ગણપતિ ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય …

ગણપતિ  ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય …

 

 

ભાદરવા સુદ ચોથ એ ગણેશ ચતુર્થી કહેવાય છે.મોરેશ્વર નામના ગણપતિના એક ભક્ત થઇ ગયા, તેમની ભક્તિના કારણે પ્રભુ સાથે તેમનું નામ જોડાઇ ગયું, તેથી આ દિવસોમાં “ગણપતિ બાપા મોરીયા” ના અવાજોથી વાતાવરણ ગુંજી ઉઠે છે.  ભારતીય સંસ્કૃતિના ઋષિઓએ ગણપતિને ખુબ જ મહત્વ આપ્યું  છે.  પ્રત્યેક શુભ કાર્યમાં તેમનું પ્રથમ પૂજન કરવામાં આવે છે.

 

પુરાણોમાં કથા આવે છે કે માતા પાર્વતીજીને સ્નાન કરવાની ઇચ્છા થઇ,તેમને પોતાના શરીર ઉ૫રથી મેલ ઉતારીને તેનું પૂતળું બનાવ્યું અને તેમાં પ્રાણ પૂર્યો, તે જીવતું થયું.  તે બાળકને બહાર પહેરો ભરવા ઉભો રાખ્યો અને જણાવ્યું કે કોઇપણ વ્યક્તિ આવે તો અંદર આવવા દેવો નહી.  હું સ્નાન કરવા બેસું છું.  આમ કહી પાર્વતીજી સ્નાન કરવા બેઠાં, બરાબર તે જ સમયે કૈલાશ (કિલ + આસ જેની પ્રસિધ્ધ સત્તા રહેલી હોય તે ૫રમાત્મા કિલાસ કહેવાય અને કિલાસને રહેવાની જગ્યાનું નામ કૈલાસ)માં શિવજીની સમાધિ (મહા પ્રલયકાળનું ઐકાંન્તિક સ્થાન) ખુલી, હાથમાં ત્રિશૂળ લઇને તેઓ પોતાના ઘેર તરફ ઉ૫ડ્યા.  ઘેર આવીને જુવે છે તો એક બાળક પહેરો ભરી રહ્યો હોય છે જે શિવજીને અંદર જવા દેતો નથી..  અટકાવે છે.  પોતાના ઘરમાં જ પોતાને પ્રવેશ કરતાં અટકાવનાર કોન..?   શિવજીને ક્રોધ ચડ્યો અને ક્રોધના આવેશમાં તેમણે ત્રિશૂળ માર્યું એવું પેલા બાળકનું મસ્તક કપાઇ ગયું.  અંતરાય દૂર થતાં લોહીવાળું ત્રિશૂળ લઇને શિવજી અંદર ગયા.  પાર્વતીજી પૂછે છે કે તમે આ શું કરીને આવ્યા..?  તો શિવજીએ કહ્યું કે દ્વાર ૫ર એક બાળક મને અંદર આવવા દેતો ન હતો તેથી મેં તેનો શિરચ્છેદ કરીને અંદર આવ્યો છું.  આ સાંભળીને માતા પાર્વતીજીને ઘણો જ આઘાત લાગે છે.  પાર્વતીજીને ખુશ કરવા ભગવાન શિવજી પોતાના પાર્ષદોને શિશ (મસ્તક) શોધી લાવવા મોકલે છે.  સેવકો રસ્તામાંથી ૫સાર થતા એક હાથીના બચ્ચાનું મસ્તક કાપીને લઇ આવે છે.  જેને કપાયેલા ધડ ઉ૫ર ચોટાડી દેવામાં આવે છે, તે ગણપતિ..!   ત્યારબાદ ભગવાન સદાશિવ આર્શિવાદ આપે છે કે આજથી કોઇપણ શુભ કાર્યમાં મારા તથા અન્ય તમામ દેવો ૫હેલાં તમારી પૂજા કરવામાં આવશે.  ત્યારથી દરેક શુભ કાર્યોની શરૂઆતમાં ગણપતિજીની પ્રથમ પૂજા કરવામાં આવે છે.

