પ્રેમસાગરનું ખેંચાણ …

પ્રેમસાગરનું ખેંચાણ ...
– પ્રવાજિકા વેદાન્તપ્રાણા …

 

 

 

 

ગંગાસાગરના મેળાનો દિવસ હતો. ભારતભરમાંથી જાત જાતના સાધુ સંન્યાસી, યાત્રાળુઓ ત્યાં એકઠા થયા છે. વિશાળ રેતાળ પથ પર કેટલાય માણસોએ આશ્રય લીધો છે. ‘બધાં તીર્થ વારંવાર, ગંગાસાગર એકવાર.’ અનેક કષ્ટ વેઠ્યા બાદ સાગર સ્નાન. સાગરના તરંગે તરંગે જાણે મુક્તિનું આહવાન !

 

 

તે પણ આવ્યો છે – આ વર્ષે સોળ વર્ષનો કિશોર : ગુરુદેવ સાથે આવ્યો છે. ગુરુ સેવા જ તેનું લક્ષ્ય છે, તીર્થયાત્રા માત્ર ઉપલક્ષ્ય, વિસ્મય પામીને તે જુએ છે સ્ત્રોતની માફક માણસોની અવર-જવર. કેવાં વિચિત્ર સાજ-સજાવટ, વેશભૂષા, વિભિન્ન સંપ્રદાયના સાધુ સંન્યાસીઓ છે.’ તે જ રીતે ભક્તો અને પુણ્ય કમાવા આવનારનાં ટોળા. મુખમાં ભગવાનનું નામ છે અને હાથમાં સામાન્ય સંપત્તિ –થેલાથેલી, પોટલી ! કેટલાક પાસે વળી સુટકેશ, બેગ-કેટલું બધું ! સમુદ્રમાં બધા સ્નાન કરશે. સમુદ્રની રેત પર કેટલું ય ચાલવું પડશે. સમુદ્રના ઊંચા તરંગો દૂરથી ઉછળતા આગળ ધપી રહ્યા છે. વળી પાછા ફેંકાય છે. કોઈ કિનારો દેખાતો નથી – આકાશમાં અને તટ પર સમુદ્ર અને સરુના વનની હવા ભળી જઇને ચોમેર ફૂંકાય છે. આકાશમાં વાદળાં સાથે પવન શન શન કરતો વાય છે. હવે બંને સમુદ્ર એકાકાર થી રહ્યા છે. – જનસમુદ્ર અને દૂરનો તરંગિત સાગર. આ સાગરમાં તટ પર જ મેળો ભરાયો છે. તેમાં પણ કેટલી રોશની ! કેટલાંય ફેરિયાઓ વસ્તુઓ વેચવા આવ્યા છે. આ બધું પેલો કિશોર વિચારે છે. ખૂબ ઠંડી છે. વચ્ચે વચ્ચે હિમ જેવું ઠંડીનું મોજું દુર્જાવી જાય.

 

 

ગુરુ વૈષ્ણવ છે. માળા-તિલક લગાવે. તેમના હાથમાંના મંજીરા મધુર તાલ – લય સાથે વાગે છે. કાળી –શ્વેત દાઢીમાંથી ગુરુનો ગંભીર સ્વર સંભળાય છે : ‘પ્રેમદાતા નિતાઇ બોલે ગૌરહરિ હરિબોલ.’   કિશોરનો બંસરીની માફક તીવ્ર મધુરગળાનો ઉચ્ચ સ્વર ગુરુના ગંભીર ગળા સાથે રણકી ઊઠે છે. સુર-તાલ-લયમાં ભક્તિભાવનું વાતાવરણ છવાઈ ગયું છે. ઘણા યાત્રીઓ ત્યાં ભજન સાંભળવા ઊભા રહ્યા. બાબાજીની સામે ઠન ઠન કરતા કેટલાક પૈસા પણ પાડવા લાગ્યા પરંતુ બાબાજીનું તે તરફ કંઈ ધ્યાન નથી. તેઓ નામ-ગુણગાનમાં વિભોર છે. અંધારું છવાઈ રહ્યું છે. ચારે તરફ સંધ્યાનો આછો પ્રકાશ પથરાયેલો છે તેથી બધી જ જગ્યાએ અંધારું નથી. પ્રકાશ- અંધકારની છુપાછુપીની રમત ચાલી રહી છે. અચાનક કિશોરે જોયું કે અંધારામાં કાળા બે માણસ  – એમ લાગે છે કે જાણે સામી છાતીએ તેમની આગળ આવે છે.

