પ્રાર્થના : આધ્યાત્મિક સ્નાન …

પ્રાર્થના :  આધ્યાત્મિક સ્નાન …

  

prayer2a

 

Cool Entertainment Only On Sweet Angel ?Join US
 

નિત્ય પ્રાર્થનાઃ

 

પ્રાર્થના હ્રદયની હોય, જીભની નહિ.
પ્રાર્થના તો અદભુત વસ્તુ છે.
ઘણી વસ્તુ એકલા ન કરીએ તે
સમુદાયમાં આપણે કરીએ છીએ.

-ગાંધીજી

 

 

પ્રત્યેક ધર્મમાં પ્રાર્થનાનો મહિમા ગવાયો છે.  વાતાવરણની શુદ્ધતા અન્રે પવિત્રતા માટે પ્રાર્થના આવશ્યક અને અનિવાર્ય છે.  આમ તો પ્રાર્થના એટલે યાચના.  ઈશ્વર પાસેથી કશુક પ્રાપ્ત કરવાની અપેક્ષા.  કંઈક મેળવવાની આકાંક્ષા.  તે પછી શુખ-શાંતિ માટે હોય કે ઐશ્વર્યની પ્રાપ્તિની મહેચ્છા હોય, કે પછી ધન-વૈભવની સમૃદ્ધિ માટેની યાચના હોય.  જ્યારે સંસારથી વિરક્ત અને આધ્યાત્મિક સાધનામાં ડૂબેલાં સાધુ – સંતો માટે તો પ્રાર્થના ચિત્તશુદ્ધિનું એક આધ્યાત્મિક સ્નાન જ કહી શકાય !

 
પ્રાર્થનાનો શાબ્દિક અર્થ કશુંક માંગવું તેવો થાય છે.  મનુષ્ય પોતાની આધિ, વ્યાધિ અને ઉપાધિથી દૂર પરમ સુખની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરતો હોય છે.  સાંસારિકોની પ્રાર્થના મોટે ભાગે સ્વાર્થ પ્રેરિત હોય છે.  નિ:સ્વાર્થ પ્રાર્થના કરનારા સાધુ-સંતો કે ઋષિમુનિઓ જ ગણી શકાય.  મહાત્મા ગાંધીજી સવાર-સાંજ રોજ નિયમિત પ્રાર્થના કરતા હતા અને તેને માટે પ્રાર્થના સભાનું આયોજન કરતા હતા.  અને આધ્યાત્મિકતાને વરેલા મહાનુભાવો મોટે ભાગે પોતાની દિનચર્ચાનો પ્રારંભ અને રાત્રીના આરામ પહેલાં પ્રાર્થના કે પ્રભુસ્મરણ અવશ્ય કરતા હોય છે.

 
પ્રાર્થના આમ તો હૃદયનું મૌન છે.  તેથી તેને વાણી કે ભાષાના માધ્યમની ભાગ્યેજ આવશ્યકતા રહે છે, તેમ છતાં પ્રાર્થના બોલવાથી કે ગાવાથી ચિત્ત અને વાતાવરણમાં શાંતિનો અહેસાસ થાય છે.  સાથે સાથે વાતાવરણ શુદ્ધ, નિર્મળ અને પવિત્ર બને છે.  પ્રાર્થના ઈશ્વર પ્રાપ્તિનો સાદો, સરળ અને હાથવગો માર્ગ છે.  પ્રાર્થનાના પ્રારંભથી ચિત્તવૃત્તિ શાંત અને નિર્મળ બને છે, અને આત્માની મલિનતા ઉપર પવિત્રતાનાં પુષ્પો ખીલે છે.  અંતર-શુદ્ધિની પ્રક્રિયાનો પ્રારંભ પ્રાર્થના વડે થાય છે.  પ્રાર્થના હૃદયની મલિનતા દૂર કરનારા આધ્યાત્મિક સાબુ છે.

 
શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને ચાર પ્રકારના ભક્તોનો મહિમા વર્ણવ્યો છે.  આ ચાર પ્રકારના ભક્તોમાં આર્ત (દુઃખી), જિજ્ઞાસુ, અથાર્થી (પ્રાપ્તિની અપેક્ષાવાળા –યાચક)  અને જ્ઞાનીનો સમાવેશ થાય છે.

 
આર્ત પોતાના દુઃખ-દર્દો તેમજ આધિ-વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત થવા પ્રાર્થના કરે છે.  જિજ્ઞાસુ આત્માનું અને ઈશ્વરનું ખરું સ્વરૂપ પામવા પ્રાર્થનાનો માર્ગ અપનાવે છે.  અથાર્થી મોટે ભાગે ભૌતિક સમૃદ્ધિ, સુખ-સંપત્તિ, ઐશ્વર્ય તેમજ ચિરકાળ યૌવનની પ્રાપ્તિની મહેચ્છા માટે પ્રાર્થનાનો આશરો લે છે.  જ્યારે જ્ઞાની પુરુષ નિષ્કામ ભાવે માત્ર ભક્તિભાવથી પ્રેરાઈને જગત કલ્યાણ અર્થે પ્રાર્થનાને પોતાનું સર્વોત્તમ સાધન ગણે છે.  આપણાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી આ છેલ્લા પ્રકારની પ્રાર્થનામાં લીન રહેતા હતા.