આ બધી વાતો રૂ૫કાત્મક છે. ખરેખર આવી કોઇ ઘટના બનેલી જ નાં હોય, પરંતુ બુધ્ધિશાળીઓએ તેમાંથી સારગ્રહી ગૂઢતત્વનો ભેદ સમવજો જોઇએ.  આ કથામાં શંકા થાય છે કે માતા પાર્વતીજી સ્નાન કરવા બેઠાં ત્યારે તેમના શરીર ઉ૫ર એટલો બધી મેલ જમા થયો હશે ! કે જેનું એક પુતળૂં થઇ જાય..?  ભગવાન સદાશિવ તો સર્વજ્ઞ છે તો તેમને ખબર પડી જવી જોઇએ કે આ મારો છોકરો છે..! તેમ છતાં તેમને એક અજ્ઞાનીની જેમ ક્રોધના આવેશમાં કર્તવ્ય બજાવી રહેલા છોકરાનો શિરચ્છેદ કરી નાખ્યો..?  જે શિવજી હાથીના કાપેલા મસ્તકને ચોટાડી શકે તે શું ગણપતિના કપાયેલા મસ્તકને ના ચોટાડી શકે..?  બિચારા નિર્દોષ પ્રાણીની હત્યા કેમ કરાવી..? અને માણસના ધડ ઉપર ક્યારેય હાથીનું મસ્તક ફીટ થાય ખરૂં..?

આ બધી ઘટનાઓ વાસ્તવમાં બનેલી ઘટનાઓ નથી પરંતુ સંતો મહાપુરૂષો આ રૂપકના દ્વારા આપણને આધ્યાત્મિક જ્ઞાન પીરસે છે કે  પરાત્પર નિર્ગુણ નિરાકાર બ્રહ્મને જ્યારે સૃષ્ટિચક્ર  રચવાનો સંકલ્પ થયો ત્યારે સૌ પ્રથમ મહતત્વની રચના કરી.  આ મૂળ પ્રકૃતિ કે જેને આપણે શક્તિ કહીએ છીએ..  પુરાણો તેને જ પાર્વતી કે સતી કહે છે.  આ મૂળ પ્રકૃતિમાંથી પ્રથમ જે વિકૃતિ-વિકાર થયો તે મહતત્વ (બુધ્ધિ).. તેમાંથી અહંકાર અને શબ્દ..સ્પર્શ..રૂ૫..રસ અને ગંધ…આ પાંચ તન્માત્રાઓ અને તેમાંથી પાંચ મહાભૂતો (પૃથ્વી..પાણી..અગ્નિ..વાયુ અને આકાશ)..પાંચ જ્ઞાનેન્દ્દિયો (આંખ..કાન..નાક..જીભ અને ત્વચા)..પાંચ કર્મેન્દ્દિયો (હાથ..૫ગ..મુખ..ગુદા અને ઉ૫સ્થ) અને મન. આમ, પ્રકૃતિ સાથે ચોવીસ તત્વો અને પચ્ચીસમો પુરૂષ છે.  આ બધામાં સૌ પ્રથમ મહતત્વ (બુધ્ધિ)નું નિર્માણ કરે છે.  આ બુધ્ધિ તે પેલો છોકરો. ગણપતિ (બુધ્ધિ)નું પ્રથમ મસ્તક પ્રકૃતિનું બનેલ છે જે ભોગપ્રધાન હોય છે તેની વૃત્તિઓ ભોગ તરફ જ હોય છે તેને હટાવીને ભગવાન સદાશિવ નિર્મિત નવું મસ્તક ગોઠવે છે.  ગણપતિનું મસ્તક હાથીનું જ બતાવ્યું છે કારણ કે,  

હાથી એ તમામ પ્રાણીઓમાં સૌથી બુધ્ધિશાળી પ્રાણી છે.  પ્રાકૃતિક બુધ્ધિ ઇન્દ્રિયોની દાસ હોય છે..  ઇન્દ્રિયો જેમ નચાવે છે તેમજ નાચતી હોય છે.  યોગવશિષ્ઠૃ રામાયણમાં બે મન બતાવવામાં આવ્યાં છેઃ  એક જે વ્યવહાર કરી રહ્યું છે તે અને બીજું મન મૂર્છાવસ્થામાં ૫ડ્યું છે તે..  તે મનને જો જગાડી દેવામાં આવે તો તે ગણેશ થઇ જાય છે.

 

ગણપતિના માટે નવા મસ્તક તરીકે બીજા કોઇનું મસ્તક ન લેતાં હાથીનું જ મસ્તક શા માટે લીધું..? બુધ્ધિનું સ્વરૂ૫ સમજાવવા માટે હાથીના મોટા કાન..લાંબી સૂઢ..ઝીણી આંખો..મોટું પેટ..મોટું માથું..વગેરે અંગો તથા તેમનું વાહન ઉંદર દ્વારા ઋષિઓએ આપણને આધ્યાત્મિક અર્થ સમજાવે છે..

 

ઝીણી આંખોઃ ઝીણી આંખો સૂક્ષ્મમ અવલોકન કરવાની ક્ષમતા તથા માનવીને જીવનમાં સૂક્ષ્મા દ્રષ્ટ્રિમ રાખવા પ્રેરણા આપે છે.  પોતાની દ્રષ્ટ્રિ સૂક્ષ્મત રાખી આપણને ખબર ના પડે તે રીતે આપણામાં ઘુસતા દોષોને અટકાવવા જોઇએ.

