રસોડાની ટીપ્સ … (૨)

રસોડાની ટીપ્સ :…


૧] કારેલાને ચીરી મીઠું લગાડવાથી તેની કળવાશ ઓછી થઈ જશે.

૨] બટેટાના છીલ્કા/છાલ કાઢી અને તેમાં કાંટાથી (Fork) કાણાં પાડી અને મીઠાંવાળા પાણીમાં બોળી ઉપયોગ કરવાથી દમ આલું સારા બનશે.

૩] સુક્કા આદુની છાલ ઉતારવી હોઇતો થોડી વખત (અડધો કલાક ) ઠંડા પાણીમાં રાખવાથી ચાલ ઉતરી જશે.

૪] લસણને થોડું ગરમ કરવાથી તેની છાલ સહેલાઈથી ઉતરી જશે.

૫] ખાંડમાં કીડી ન આવે તે માટે તેની બરણીમાં લવિંગ ૪-૫ રાખવા.

૬] તાવિમાંથી (તવી) ડુંગળીની સુગંધ કાઢવી હોઇ તો કાચું બટાકુ (બટેટા) કાપી તાવીમાં લગાડવું.

૭] રોટલીના લોટમાં દહીં નાખવાથી રોટલીનો સ્વાદ સારો આવશે અને રોટલી નરમ બનશે.

૮] ભીંડા બનાવતી સમયે તેમાં એક ચમચો દહીં નાખવાથી ભીંડા ચોંટશે નહિ.

૯] કસુરી મેથીનો વારંવાર ઉપયોગ ન કરવો હોઇતો, મેથીની ભાજીને પેનમાં થોડી ગરમ કરી, ઠંડી કરી ઉપયોગ કારી શકાય.

૧૦] ઈન્સ્ટન્ટ ઢોકળા બનાવવા સુઝી થોડી નાખવાથી ઢોકળા પોચા બનશે.

૧૧] કોથમીર તાઝી રાખવા તેના મૂળિયા પાણીના ગ્લાસમાં બોળી રાખવાથી તે તાઝી રેહશે.

૧૨] સંભારની દાળ બનાવી હોઇતો, તુવેરની દાળ અને ચણાની દાળ સાથે મીઠું અને હળદર નાખીને બાફવી.

૧૩] અથાણું બનાવતી સમયે તેલ ગરમ કારી નાખવું.

૧૪] બેસન / ચણાના લોટના ઢોકળા બનાવવા માટે Fruit salt નો ઉપયોગ કરવાથી ઢોકળા સારા બનશે

૧૫] કેકમાં Nuts નાખતા પેહલા તેને મેંદામાં બોળી નાખવાથી, તે કેકમાં અલગ અલગ રેહશે, ભેગી નહિ થઈ જાય.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • વિભાકર ધ્રુવ

  આજના ઝડપના જમાનામાં ગૃહિણીઓને રસોઈની ટીપ્સ દર્શાવેલ છે તે સૌ ગૃહિણીઓને ઉપયોગી બને તેવી છે. કારણકે તેમની પાસે બગડતી વસ્તુ ને / વાનગીને સારી રાખવા માટે હજુ પણ વધુ ટીપ્સ દર્શાવશો તો ખુબજ સારું રહે શે.

  આભાર.

  વિભાકર ધ્રુવ …. ૯૪૨૯૬૨૭૦૮૦

 • Ajit

  very nice and helpful tips…thanks a lot for that. !

 • sejal

  Thanks for this very nice and helpful tips…..