આત્મનિયંત્રણ આત્માનુભૂતિની ચાવી છે … (ભાગ-૧) …

આત્મનિયંત્રણ આત્માનુભૂતિની ચાવી છે …  (ભાગ-૧) …

 

 

જો આપણી પ્રવૃત્તિઓ શુદ્ધ હોય, સંસ્કાર શુભ હોય તો, આપણે એને મહત્વ આપવું ન જોઈએ.  આમ કરવું એ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખોટું છે.  જો કોઈ આમ કહે, ‘મારી એક ખરાબ – ટેવ છે, બાળપણથી જ અત્યાર સુધી હું આ ખરાબ ટેવનો ભોગ બનતો રહ્યો છું.’  એ સાચું છે કે ટેવ એ આપણો બીજો સ્વભાવ છે પરંતુ એનાથી પણ મોટું સત્ય એ છે કે જે એને પ્રભાવહીન કરી દે છે.  જો ટેવ આપણો બીજો સ્વભાવ હોય તો આપણો કોઈ પ્રથમ સ્વભાવ હશે ખરો.  એ કયો છે ? 
 

 

MAHTMA

 

 
મૂળત: આપણે દિવ્ય પ્રકૃત્તિના છીએ, આપણે ચૈતન્યમૂર્તિ છીએ; આ બાબત પર શા માટે આપણે વધુ ભાર દેતા નથી ?  આપણે દૈહિક પતનને શા માટે મહત્વનું ગણીએ છીએ ?  જો શારીરિક ઈચ્છાઓને લીધે આપણે કેવળ અશુદ્ધ પ્રવૃત્તિઓને ગ્રહણ કરીએ છીએ તો પછી આ વાત પણ કેમ સાચી નથી કે આપણે સ્વભાવે જ દૈવી છીએ અને દૈવત્વ આપણો જન્મસિદ્ધ અધિકાર છે.  એટલે આપણે આ ભાવાત્મક પ્રવૃત્તિઓને વિકસાવવી જોઈએ અને આપણે એવું કરી શકીએ તો આપણે બધી અશુદ્ધ પ્રવૃત્તિઓ પર વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ.

 
કેટલાક લોકો એવું વિચારે છે કે તેમના જીવનમાં કોઈપણ પ્રકારની પ્રગતી તેઓ કરી શકે તેમ નથી, કારણ કે તેઓ કુસંસ્કારોની સાથે જન્મ્યા છે અને એમનું જીવન વીફળતાઓમાં જ પૂર્ણ થશે.  વિચારવાની આ રીત ખોટી છે.  આપણે આ ભાવનાને ભાવાત્મક વિચારો દ્વારા પ્રભાવહીન કરી દેવી જોઈએ.  એટલે કે આપણે આપણી ભીતર રહેલ દિવ્યતાનું વારંવાર ચિંતન-મનન કરવું જોઈએ.  આપણે એ વિચારવું જોઈએ કે પવિત્રતા એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે, અર્થાત્ આપણે બધા શુદ્ધ ચૈતન્યરૂપ છીએ.  જો આપણે એમ વિચારીએ કે આપણે દિવ્ય છીએ તો આપણે સદૈવ સાવધાન અને સતર્ક રહેવું જોઈએ.  કેટલીક વાર આપણે ભયંકર ભૂલ કરી નાખીએ છીએ.  ધારો કે આપણા મનમાં બાહ્ય જગતના પ્રભાવથી ઉત્પન્ન થતા કેટલાક તુચ્છ વિચાર-તરંગ ઊઠે છે.  કેટલીક વાત આપણે આટલી નાની એવી પ્રવૃત્તિ, આપણને કોઈપણ પ્રકારે હાનિ કરી શકે તેમ નથી એમ વિચારીને એની ઉપેક્ષા કરીએ છીએ.  બાબત ભલેને ગમે તેટલી સૂક્ષ્મ કેમ ન હોય, તુચ્છ જેવી કેમ ન લાગતી હોય, પણ જો આપણે એ વિશે સતર્ક ન રહીએ તો પછીથી આપણે ભારે નુકશાન વેઠવું પડે.  કોઈપણ જીજ્ઞાસુના આધ્યાત્મિક પતન માત કોપણ પ્રકારનો મોહ –આસક્તિ પૂરતો છે.  આપણે સાવધાનીપૂર્વક ઘાતક ઉત્તેજનાઓથી બચવું જોઈએ.  આપણે આપણા મનને મહાન વિચારોમાં પરોવેલું રાખવું જોઈએ.  આપણે કોઈપણ પ્રકારે નિમ્ન કક્ષાની પ્રવૃત્તિઓને પોતાના પર સવાર થવાનો અવસર આપવો ન જોઈએ. 

