“અંગદાન એક અદભૂત ભેટ” …

“અંગદાન એક અદભૂત ભેટ” …

 

 

organ donar

 

 

મિત્રો ચાલો આજે થોડા કડવા છતાંય હકીકત બની રહેલા આ વિષય પર કરીએ ફોકસ …

 
થોડા વખત પહેલા અમારા એક મિત્રના પત્નીનું અવસાન થયું, નાની ઉમરે કીડની ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત ઉભી થઇ, છેલ્લા ચાર વર્ષથી પ્રતીક્ષા યાદીમાં હતા અને છેવટે ભારત જવાનું નક્કી કર્યું, તેમ છતાં મોડું થયું અને તેમને બચાવી ન શક્યા, મૂળ વાત પર આવીએ તો પ્રશ્ન એ થાય કે કીડની કેમ ન મળી ? શુ દેહ દાન મેળવવા માટે પડકારોનો સામનો કરવો પડે? અને આ પડકારો શું છે ? અંગ પ્રત્યારોપણ ઘણાને જીવન આપી શકે છે તો અંગદાન પ્રત્યે આટલી ઉદાસીનતા કેમ ?

 
અંગદાન એક વિષય એવો છે જેનો વિચાર આપણે રોજ સ્વસ્થ જીવન દરમ્યાન કરતા જ નથી। …. પરંતુ હકીકતમાં આપણને કોઈને ખબર નથી કે કોને ક્યારે એની જરૂર પાડશે અને ત્યારે પ્રતિક્ષા કરતા કેટલા પડકાર જીલવા પડશે, આપણાંમાંથી કોઈને પણ, આપણા સ્વજન, મિત્રો, સમાજ અડોશી પાડોશી કોઈને પણ અંગદાનની જરૂર પડી શકે છે.

 
મિત્રો અંગદાન એક અદભૂત ભેટ છે…. તો અંગદાન એટલે શું ?

 
અંગદાન એટલે કોઈ વ્યક્તિ ના શરીરમાં અંગના પ્રત્યારોપણ કરવાની ની જરૂર હોય ત્યારે તેને મદદ કરવા પોતાના અંગનું દાન કરવું.. અંગદાન એ એક એવી ભેટ છે જે એવા લોકોને મદદ કરે છે જેને પ્રત્યારોપણની જરૂર હોય આ એક શસ્ત્રક્રિયા છે, જેમાં દાતા ના શરીરથી અંગો અથવા પેશી કાઢી ને એવા વ્યક્તિ ના શરીરમાં પ્રત્યારોપિત કરવામાં આવે છે. જે ઘણા કિસ્સાઓમાં, ખૂબ જ બીમાર છે અથવા મૃત્યુ ના સમીપ છે. અંગદાનથી જીવન બચાવી શકાય છે અથવા પ્રાપ્તકર્તાના જીવનની ગુણવત્તા ને નોંધપાત્ર રીતે સુધારાઈ શકાય છે. વિજ્ઞાની શોધ ની મદદથી આજના જમાનામાં દરવર્ષે સેંકડો લોકોના જાન બચાવવામાં આવે છે.

 
મૃતદાતાઓ હાલમાં નીચેના અવયવો ભેટ કરી શકે છે. ​​કિડની, હૃદય, ફેફસાં, યકૃત, સ્વાદુપિંડ, અને નાના આંતરડા. આ સાથે પેશીનુ પણ દાન પણ દાતાઓ કરી શકે છે, જે એટલુંજ મહત્વનું છે. જેમાં કોર્નીયાસ, હૃદય વાલ્વ, અસ્થિ, ત્વચા, રજ્જૂ અને કાર્ટિલેજનો સમાવેશ થાય છે. સૌથી વધુ અંગ દાન મૃત્યુ પામ્યા હોય તેવા લોકો પાસેથી આવે છે, ત્યારે કેટલાક કિસ્સાઓમાં જીવિત દાતાઓ એક પ્રાપ્તકર્તાને તેમની એક કિડની અથવા તેમના યકૃત ના એક ભાગ આપી દાન કરી શકે છે.