 

 

 

 

વિચારવાનો સમય નથી – નિમિષ માત્ર – ચક ચક કરતી છરી બતાવીને બોલ્યા : રૂપિયા – પૈસા જે કંઈ મળ્યું છે, તે અમને આપી દે – ગુરુદેવને તો કોઈ સુધ નથી – ચેલો તો હેબતાઈ ગયો છે. નજર જમીન પર રાખીને મોં સંતાડતો બોલ્યો – લઈ લેને – એ પડ્યા – બંને હાથથી ચટપટ બધા રૂપિયા પૈસા લઈ લીધા અને અંધારામાં અલોપ થઇ ગયા. જતાં પહેલાં છરીની અણી કિશોરના હાથમાં ભોંકાવીને લોહીલોહાણ કરી ગયા. ત્યારે એક તીવ્ર ચીસ પડી. બાબાજી ભાનમાં આવ્યા. દિવાસળી જલાવીને જોયું તો કિશોરના હાથ લોહીવાળા. જલદીથી ગુરુદેવ ઊઠ્યા અને ઘા લાગેલ જગ્યાએ મોં લગાડ્યું. પછી કંઈક જડીબુટ્ટી બહાર કાઢીને લગાડી અને પાટો બાંધી દીધો. વળી ભજન ગાવા લાગ્યા. જાણે કશું જ થયું નથી.

 

 

થોડી ભિક્ષા કરી અને જે રૂખો સૂકો રૂટલો મળ્યો તે ખાઈને બંને રેતી પર શેતરંજી, કંતાન, ટુવાલ પાથરીને સૂઈ રહ્યા. રાત્રે બીજા એક વૈરાગી બાબા આવ્યા. ઘટના સાંભળીને દુઃખી થયા. બોલ્યા : સાધુસંતો વચ્ચે કેટલાંય આવા અનિચ્છનીય દુર્વૃત્તિવાળા પણ મેળામાં આવે ! આવાં સ્થળોમાં પણ શાંતિ નથી. શા માટે આવા દુર્જનો અહીં આવે ! નિરઅપરાધીઓને દુઃખ મળે. વિચારી પણ શકાતું નથી કે શા માટે આવો સમય આવ્યો છે – સજ્જન દુર્જનમાં દુર્જનોની પાંચ શેરી ભારી છે ! જવા દો આવી વાતો. કહો, બાબાજી, સમસ્ત જીવન તો નામ – ગુણ – કીર્તનમાં વિતાવ્યું, શું પ્રાપ્ત થયું ? કંઈ લાભ થયો ?

 

 

ગુરુજીના સ્નિગ્ધ મુખ પર આનંદની આભા ચમકી. લાભ વળી શું ? નામ અને નામીમાં શું ભેદ છે ? નામ જપતાં જપતાં નામીનો સંગ થાય. બીજું શું જોઈએ ? આવેલ વૈરાગી ચૂપ થી ગયા. આટલી સહજ સાધના તોય કેવી કઠોર લાગે. ફરી પ્રશ્ન પૂછ્યો : વારુ, જોવામાં આવે છે કે જગતમાં અસત માણસો બહુ સુખી હોય છે. અમારા જેવા સાચા માણસોની નહી ઘરના કે નહિ ઘાટના જેવી હાલત હોય છે.