‘હંમેશાં સતર્ક રહો, પોતાના મન પર એક ક્ષણ માટે પણ વિશ્વાસ ન રાખો.  ક્યારેક કયારેક દુષ્ટતા સૂક્ષ્મ રૂપે ગુણ, દયા કે મિત્રનું રૂપ ધારણ કરીને આપણને મોહિત કરી શકે છે.’  ક્યારેક ક્યારેક આપણે આમ વિચારીએ છીએ: ‘અરે ! મારે કોઈને મદદ કરવી જોઈએ.  આ જ મારું કર્તવ્ય છે, મારો ધર્મ પણ છે અને મિત્રતા માટે એ જરૂરી પણ છે.’  પરંતુ આપણા પતનનું કારણ પણ એ જ બની શકે છે.  આ પ્રકારની દયા, કર્તવ્ય ભાવના કે સેવાની ભાવનાથી વ્યક્તિ કોઈ બીજી વિશેષ વ્યક્તિ સાથે આસક્ત બની જાય છે.  એટલે આપણે ઘણા સતર્ક રહેવું જોઈએ.

 
સંગતિની પસંદગીમાં બેદરકારીના દુષ્પ્રભાવો વિશે જાણવા માટે આ હાસ્યજનક વાર્તાનું ઉદાહરણ આપી શકાય. :   એકવાર એક આરબે એક તંબુ બનાવ્યો, ત્યાં એક ઊંટ આવ્યો.  તંબુના બારણેથી તે પોતાની ડોકને અંદર લઇ જવા ઈચ્છતો હતો.  પેલા આરબે એનો વિરોઅધ કરતા કહ્યું : ‘આ તો મારો તંબુ છે, હું તને અંદર આવવા નહીં દઉં.  આ તંબુ પશુઓને રહેવા બનાવ્યો નથી.’  પરંતુ ઊંટે વિનંતીપૂર્વક કહ્યું : ‘મને રજા આપો, હું કેવળ મારું ડોક જ અંદર રાખવા માંગુ છું.’  પરંતુ ધીમે ધીમે એણે તો પોતાનું ડોકું ય અંદર રાખી દીધું અને પોતાનું શરીર એવી રીતે અંદર લઇ લીધું કે પેલો આરબ ઘણો ગુસ્સે થયો અને ઊંટને તંબુની બહાર કાઢવા ઈચ્છતો હતો.  અહીં શરૂઆતમાં ઊંટને પોતાનું ડોક અંદર રાખવાની રજા આપવાની એ આરબની મોટી ભૂલ થઇ ગઈ.  ઊંટે કહ્યું : ‘વાત બરાબર પણ જો તમને મારી હાજરી પસંદ ન હોય તો વધુ સારું એ રહેશે કે તમે જ બહાર ચાલ્યા જાવ.  હું અહીંથી નથી જવાનો.’  એટલે કેટલીય વાર આપણે આવા ઊંટને અંદર પ્રવેશવાની રજા આપી બેસીએ છીએ.  એ વિશે આપણે અત્યંત સાવધાન રહેવું જોઈએ.  સુખ આપનાર કોઈપણ વસ્તુ માટે પ્રચંડ કે અનિયંત્રિત ઈચ્છા એક એવો શત્રુ છે કે જે આપણા પતનનું કારણ બની જાય છે.

