પ્રભુતામાં પગલાં માંડતી દીકરીને માનો પત્ર …

પ્રભુતામાં પગલાં માંડતી દીકરીને માનો પત્ર …

– શ્રી નિરંજન મહેતા

 

 

ચિ. સુ.

 

ચિ. સંબોધન વાંચી થોડી નવાઈ લાગી, નહીં?   પણ આજના પવિત્ર દિવસે તું નવી દુનિયામાં પગરણ માંડી રહી છે તેથી ત્યાર બાદ તારૂં સંબોધન હવે ચિ.માંથી અ.સૌ. થઈ જશે જે કારણે હવે પછી આ સંબોધન વપરાશે નહી.

 

bride daughter

 

લગભગ દરેક સ્ત્રીને આ બદલાવ અનુભવવો પડતો હોય છે.  આ નવા ચરણની ખાટી–મીઠી વાતોથી તું અજાણ નથી છતાં એક મા તરીકે મારી ફરજ છે કે તને યોગ્ય સલાહ સૂચન આપું. આમ તો અવારનવાર આ સંદર્ભમાં આપણે ચર્ચા કરી છે એટલે પુનરાવર્તન નહી કરૂં પણ મારી લાગણીઓને કંઈક અંશે વ્યક્ત કરીશ.

 

મા–દીકરીનો સંબંધ અનન્ય હોય છે કારણ દીકરીના ઉછેરમાં બાપ કરતાં માનો ફાળો વધુ હોય છે.  તેથી જ માને દીકરીની વિદાય વધુ વસમી લાગે છે.  પણ દરેક દીકરીએ વિદાય લેવાની હોય છે તે સમજીને મેં આ પળ સહન કરવાની ઘણા વખતથી તૈયારી કરી છે એટલે તું નચિંત રહેજે એમ તો કહીશ પણ તેમ છતાંય તારા વિના થોડો સમય કેમ જશે તે વિચારી નથી શકતી.

 

ખેર, એક વાત કહયાં વગર નથી રહી શકતી.  તેં તારા નામ – સુહાસિનીને યથાર્થ કર્યુ છે તેમ કહું તો તે ખોટું નથી. મેં કાયમ તારા મોં પર મલકાટ જોયો છે. મને ખાત્રી છે કે આ જ તારો ગુણ તું સાસરે નભાવી રાખશે જે તને તારા નવજીવનમાં જીત અપાવશે.  નવા માહોલમાં સમાવેશ કરતાં થોડો વખત લાગશે જ(મારો અનુભવ કહું છું), પણ આ માહોલમાં તારૂં ખુશનુમા વદન તને મુશ્કેલીમાંથી બહાર લાવવામાં મદદરૂપ થઈ પડશે.

 

સાસરે ડગલેને પગલે નવા નવા અનુભવો થતાં રહેશે–કોઈ સારા કોઈ કડવા, પણ મારા માનવા મુજબ ત્યાંના લોકો તને સરળતાથી સમાવી લેશે.  તેમ છતાંય જે પણ થોડી ઘણી તકલીફો આવશે તે તું  હસતે ચહેરે દૂર કરીશ જેથી ત્યાંના વાતાવરણમાં કડવાશ નહીં ફેલાવા દે, ખાસ કરીને નવા જીવનસાથી સાથે, કારણ નવા સંબંધોમાં બાંધછોડ કરવી પડતી હોય છે અને જેની સાથે જીવનભરનો સાથ નીભાવવાનો હોય છે તેને માટે તો તે જરૂરી છે.   તેમાંય સ્ત્રીઓ માટે તો તે અત્યંત જરૂરી છે.

 

ભલે નીરવકુમાર નામ પ્રમાણે નીરવ બની રહે પણ તેમના વિચારો અને તારા વિચારો દર વખતે પૂરેપૂરા મેળ ખાય તેમ ન પણ બને.   આવા સમયે સમજૌતા જેવો અસરકારક ઉપાય કોઈ નથી. સમય વર્તે સાવધાન માની પ્રસંગને અનુરૂપ બની રહેવું એ જ હિતાવહ છે.

 

આમ તો તને માની યાદ આવતી રહેશે પણ મુશ્કેલીમાં તને હું ખાસ યાદ આવીશ જ.  આવે વખતે વિના ખચકાટ ફોન કરવા માટે કહેવાની જરૂર છે?   પણ એક વાત યાદ રાખજે, નાની નાની વાતો માટે આ ઉચિત ઉપાય નથી.   આવા વખતે વિચારવિમર્શ કરી નિવેડો લાવશો તો તે યોગ્ય બની રહેશે, નહી તો તે જીવનરાહમાં અડચણરૂપ બનશે.

 

આગળ નથી લખાતું કારણ આંખમાં ઝળઝળિયા આવા લાગ્યા છે એટલે આટલેથી અટકું છું.

 

 tears of mother

 

લિ. તારી મા અને હવે પછી બનનારી સખી.
 

 

આજની પોસ્ટ  ‘દાદીમા ની પોટલી’ પર પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો શ્રીનિરંજનભાઈ મહેતા (મુંબઈ) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.


  લેખકશ્રી નાં સંપર્ક વિગત :

niranjan mehtaNiranjan Mehta
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai-400091.
Tel. 28339258/9819018295


 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can also contact /follow us on :
 
twitter a/c : @dadimanipotli
 
facebook at : dadimanipotli

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • એક મા જ દિકરીની સખી બનીને સાચી માર્ગદર્શક બની શકે ને?

  • Dhiren Joshi

    ખુબ હૃદયસ્પર્શી..!

  • જયમીન શાહ

    એકદમ સરસ લેખ વાંચવા મળ્યો …..માં ની દીકરી ને સાચી સલાહ આપતો આ લેખ દરેક માં એ પોતાની દીકરીઓ ને આપવા જેવો છે ….અત્યારે ઘણી જગ્યા એ દીકરી ને સાસરે વળાવ્યા પછી દીકરી ની માં ની ચઢાવણીઓ ના કારણે ઘણા ના સંસાર માં આગ લાગેલી જોવા મળે છે …..તેવા સમયે ખુબજ સરસ લેખ આપવા બદલ આભાર ….