દિલ માં દીવા થાય તેવી દિવાળી ઉજવીએ…

દિલ માં દીવા થાય તેવી દિવાળી ઉજવીએ… 

 

 

 
tumblr_mzec7xX4rx1sl8ps3o1_1280[1]

 divo[1]

 

દિવાળી રંગ અને પ્રકાશનો ઉત્સવ છે.   દુનિયાનાં દરેક દેશ અને દરેક જાતિના લોકો પાસે પોતાના તહેવારો છે.   હિંદુઓ માટે દિવાળી છે. મુસ્લિમો માટે ઈદ છે.   ક્રિશ્ચનો માટે ક્રિસમસ છે. પારસીઓ માટે પતેતી છે.

 

દુનિયાનાં દરેક તહેવારો ધર્મ સાથે જોડાયેલા છે.  ધર્મ ને મર્મ સાથે સંબંધ છે.  ધર્મના મર્મ ને કર્મ સાથે સંબંધ છે.   દરેક જીવને પોતાના કર્મ છે.  પ્રકૃતિનો પણ એક ધર્મ છે.  પ્રકૃતિ પોતાનો ધર્મ છોડતી નથી. સુરજ કોઈ દિવસ ઉગાવામાં આળસ કરતો નથી.   કુદરત પણ કેલેન્ડરને અનુસરે છે.

 

તહેવારોની એક પોતાની સાયકોલોજી છે.   દિવાળીના દિવસે પણ સુરજ તો રોજ ની જેમ જ ઉગે છે.  ઘડિયાળનાં કાંટા પણ એ જ ગતિ એ દોડે છે.  માણસની માનસિકતા જુદી હોય છે.   આજનો દિવસ કૈક વિશેષ છે.   વાતાવરણ તહેવારોમાં રંગ પૂરે છે.   ફટાકડા સંગીત પૂરે છે અને શ્રધ્ધા માણસને પુલકિત કરે છે.

 

દિવાળી એક ઉત્સવ નથી, પણ ઉત્સવો નો સમૂહ છે.  ધનતેરસ થી માંડીને નવા વર્ષ અને ભાઈબીજ સુધીના તહેવારોની પોતાની ખાસિયતો છે.  દિવાળી આવે તે પેહલા કેટલાય દિવસ અગાઉ એક માહોલ તૈયાર થાય છે.  તેમાં સૌથી મહત્વની વાત હોય તો તે છે, સફાઈ.

 

દિવાળી સમયે લોકો ધૂળ-ઝાળા સાફ કરે છે.  ઘરોમાં રંગ રોગન કરે છે.  નવા કપડા કૈક નવું ઉમેરે છે. હમણાં એક સંત સાથે તહેવારો વિશે વાત થઈ.  તેઓએ દિવાળી સંદર્ભે કહ્યું કે, દિવાળી હજુ સુધી બહારનો તહેવાર જ રહ્યો છે, જયારે દિવાળી અંદરનો તહેવાર બનશે ત્યારે ઘરની સાથો સાથ દિલમાં પણ દીવા થશે.

 

લોકો ઘર સાફ કરે છે, પણ પોતાને કેટલા લોકો સાફ કરે છે ?  આપણી અંદર પણ કેટલાં ઝાળા બાઝી ગયા છે !   અસ્તિત્વના ચારેખૂણામાં પૂર્વગ્રહોના ઝાળા લાગી ગયા છે.  જીવનની દીવાલો જર્જરીત થઇ છે.  તેને આપણે કેટલા સાફ કરી છીએ ?  તહેવારોની મઝા તો જ છે જો અંદરથી કૈક સાફ થાય.  આપણી અંદર એટલું બધું ભરાયેલું છે કે આપણે સતત “ભાર” અનુભવીએ છીએ.  આ ભાર દૂર થાય તો હળવાશ લાગે. પછી આ હળવાશ પણ તહેવારો જેવી જ લાગશે.

 

ગયા વર્ષે થયેલી ભૂલોને યાદ કરો, તેને સુધારો.  કોઈએ આપનો દ્રોહ કર્યો હોય તો તેને ક્ષમા આપો. કોઈનો દ્રોહ થયો હોય તો ક્ષમા માંગો.  સૌથી મહત્વની વાત એ છે કે,  હળવા બનો. મનને પતંગિયા જેવું બનવા દો.  પતંગિયાનાં શરીર કરતા પાંખો મોટી હોય છે. ઉડવા માટે વિસ્તરવું પડે છે.

 

ધનતેરસના દિવસે આપણે ધનની પૂજા કરીએ છીએ.  ધનની સાથે સાથે મનની પૂજા પણ કરો.  શ્રી૧! લખો અને થોડું વધવા દો.  મનને વિશાળ થવા દો.  મન જેટલું વિશાળ હશે તેટલી જ જીંદગી સમૃદ્ધ થશે.