 
અસલી આધ્યાત્મિક જીવન માટે અત્યધિક આત્મસંયમ તેમજ પવિત્રતાની જરૂર રહે છે.  જેમણે પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો છે એવા મહાપુરુષોએ વારંવાર ભારપૂર્વક કહ્યું છે કે, જે લોકો આધ્યાત્મિક જીવનને ગંભીરતાપૂર્વક સ્વીકારે છે જેઓ આ જીવનમાં જ પરમ લક્ષ્યની પ્રાપ્તિ કરવા ઈચ્છે છે, જેઓ આ જીવનમાં જ પરમ લક્ષ્યની પ્રાપ્તિ કરવા ઈચ્છે છે, એ બધાને પૂર્ણ પવિત્રતાની આવશ્યકતા રહે છે.  એમણે પરમલક્ષ્ય પ્રાપ્તિની કિંમત ચૂકવવી પડે, એમાં કોઈ સોદાબાજી ચાલી ન શકે.  આ વાત જેઓ પૂર્ણપણે સંપૂર્ણ જીવન બ્રહ્મચર્ય તેમજ સંયમ સાથે વિતાવે છે કેવળ એવા જ સંન્યાસીઓ માટે જ સાચી છે એવું નથી.  પરંતુ ગૃહસ્થ ભક્તોને પણ એ લાગુ પડે છે.  જો તેઓ પોતાના લક્ષ્ય એટલે કે પરમાત્મપ્રાપ્તિ કરવા ઇચ્છતા હોય, જો તેઓ આ જીવનમાં વાસ્તવિક રીતે આત્મવિકાસ કરવા ઇચ્છતા હોય તેમજ જીવન્મુક્તની સ્થિતિ મેળવવા ઇચ્છતા હોય તો આ આત્મસંયમ એમને માટે અનિવાર્ય છે.  શ્રી રામકૃષ્ણ પરમહંસદેવે આ બાબત ગૃહસ્થ ભક્તોને ઉપદેશ-સલાહ આપ્યા છે કે એક કે બે બાળકના જન્મ પછી પતિ-પત્નીએ ભાઈ-બહેનની જેમ રહેવું જોઈએ,

 
એની પાછળ વિચાર આવો રહ્યો છે કે જ્યાં આપણે નિમ્નગામી વાસનાઓનું રૂપાંતર નથી કરતા તેમજ સ્માંપૂર્ણ પવિત્રતા સાથે જીવન વિતાવતા નથી ત્યાં સુધી પરમાત્માનો સાક્ષાત્કાર સમભાવ નથી. આ વિશે સેન્ટ ફ્રાંન્સિસ ઓફ એસીસીના મુખ્ય શિષ્ય બ્રધર ગિલ્સની ઉક્તિ અહીં સમુચિત રહેશે.  તેઓ કહે છે : ‘બધા સદ્દગુણોમાં બ્રહ્મચર્યને હું સર્વપ્રથમ ગણું છું.  કારણ કે મધુર બ્રહ્મચર્ય પોતે સ્વયં સંપૂર્ણ છે.  કોઈ પણ અન્ય ગુણ બ્રહ્મચર્યના ગુણ વિના સંપૂર્ણ બની શકતો નથી.  પૂર્ણ બ્રહ્મચર્ય વિના આધ્યાત્મિક કૃપાની પ્રાપ્તિ કોઈ પણ મનુષ્ય માટે અસંભવ છે.’