 
હાલમાં યુકે સક્રિય ટ્રાન્સપ્લાન્ટ માટે 7.256 ની આસપાસ લોકો રાહ જોતા પ્રતીક્ષાની યાદી પર છે. આમાંથી 1.793 દક્ષિણ એશિયન છે અને જેમાંથી મોટા ભાગના કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે રાહ જોઈ રહ્યા છે. કિડની નિષ્ફળ થવાના કારણો સંખ્યાબંધ છે. પરંતુ હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ પરિણામે કીડની નિષ્ફળ જવાનું કારણ મુખ્ય છે અને જે મોટા પ્રમાણમા છે. કમનસીબે હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ વધુ પ્રચલિત એશિયન સમુદાયોમાં જોવા મળે છે અને આથી એશિયન સમાજમાં ટ્રાન્સપ્લાન્ટની જરૂરત કરતા વધારે માંગ છે. આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે ઓર્ગન ડોનર રજિસ્ટર પર નોંધાયેલ રજિસ્ટરી પૂરતી નથી. બીજું : એનએચએસ (નેશનલ હેલ્થ સર્વિસીઝ – યુકે) ઓર્ગન ડોનર રજિસ્ટર પર નોંધાયેલ મિલિયન 19.8 પર લોકો છે, પરંતુ (રેસ ઉપલબ્ધ છે) એશિયન આ સંભવિત દાતાઓ માત્ર 1.5 % છે.

 
હવે પ્રશ્ન એ થાય છે કે એશિયન લોકો એ શા માટે દાન કરવું જોઈએ ? એક ખાસ વાત, ખાસ જો અંગદાન કરનાર દાતા અને મેળવનાર વ્યક્તિ બંને એક જ વંશીય મૂળના હોય તો ટ્રાન્સપ્લાન્ટ સફળ થવાની શક્યતા ઘણી વધારે છે. આમ યોગ્ય દાતાઓની અછત ને લીધે એશિયન દર્દીઓને એક ટ્રાન્સપ્લાન્ટ માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. ટ્રાન્સપ્લાન્ટની પ્રતીક્ષા માત્ર દર્દીને જ નહિ પરંતુ સમગ્ર પરિવારને અસર કરે છે.

તો મિત્રો આપણે શું મદદ કરી શકયે ?

 
આ પ્રતીક્ષાની યાદીના આંકડા બદલવા તેમજ આપણા લોકોને મદદ કરી સંભવિત જીવન બચાવું સરળ છે. હવે તો ટેક્નોલોજી પણ એટલી ડેવલપ થઈ ગઈ છે કે કિડની ડોનરને કોઈ તકલીફ થતી નથી. પહેલાં કિડની લેવા માટે ડોનરના પેટ પર પણ ૨૫-૩૦ ટાંકા લેવા પડે એટલું મોટું ઓપરેશન કરવું પડતું હતું, પરંતુ હવે તો માત્ર બે-ત્રણ નાનાં કાણાં પાડીને પણ ડૉક્ટર્સ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી લેતા હોય છે. ‘પેશન્ટને સાજો કરવા માટે ડોનર પોતાની કિડની આપતો હોય છે એ સમયે ડોનર પેશન્ટ ન બની જાય એની તકેદારી રાખવાની ડોક્ટરની નૈતિક ફરજ હોય છે. કિડની ડોનરને કોઈ તકલીફ થતી નથી.