 
પરમાત્માની હાજરીની અનુભૂતિ થાય તે ક્ષણ સાચી પ્રાર્થના ગણાય.  પરમાત્મા આમ તો નિરંજન નિરાકાર અને સચરાચરમાં વ્યાપ્ત છે.  કેન ઉપનિષદની કથામાં તો તેનો મહિમા ગાતા કહેવાયું છે કે, ‘તેમની ઉપસ્થિતિ વગર અગ્નિ નાનકડાં તણખલાંને પણ બાળી શકતો નથી.’

 
કવિ કલાપીની પેલી જાણીતી કાવ્ય પંક્તિ અનુસાર, ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની …’  તદ્દ અનુસાર ઈશ્વર પૃથ્વીના પ્રત્યેક પદાર્થમાં કે અણુ-અણુમાં, કણ-કણમાં વ્યાપ્ત છે.  પરંતુ સચરાચરમાં વ્યાપ્ત ઈશ્વરની અનુભૂતિને ચિત્ત પ્રદેશમાં જગવવા માટે પ્રાર્થના એક ચિનગારી બને છે.

 
શ્રીમદ્દ ભાગવતમાં રંતિદેવની પ્રાર્થના માણવા જેવી છે.  જેમાં કહેવાયું છે કે ‘ન ત્વ હં કામયે રાજ્યં ન સ્વર્ગ નાપુનર્ભવમ્ |’  કાયમે દુઃખ તપ્તાનાં પ્રાણીનામાર્તિનાશનમ્ ||’

 
અર્થાત્   ‘હું રાજ્યની કે સ્વર્ગની કે મોક્ષની પણ કામના રાખતો નથી.  દુઃખથી આર્ત બનેલાં બધાં જ પ્રાણીઓનાં દુઃખ-દર્દો દૂર થાય એટલી જ મારી કામના-મનોકામના કે ઈશ્વરને પ્રાર્થના છે.’

 
ભારતીય પરંપરામાં ભક્ત કવિઓ અને સંતોના જીવનમાં અનેક પ્રસંગોએ પ્રાર્થનાના પ્રત્યક્ષ પરચા નોંધાયેલાં છે.  દ્રૌપદીના વસ્ત્રહરણ વેળાની શ્રીકૃષ્ણને થયેલી પ્રાર્થના.  ભક્ત પ્રહલાદે અગ્નિસ્તંભ પર કરેલી પ્રાર્થના સાથે સાથે નરસિંહ મહેતાની હૂંડી સ્વીકાર વેળાની પ્રાર્થના તેમજ મેવાડના કૃષ્ણપ્રેમી મીરાંબાઈની પ્રાર્થના. 

 
પ્રાર્થના …અર્થાત પ્ર + અર્થ એવા મૂળ શબ્દપ્રયોગ પરથી નિર્મિત શબ્દ પ્રયોગ છે.  વિશિષ્ઠ પ્રકારે ઈશ્વરને કરવામાં આવતી વિનંતી.  અમુક કામના, ફળપ્રાપ્તિ, કષ્ટમુક્તિ કે કલ્યાણદાન અર્થે ઈશ્વરને કરવામાં આવતી વિનંતિપૂર્વકની અર્જ એટલે જ પ્રાર્થના.  પેલી કાવ્ય પંક્તિ પ્રભુધામના દરવાજે દસ્તક આપતી હોય તેવી છે.

 
‘દયામય મંગલ મંદિર ખોલો દયાળુ પ્રભુ …’  અંતમાં પ્રાર્થના એ આત્માનું પવિત્ર સ્નાન કરીએ તે એક જ છે.  રોજીંદા વ્યવહારમાં સવાર-સાંજ આપણે પણ આધ્યાત્મિક સ્નાન માટે થોડો સમય ફાળવીએ તો કેવું ?

  

(ગ.ગુ.(૨૪)૧૧-૧૨/૪૯)

 

 

 

 

U SWEET ANGELપ્રાર્થના…

 
 

હે પ્રભુ,સંજોગો વિકટ હોય ત્યારે,

સુંદર રીતે કેમ જીવવું ?

તે મને શીખવ.

બધી બાબતો અવળી પડતી હોય ત્યારે,

હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવાં ?

તે મને શીખવ.

પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે,

શાંતિ કેમ રાખવી ?

તે મને શીખવ.

કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે,

ખંતથી તેમાં લાગ્યા કેમ રહેવું ?

તે મને શીખવ.

કઠોર ટીકા ને નિંદાનો વરસાદ વરસે ત્યારે,

તેમાંથી મારા ખપનું ગ્રહણ કેમ કરી લેવું ?

તે મને શીખવ.

પ્રલોભનો, પ્રશંસા, ખુશામતની વચ્ચે

તટસ્થ કેમ રહેવું ?

તે મને શીખવ.