 
લેખકે એક વાર અંગ્રેજી સમાચાર પત્રમાં આ વિષય પરના એક અહેવાલનું અધ્યન કર્યું હતું.  એમાં વક્તાએ કહ્યું : ‘જે લોકો એમ કહે છે કે અખંડ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ તેઓ ભયંકર ભૂલ કરે છે.  આવાં કથન હાસ્યાસ્પદ છે.  જે વ્યક્તિ ખરેખર પવિત્ર જીવન જીવે છે તે તેનો સાક્ષી બની શકે છે.  પાશવિક સ્તરે જીવન જીવવાથી વ્યક્તિ પોતાની જાતને વિકૃત બનાવી દે છે.  સંપૂર્ણ આધ્યાત્મિક શક્તિનો સ્તોત્ર પવિત્રતા છે, પરંતુ બ્રધર ગિલ્સ એમાં એક વિશેષણ ‘મધુર’ ઉમેરીને ‘મધુર બ્રહ્મચર્ય’ કહે છે.  કેટલીય વાર આપણે વિચારીએ છીએ કે જો આપણે મન, વચન અને કર્મમાં સંયમ અને પવિત્રતા જાળવીશું તો આપણે સંસારનાં અનેક સુખોથી વંચિત રહી જશું.  એટલે આપણે સંસારનો આનંદ કે સુખ માણવા જોઈએ.  અહીં આપણે એક મૌલિક ભૂલ કરીએ છીએ.  આપણે એ સત્યને ભૂલી જઈએ છીએ કે વાસ્તવિક આનંદ ત્યારે જ સંભવ બને છે જ્યારે આપણે સંયમનું જ નહિ પરંતુ આત્મસંયમ સાથેનું જીવન જીવીએ.  જો બ્રહ્મચર્ય મધુર નથી અર્થાત્ અભિલાષાને અનુકૂળ નથી તો એનાથી કેટલીક ગ્રંથિઓ ઉદ્દભવશે.  એને લીધે કેટલીકવાર સ્નાયવિક વિકાર પણ ઉદ્દભવે છે.  એનાથી આગળ બ્રધર ગિલ બરાબર કહે છે કે કોઈ પણ વ્યક્તિને સંપૂર્ણ સંયમ વિના આધ્યાત્મિક કૃપા મળી શકતી નથી.  વળી, બ્રધર ગિલ્સના શબ્દોમાં ‘જ્યાં સુધી તમે શરીરની કામવાસનાઓ પર કાબૂ ન મેળવી લો ત્યાં સુધી તમે આધ્યાત્મિક કૃપા મેળવી ન શકો.  એટલે પોતાની ક્ષણભંગુર અને કામનાભરી વાસનાઓની વિરુદ્ધ નિરંતર સંઘર્ષ કરતા રહો.  એ વાસનાઓ તમારો મોટો શત્રુ છે અને તે દિવસરાત તમારી વિરુદ્ધ યુદ્ધ ચલાવે છે.”  પરંતુ આ સંઘર્ષમાં પણ એક કળા છે.  એ વાત સપષ્ટ છે કે શરીરની અનેક ઈચ્છાઓ હોય છે અને જો એકવાર એના શિકાર બની ગયા તો આપણે પોતાના સદૈવ મુક્ત દૈવી સ્વરૂપની અનુભૂતિ કરી ન શકીએ.  એટલે આપણે સાંસારિક કામના કે પ્રલોભનોના રૂપે વિદ્યમાન ભિન્ન ભિન્ન પ્રકારના શત્રુઓની વિરુદ્ધ નિરંતર યુદ્ધ ચાલુ રાખવાનું છે.  પરંતુ આ યુદ્ધમાં સામસામેનું આક્રમણ તઃવું જોઈએ ?  ના, એનાથી તો શત્રુનું પલ્લું ભારે થઇ જાય.  આ સાચી રીત નથી કારણ કે એની પ્રતિક્રિયાઓ હિંસક હશે.  એ વાત સાચી છે કે શારીરિક વાસના આપણો સૌથી મોટો શત્રુ છે અને જો આપણે સામેથી કાર્મણ કરીશું તો કેટલાક સ્નાયવિક તણાવ કે ગ્રંથિઓ ઉદ્દભવશે.  તો પછી આનો ઉપચાર કયો છે ?