 
હવે વિચારવા જેવી વાત એ છે કે અંગદાન માટે આપણા સમાજમાં ઉદાસીન વલણ કેમ છે ? તો કદાચ એનું મુખ્ય કારણ ખોટા અભિપ્રાય અથવા માન્યતાઓ પણ હોય શકે. પરંતુ દાન, કરુણા, અને માનવતાના સિદ્ધાંતોને દરેક ધર્મ અને જાતી અને કોમ ટેકો આપે છે એમાં કોઈ શક કે શંકા નથી. ઘણા ને પ્રશ્ન એ થાય છે કે શું ​જૈન ધર્મ અંગદાન કે પેશીઓના દાન માટે સમર્થન આપે છે ?​ અંગદાનની ધારણાઓને જૈન ધર્મમા વિવિધ રીતે ​પુષ્ટી મળે છે. જૈન ધર્મમાં અહિંસા એ ધર્મનો પાયો છે. અને પ્રથમ મહાવ્રત છે. જૈન ધર્મમાં માનવજાતને બચાવવી, મન, વચન અને કાર્યથી કોઈનું અહિત ન કરવું એવો સ્પષ્ટ આદેશ છે​.​ ​ લોકો અંગદાન કે દેહદાનનો સંકલ્પ કરે છે ત્યારે દેવાની ઈચ્છા નિઃસ્વાર્થ ​પણે ​ આપવાની​ ભાવના વ્યક્ત કરે છે. તમે અંગો અને પેશીઓ દાન દ્વારા એક વ્યક્તિ જીવન ​ આપો છો, જૈન ધર્મ અહિંસા અને દયાના સિદ્ધાંત પર રચાલેઓ છે ત્યારે અંગદાન આ સિદ્ધાંતને પુષ્ટી આપે છે. જે નોંધવા યોગ્ય છે. એ સાથે ​ધર્મ માને છે કે ​આત્મા મૃત્યુ સમયે શરીર ​છુટો પડે છે. ​ આત્મા અને શરીર બે અલગ હોય છે, અને તેથી ​આપણે ​ શરીરના સ્વત્વબોધક નથી, માત્ર આત્મા શાશ્વત છે.

 
આ સાથે યુનિવર્સિટી ઓફ ​ લંડન, ધર્મ અભ્યાસ વિભાગના, અને જૈન સ્ટડીઝ સેન્ટર ના ચેર ડૉ પીટર ફ્લુગેલનું વાક્ય જરૂર થી સમર્થન પુરુ પાડે છે કે “જૈન પરંપરામાં.” અંગ દાન કરવું ​એ ​લૌકિક દાન તરીકે અથવા​ ​એક ધાર્મિક દાન તરીકે અર્થઘટન કરવામા આવે છે, જૈન શાસ્ત્ર કે ​ ધર્મ ​ અનુસાર એ સ્પષ્ટ છે આત્માથી વંચિત મૃત શરીર​નું ​કોઈ મૂલ્ય ​નથી. અને તેથી “મૃત ના ઇચ્છા મુજબ​ શરીરનો ​ નિકાલ કરી શકાય​.​” અંહિ એક વાત દરેક જૈનોએ નોંધવી જરૂરી છે કે યુકેમાં રહેતા લગભગ 35,000 જૈનો છે અને આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે એનએચએસ ઓર્ગન ડોનર રજિસ્ટર પર નોંધાયેલ પૂરતી નથી. આમ તો એશિયન સમાજમાં ટ્રાન્સપ્લાન્ટની જરૂરત કરતા વધારે માંગ છે. એજ પ્રશ્ન વિચાર માંગી લે છે.
 

 
organ donar statastic
 

 
આપણા સમાજમાં અંગદાનની માંગ વધુ છે અને ડોનર ઓછા તો આપણે શું કરવું જોઈએ ?

 
આપણે આપણું નામ નોંધાવી મદદ કરી શકાય આ એક ખૂબ જ સરળ અને ઝડપી પ્રક્રિયા છે. બીજું: તમે તમારા કુટુંબ અને મિત્રો સાથે અંગ દાન અંગેની તમારી ઈચ્છા અથવા સંકલ્પ વ્યક્ત કરી ચર્ચા કરી શકો છો. અને આખરે, તમે તમારા સમુદાય કે સમાજમાં અંગદાન વિષે જાગૃતિ લાવી જોઈએ કે અંગદાન એક અદભુત ભેટ છે. જેથી લોકો અંગદાન માટે ટેકો આપે છે.

