ચના મસાલાનો પાઉડર…

ચના મસાલાનો પાઉડર …

આજે જોઈશું ચના મસાલામાં વપરાતો મસાલો કઈ રીતે બનાવવો કે જે ને કારણે આપણા ચના (ચણા) મસાલા એકદમ સ્વાદિષ્ટ બને.

છોલે બનાવતી સમયે આ મસાલાનો ઉપયોગ કરવાથી બજારમાં મળતા મસાલા ના ઉપયોગ કરતાં છોલે એકદમ સ્વાદિષ્ટ બનશે.

સામગ્રી :

૧ – ટે.સ્પૂન  અનાર દાણા

૩ -ટે.સ્પૂન  ધાણા (આખા)

૧ -ટે.સ્પૂન  જીરૂ

૨ -નાની ચમચી મોટી એલચીના દાણા

૨ -નાની ચમચી કાળા મરી દાણા

૧/૨ નાની ચમચી લવિંગ

૩-૪ ટૂકડા તજ

૮ -નંગ આખા લાલ મરચા

૧ -નાની ચમચી સંચળ (કાળું મીઠું)

બનાવવાની રીત:

એક કડાઈ લ્યો અને તેને ગેસ પર ગરમ કરવા મૂકો. અને તેમાં દાડમના બી, આખા ધાણા, અને જીરું નાખી ને સામાન્ય બ્રાઉન કલર થાય તેમ સેકવું. અને સેકાઈ ગ્યા બાદ, તેને ઠંડા કરવા રાખવા.

ઠંડા થઇ ગયા બાદ, બાકીના બધાં જ મસાલા એકસાથે ભેગા કરી દેવા અને તેને બારીક પાઉડર થાય તેમ પીસી લેવા. (મીક્ષરમાં)

પાઉડર તૈયાર થઈ ગયા બાદ, તેને એક એર ટાઈટ (હવા ચુસ્ત) વાસણમાં તે પાઉડર ભરી લેવો. જ્યારે ચના કે છોલે બનાવો ત્યારે તેને ઉપયોગમાં લેવો.

૧૦૦ ગ્રામ ચના (ચણા) કે છોલે બનાવવા માટે ૨ -નાની ચમચી ચના મસાલા પાઉડર નાખી શકાય.

બ્લોગ લીંક: htpp://das.desais.net

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....