 

કાળી ચૌદશને હવે લોકો રૂપ ચૌદશ કહેવા લાગ્યા છે.  આપણે તહેવારોના નામ માં પણ કાળું ગમતું નથી. ત્યાં પણ આપણે કાળીની જગ્યાએ રૂપ લગાવી દીધું છે.   કાળાશ અને કકળાટ દૂર કરવાનો આ તેહવાર સાર્થક થવો જોઈએ.  ચોક ના ચારે તરફ વડા પધરાવી દેવાથી કકળાટ દૂર થતો નથી.  આપણી અંદર જે કાળાશ વ્યાપી હોય તેના કટકા કરીને ચારે તરફ ફેંકી દઈએ ત્યારે જ કકળાટ દૂર થાય.

 

દિવાળી એટલે ચોપડા પૂજન. સરવાળા અને બાદબાકી, નફો અને ખોટ. સંતોએ કહ્યું કે, કર્મ અને કુકર્મના સરવાળા બાદબાકી કરો. હિસાબ કરીને જુઓ કે, આપણે જિંદગી જીવવામાં ક્યાંક ખોટનો ધંધો તો નથી કરતા ને ?

 

નવા વર્ષે કોઈ નિર્ણય ન લ્યો તો કઇ નહિ.  માત્ર એક વાત નક્કી કઇ કરો, હું જીવનને સરળતાથી વહેવા દઈશ.   ઝરણાની જેમ હળવે- હળવે, ખળ-ખળ ધ્વનિનાસંગીત સાથે જીવન ને વહેવા દઈશ અને આગળ જઇને પરમેશ્વર સ્વરૂપ નદીમાં સમાઈ જઈશ.

 

દિવાળી અંગે સંતોએ કહ્યું કે,  જે કઇ પણ ભૂલો થઇ હોય તેની ખુલ્લાં દિલે માફી માંગો.  પાપ કરનારા કરતા પણ પશ્ચાતાપ ન કરનાર વધારે પાપી છે.

 

હે પ્રભુ અમારાથી ઘણી ભૂલો થઇ ગયી છે.  અમને ક્ષમા કરજે.  અમને સ્વીકારી ન શકે તો કઇ નહિ પણ પણ ધિક્કારતો નહિ.   અમને હળવાશ આપ.. સૂરજનાં પેહલા કિરણને દિલ સુધી લઇ જઈ દિલમાં એક દીવો થવા દે, દીવાના પ્રજ્વલનથી અંદર ઘણુબધું “રોશન” થશે.. આ રોશની એ જ દિવાળી છે.   દિવાળી પર્વે આપણા બધાના દિલોમાં દીવા પ્રગટે…  એજ શુભેચ્છાઓ સાથે …

 

પરમકૃપાળુ પરમાત્માને અમો પ્રાર્થના કરીએ છીએ કે આપ સર્વે  તેમજ આપના પરિવારજન પર  આપના ઇષ્ટ ની  સદૈવ કૃપા રહે.  

આપ સર્વેનું આરોગ્ય તંદુરસ્ત રહે તેમજ જીવન સુખ-શાંતિમય બની રહે … તેજ અમારા અંતરની મંગલકામનાઓ સાથે દીપાવલી તેમજ નૂતનવર્ષની શુભેચ્છાઓ …

સૌજન્ય :  અજ્ઞાત 

 

 

diwali greetings.1

&   DADIMA NI POTLI PARIVAR …

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર આપને પસંદ આવી હોય તો આપ સર્વે જરૂર  આજથી જ જીવન ની નવી શરૂઆત કરવા કોશિશ કરશો અને આપના મિત્રો – પરિવારને પણ આ શુભ શરૂઆત માટે પ્રેરણા આપશો. 
 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • દિવાળી હજુ સુધી બહારનો તહેવાર જ રહ્યો છે, જયારે દિવાળી અંદરનો તહેવાર બનશે ત્યારે ઘરની સાથો સાથ દિલમાં પણ દીવા થશે.
  ખુબ સુંદર લેખ.
  દિવાળીના તમામ દિવસોને જોવા સમજવાનો તદ્દન નવો જ અને ખરા મનથી અપનાવવા જેવો અભિગમ.
  હાર્દિક શુભેચ્છા.

 • દીપ જેવી ઉજાશી થકી ,નૂતન વર્ષને દીપમાલાથી વધાવીએ..કઈંક સારી નવાજૂની સાથે નવું વર્ષ સૌને સુમંગલ હો..એવી શુભેચ્છા સાથે શુભ દીપાવલિ ને નૂતન વર્ષાભિનંદન.

  સૌના અંતરે સદભાવ રમે ને વિશ્વ સુખના હિલોળા લે….

  ….રમેશ પટેલ(આકાશદીપ)