 
ઘણા ને મુંજવણ છે કે હું કઈ રીતે દાતા ​ બની ​શકું ?​…..શું તમે ખરેખર તમારા મૃત્યુ પર દાતા ​ ​ ​બનવા માંગો છો​ ?​

 
સંકલ્પ કર્યો હોય તો, તમે ​ ​તમારી ઇચ્છા​ને નક્કર સ્વરૂપ આપવા માટે NHS (એનએચએસ​)​ ઓર્ગન ડોનર રજિસ્ટર ​માં નામ નોધવું જરૂરી છે. ​અને ​ તમારી ઇચ્છાઓ પરિચિત​ વ્યક્તિ અથવા પરિવાર સામે વાત વિચાર કરી વ્યક્ત કરો કે જેથી ​તેઓને તમારા સંકલ્પની ખબર હોય અને મૃત્યું સમયે સ્વીકૃતિ આપે. રજિસ્ટર​ પર ​ આપનું નામ ઉમેરવાની ​ પ્રક્રિયા ​સરળ અને ઝડપી છે: તમે organdonation.nhs.uk ઓનલાઇન રજીસ્ટર કરી શકો છો.અથવા ​ આ નંબર પર ​ 0300 123 23 23 ​ફોન પણ કરી શકો. ​

 
મૃત્યુ પછી અંગોદાન કરવાની પ્રક્રિયા શું છે એ વિષે ઘણાને ખોટા વિચારો મુંજવે છે, તો ખાસ જાણવાનું કે અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ​ની પ્રક્રિયા નિષ્ણાતોની એક ટીમ દ્વારા અત્યંત આદર અને ગૌરવ સાથે કરવામાં આવે છે. સાથે સાથે ​દાતાના તાત્કાલિક સંબંધીઓ ​ને બધી માહિતીથી જાણકાર રાખવામાં આવે છે, ખાસ તાલીમ પામેલ હોસ્પિટલ સ્ટાફ દ્વારા સમગ્ર પ્રક્રિયા થાય છે અને એ ​દરમ્યાન સંપૂણ ​સહકાર ​આપવામાં આવે છે. અંગદાન ની ​પ્રક્રિયા સમાપ્ત થાય કે તરત ​દર્દીના શરીરને ​શક્ય તેટલી જલ્દી પરિવાર માટે ઉપલબ્ધ કરાય છે કે જેથી ​ધાર્મિક વિધિ ​અને અગ્નિદાહ વ્યવસ્થા કરી શકાય.

 
ઘણા ને એક પ્રશ્ન હોય છે કે અંગદાન પછી શું ? અમારા સ્વજનનું અંગ કોને આપશે ? અને દાતાની જવાબદારી કેટલી ?

 
તો વાત ખુબ સરળ છે. મૃત્યુ પછી દાન અંગો છે જે ટ્રાન્સપ્લાન્ટ પ્રતિક્ષા યાદી ​પ્રથમ હશે તે વ્યક્તિ માટે ફાળવવામાં આવે છે. પ્રાધાન્યતા સૌથી તાત્કાલિક ટ્રાન્સપ્લાન્ટ જરૂરિયાત દર્દીઓને આપવામાં આવે છે. આ મેળ કરવાની પ્રક્રિયા દાતા અથવા સંભવિત પ્રાપ્તિકર્તાના ધર્મ, વિશ્વાસ કે શ્રદ્ધા કે નાત જાત ને આધારિત ​નથી કરતા. તેથી દાતા દાન ​કર્યા બાદ ​પ્રાપ્તકર્તા ​માટે કોઈ પણ રીતે જવાબદાર નથી. પરંતુ અંગરોપણ કોઈને નવ જીવન આપે છે, એમાં કોઈ શક નથી.

