયાર રાખી દેવું.

ત્યારબાદ, કેક માટેના મેંદામાં મીઠું અને બેકિંગ પાઉડર નાંખી તને મિક્સ કરી અને લોટ ને ચારણીથી ચાળી (બે -વખત) લેવો.

ત્યારબાદ એક વાસણમાં ઘી/માખણ અને ખાંડ લઇ અને તેને ફેંટો, (હલાવો) ખાસ ધ્યાન રહે કે જેનાથી તે (મિક્સ કરો) ફેંટો તે એક તરફ જ ચમચો કે સાધન ફેરવવું. લગભગ ૨ થી ૩ મિનિટ બાદ માખણ સફેદ ફીણ જેવું થવાં લાગશે. માખણ અને ખાંડ ને ઝડપથી ફેંટવા.ધીમે ધીમે મિક્સ નહિ કરવું.

ત્યારબાદ ચોકલેટ પાઉડર અને કન્ડેન્સ્ડ મિલ્ક નાંખી અને ફરી એક જ દિશામાં હલાવી અને ફેંટો. લગભગ ૨ થી ૩ મિનિટ ફેંટો.

ત્યારબાદ, તેમાં ચાળેલો મેંદો થોડો થોડો ઉમેરતા જવું અને ધીરે ધીરે મિક્સ કરવું, ખ્યાલ રહે કે મેંદાના ગાંઠા ના પડે. બધો જ મેંદો મિક્સ થઇ ગયા બાદ, ફરી ૨ થી ૩ મિનિટ એકતરફ જ તેને હલાવતાં રેહવું અને ખૂબજ સારી રીતે ફેંટો. અને તેમાં વચ્ચે-વચ્ચે થોડું થોડું દૂધ ઉમેરતા જવું. (નાખતા જવું) આમ કેકનું મિશ્રણ ભજીયાના લોટ જેવું પાતળું રેહવું જરૂરી.

દૂધ ઉમેરી દેશો એટલે મિશ્રણ તૈયાર થઇ જશે. તેમાં તમે કોઈપણ પ્રકારના સૂકામેવા (કિસમિસ, કાજુ, બદામ, અખરોટ) સમારી તમને પસંદ હોય તો નાંખી શકો છો. સૂકો મેવો નાખ્યા બાદ, તેને એકદમ મિક્સ કરી દેવો.

કૂકરમાં કેક બનાવતા હોય ત્યારે ધ્યાન રાખવું કે કૂકરમાં મૂકવાનું વાસણ કૂકરના તળિયાને અડોઅડ (અડીને) ના રહે. તેમ કરવાથી કેક તળિયામાંથી બળી/ દાઝી જશે. તે ના થાય તે માટે કૂકરના તળિયામાં એક વાટકી અથવા રીંગ રાખવી અને તેની ઉપર કેક ના મિશ્રણ નું વાસણ રાખવું.

અથવા કૂકરના તળિયામાં એક વાટકી મીઠું પાથરી દેવું, અને ફૂલ ગેસ ચાલુ કરી અને કૂકારનું ઢાંકણું ૨ થી ૨-૧/૨ મિનિટ સુધી બંધ કરીને ગરમ કરવું. આમ કરવાથી કૂકર કેક બનાવવા માટે યોગ્ય ગરમ થઇ જશે. (પ્રી હીટેડ ઓવન ની જેમ)


ત્યારબાદ, કેકનું મિશ્રણ જે અગાઉ ઘી-લોટ લગાડેલ વાસણ તૈયાર રાખેલ,તેમાં પાથરવું અને પેહલેથી ગરમ રાખેલ કૂકરમાં તે વાસણ રાખી અને કૂકારનું ઢાંકણું બંધ કરી દેવું.


કૂકરના ઢાંકણ બંધ કરો ત્યારે તેમાં સિટી લગાડવાની જરૂર નથી. અને ગેસને મધ્ય તાપ (ધીમો) રાખી અને ૪૦ મિનિટ સુધી કેકને પાકવા દેવી.

લગભગ ૪૦ મિનિટમાં કેક પાકીને તૈયાર થઇ જશે. ૪૦ મિનિટ બાદ ઢાંકણ ખોલીને ચપ્પુની અણી અંદર ખૂપાવીને ને જોવું કે કેક ચોંટે નહિ તો તૈયાર થઇ ગઈ છે તેમ સમજવું.

ત્યારબાદ, કેકને ઠંડી કરવા મૂકવી અને ઠંડી થઇ ગયા બાદ, કિનારે કિનારે ચપ્પુની ધાર ધીરે ધીરે ફેરવીને કેક એક પ્લેટમા બહાર કાઢવી.