 
આપણે ચોક્કસ કોઈ એવા ઉપાય કે એવી ટેકનિકનો પ્રયોગ કરવો જોઈએ જેનાથી આ શત્રુ પર વિજય મેળવી શકાય.  બ્રધર ગિલ્સ આ બાબતમાં આપણને એક ઉદાહરણ આપે છે.  ધારો કે આપણે પથ્થરના મોટા મોટા ટુકડા કે કોઈ ભાર વજન હટાવવાનો પ્રયાસ કરીએ છીએ.  જો આપણે એને બળપૂર્વક હટાવીશું તો એ પ્રયાસમાં આપણને કંઈક લાગી પણ જાય.  અને જો એને દૂર કરવા માટે કોઈ કૌશલ કે કોઈ યંત્રનો ઉપયોગ કરીએ તો એ કાર્ય સહજ બની જાય છે.  બ્રધર ગિલ્સ કહે છે કે શારીરિક પ્રલોભનો દ્વારા અંદર અપવિત્ર અવગુણ ઉત્પન્ન થાય છે.  આ અવગુણો પર સંયમના સદ્દગુણો દ્વારા વિજય પ્રાપ્ત કરી શકાય છે.  આ ત્યારે જ સંભવ બની શકે છે કે જ્યારે આપણે વાસ્તવિક રીતે સાચુકલી વિનમ્રતાનો વ્યવહાર કરીએ.  ‘The Imitation of Christ’  નામના પ્રસિદ્ધ પુસ્તકના લેખક થોમસ હેમર્લીન નામના અત્યંત પાવન અગસ્ટીનિયન સાધુ હતા.  ભારત ભ્રમણ દરમિયાન સ્વામી વિવેકાનંદે પોતાના પરિભ્રમણ સમયે બે પુસ્તકો પોતાની સાથે રાખ્યાં હતાં;  ‘ભગવદ્દ ગીતા’  અને બીજું પુસ્તક  ‘The Imitation of Christ’.  આ પુસ્તકમાં હેમર્લીન લખે છે: ‘પૃથ્વી પર મનુષ્યનું જીવન પ્રલોભનોથી પરિપૂર્ણ છે.  એટલે પ્રત્યેક વ્યક્તિએ આ પ્રલોભનોથી સાવધાન રહેવું જોઈએ.  તેમજ પ્રાર્થના કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે ક્યારેય ન સૂતો અને કોઈને ખાઈ જવાનો મોકો શોધતો આ પ્રલોભન રૂપી રાક્ષ ક્યાંક આપણને દગો દઈ દે એવી ટક એને ન મળવી જોઈએ.’

 
આપણે પ્રત્યેક ક્ષણે જાગ્રત રહેવું જોઈએ.  દાનવ ક્યારેય સૂતા નથી.  અને જો એને ખ્યાલ આવે કે કોઈ સ્ત્રી કે પુરુષ અસાવધ છે તો તે તત્કાળ એના પતનનો પ્રયાસ કરે છે.  આપણે ખૂબ સાવધાન રહેવું જોઈએ પરંતુ એમ પણ કહેવામાં આવ્યું છે કે પ્રલોભનોથી ક્યારેક ક્યારેક આપણને લાભ પણ થાય છે.  કેવી રીતે ?  ક્યારેક આપણે મિથ્યાભિમાની થઇ જઈએ છીએ, આપણને પોતાની આધ્યાત્મિક પ્રાપ્તિ પર ગર્વ આવી જાય છે.  આપણે વિચારીએ છીએ: ‘અરે !  ઇન્દ્રિય સુખ માટે મારી કોઈ ઈચ્છા નથી.  હું ગહન ધ્યાન કરું છું.  હું આધ્યાત્મિક પ્રવચન સાંભળું છું.’  પ્રલોબનોને કારણે જ આપણને આપની પોતાની આવી ઊણપોનો ખ્યાલ આવે છે અને એ રીતે આપણે વિનમ્ર, સુશિક્ષિત અને પવિત્ર બનીએ છીએ.  સચ્ચાઈ તો એ છે કે આપણે બધાએ પ્રલોભનની અવધિમાંથી પસાર થાઉં પડે છે.  ફ્રાંસના સેન્ટ જોન કહે છે કે પ્રત્યેક મનુષ્યે ‘આત્માની અંધારી રાત’  (The Dark Night of The Soul’  માંથી પસાર થવું પડે છે.  આપણને આવું લાગે છે:  ‘અરે !  હું તો સાંસારિક જીવનસાગરમાં ડૂબી રહ્યો છું.  કોઈપણ રીતે એમાંથી મુક્તિ કે છૂટકારો મળવાની આશા નથી.  હું ડૂબતો જ જાઉં છું.’  આને આત્માની અંધારી રાત કહી શકાય.  એ વખતે ભિન્ન ભિન્ન પ્રકારનાં પ્રલોભન આપણને દબાવી દે છે.  આમ છતાં પણ જો આપણે સાચા યોધ્ધાની જેમ વીરતાપૂર્વક લડીશું તો અંતે વિજય આપણો થવાનો.

