કૃષ્ણ મહાત્મ્ય …

કૃષ્ણ મહાત્મ્ય …

 

SHRI KRISHNA

 

સોનાની નગરી દ્વારિકા એટલે તે સમયની આર્થિક રીતે સમૃદ્ધ નગરી.  યાદવો સમૃધીમાં મહાલતા હતા. ધન સાથે સદગુણો તો આવતા આવે,પણ દુર્ગુણો નો પ્રવેશ અજાણતા જ થઇ જાય.

 

 

યાદવો સાથે પણ આમ જ બન્યું. શ્રી કૃષ્ણ અને બલરામ વૃદ્ધ  થયા હતા.  યુવાન યાદવો કોઈના વશમાં ન હતા. 

 

 

એ સમયે કોઈ ત્રિકાળ જ્ઞાની ઋષિની દ્વારિકાની બહાર પધરામણી થઈ.  છકી ગયેલા યાદવ યુવાનોને તેમની મશ્કરી કરવાનું મન થયું. એક યુવાનને પેટે તાંસળી બાંધી અને સ્ત્રીનો  વેષ પહેરાવ્યો.  તેને આગળ કરી ઋષિને પૂછ્યું  ” અમારી બહેનને શું અવતરશે રુશિ સમજી ગયા આ ઉદ્ધત યુવાન  યાદવોને. શાંતિથી પ્રત્યુત્તર આપ્યો ” જે કઈ જન્મશે તે યાદવકુળનો નાશ કરશે “ 

 

આ પછીની કથા સહુ જાણે છે.  

 

પ્રભાસના સમુદ્રકાઠે યાદવ યુવાનો મદ્યપાન કરી અંદરો અંદર લડી મર્યા. વ્યથિત થયેલા શ્રી કૃષ્ણ ત્યાંથી ચાલી નીકળ્યા. પીપળાના વૃક્ષ નીચે થડને અઢેલીપગ પર પગ ચડાવીનિરાશ થઇ વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે કોઈ શિકારીએ મૃગ માની બાણ માર્યુંજે તેમના મૃત્યુનું નિમિત્ત બન્યું. 

 

સમયાંતરે આ સમાચાર હસ્તિનાપુર પહોંચ્યા.  અર્જુન કૃષ્ણ વિહોણી દ્વારિકા પહોંચ્યો.  યાદવાકુલ નાશ પામ્યું હતું. યાદવ સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધોને લઇ અર્જુન હસ્તિનાપુર જવા નીકળ્યો. 

 

જયારે તેઓ ગાઢ વનમાંથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે કાબા નામની આદિવાસી જાતિના લોકોએ હુમલો કર્યો. અર્જુને વળતો જવાબ આપ્યો, પણ ન કલ્પેલ બન્યું. 

 

કાબાઓએ સર્વસ્વ લૂંટી લીધું. અર્જુનનો પરાજય થયો. જેમતેમ કરી સઘળા હસ્તીના પુર પહોંચ્યાં. 

 

 જયારે પાંચે ભાઈઓ આપરાજય વિષે વિચારવા લાગ્યા ત્યારે સમજાયું કે મહાભારત યુદ્ધમાં  જે વિજય પ્રાપ્ત કર્યો હતો તે શ્રી કૃષ્ણને જ આભારી હતો. તેમના દેહાવસાન સાથે જ પોતાની શક્તિ નિસ્તેજ થઇ ચુકી છે.

પોતાનો સમય પણ પૂરો થઇ ચુક્યો છે. આમ વિચારી પરીક્ષિતને રાજ્ય કાર્ય ભાર સોંપી હિમાલયમાં હાડ ગાળવા…મૃત્યુ પ્રાપ્ત કરવા  ચાલી નીકળ્યા, માટે જ કહેવાયું છે..

 

 

                         સમય બડા  બળવાન નહિ મનુષ્ય બળવાન

                         કાબે અર્જુન લુટીયો એજ ધનુષ એજ બાણ.

 

 

 

( પ્રેરણા  અને સન્દર્ભ :-  થોડા  દિવસ પહેલા આ બ્લોગમાં પ્રસિદ્ધ થયેલ શ્રી કુમારપાળ દેસાઈ નો લેખ. )   આપ સર્વે મિત્રોની સરળતા અને અનુકુળતા માટે આ સાથે અગાઉ પ્રસિદ્ધ થયેલ લેખની લીંક આ સાથે નીચે દર્શાવેલ છે.  જેના પર ક્લિક કરવાથી મૂળ લેખ માણી શકાશે.)

સન્દર્ભ લેખ લીંક :    

ઝાકળ બન્યું મોતી- …

———————————-

 

  લેખિકાનો પરિચય :  (તેમના જ શબ્દોમાં જાણીએ)

દર્શના ભટ્ટ … 
darshna bhatt

વતન ભાવનગર. અર્થશાસ્ત્ર સાથે એમ.એ તથા ઈંગ્લીશ,ગુજરાતી સાથે બી.એડ કર્યું.

ભાવનગરની અંગ્રેજી માધ્યમની ” ફાતિમા કોન્વેન્ટ હાઇસ્કુલ ” માં એકત્રીસ વર્ષ સુધી વિદ્યાર્થીઓને સંસ્કૃત અને ગુજરાતી શીખવતા હું જ તેમની પાસેથી ઘણું શીખી.   નિવૃત્તિ પછી પ્રવૃત્ત રહેવા માટે પડોશી સંસ્થા સ્વામી નારાયણ ગુરુકુળમાં ઉચ્ચતર માધ્યમિકમાં સંચાલન કાર્ય સંભાળ્યું.

 

બંને પુત્રો નોર્થ અમેરિકામાં સ્થાયી થતાં,અગિયાર વર્ષની આવન જાવનથી ત્રાસ પામી,છેવટે એન.આર.આઈ બનવું પડ્યું. મને ઓળખાતા મારા વિદ્યાર્થી મિત્રો અને અન્ય મિત્રો મને જયારે પૂછે કે ત્યાં શું પ્રવૃત્તિ કરો છો ત્યારે “ઘરમાં શાંતિ થી રહેતા શીખું છું ” એવા મારા જવાબને સાચો માનતા નથી. 

લેખન,વાચન,ગીત,સંગીત,આકાશ દર્શન,ઈતિહાસ અને રાજકારણ મારા રસના વિષયો છે. 

અત્યારે ફીલાડેલ્ફીયામાં પુત્ર, પુત્રવધુ અને તેમની બે પુત્રીઓ સાથે આનંદથી સમય વિતાવું છું.

 

બ્લોગ લીંક:  http://das.desais.net
email : [email protected]
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....