ગાજર નો હલવો …

ગાજરનો હલવો …

 

Gajar ka Halwa

તસ્વીર નેટ જગત ને આભારી ..

સામગ્રીઃ

૧કીલો……………ગાજર

૧ લીટર……….. દુધ

૪૫૦ ગ્રામ ……..ખાંડ ( ૮ – મોટાચમચા)

૩ ચમચા………. દેશી ઘી…(મોટાચમચા)

૧૫૦ગ્રામ કાજુ કાપેલા… અને..થોડો કાજુનો ભુકો

૧/૪ ચમચી એલચી પાવડર

૧૦ -૧૨નંગ બદામ

 

બનાવવાની રીતઃ

૧ કીલો ગાજર ખમણી એક વાસણ મા નાંખવા, ત્યારબાદ તેમાં ૧લીટર દુધ ઉમેરવુ,તેને મધ્યમ તાપે ગેસ પર ૫થી૭ મિનિટ રાખવુ, ત્યાર બાદ, ૪૫૦ ગ્રામ ખાંડ નાંખી તે ઓગળી ન જાય અને દુધ પુરુ શોષાય નહિ… ત્યાં સુધી ધિરે ધિરે હલાવતા રેહવું, ત્યાબાદ,૩ મોટા ચમચા દેશી ઘી તેમાં નાંખવુ અને તેને ૨થી ૩ મિનિટ હલાવવુ.

કાજુ કટકા અને તેનો ભુક્કો તેમાં નાખી અને ઝડપથી હલાવવું.,

ત્યારબાદ ૧/૪ ચમચી એલચી પાવડર નાખવો….અને મિક્ક્ષ થયા બાદ,

ગેસ પરથી ઉતારી એક વાસણમાં હલવો  ઠંડો કરવો /ઠારવો.

 

ગાર્નીસીંગ –   શોભા …

 

થોડી બદામ ૨ કલાક પાણી માં પલાળી, ત્યારબાદ તેના ફોતરા કાઢી સમારવી, અને થોડા કાજુ કટકા સાથે ઉપર છાંટવી. 

હલવો ઠંડો કરીને અથવા ગરમા  ગરમ પણ પીરસી શકાય અને ખાવા ના ઉપયોગમાં લઇ શકાય… 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

    સરસ ગાજરનો હલવો બનાવેલ છે, મોઢામાં પાણી આવી ગયું.