સાબુદાણાની ખીર…

સાબુદાણાની ખીર …

૬ વ્યક્તિ માટે

સમયઃ- ૪૫ મિનીટ


સાબુદાણાની ખીર, નાના કે મોટાં, કોઇપણ સાબુદાણાની બનાવી શકાઈ છે. પરંતુ મોટાં સાબુદાણાની નાના સાબુદાણા કરતાં વધુ સ્વાદિષ્ટ બને છે.

ચાલો તો આજે આપણે મોટાં સાબુદાણાની ખીર બનાવીએ.

સામગ્રી :

મોટા સાબુદાણા -૧૦૦ ગ્રામ

મલાઈવાળું દૂધ -૧ લીટર

ખાંડ -૭૫ ગ્રામ

કાજુ -૧૫-૨૦ નંગ

કિસમિસ -૨૦

નાની એલચી -૪

રીત:

સૌ પ્રથમ સાબુદાણા ચોખ્ખા પાણીએ ધોઈ, ૪ -૫ કલાક પાણીમાં પલાળવા.

દૂધ ને એક જાડા તળિયા વાળા વાસણમાં નાખી અને ઉકળવા મૂકવું. દૂધમાં ઉફાળો આવ્યાં બાદ પલાળેલા સાબુદાણા દૂધમાં નાખવા અને ચમચાથી હલાવતા રેહવું., અને ઉફાળો આવવા દેવો, ઉફાળો આવે ત્યારબાદ, ગેસ ધીમો કરી દેવો; દર ૫-૬ મિનિટે દૂધ ને ચમચાથી હલાવતા રેહવું.

૧૦-૧૨ મિનીટ પછી, ૪-૫ કાજુના ટુકડા કારી અને કિસમિસ દૂધમાં (ખીરમાં) નાખવા. કિસમિસ સાફ ટે પેહલાં કરી લેવી.

જ્યારે સાબુદાણા પારદર્શક થવાં લાગે, એટલે કે ખીર જાડી/ઘટ થતી લાગે, ચમચાથી તપેલીમાં કે વાસણમાં નાખવાથી દૂધ અને સાબુદાણા એક સાથે નીચે પડે, અથવા હાથથી દબાવી જોઈ શકાઈ કે સાબુદાણા નરમ થઇ ગયા છે કે નહિ; ?જો થઈ ગયા લાગે તો, ખીરમાં ત્યારબાદ ખાંડ નાખવી/ઉમેરવી અને ૨-૩ મિનીટ ખીર હલાવતાં રેહ્વી અને પાકવા દેવી.

ત્યારબાદ, ગેસ બંધ કરી દેવું અને એલચી નો ભૂક્કો કારી અને ઉપર છાંટવો અને ખીરમાં ભેળવી/મિક્સ કારી દેવો. બસ ખીર તૈયાર.

સાબુદાણા ની ખીર ગરમા -ગરમ અથવા એકદમ ઠંડી કરી ને ખાવાનાં ઉપયોગમાં લઈ શકાય.

નોંધ: નાના સાબુદાણા ની ખીર પણ આજ રીતે બનાવી શકાઈ છે, પરંતુ નાના સાબુદાણા ફક્ત ૧૦-૧૫ મિનીટ જ પાણી માં પલાળવા; કારણકે ટે જલ્દી ફુલાઈ જાય છે.

આજની ટીપ્સ: તેલ કાળુ ન પડે તે માટે, તેલમાં લીંબુ નો થોડો રસ નાખી અને તળવાથી તેલ કાળુ નહિ પડે.

બ્લોગ લીંક: htpp://das.desais.net

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • મનભાવન ભોજન અને ભજનને એક સાથે મુકીને તમે વાચકોને સ્વાદિયા બનાવી મૂકશો !

    મોંમાં પાણી, કાનમાં વાણી;
    બન્ને ચીજો અમે વખાણી !!