 

 

બાબાજીના ચહેરા પર સ્નિગ્ધ સ્મિત. આટલી બધી ઉત્પાતની વાતો સાંભળીને ય વિચલિત થયા નહિ. કહ્યું : ભાઈ, જગતની રીત જ એવી છે. નહિ તો નિતાઇ ભગવાનને શા માટે કેહવું પડ્યું : ‘મારે છે કળશ માથે તો પણ હું શું નહિ દઈશ પ્રેમ તેને !’ ભાઈ, તમને ખબર છે. ભક્ત તો રસનો કારોબાર ચલાવે. રસ જેટલો રિફાઈન – અણિશુદ્ધ, ભાવ તેટલો જ શુક્ષ્મ. શુદ્ધ – મન કાચ જેવું સાફ હોય, ત્યારે તેમાં વિદ્યુત ચમકે.

 

 

‘પ્રેમદાતા નિતાઇ બોલે, ગૌરહરિ હરિ બોલ,
નિતાઇ લાવ્યા છે નામ ગૌરહરિ હરિબોલ,
નામ જ શક્તિ, નામ જ ભક્તિ, નામ જ મુક્તિ ભાઈ !
નામ સિવાય બીજું કંઈ કેહવાની શક્તિ નથી.

 

 

આવેલ બાબાજીએ હવે કિશોરને જોયો. તમાલપત્ર જેવો શ્યામ; મોટી મોટી હરણ જેવી આંખો. તેમણે પૂછ્યું- ક્યાંથી ચેલો મળ્યો ?’

 

 

બાબાજી : ‘કોણ ચેલો, બાબા ? એ બધું ગૌરનું એશ્ચર્ય મારી પાસે આવેલ છે અને બરાબર પોતાનો માર્ગ ઓળખી લેશે, એમ કહેતા કહેતા મધુ સ્વરે ગાવા લાગ્યા:

 

 

‘ગૌર પ્રેમનો રંગ લાગ્યો છે શરીરે
ગૌર ચાંદનો પ્રેમસાગર ગળે છે એ સહુને
આવી વ્યથાનો વ્યથી બીજું કોણ છે !
હાથ પકડી ખેચે સમીપ.’

 

 

વાતાવરણ જાણે ભાવ માધુર્યમાં  રણકી ઊઠયું છે. રાત થવા આવી છે. ધીમે ધીમે ચારે તરફ શૂનકાર ચાવાઈ ગયો. હાડકાં કંપાવે તેવી ઠંડી. રાતના જાગતું એક પક્ષી વચ્ચે વચ્ચે ચક્કર મારતું ઊડે છે અને કલરવ કરે છે.

 

 

અંધકાર ભર્યા સાગર તરફ બાબાજી એકીટશે જોઈ રહ્યા છે. નાનાં મોટાં નદી-નાળાં, ગંગા નિજ કિનારો છોડીને, ગઈકાલે સાગરમાં પહોંચ્યાં છે. કિશોર સૂઈ ગયો. બાબાજીની આંખમાં નીંદર નથી. મનમાં જગન્નાથપુરીના મહાપ્રભુની સ્મૃતિ જાગી છે – રથયાત્રા-સમુદ્રસ્નાન. તે સમુદ્ર ધન્ય થયો હતો જ્યાં ગૌરાંગ દેવે બાર વર્ષ સુધી નૃત્ય કર્યું હતું. તે તરંગોના નૂપુર-ઝંકાર આજે પણ અટક્યા નથી, સમુદ્રના મોજામાં ભળી ગયા છે. હરિબોલનો પુનિત ધ્વનિ અને આજે આ સમુદ્રના તટ પર માણસો હોવા છતાંય આકાશમાં – હવામાં સ્તબ્ધતા વ્યાપી છે !