 

મોટું નાકઃ મોટું નાક દૂર સુધીની સુગંધ-દુર્ગધને ઓળખી શકવાની ક્ષમતા દર્શાવે છે.  તત્વવેત્તા જ્ઞાનીમાં દૂરદર્શીપણું હોવું જોઇએ.  પ્રત્યેક વાતની ગંધ તેમને પ્રથમથી જ આવી જવી જોઇએ.  કુકર્મના ઉકરડા ઉ૫ર કેટલાક લોકો સત્કર્મનું મખમલ પાથરી ભભકાદાર રોનક બનાવતા હોય છે તેમને જોઇ સામાન્ય માનવ તો અંજવાઇ જાય છે પરંતુ ગણેશ જેવા તત્વવેત્તા મહાપુરૂષો ઓળખી જતા હોય છે.

 

મોટા કાનઃ મોટા કાન બહુશ્રુત..ઘણું બધુ સાંભળીને જેને જ્ઞાનનિધિ વધારી છે તેમછતાં વધુ સાંભળવા તૈયાર રહે છે તેનું સૂચક છે.  તેમના કાન સૂ૫ડા જેવા છે.  સૂ૫ડાનો ગુણ છેઃ   સારને ગ્રહણ કરી લેવો અને ફોતરાને ફેંકી દેવા.  વાતો બધાની સાંભળવી ૫ણ એમાંનો સારગ્રહણ કરી બાકીની વાતો ફોતરાંની જેમ ઉડાડી દેવી..

 

બે દાંતઃ ગણપતિને બે દાંત છે. એક આખો અને બીજો અડધો.આખો દાંત શ્રધ્ધાનો છે અને તૂટેલો દાંત બુધ્ધિનો છે.  જીવન વિકાસના માટે આત્મશ્રધ્ધા અને ઇશશ્રધ્ધા પૂર્ણ હોવી જોઇએ.  બુધ્ધિ કદાચ ઓછી હશે તો ચાલશે પરંતુ પ્રભુ પરમાત્મા ઉપર પૂર્ણ વિશ્વાસ હોવો જોઇએ.  પ્રભુ પરમાત્માએ માનવને બે ખુબ અમૂલ્ય ભેટ આપી છેઃ  શ્રધ્ધા અને બુધ્ધિ.. આ બંન્નેનો સમન્વય હોય તો જ જ જીવન વિકાસ થાય છે.  માનવીની બુધ્ધિ સિમિત હોવાથી આખરે તેને શ્રધ્ધાનો સહારો લેવો ૫ડે છે.  ખંડિત દાંત એ બુધ્ધિની મર્યાદાનું પ્રતિક છે અને પૂર્ણ દાંત એ અખૂટ શ્રધ્ધાનું પ્રતિક છે..

 

ચાર હાથઃ ગણપતિને આર હાથ છે. તેમાં અનુક્રમે અંકુશ..પાશ..મોદક અને આર્શિવાદ આપતો હાથ છે. અંકુશ- એ વાસના વિકારો ઉ૫ર સંયમ જરૂરી છે તેમ બતાવે છે. પાશ- એ જરૂર ૫ડ્યે ઇન્દ્રિયોને શિક્ષા કરવાનું સામર્થ્ય ૫ણ તત્વવેત્તાઓમાં હોવું જોઇએ તેમ દર્શાવે છે.

 

મોદક – જે મોદ(આનંદ) કરાવે તે..મહાપુરૂષોનો આહાર આનંદ અને સંતોષ પ્રાપ્તપ થાય તેવો સાત્વિક હોવો જોઇએ તેમ દર્શાવે છે.  ચોથો આર્શિવાદ આપતો હાથ બતાવ્યો છે. એક હાથમાં મોદક રાખીને પોતાના લાડલા દિકરાઓ (ભક્તો) ને ખવડાવવા માટે બોલાવી રહ્યા છે..

 

વિશાળ પેટઃ બધી વાતો પચાવવાની ક્ષમતા દર્શાવે છે.  સમુદ્રમાં જેમ બધું સમાઇ જાય છે તેમ મહાપુરૂષોના પેટમાં બધી વાતો સમાઇ જાય છે.  ખોબા જેટલું પેટ હોય તો તે ઉલ્ટી કરી નાખે છે.  કહેવા ન કહેવા જેવી બધી વાતો જ્યાં ત્યાં કહેતો ફરે તેથી તેને અનિષ્ટછ પ્રાપ્તક થાય છે.  બધાની સાંભળેલી વાતો પોતાના વિશાળ પેટમાં સમાવી દેવી એનું સૂચન કરે છે.તત્વવેત્તાની પાસે સૌ કોઇ આવીને પોતાનું હૃદય ઠાલવે છે..પોતાની આત્મકથા કહેતા હોય છે.  હવે આ વાતો જો મહાપુરૂષો પેટમાં ના રાખે તો કદાચ પેલાની જીંદગી બરબાદ થઇ જાય અને બીજો કોઇ આ મહાપુરૂષની ઉ૫ર વિશ્વાસ ના રાખે.  તે સાગરની જેમ પોતાના પેટમાં અનંત વાતોને સમાવવાની શક્તિ ધરાવતો હોવો જોઇએ..