ચારે બાજુથી મુશ્કેલીઓ ઘેરી વળે,

શ્રધ્ધા ડગુમગુ થઈ જાય,

નિરાશાની ગર્તામાં મન ડૂબી જાય ત્યારે,

ધૈર્ય અને શાંતિથી તારી કૃપાની પ્રતીક્ષા કેમ કરવી ?

તે મને શીખવ.

સાભાર:
(અધ્યાત્મ આરોગ્ય- ભાગ -૨)

 

સાભારઃ શાંત તોમાર છંદમાંથી …

 

 

 Sweet Angel

 

diwali greetings

 

Cool Entertainment Only On Sweet Angel ?Join US


 

 

 
બ્લોગ લીંક : http://das.desias.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પરના અપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • અશોકભાઈ,

  નમસ્તે !

  દિવાળી અને નવા વર્ષની તમારી બ્લોગ પોસ્ટ વાંચી આનંદ !

  “સંજોગો વિકટ હોય” ની પ્રાર્થના ખુબ ગમી.

  “પ્રાર્થના”ની સમજ સરસ છે !

  એથી ચંદ્ર કહે ઃ

  પ્રભુ સાથે હ્રદય ખોલી વાતો કરવી એ જ પ્રાર્થના !

  એવી વાતોમાં એનું જ આપેલુંનો સ્વીકાર કરવો એ જ પ્રાર્થના !

  એવા સ્વીકાર સાથે પ્રભુનો પાડ માનવો એ જ પ્રાર્થના !

  એવા પાડ માનવા સાથે પ્રભુના ગુણલા ગાવા એ જ પ્રાર્થના !

  એવા ગુણલા ગાતા, એનામાં “પુર્ણ શ્રધ્ધા” રાખવી એ જ પ્રાર્થના !

  જ્યારે પુર્ણ શ્રધ્ધા હોય ત્યારે “પ્રભુ શરણું” એ જ પ્રાર્થના !

  જ્યારે “શ્રધ્ધા સહીત શરણું” તો એ જ ખરી અને “પુર્ણ પ્રાર્થના” !

  …ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ Chandrapukar

 • mange ashok

  very good

 • અતિ પ્રભાવશાલિ પ્રદર્શન .
  વ્રજનિશ

 • ‘‘…પ્રાર્થનાના પ્રારંભથી ચિત્તવૃત્તિ શાંત અને નિર્મળ બને છે, અને આત્માની મલિનતા ઉપર પવિત્રતાનાં પુષ્પો ખીલે છે. અંતર-શુદ્ધિની પ્રક્રિયાનો પ્રારંભ પ્રાર્થના વડે થાય છે. પ્રાર્થના હૃદયની મલિનતા દૂર કરનારા આધ્યાત્મિક સાબુ છે…’’

  પ્રાર્થના વિષે શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીની એક રચનાનું ગુજરાતી ભાષાંતર

  તમે ઇચ્છતા હો કે ઇશ્વર પ્રત્યુત્તર આપે – તો

  પ્રભુ પ્રત્યુત્તર આપે કે ના આપે,
  તેમને બોલાવ્યા કરો.
  સતત પ્રાર્થનાની ઝુંપડીમાં
  તેમને હંમેશા બોલાવ્યા કરો.
  તે આવે કે ના આવે,
  પણ સત્ય એ છે કે, તેઓ આવી રહ્યા છે,
  તમારી નજીક ને નજીક, એમ માનજો,
  તમારા હ્યદયના દરેક પ્રેમાળ આદેશ સાથે.

  પ્રભુ પ્રત્યુત્તર પાઠવે કે ના પાઠવે,
  તેમને કાલાવાલા કર્યા કરો.
  તમારી અપેક્ષાના, પ્રત્યુત્તરો તે આપે કે ના આપે,
  છતાં પણ સમજજો કે અગોચર રહીને,
  સાનુકૂળ પ્રત્યાઘાત સ્વરૂપે તે આવશે જરૂર.

  સમજજો કે, તમારી ઉંડી પ્રાર્થનાના અંધકારમાં,
  તેઓ રમી રહ્યા છે, સંતા કૂકડી, તમારી સાથે.

  રોગ અને મૃત્યુ મહીં અને જીવનલીલાની મધ્યાંતરે,
  પ્રભુ શાંત રહેલા જણાય તોય નિરાશ થયા વિના,
  તેમને બોલાવ્યા કરો તો-
  તે જરૂરથી પાઠવશે જ – પ્રત્યુત્તર.

  —શ્રી શ્રી પરમહંસ યોગાનંદ

 • Ramesh Patel

  પરમાત્માની હાજરીની અનુભૂતિ થાય તે ક્ષણ સાચી પ્રાર્થના ગણાય.

  નવા વર્ષની શરુઆત શ્રેષ્ઠ વિચારોથી થાય એટલે સારો માર્ગ ને સાર્ચી ઉપલબ્ધી. ખૂબ જ સરસ …શ્રી અશોકકુમારજી.

  રમેશ પટેલ(આકાશદીપ)

 • સૌથી મોટી પ્રાર્થના નિસ્વાર્થ સેવા છે.
  ——-
  નૂતન વર્ષાભિનંદન