હિન્દુ ધર્મની સમજ …

હિન્દુ ધર્મની સમજ …

અને પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ શ્રીનું યુવાનને સંબોધન  …

 

 
pramukh swami

 

 

હિન્દુ ધર્મ એ ઘણાં સંપ્રદાયો, ફીલોસોફીઓ, ઉત્સવો, મંદિરો, ધાર્મિક શાળો, સન્યાસીઓ અને શાસ્ત્રોનો વિરાટ અને ભવ્ય સંપૂટ છે.  તેથી ઘણાં વિદ્વાનો હિન્દુ ધર્મને ફેમિલી ઓફ રિલીજીયન્સ – ‘ધર્મોનું કુટુંબ’  ગણાવે છે.  માનવજાતિની છઠ્ઠા ભાગની વસતિ હિન્દુ ધર્મનું પાલન કરે છે.  વિશ્વમાં સૌથી જૂનામાં જૂનો હિન્દુ ધર્મ છે.

 

હિન્દુ ધર્મમાં વૈષ્ણવ, શૈવ, શક્તિ વગેરેના સમાવેશ થાય છે.  આ દરેકના પોતાના મંદિરો છે,  પોતાના શાસ્ત્રો છે, પોતાના અનુયાયીઓ છે.

 

સનાતન ધર્મ એ સામાન્ય રીતે હિન્દુ ધર્મ છે.  વિશ્વમાં સૌથી જૂનો આ ધર્મ ભારતમાં જ ઉત્થાન પામેલો.  એને વૈદિક ધર્મ, આર્ય ધર્મ અને માનવ ધર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે.  ઈતિહાસ જોતાં જણાશે કે હિન્દુ ધર્મ એક મહાન નદી જેવો છે જે આગળને આગળ વધ્યે જાય છે અને પોતાના ધસમસતા પ્રવાહમાં બીજા ધર્મોને સમાવતો જાય છે.  સનાતન ધર્મ એ કેટલીયે સદીઓનું સર્જન છે.  જેમાં મોટી સંખ્યાના ઋષિ-મુનિઓનું મહાન પ્રદાન જોવા મળશે.  ૬ નવેમ્બર ૧૯૬૬માં એક ઉદ્યોગપતિએ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજને ગુજરાતીમાં આ બાબત બે વાક્યમાં સમજાવવા વિનંતી કરી.

 

પ.પૂ. સ્વામીશ્રીએ ઉત્તરમાં જણાવ્યું હતું :

 

“હિન્દુ ધર્મ માણસને માનવ બનાવે છે અને

એ માનવને મોક્ષનો માર્ગ શીખવાડે છે.”

 

આમ માત્ર ઉપરોક્ત બે વાક્યમાં પ.પૂ.સ્વામીશ્રીએ સમગ્ર હિન્દુ ધર્મની સંક્ષિપ્તમાં વ્યાખ્યા આપી હતી.  હિન્દુ ધર્મમાં સત્ય, દયા, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, વગેરે માણસને એક સંસ્કારી અને ઉમદા વ્યક્તિ બનાવે છે.  અંતે ચાર ધ્યેયો છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.

 

હિન્દુઓના સામાજીક, સંસ્કારપૂર્ણ અને આધ્યાત્મિક જીવનમાં હિન્દુ ધર્મનો પ્રભાવ જણાશે.  મોટા ભાગના હિંદુઓ માને છે કે ઈશ્વર સર્વવ્યાપક છે.  ઇશાવાસ્યમ ઉપનિષદમાં પ્રથમ શ્લોકમાં જણાવ્યું છે કે – ઇશાવાસ્યમ્ ઈદમ્ સર્વમ્ યત્ કિંચજગત્યમ જગત – ઈશ્વર વિશ્વમાં સર્વ વસ્તુઓમાં છે.

 

 

પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજનું યુવાનને સંબોધન  …

 

