સાબુદાણાના વડા…

સાબુદાણાના વડા …

 

સાબુદાણા ના વડા ગમે ત્યારે બનાવીને ખાઇ શકાય છે. સામન્ય રીતે આપણે વ્રતમાં, તેહવારમા કે અગિયારસમાં ફરાળ તરીકે ઉપયોગમાં લેતા હોય છે.

સાબુદાણા ના વડા બનાવવા માટે નાના સાબુદાણા ને ઉપયોગમાં લેવા, વડા બનાવવા ઘણા સેહલા છે; તો ચાલો આપણે સાબુદાણા ના વડા બનાવીએ.

 

સામગ્રીઃ

 

૧૦૦ -ગ્રામ નાના-સાબુદાણા.-(૧-કપ)

૩-૪ મધ્યમ (મીડીયમ) કદ ના બટેટા

૫૦-ગ્રામ સીંગદાણા-(૧/૨-કપ)

૩-૪ લીલા મરચા. ઝીણા સમારેલા

૨ -ઇંચ લાંબો ટૂકડો આદૂ.-છીણેલુ

લીલી કોથમીર ઝીણી સમારેલ

(ઘણા લોકો ફરાળ માં કોથમીર ખાતા નથી હોતા, તો તેમણે તેનો ઉપયોગ ન કરવો)

૧ – નાની ચમચી મેઠું અથવા સિંધાલુ

તળવા માટે રીફાઇન્ડ તેલ

 

રીતઃ

 

સાબુદાણા ને ધોઈ ને ૨ -કલાક માટે એક બાજુ રાખી દેવા.

સિંગદાણા ને સેકી અને તેના ફોતરા ઉતારી લેવા, અને તેનો ભૂક્કો કરી લેવો.

બટેટા, બાફી, છાલ ઉતારી અને તેનો બારીક છુંદો કરી લેવા.

ત્યારબાદ, પલાળેલ સાબુદાણા લેવા અને તેમાં પાણી દેખાતું નથીને કે રહી ગયું નથી ને તે જોઈ લેવું; અને જો હોય તો પાણી કાઢી લેવું. અને ત્યાબાદ, તે સિંગદાણા નો ભુક્કો અને બટેટા નાં છુંદા સાથે મિક્સ કરવા અને તેમાં આદુ, લીલામરચા બારીક સમારેલ, તેમજ કોથમીર પણ મિક્સ કરી અને મીઠું નાખી હલાવી મિશ્રણ તૈયાર કરવું. જે વડા બનાવવા માટે નું મિશ્રણ/પૂરણ તૈયાર થશે.

એક કડાઈ માં તેલ લેવું, અને ગેસ પર મુકવી, ત્યારબાદ,જે સાબુદાણા નું મિશ્રણ બનાવેલ છે તેના લીંબુ જેવડા ગોળા બનાવવા અને બન્ને હથેળીમાં રાખી ચપટા દાબી દેવા. અનેત્યારબાદ તેને ગરમ તેલમાં તળવા માટે નાખવા. એકી સાથે ૩-૪ વડા કડાઈમાં નાખી શકાય.

વડાને સોનેરી /ગુલાબી થાય ત્યાં સુધી તળવા.અને તળાઈ ગયાબાદ એક પ્લેટમાં કિચન- પેપર મૂકી અને તેના પર રાખવા. આમ બધાં જ વડા તાલી લેવા.

સાબુદાણા નાં વડા, લીલા મરચાની ચટણી કે તમને પસંદ હોય તે ચટણી સાથે ખાઈ શકાય.

 

બ્લોગ લીંક: htpp://das.desais.net

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....