વ્યવસાયની પસંદગી … (ટૂંકી વાર્તાઓ) … પ્રેરક કથાઓ …

વ્યવસાયની પસંદગી …

 

 
heros of india

 

 

લોકમાન્ય તિલકજીએ જ્યારે વકીલાતની પરીક્ષા પાસ કરી, ત્યારે તેમના મિત્રોની એવી ધારણા હતી કે તેઓ કાં તો સરકારી નોકરી કરશે અથવા વકીલાત ની પ્રેક્ટીસ શરૂ કરશે.  તેઓએ જ્યારે આ સંબંધમાં વાતચીત કરી તો તેઓએ કહ્યું, “હું પૈસાનો લોભી નથી.  પૈસા માટે હું સરકારનો ગુલામ નહિ બનવાનું પસંદ નહિ કરું.   રહી વકીલાત કરવાની વાત, તો મને આ વ્યવસાય પણ પસંદ નથી.  હું તો ‘સા વિદ્યા યા વિમુક્તયે’  (વિધા એ કે જે મુક્તિ આપે)  – આ સૂત્રને માનું છું.  જે વિદ્યા માણસને અસત્યાચરણ ની તરફ લઇ જતી હોય, તેને હું વિદ્યા નથી માનતો.”

 
આ વાત પર મિત્ર ચૂપ થઇ ગયો, પરંતુ થોડા દિવસો બાદ જ્યારે તેને જાણકારી મળી કે તિલકજીએ ૩૦/- રૂા.  પ્રતિ માસ નાં પગાર પર પ્રાથમિક શાળાના વિધાર્થીઓને ભણાવે છે, તો તેને ખૂબજ આશ્ચર્ય થયું.  તેના એક નજીકના ખાસ મિત્રથી આ સહન ન થતા તે બોલી પડ્યો, ‘આખરે તે માસ્તર – શિક્ષક બનવાનો વ્યવસાય પસંદ કર્યો.  તું  સારી રીતે જાણે છે કે આજકાલ શિક્ષકોની આર્થિક પરિસ્થિતિ કેવી છે ?  અરે જ્યારે તું મરીશ, ત્યારે અગ્નિ સંસ્કાર આપવા માટે તારા ઘરમાં લાકડાઓ સુધ્ધાં નહિ મળે !”

 
તિલકજીએ હાસ્ય કરતાં જવાબ આપ્યો, “મારા અગ્નિસંસ્કાર ની ચિંતા ભલા હું શું કામ કરું !  આપણી નગરપાલિકા શા કારણસર બનાવવામાં આવી છે ?   મારી ચિતા ની ચિંતા તેઓને થશે.  તેઓજ બધી સામગ્રી ભેગી કરશે અને મને અગ્નિસંસ્કાર આપશે.”  આ સાંભળી અને તે મિત્ર એકદમ અવાક-દિગ્મુઢ થઇ ગયો અને તેને કશું બોલી શક્યો નહિ.

 

 

(૨)  સદાચાર …

 

 

એક વખત ગાંધીજી મુંબઈ મેલથી ત્રીજા વર્ગમાં યાત્રા કરી રહ્યા હતા.  તેઓએ જોયું કે એક યાત્રીને વારંવાર ઉધરસ આવતી હતી.  તે વ્યક્તિ જોર-જોરથી ઉધરસ ખાતો તો હતો, પરંતુ નજીકમાં જ  નીચે થૂકતો પણ હતો.  બાપુ બે વખત તો શાંત બેસી રહ્યા, પરંતુ તે વ્યક્તિ જ્યારે ત્રીજી વખત થૂંકવા ગયો કે તેમણે તેમનો હાથ પેલાના મોઢા નીચે રાખી દીધો, જેનાથી બધોજ કફ તેમના હાથ પર પડ્યો.  બાપુએ તરત જ તેને ડબ્બાની બહાર ફેંકી અને પોતાના હાથ ધોઈ નાખ્યા.