 
દરેક વ્યક્તિ કોઈના જીવનમાં બદલાવ લાવી શકે છે. અંગદાન કરવું એક વ્યક્તિગત નિર્ણય છે પરંતુ અનુમતિ માટે તમારા પરિવાર સાથે વાતો કરો તમારો વિચારો દર્શાવો અને મંજુરી લઇ લ્યો. કારણ અંગદાન માટે સહમત પરિવારે કહું છે કે અમે સ્વજનને ગુમાવ્યા છે પરંતુ તેમનું મૃત શરીર કોઈને કામમાં આવશે એ ખુબ સારો અહેસાસ છે.

 
આજ વાત આપણે દાતાના શબ્દો માં જોઈએ । ….

 
“હું મારા પતિ ​માટે ​મારા કિડની દાન કરવામાં કોઇ ખચકાટ અનુભવતી નથી, ​તેના માટે ટ્રાન્સપ્લાન્ટ વગર જીવન ​શક્ય જ ન હોત, ​

હું કીડની ​ટ્રાન્સપ્લાન્ટ કર્યા ​પછી તે દિવસથી ​ફિટ અને સ્વસ્થ રહી ​છું. મેં ​પણ મારા મૃત્યુ પછી મારા અંગો બધા દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.​ કારણ હું માનું છુ કે ​મારું ​શરીર મારા મૃત્યુ પછી મને કે મારા કુટુંબ માટે કોઈ ઉપયોગનું નથી, તેથી હું મૃત્યુ ​બાદ અંગદાન કરી ​થોડા જીવન બચાવી શકું, એનાથી ​વધુ સારું શું ​હોય ​શકે ?”

– શ્રીમતી મીના મોદી, કિડની દાતા- ​

 
અને છેલ્લે  “ અંગદાન નો સંકલ્પ કરનાર વ્યક્તિ વધુમાં વધુ નવ વ્યક્તિના જીવન બચાવી કે સજાવી શકે છે.”

 

સાભાર : સંકલનઆશા મહેતા -લંડન- માંચેસ્ટર
 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email: [email protected]

 

 
સૌજન્ય :
 
પ્રજ્ઞાજી – એક પરિચય …

 
અપણા વડીલો અમેરિકામાં આવ્યા તો ખરા પરંતુ અમેરિકા માં આવ્યા પછી ગુજરાતી ભાષા સાથે નાતો જાણે છુટી ગયો…ખુબ બોલતા વડીલોને મોંન થતા જોવ છું ..કારણ ભાષાની અભિવ્યક્તિ જાણે ખોવાઈ ગઈ છે .પૌત્ર પૌત્રી સાથે ભાષા જાણે બંધન છે ભાષા માત્ર સંપર્કનો સેતુ નથી. ..ડગલાના પ્રોગ્રામમાં મેઘલાતા માસી ને અને પદ્મામાસીને સાંભળ્યા ત્યારે..થયું.ભાષા એક પટારો છે, જેમાં સંસ્કૃતિનો સમગ્ર ખજાનો સચવાઈને રહે છે. સમાજની સભ્યતા, સંસ્કાર અને સંસ્કૃતિની રખેવાળ ભાષા છે. આપણો અમૂલ્ય સાહિત્યનો વારસો ભાષાએ સાચવ્યો છે અને વડીલોએ પછીની પેઢીને એ વારસો ભાષાની સંદૂકમાં સુરક્ષિત સોપવાનો છે …તો તેને સાચવવી જોઈયે અને વડીલોને પ્રોત્સાહન આપી તેમના અનુભવનો નીચોડ લોકો સમક્ષ મુકવો જોઈએ …તેમજ તમની સર્જન શક્તિને ખીલવવી જોઈ એ..

