સાબુદાણા નો ચેવડો …

સાબુદાણા નો ચેવડો…

ચેવડો સામન્ય આપણે ફરાળમાં ખાવા બજારમાંથી જ ખરીદતા હોય છે. હવે તો સમય પણ લોકો પાસે નથી કે તેહવારમાં ફરસાણ કે મિઠાઈ ઘેર બનાવે ! દરેક વસ્તુ બજારમાં તૈયાર મળતી હોય ઘેર કોણ આવી કળા- ફૂટમાં પળે. પરંતુ જો આપણે ઘરમાં ઘરમાં બનાવવા ઈચ્છીએ તો ખૂબજ સરળતાથી ઘરમાં પણ બનાવી શકાય છે. અને તે બજારમાંથી ખરીદેલ કરતાં વધુ સ્વાદિષ્ટ પણ બને છે.

આજે આપણે સિંગદાણા તેમજ સાબુદાણા નો ચેવડો બનાવીશું. આ ચેવડામાં આપણે કોઈ પણ સૂકા મેવા (ડ્રાઈફ્રુટ) (કાજુ બદામ-કિસમિસ) પણ હલકા સેકી / તળીને અંદર નાખવાથી તે વધુ સ્વાદિષ્ટ બનશે.

આ ચેવડો બની ગયાબાદ તેનો ગમે તેટલા દિવસ ઉપયોગમાં લઇ શકાઈ છે. એક સારા વાસણમાં પેક કરી રાખી દેવો. જે બનાવવામાં પણ આસાન છે.

સામગ્રી:

૨૦૦ ગ્રામ (૧/૨ -કપ ) મોટા સાબુદાણા

૧૫૦-૨૦૦ ગ્રામ સિંગદાણા

૧૫-૨૦ બદામ

૨ કપ તળવા માટે તેલ / ઘી

૧/૨ કપ નાળિયેર ની કાતરી/ ચીરી-પાતળી

૧ નાની ચમચી સિંધાલુ /મીઠું -સ્વાદાનુસાર

૧/૨ ચમચી મરી નો ભૂકો (સ્વાદાનુસાર)-લાલ મરચા નો ભૂક્કા નો પણ ઉપયોગ કરી શકાય

રીત:

મોટાં સાબુદાણા ને એક વાસણમાં લઇ અને તેના પર (બે)૨ નાની ચમચી પાણી છાંટી અને એકદમ સારી રીતે હલાવી મિક્સ કરવા,અને તેને ૧૦ મીનીટ માટે એકબાજુ રાખી દેવા, કારણકે તે થોડા નરમ થઇ જાય.

સિંગદાણા ને સાફ કરી લેવા.

એક ભારે તળિયા વાળી કડાઈ લેવી, અને તેમાં તેલ/ઘી (જરુરીઆત મુજબ લેવું) નાખી અનેતેને ગેસ પર ગરમ કરવા મૂકવું. તેલ જ્યારે બરોબર ગરમ થઈ જાય, ત્યારબાદ, તેલમાં એક ટેબલ સ્પૂન (ચમચો) સાબુદાણા (જે પલાળવા મૂકેલ) ભરી અને નાખવા, ગેસ ત્યારે સાવ ધીમો રાખવો (ધીમી આંચમાં) અને સાબુદાણા ને ફૂલવા દેવા. વચ્ચે સાબુદાણા ને ઝારા થી હલાવતા રેહવા અને એકેય બાજુથીકાચા નથી રહી જતાં તે જોતા રેહવું. જો થોડા કડક પણ કાચા લાગે તો કડાઈ પર એક ઢાકણું પણ ઢાંકી શેકાઈ ને પૂરા ફુલાઈ ગયા બાદ જ તેને એક વાસણમાં કાઢવા.

સાબુદાણા ને હાથમાં લઇ તોડી ને ખાઈ ને ચકાસી લેવા કે તે અંદરથી પૂરા સેકાઈ ગયા છે. કાચા નથી રહી ગયા.આવી જ રીતે બધાં સાબુદાણા ધરા તાપે તળી લેવા.

બધાં સાબુદાણા સેકાઈ ગયા બાદ, સિંગદાણા ને તે જ તેલમાં થોડા થોડા નાખી અને આછા બ્રાઉન થાય તેમ તળી લેવા. સિંગદાણા ૩-૪ મીનીટમાં તળાઈ જશે.

આજ રીતે ત્યારબાદ, બદામ-કાજુ અને નાળિયેરની કાતરી ને પણ આછી તળી લેવી.

આ બધી જ તળેલી વસ્તુઓને એકસાથે ભેગી કરવી અને મિક્સ કરવી; તેમાં મીઠું સ્વાદ અનુસાર નાખવું અને મરી નો ભૂક્કો નાખી અને હલાવવું.

બસ, સાબુદાણા નો ચેવડો તૈયાર. જે એક ડબ્બામાં કે બરણીમાં ભરી શકાય.

જો પસંદ હોય તો કાજુ, લીલા મરચા ની કટકી તેમજ લીમડો (મીઠ્ઠો) તળી ને નાખી શકાય .

ચેવડામાં  સૂકી વસ્તુ જ ઉપયોગમાં લેવી.

બ્લોગ લીંક: http://das.desais.net

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....