 
કેટલીકવાર પ્રલોભનો આપણા પર સવાર થઇ જાય છે.  એટલે શું આપણે નાસી જવું જોઈએ ?  પરંતુ આપણે મનથી નાસી જઈ શકતા નથી.  કેવળ નાસી જવાથી જ પ્રલોભનોમાંથી છૂટકારો મેળવી ન શકાય.  આપણે એનો સામનો કરવો પડશે તથા એ બધાં પ્રલોભનોને એક પડકારરૂપે સ્વીકારવા પડશે.  ધારો કે આપણે આ જગતથી ભાગીએ છીએ, અહીં પ્રલોભનોથી બધું ભરપૂર છે એમ એમ આપણે ધારીએ છીએ તેમજ એ સ્થાને ફરીથી જવા માગતા પણ નથી.  આપણે ભલે એકાંતમાં ચાલ્યા જઈએ પણ ત્યાંય એ જ મન આપણી સાથે આવશે.  આપણે ગમે ત્યાં રહીએ પણ ભિન્ન ભિન્ન પ્રકારનાં પ્રલોભનો આપણને ઘેરી લે છે.  જો આપણે મનના અભ્યાસ કે અનુશાસનની ટેકનીકને વિકાસ્વાઈ લઈએ તેમજ ઉપસ્થી પરિસ્થિતિઓમાંથી બહાર આવવાની ઈચ્છાશક્તિ રાખીએ તેમજ ધૈર્ય અને વિનમ્રતાનો અભ્યાસ કરતા રહીએ તો આપણે પ્રલોભનો પર વિજય મેળવી શકીએ.  આમ છતાં પણ વિશેષત: પ્રાર્મ્ભ્માં આપણે અત્યંત સતર્ક રહેવું જોઈએ.

 

પ્રલોભનો આપણને કેવી રીતે નુકશાન કરે છે તે હવે જોઈએ.

 

સર્વપ્રથમ એ મનને ખરાબી માટે સલાહ આપે છે.  ત્યારે એ ગહન કલ્પનાના રૂપે પ્રગટ થાય છે.  જો આપણે કલ્પનાથી નિર્મિત ચિત્રનું અનુસરણ કરીએ તો આપણને થોડો સંતોષ મળે છે.  પ્રલોભન કોઈના ય મસ્તકમાં દાનવના રૂપે પ્રવેશ કરે છે અને આપણને આવું સૂચન કરે છે :  ‘તમે મારું અનુસરણ કરો, એનાથી પ્રાપ્ત થનારાં ઇન્દ્રિયસુખોની કલ્પના કરો.’  પછી કલ્પના અનુસરણ કરે છે – આ પ્રલોભનના સુખનો વિચાર અનુસરણ કરે છે.  ત્યાર પછી થોડી હલચલ થાય છે અંતે આપણે આત્મ સમર્પણ કરી દઈએ છીએ તેમજ આપણી સહમતિ પણ પ્રગટ કરી દઈએ છીએ.  ધીરે ધીરે મનનું પતન થઇ જાય છે.  એનાથી બચવા માટે પ્રારંભમાં જ જ્યારે દાનવ આપણને સલાહ આપવા માંડે ત્યારે આપણે સત્ – અસત્ નો વિચાર કરવાનો શરૂ કરી દેવો જોઈએ:  ‘ના, આ દાનવ છે, એ મારા કલ્યાણ માટે નથી.  એણે મારી સાથે છળકપટ કર્યું છે, મને દગો દીધો છે અને કેટલીય વાર પતન તરફ ધકેલી દીધો છે.  જો હું એના પ્રલોભનમાં ફસાઈને આ વિષયસુખની પાછળ પાછળ ભાગીશ તો હું મારી પોતાની દૈવીશક્તિ અને મારા સાચા આત્માને જાણવા માટે યોગ્ય નહીં રહું.’  એટલે આપણે પ્રારંભમાં જ કાર્યવાહી કરવી જોઈએ.