આમ કૂકરમાં બનાવેલ કેક તૈયાર થઇ જશે. જે ખાવાના ઉપયોગમાં લઇ શકો છો.

બ્લોગ લીંક: htpp://das.desais.net


ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • TEJAL JANI

  nice recipe i will try.

 • mahes suhanda

  jay swaminarayan bhu sars recepi apy che sir have paff ane bred , pav keve rite bane che te kesu ame bhar nu bilkul nathi khta

 • nice…………

 • sejal patel

  please send how will i decorate on the cake.

 • nice recipe

 • Piyush

  I like your cake, plz send me step of to make decoration cream

 • માનનીય સાહેબ,

  Thank you

 • Mrs. Dimple H. Gajera

  Really its a very very good kake receipe thank u for give your kake receipe

 • Purnima Vaniya

  I tried to make the cake. it was a nice cake.

 • neha

  nice receipe

 • mansi modi

  it really nice recipe my mom had tried , it awsome, i loved it

 • very good! તમને તો બહુ સરસ કેક બનાવતા આવડે છે.

 • ઉપરની કોમેન્ટમાં “ભાર શીલ્યાલે” એટલે “ભર શિયાળે” તેમ સમજવું. (હાય ટ્રાન્સલીટરેશન!)

  • જયભાઈ,

   આપને ત્યાં ભરશિયાળે ચોમસું સર્જાયું છે તો આપ્ રહો છો ક્યાં? અમારી જેમ લંડન તો નથી રેહ્તા ને ! કે જ્યાં પૂરા દિવસ દરમ્યાન ચાર સિઝન જોવા મળે અને સૂર્યનારાયણ ના દર્શન માટે તો ભાગ્ય ઉપર જ આધાર રાખવો રહે !

   આપની વિનોદિવૃતિ પસંદ આવી. ભાભીશ્રીએ સમોસા બનાવ્યા કે નહિ? કે પેહલાં ચોકલેટ કેક બનાવી છે?

   આભાર !

 • વારુ,
  મેં પત્નીશ્રી ની સંમતિ મેળવી લીધી છે સૂર્યકૂકર નાં અખતરા કરવા બાબતે. પણ અત્યારે ભાર શીલ્યાલે અહી ચોમાસું સર્જાયું છે ને સૂર્યદર્શન દુર્લભ થયા છે એટલે આવતા વિકએન્ડમાં પ્રયત્ન કરીશ.
  પરિણામો જો અત્યંત ભયંકર નહિ હોય તો ચોક્કસ જણાવીશ. 🙂
  જય

 • આદરણીય અશોકભાઈ,
  મને એક પ્રશ્ન થાય છે. ઉપર કહી ચોકલેટ કેક સૂર્યકૂકરમાં બનાવી શકાય કે નહિ? જો બનાવવી હોય તો તેમાં ડબો ઢાંકેલો રાખવો કે ખુલ્લો? મુર્ખ જેવા સવાલ લાગે તો માફ કરશો, પણ તદ્દન અજ્ઞાની છું આ બાબતમાં. થોડો પ્રકાશ જરૂર પાડશો.
  સૂર્યકૂકરમાં બનાવી શકાય તેવી અન્ય વાનગીઓ વિષે શક્ય હોય તો જણાવશો તેમ જ અન્ય કોઈ સ્ત્રોત હોય તો આપશો તો આભારી થઈશ.
  જય ત્રિવેદી

  • શ્રી જયભાઈ,

   આદર આપવા બદલ આભાર ! પરંતુ હું એક સામાન્ય માણસ છું. હા, તો સૂર્ય કૂકરમાં રસોઈ તો ઘણી જ બનાવી શકાય છે. કેક બની શકે કે નહિ તે ચેક કરી લેશો. મને માહિતી પ્રાપ્ત થશે તો જરૂરથી જાણ કરીશ. હું જ્યાં રહું છું ત્યાં સૂર્ય દર્શન થવાં અને તે પણ સાથે સાથે તેના દ્વારા રસોઈ કરવી તે તો અહોભાગ્ય કેહવાય.

   બસ આવો જ પ્રેમભાવ રાખશો અને અનૂકુળતાએ બ્લોગની મૂલાકાત લેતાં રેહશો અને આપના પ્રતિભાવ આપતાં રેહશો.

   આભાર !

 • Nice recipe Ashokbhai.

  Thanks

  • જયભાઈ,

   આભાર !

   અનૂકુળતાએ મૂલાકાત લેતાં રહશો અને આપના યોગ્ય અભિપ્રાય મૂકવાનું ભૂલશો નહિ.