હું જીવન સાથે સતત પોઝીટીવ.. હકારાત્મક અભિગમ સાથે …ચાલવામાં માનું છું.અને એ જ આશા સાથે આ બ્લોગ ની રચના કરીછે હું કેટલે અંશે સફળ થઇ શકીશ. તે જાણતી નથી. પણ નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો ચાલુ રહેશે જ..કોઇ શકા, આશંકા વિના.. મને ખાતરી છે કોઇ એક દિવસ કોઈક ના જીવનમાં શબ્દો મહોરી ઉઠેશે . એને કરચલીવાળા મોઢા પર સ્મિત જોઇશ ,

કવિતા જ મારું વસિયતનામું
જે છે એ બધું તમારું
ન લ્યો તો બધુજ મારું

શબ્દોતણા છાટણાથી
બે ચાર ક્ષણો હું રંગી જાણું

જીવનની ગમતી ક્ષણોને
કંટારી મેં શબ્દોમાં
સાચવશો તો સચવાશે.
નહીતો ખાલી ખમ છે વસિયતમાં

લ્યો શાહીવિનાના કાગળ પર
લખીયું મેં મારું વસિયતનામું

 
– પ્રજ્ઞાજી દાદભાવાલા

 
સૌજન્ય :
 
pragnaji .immagePragna Dadbhawala
Phone: (503) 877-2462..
બ્લોગ લીંક:
http://pragnaji.wordpress.com/
http://junirangbhumi.wordpress.com/m
http://shabdonusarjan.wordpress.com/
                                     http://gujaratidaglo.wordpress.com/

 

 
‘અંગદાન એક અદભૂત ભેટ …’ આજનો લેખ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો સુશ્રી પ્રજ્ઞાજી નાં અંતરપૂર્વકથી આભારી છીએ. મિત્રો તેમના બ્લોગ ની લીંક આ સાથે નીચે દર્શાવેલ છે, જેમની જરૂર મુલાકાત લેશો અને આપના પ્રતિભાવ જરૂર આપશો.
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે; જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે.
 

 

આપણા ભારતદેશમાં અંગ દાન ની સ્થિતિ વિશે એક રિપોર્ટ પર ઝલક …

Only one in a million Indians donates organs

India is one of the lowest organ donating countries in the world. Statistics show that less than one in a million in India donate their organs. Even 20 years after the Human Organ Transplantation Act majority of people are not aware of organ donation. The result: Since 2005 more than three million people have died in the country because of non-availability of organs.

“Transplants are one of the most miraculous achievements of modern medicine, but they depend entirely on the generosity of donors and their families who are willing to make this life saving gift to others,” says Nandakumar Jairam, co-chairman, FICCI Karnataka sate council.

According to Sudarshan Ballal, director of Manipal Institute of Nephrology and Urology, about 1.5 to 2 lakh people await kidney transplant every year. ”However, less than 5% get treated as there are not enough donors available,” says Ballal.

According to experts, organ donation can take place only when a patient is declared brain dead.
The organs cannot be removed when the heart stops beating as we need to transfer the organs when blood circulation is still on in the body.

Medically, a person is considered dead when his brain stops functioning. “Today because of advancement in technology, it is possible to keep the heart functioning through life support system despite the person being termed dead. Hence, organ donation is possible during this crucial time. However, the sad part is we do not have enough donors,” says Dr Satish Chandra, chairman ZCCK, an organisation formed by the government of Karnataka to deal with organ transplantation.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • dhiren

    જે એક ઉત્તમ કાર્ય છે અને દરેક સમાજ માટે આશીર્વાદરૂપ છે એવું અંગદાન એક અદભૂત ભેટ છે જરૂર છે સમાજે પહેલ કરવાની , જરુરિઆત સમજવાની અને જુના અમુક ખ્યાલોને ત્યજવાની…

  • ભાઈશ્રી,
    આપનો ખુબ આભાર આપ ખુબ સરસ કાર્ય કરી રહ્યા છો ,સમાજ ને ફાયદો થાય અને લોકો સજાગ થાય એનાથી વધુ સારું શું હોય શકે ?