 

થોમસ હેમર્લીન આપણે પવિત્ર બનવું જોઈએ, એમ કહે છે.  આપણે પવિત્ર કેવી રીતે બની શકીએ ? અમેના શબ્દોમાં જોઈએ તો :

 

‘કોઈપણ જીવ સાથે મોહ ન રાખવો.’  તમારા પ્રિય કેવળ પરમાત્મા છે અને તેઓ પોતાના પ્રતિદ્વંદ્વીને સહન કરતા નથી.  તેઓ મનમાં કેવળ એકલા જ રહેવા ઈચ્છે છે.’  જો આપણે શ્રી રામચંદ્ર કે શ્રી રામકૃષ્ણના ભક્ત હોઈએ તો મનમાં બીજી વ્યક્તિઓ પ્રત્યેની આસક્તિ તથા અપવિત્રતાને પૂર્ણરૂપે સમાપ્ત કરી દેવી પડશે.  જો આપણે પોતાના પરમપ્રિય ઇષ્ટનાં દર્શન કરવા ઇચ્છતા હોઈએ તો, થોમસ હેમર્લીનના શબ્દોમાં આમ કહી શકાય; આપણા મનમાં એકમાર ભગવાનનું સિંહાસન હોવું જોઈએ.  એને કોઈપણ રીતે પ્રતિદ્વંદ્વી ગમતો નથી. હવે સ્વભાવિક રીતે એક પ્રશ્ન ઊભો થાય : ‘આપણે  પ્રિયજનો, મા, પતિપત્ની, બાળકો અને અન્ય સંબંધીઓથી ઘેરાયેલા છીએ.  આપણે શું કરવું જોઈએ ?’  હા, આપણે એ બધા સાથે પ્રેમભાવના રાખીએ છીએ, પરંતુ આપણે એ બધાની અંદર પરમપ્રિય ઇષ્ટના દર્શન કરવાનો પ્રયાસ કરવો જોઈએ, આપણો સંપૂર્ણ પ્રેમ કેવળ ઇષ્ટ માટે હોવો જોઈએ.  આપણે આપણા પોતાના રામ, કૃષ્ણને દરેક પ્રાણીમાં જોવાના છે, ત્યારે જ આપણે બચી શકીએ.  જો આપણે સદૈવ સંયુક્ત ન રહેનારના શરીરમન સાથે જોડાઈ જઈએ તો આપણે નિત્યમુક્ત આત્મા છીએ એ વાત ભૂલી જઈએ છીએ.  જો કોઈ વ્યક્તિવિશેષ કે દેહમાં આસક્ત થઇ જઈએ તો આપણે અજ્ઞાન જકડી લે છે.  એમાંથી છૂટકારો મળી શકતો નથી.  આ જ કારણે:  ‘કોઈપણ જીવમાં તમારું મન લગાડો.’   એમ કહેવાયું છે.  પરમાત્મા પ્રત્યેનો પ્રેમ જ ચિરસ્થાયી છે અને બીજા બધા જીવો પ્રત્યેનો પ્રેમ અસ્થાયી અને છલનાપૂર્ણ છે.  એવી આપણી ધારણા હોવી જોઈએ.  આપણે પોતાન ઇષ્ટમાં સદૈવ ધ્યાન લગાડીને રહેવું જોઈએ; તો જ આપણે મધુર સ્વર્ગમાં રહી શકીએ.

