ફૂદીનાની ચટણી …

ફૂદીનાની ચટણી  …

ફૂદીનાની ચટણી ખાસ કરીને  સમોસા, કચોરી, ભજીયા વગેરે સાથે ખાવાના ઉપયોગમાં લેવામાં આવે  છે. તે ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ હોય છે.

સામગ્રી :

૧ થી ૧-૧/૨ કપ ફૂદીનો (ફૂદીનાના ચૂંટેલા પાન)

૨ -૩ નંગ લીલા મરચાં

૧/૨ કપ દહીં અથવા ૧ નંગ કાચી કેરીના ટૂકડા

૧/૨ નાની ચમચી સેકેલું જીરૂ

૩/૪ નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)

રીત:

ફૂદીનાને સાફ કરી ધોઈને ચૂંટી લેવો. મરચાને પણ ધોઈને તેની ઉપરની ડાળખી તોડી નાંખવી.


ફૂદીનાના પાન, લીલાં મરચાં, મીઠું, સેકેલું જીરૂ અને દહીં બેગા કરી અને મિક્સીમાં બારીક પીસી લેવું.

જો તમને કાચી કેરીની ખટાશ સાથે આ ચટણી બનાવવા માંગતા હોય તો, ૧ કાચી કેરીની છાલ ઉતારી તેના ટૂકડા કરી અને ફૂદીનાના પાન, લીલાં મરચાં, મીઠું, સેકેલું જીરા સાથે મિક્સીમાં પીસી લેવું. અને ચટણીને એક વાટકીમાં કાથી લેવી.

આ ચટણી સમોસા, કચોરી વગેરે સાથે ખાવાના ઉપયોગમાં લઇ શકાય છે તે ઉપરાંત સવારે તેમજ રાત્રે જમવાના ઉપયોગમાં પણ લઇ શકાય છે.

ચટણીને ફ્રીઝમાં રાખવાથી એક અઠવાડિયાં સુધી ઉપયોગમાં લઇ શકાય છે.

બ્લોગ લીંક: http://das.desais.net

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • અરે વાહ!
  આજ સુધી ઘણી વાર ફુદીનાની ચટણી બનાવી પણ આ કાચી કેરી વાળુ કોમ્બીનેશન તો આજે પહેલી વાર જાણ્યુ.
  આભાર

  • રાજુલબેન,

   આપે આપેલ ફૂદીનાની ચટણીની પોસ્ટ પરના પ્રતિભાવ બદલ આપનો આભાર !

   આપને સમય ફાળવી બ્લોગની મૂલાકાત લેતાં રેહશો અને આપના પ્રતિભાવ આપતાં રેહશો જે અમોને જરૂર પ્રેરક તેમજ માર્ગદર્શક બની રેહશે.

   આભાર !