 

 

દૂરથી જાણે એક પ્રકાશ આગળ આગળ ધપી રહ્યો છે. જોઇને શું થાય ! ધીમે ધીમે એક જ્યોતિર્મય મૂર્તિ ઊભી રહી. મુંડન કરેલું મસ્તક, કોપિન ધારી, હાથમાં કમંદળુ. તેમના શરીરમાંથી જ્યોતિ નીકળે છે. હાથ ઊંચો કરીને બાબાજીને બોલાવે છે. બાબાજી ઊભા થયા. છાતીમાં ગડગડ કરતો નામનો ધ્વનિ ઊઠે છે, સર્વાંગ આવેશમાં કાંપે છે. તો શું સ્વપન સત્ય થયું ? ગૌરે જે સ્વપ્નમાં કહ્યું હતું : ‘હું આવીશ, સાગરસ્નાન કરીશ. ઠીક તેમ જ થયું !’

 

 

બાબાજી એ સોના જેવી કાયાની પાછળ પાછળ ચાલવા લાગ્યા. થોડું ચાલ્યા, વળી અંધકાર, વળી દૂરમાં તે મૂર્તિને જોઈ. સમુદ્રની પાસે ચાલ્યા જાય છે. જુએ છે કે ધીમે ધીમે સમુદ્રના જળમાં તે જ્યોતિર્મય કયા વિલીન થઇ ગઈ. બાબાજીની ચેતના ધીમે ધીમે લોપ થઈ. પછી કાંઈ યાદ રહ્યું નહિ.

 

 

સંભવત: પોલીસના લોકોએ આવીને તે અચેતન શરીરને ઉપાડ્યું. કિશોરના અફાટ રૂદનથી બાબાજીને સંજ્ઞા આવી ત્યારે ધોમધખતો દિવસ હતો. સમુદ્રની હવા વહે છે – લોકોનો કોલાહલ સંભળાય છે. એક છાવણીમાં બાબાજીને સુવાડાવ્યા છે. ધીમે ધીમે બાબાજી આંખ ખોલીને જુએ છે તો વળી આંખ મીંચે છે. કિશોર અશ્રુપૂર્ણ આંખોથી પ્રશ્ન કરે છે. ‘રાત્રે એકલા એકલા ક્યાં ગયા હતા ? મને કેમ ન બોલાવ્યો.’

 

 

બાબાજી – અરે ! મને જ તે બોલાવીને લઇ ગયા. ચાલ, મારું સાગરસ્નાન કરી આવ. પાછું ફરવું પડશે. પ્રેમનો સાગર તો ત્યાં જ છે. ચાલ, ચાલ-

 

 

ગણગણવા લાગ્યા :
મનમાં થાય તળિયે ડૂબ્યે રહું
ગૌરચાંદનો પ્રેમ મગર ગળે છે, એ સહી લઉં.’
કિશોર સાવધાનીથી સ્નાન કરી આવ્યો. બાબાજી જાણે અન્ય પ્રકારના માણસ થઇ ગયા છે. આંખ અને મુખ પર કેવો પ્રેમ, કેવો અગાધ પ્રેમ !

 

(રા.જ. ૩-૧૨(૨૨-૨૪)/૫૫૬-૫૮)

 

બ્લોગ લીંક: http://das.desais.net
email:[email protected]

 

આજની પોસ્ટ ‘પ્રેમસાગરનું ખેંચાણ ..’ આપને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લગ પોસ્ટ પર મૂકી આભારી કરશો …!

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • Prabhudas.Pokar

  very good

 • Bhupendra Patel

  adbhut chhe..

 • Bipinchandra

  નાસી પાસ દયા જનક લાચાર (માનવીની)માન્વીની (સંધ્યા) સઁધ્ધા એ ઊભૂ કરેલ ઈલુઝન. બહાનુ સરસ બતાવી (સંધ્યા) સઁધ્ધાનુ પરીમલ ગંગાના નીરને કયાઁ (કર્યા)પ્રદુશીત. ભોગવસે નવી પેઢી હુ કેમ ન વિચરૂ મારી અંધ (શ્રદ્ધા)સઁધ્ધા તણી નવમા. શુ સચોટ વાતાઁ (વાર્તા) વણી છે.

 • Yogen Doshi

  Excellent