સન ૨૦૦૪મા ન્યૂયોર્કમાં એક વિધાર્થી યુવાન પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં દર્શેનાવ્યો હતો.  તેના જીવનની એક સમસ્યાને તેણે સ્વામીશ્રી સમક્ષ રજૂ કરી.  અત્યંત વ્યસ્તતા વચ્ચે પણ પણ સ્વામીશ્રીએ ખૂબ ધીરજપૂર્વક તેને સાંભળ્યો.  પછી ખૂબ વ્હાલથી કહ્યું : ‘આપણને નુકશાન થયું છે એવું જે કંઈ લાગે છે એ આપણા કર્મથી થયું છે.  એમ ભગવાનમાં શ્રદ્ધા ન ગુમાવી જોઈએ.  મંદિરે આવવું.  ભગવાનમાં શ્રદ્ધા – વિશ્વાસ રાખવા.  વૈજ્ઞાનિકો સંશોધન કરે છે ત્યારે કેટલા રૂપિયા ખર્ચે છે અને કેટલા વર્ષો તેમાં નીકળી જાય છે ?  ચંદ્ર પર જવા માટે કેટલો પુરુષાર્થ કર્યો છે ?  એમ મહેનત કર્યા પછી ઘણાં વર્ષે એમને સફળતા મળી.  એમ મંદિરમાં ગયા પછી શ્રદ્ધા સાથે પુરુષાર્થ કરવાનો, પછી સફળતા મળે.  ચંદ્રલોક જોયો ન હતો પણ શ્રદ્ધા રાખી તો એ સંકલ્પ ફળ્યો.  પ્રયત્ન મૂકી દઈએ તો કાંઈ ન થાય.’  આ યુવાનને એક બિન હિન્દુ યુવતી પ્રત્યે આકર્ષણ થઇ ગયું હતું.  અભ્યાસને બદલે તે તેમાં વધુ ખૂંપી ગયો હતો.  સ્વામીશ્રી તેની આ સમસ્યાને ઉકેલવા માગતા હતા.  તેથી તેઓ વિશેષ વહાલપૂર્વક તેને સમજાવવા લાગ્યા :

 

‘અભ્યાસ કરે છે ત્યાં સુધી તો એવો કોઈ વિચાર જ ન કરવો.  આપણને એવો કોઈ વિચાર આવે તો પણ માબાપને જણાવવું.  અને જો અભ્યાસ સારો કરવો હોય તો આ વિચાર ન કરો, એજ સારું છે.  અત્યારથી આપણે કોઈ બંધનમાં ન આવવું, જેથી ભણતર બગડે નહીં ને માબાપ પણ દુઃખી ન થાય.  માબાપે આપણા કેટ કેટલું સહન કર્યું છે, (દુઃખ સહન કર્યા છે.)  તો હવે આપણી ફરજ છે કે આપણે માબાપની ઈચ્છા પૂરી કરવી.  આ આપણી ભારતીય સ્નાસ્કૃતિ છે.  તેઓને પૂછીને આપણે આગળ વધવું.  અને ક્યાંક એવું આકર્ષણ થયું હોય તો એ (સામેની વ્યક્તિ)  ક્યા ધર્મની છે?  કોણ છે ?  એ બધું જ જોવું જોઈએ.  આપણે કોઈ જ બીજા ધર્મનું ખંડન કરતાં નથી, પરંતુ આંધળું ઝંપલાવવું પણ નહીં.  આપણામાં પણ ઘણું સારું છે.  એમાં આપણે ઊંડા ઊતરીએ તો આપણને ઘણું શીખવાનું મળે.  આપણા ધમ્રમાં ઊંડા ઉતરવું, આપણા ધર્મમાં દ્રઢતા રાખવી.  ભગવાનની મૂર્તિ રાખીને માળા ફેરવવાની, નામ જપ કરવા અને સતત પ્રાર્થના કરવાની.

 

 

સંકલિત :

 

 

(ગ.ગુ.(૪-૧૪)૬-૧૧-૭-૧૨/૪૯)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • Ramesh Patel

  માનવ અને આસપાસની સૃષ્ટિ, એ સર્વને હિતકારી વ્યવસ્થા ધર્મ થકી સ્થપાય તો બોજ ના લાગે, ને તે પથે મન જગતને જો શ્રેય કરવા પ્રેરે તો ધર્માચારની શરૂઆત થાય.પ.પૂ.પ્રમુખ સ્વામીને કોટિકોટિ વંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 • dhiren

  A good text..thank you,
  Obeisance to shree Pramukh Swami Maharaj.

 • Narendra Shah

  ધર્મ વિષે હું માનું છું કે ,જયારે મનુષ્ય આદીજન તરીકે નું જીવન વિતાવતો
  હશે ત્યારે બળીયાના બે ભાગ જેવો વ્યવહાર થતો હશે તેમાં કોઈ સમજુ માણસે
  સમાજ વ્યવસ્થા માટે કોઈ યોજના બનાવી વીજ્ઞાનની ગેર હાજરીમાં ધર્મ ના નામે
  પ્રજાને સમજાવી હશે , ધીરેધીરે એમાં સુધારા વધારા સાથે ધર્મ પ્રસ્થાપિત
  થયો હોવો જોઈએ ,એમાં સુર્ય શક્તિ બધાને બાળી ના નાખેએવી ભીતીથી તેની
  ભક્તિ શરુ થઇ હોવાની પૂરી શક્યતા છે. આમ હવે વિજ્ઞાન ની સાથે સાથે આજનો
  ધર્મ સ્થાપિત થયો હોઈ શકે.
  નરેન્દ્ર શાહ સુરત