 
આ જોઈ પેલો યાત્રી ખૂબજ શોભજનક પરિસ્થિતિમાં મૂકાઈ ગયો – શરમાઈ ગયો અને તેણે ગાંધીજીની માફી માંગી.  ત્યારે તેમણે તેને સમજાવતા કહ્યું, “જુઓ ભાઈ, આ ગાડી આપણી જ છે.  જો  તેનો દૂરુપયોગ કરશો તો મુશ્કેલી તો આપણને જ થવાની છે.  બીજું, ગાડીમાં થૂંકવાથી બીમારી બીજાને લાગવાની પણ પૂરી સંભાવના રહે છે, માટે મેં તારા કફને અહીં નીચે પડવા ન દીધો.”

 

 

(૩)  ઉચ્ચકુળ નાં અભિમાન થી મુક્તિ …

 

 

વૃદ્ધાવસ્થામાં આચાર્ય રામાનુજ એક બ્રાહ્મણ શિષ્યનો સહારો લઇ અને ગંગા સ્નાન કરવા માટે નિયમિત જતા હતા.  પાછા ફરતી સમયે તે એક ક્ષુદ્ર વિદ્યાર્થી નાં ખભા ઉપર હાથ રાખી દેતા હતા.  તેમના આ પ્રકારના વ્યવહારથી થોડાક રૂઢિવાદી – ચુસ્ત લોકો હલબલી જતા અને તેઓમાં ચણભણાટ અંદરો અંદર શરૂ થઇ ગયો.  આમાંથી એકે એક દિવસ તેમને સપષ્ટ કહી જ દીધું, “આચાર્ય, ગંગા-સ્નાન થી શુદ્ધ થઇ અને તમારો ક્ષુદ્ર નો સહારો લેવો ઉચ્ચિત – યોગ્ય નથી.”

 
આચાર્યએ હસતાં હસતાં જવાબ આપ્યો, “જેને તમે ક્ષુદ્ર માનો છો, સ્નાન કર્યાબાદ તેના ખભા પર હાથ એટલા માટે હું રાખું છું કે મારુ ઉચ્ચ કુળ અને ઉચ્ચ જ્ઞાતિનું અભિમાન ધોઈ  શકું, કારણ કે આ અભિમાન નાં મેલને પાણીથી ધોઈ શકવા માટે હું  અસર્મથ છું.”

 

 

(૪)  શું જાણીએ ક્યા વેશમાં …

 

 

સંત એકનાથજી કમંડળ માં ગંગા-જલ ભરીને કાશીથી રામેશ્વરની યાત્રા કરી રહ્યા હતા.  ગરમીના દિવસો હતા.  જોજન નાં જોજન સુધી પાણી મળતું નહતું.  સંત એકનાથે જોયું કે એક ગધેડો પ્યાસથી તડપતો મૃતપાય: અવસ્થામાં આવી ગયો હતો.  તેમણે પાણીનું કમંડળ તેના મોઢામાં રેડી આપ્યું.  ગધેડામાં જીવ આવી ગયો ને તે ઊઠી ગયો.  શિષ્યોએ જોયું તો તેઓ બોલ્યા, “આ તમે શું કરી નાખ્યું; હવે ભગવાન શિવનો અભિષેક કઈ રીતે થશે ?

 
એકનાથજી એ ખૂબજ સંતોષનો અનુભવ કરતાં તેમને કહ્યું, “અરે !  શું તમે ન જોયું, સ્વયમ્ દેવાધિદેવ રામેશ્વર (શિવ) જ ગધેડાના રૂપમાં અહીં આવ્યા હતા.  કેટલા કૃપાળુ છે તે.  સવ્યમ્ જ આવી ગયા અને આપણને ત્યાં સુધી જવાનું કષ્ટ ન આપ્યું તેમણે.

 

 

(પ્રે.પ્ર.૫૯-૬૧,૬૩/૩૬-૩૮)
 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • dhiren

    મહાપુરુષોના પ્રેરક વિચારોએ એમને આટલા પ્રેરણાના સ્ત્રોત સમા બનાવ્યા હોય છે…ખરે..આવા લોકો સમાજ માટે ઉપકારક હોય છે.