સૂકા મસાલાની ચટણી…

સૂકા (ખડા) મસાલાની ચટણી ….

મૂળ રસોઈ બનાવતા પેહલાં તેમાં ઉપયોગમાં લેવામાં આવતા અનેક પ્રકારના મસાલા અને તેની સાથે ઉપયોગમાં લેવામાં આવતી ચટણી, જે અનેક પ્રકારની બનતી હોય છે; જેની જાણકારી મેળવી લેવી જરૂરી છે.

તો ચાલો, આપણે સૂકા મસાલાની ચટણી બનાવીશું….

સામગ્રી:

૨ -ટે. સ્પૂન- આખા ધાણા

૧/૨ – ટે.સ્પૂન- જીરૂ

૧ – ચમચી કાળા મરી

૬-૭ નંગ લવિંગ

૪ – નંગ મોટી એલચી (ફોતરા ખોલી ને દાણા કાઢી લેવા)

૪-૫ નંગ લાલ મરચા સૂકા

૨ – ચૂટકી હિંગ (Pinch)

૧ ચમચી (નાની) મીઠું (સ્વાદાનુસાર)

૧ – નંગ લીંબુ

૧ – ટે.સ્પૂન રીફાઈન્ડ તેલ

રીત:

બધા જ મસાલા સાફ કરીને તૈયાર રાખવા.

એક કડાઈ / લોઢી ગેસ પર ગરમ કરવા મૂકવી. તેમાં, આખા ધાણા અને જીરૂ સેકવા માટે મૂકવું. બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકવું.

સેકાઈ ગયા બાદ તેને ઠંડા કરવા મૂકવું અને તે ઠંડા થઇ જાય બાદ, બાકીના બધાં મસાલા તેની સાથે ભેગા કરવા. આમ બધાં જ મસાલા એકી સાથે મિક્સરમાં નાખવા અને તેમાં જરૂર પૂરતું પાણી ઉમેરવું કે તે મસાલા પીસાતા તેની પેસ્ટ થાય. એટલે કે જે ચટણી બને તે થોડી ભીની પણ ઘટ રહે. (જાડી)

પેસ્ટ બની ગયા બાદ, એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું, તેલ ગરમ થાય એટલે તેમાં મસાલા ની પેસ્ટ નાખી અને ૨-૩ મીનીટ સુધી તેમાં મસાલા સાંતળવા / મસાલા શેકવા. શેકાઈ ગયા બાદ, ચટણીને એક વાટકીમાં કે વાસણમાં કાઢી લેવી અને તેના ઉપર લીંબુ નો રસ નીચાવવો અને હલાવી મિક્સ કરવી.

બસ, ચટણી તૈયાર થઈ ગઈ. ……આ ચટણી ભજીયા,કચોરી, સમોસા, વડા તેમજ સ્ટફ પરોઠા સાથે ખાવાના ઉપયોગમાં લઇ શકાય. ચટણી ને ફિઝ્માં રાખવાથી ૧૫ દિવસ સુધી ઉપયોગમાં લઇ શકાય.

નોંધ: ઘરમાં કદાચ લીંબુ ના હોય તો ૧ – નાની ચમચી આમચૂર પાઉડર પણ નાખી શકાય.

બ્લોગ લીંક: htpp://das.desais.net

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....