 
થોમ હેમર્લીન કહે છે : ‘જ્યારે ઇસુ ખ્રિસ્ત ઉપસ્થિત છે તો બધું બરાબર છે, કંઈ પણ મુશ્કેલ લાગતું નથી; પરંતુ જ્યારે ઇસુ ખ્રિસ્ત અનુપસ્થિત હોય ત્યારે પ્રત્યેક કાર્ય કઠિન બની જાય છે.’  જે વ્યક્તિ ભિન્ન ભિન્ન પ્રકારની કાર્યવિધિઓમાં જોડાયેલ રહે છે, એમણે પણ આટલું નક્કી કરી લેવું જોઈએ કે તેઓ પોતાના હૃદયરૂપી દેવળમાં પોતાનાં પ્રિય પરમાત્મા સાથે એકાંતમાં વાતચીત કરી શકે.  એનાથી સંસારના મોહ સાથે લડવામાં આપણને આધ્યાત્મિક શક્તિ સાંપડે છે તેમજ બધા સાંસારિક પ્રભાવોમાં તટસ્થ રહેવાની શક્તિ પણ મળી રહે છે.  આપણે પરમાત્મારૂપી મુખ્ય આધારસ્તંભને પકડી રાખવો પડશે.  જો આપણે કહેવાતી કાર્યવિધિઓમાં ફસાઈ જઈશું તો આપણે આપણા લક્ષ્યથી ભ્રષ્ટ થઈશું.  એટલે ભિન્ન ભિન્ન કાર્યવિધિઓમાં સમયે સમયે કે થોડી ઘણી મીનીટો માટે પણ આપણે પોતાના અંતરમનમાં ડૂબીને :  ‘હે, પ્રભુ !  મારી પાસે જપ કે ધ્યાન કરવાનો બહુ સમય નથી, પરંતુ તમે મારા પ્રિય છો એવી મારી ધારણા છે.  હું જાણું છું કે તમે કોઈ પ્રતિસ્પર્ધા પસંદ કરતા નથી.  તમે મારા મન પર એકાધિકાર સ્થાપવા ઈચ્છો છો.  હું જાણું છું કે મારે કોઈ જીવ સાથે મોહ કે આસક્તિ કરવા ન જોઈએ.  પરંતુ ધર્મગ્રંથોમાં બતાવેલા માર્ગ પર ચાલવા માટે આવશ્યક શક્તિ હું કેવી રીતે પ્રાપ્ત કરી શકું ?  તમારી કૃપા વિના આ કેવી રીતે સંભવ બને?’  આવી પ્રાર્થના કરવી અનિવાર્ય બની રહે છે.

 
આપણે બાહ્ય પદાર્થોથી વિમુક્ત થવું જોઈએ અને અંતરમનની વસ્તુઓ વિશે જાણવું જોઈએ.  ભલે બાહ્ય વસ્તુઓ સાથે આપણને બધી આસક્તિ હોય તેમ છતાંયે બાહ્ય જગતની સુંદરતાનું જ્ઞાન થતું નથી, આ જ્ઞાન તો નજરે પડતા જગતની પાછળ છૂપાયેલું છે.  અંતે આપણી આંખો સામે દેખાતું જગત બ્રહ્મનું પ્રતીયમાન વસ્તુઓ પર આપણે એટલા બધા મુગ્ધ છીએ કે બ્રહ્મ બહિષ્કૃત બની જાય છે; અને આપણે આપણા લાક્સ્ય્થી દૂર દૂર જઈએ છીએ.  આપણે બાહ્ય વસ્તુઓથી વિમુક્ત બનવું જોઈએ અને આંતરિક વસ્તુઓ પ્રત્યે સમર્પિત થવું જોઈએ.  વળી થોમ હેમર્લીનના શબ્દમાં કહીએ તો : ‘અંતર્મુખી મનુષ્ય પાસે ઈશ્વર પ્રાય: જતા હોય છે.  એની સાથે એમનાં મધુ પ્રવચન, આનંદપૂર્ણ સાંત્વના, પૂર્ણશાંતિ તથા આશ્ચર્યપૂર્ણ ધનિષ્ટતા રહે છે.’  જે દિવસે આપણને પરિપૂર્ણતા સાંપડશે ત દિવસે આ વાક્યમાં કહેલા સત્યનું પ્રમાણ આપણને મળી જશે.

(રા.જ.૦૧-૦૬(૨૯-૩૨)/૪૭૯-૮૨)
ક્રમશ : ( ભાગ-૨   હવે પછી આવતા અઠવાડિયે અહીં માણીશું…)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....