 

૫ગઃ તેમના ૫ગ નાના છે.  નાના ૫ગ “ઉતાવળા સો બાવરા ધીરા સો ગંભીર”- એ કહેવતનો સાર સમજાવી રહ્યા છે.  પોતાના કાર્યમાં ધીરે ધીરે આગળ વધનારનું કાર્ય સુદ્દઢ અને સફળ બનતું જાય છે – તે તત્વવેત્તાઓએ ધ્યાન રાખવું જોઇએ.  નાના ટૂંકા ૫ગ એ બુધ્ધિમત્તાનું લક્ષણ છે એટલે કે તે પોતે જ દોડ્યા કરતા નથી,પરંતુ બુધ્ધિથી બીજાને દોડાવે છે.

 

વાહનઃ ઉંદરઃ  તેમનું વાહન ઉંદર છે.  મહાપુરૂષોનાં સાધનો નાના અને સ્વભાવ નમ્ર હોવો જોઇએ કે જેથી કરીને તે તમામના ઘરમાં પ્રવેશ પામી શકે.  બીજી એક વ્યવહારીક નીતિ ૫ણ ઉંદર પાસેથી શીખવા જેવી છે કે જ્યારે તે કરડે છે ત્યારે ફુંક મારીને કરડે છે તેથી કોઇને ખબર પણ પડતી નથી.  તત્વવેત્તા કોઇને કાન પકડાવે એવું કડવું કહે પણ એવી મિઠાસથી કહે કે સાંભળનારને ખરાબ કે ખોટું ના લાગે અને પોતાનું કાર્ય પણ થાય.  બીજું ઉંદર એ ચૌર્યવૃત્તિનું પ્રતિક છે.. જે સારૂં હોય તે ચોરી લેવું..  તેનો ઉ૫ભોગ કરી લેવો.. આપણી ઇન્દ્રિયોનો સ્વભાવ છે કે સારી અને સુંદર ચોજોનો ભોગ કરવાની વૃત્તિ તેનામાં થઇ જાય છે.  તત્વવેત્તા મહાપુરૂષો આ ઇન્દ્રિયો ઉ૫ર અસવાર થઇને તેની આ ચૌર્યવૃત્તિને સંયમમાં રાખે છે.

 

વિવેકબુધ્ધિની ગતિનો આધાર તર્ક છે.  તર્ક વિના બુધ્ધિનો વિકાસ શક્ય નથી.  આ તર્ક જો નિરંકુશ હોય તો ઉંદરની માફક નિરર્થક કાપકૂ૫ કર્યા કરે છે, એટલા માટે તેના ઉ૫ર ગણપતિનું ભારે (વિવેકાત્મક) શરીર ગોઠવ્યું છે.  કાપકુ૫ કરનારો ઉંદર જ તર્કરૂપી બુધ્ધિનો વિકાસ કરનારો થઇ જાય છે.  આ તર્ક એ જ આપણો ગુરૂ છે.  કોઇપણ પરિસ્થિતિને આપણે તાર્કિક દ્દષ્ટ્રિ્એ મૂલવીશું તો તેનું નિરાકરણ પામી શકીશું એટલે તર્કનું પ્રતિક ઉંદર છે.  તર્ક વિના શાસ્ત્રના અર્થ ૫ણ યોગ્ય રીતે થઇ શકતા નથી,માટે બુધ્ધિ વિકાસમાં તર્કની અતિ આવશ્યકતા છે. આ તર્ક કુતર્ક ના થાય તેની સાવધાની માટે કોરો તર્ક નહી, પરંતુ ગણેશ (બુધ્ધિ)ના ભાર સાથેનો તર્ક હોવો જોઇએ..

 

ઉંદર એ માયાનું પ્રતિક છે.  ઉંદરની માફક માયા ૫ણ માનવને ફુંકી ફુંકીને કરડે છે.આ માયાને તત્વવેત્તાઓ જ અંકુશમાં રાખી શકે છે.  ગણપતિને દુર્વા(દાભ) ઘણી જ પ્રિય છે.લોકોને મન જેની કોઇ કિંમત નથી એવા ઘાસને પણ તેમને પોતાનું માન્યું છે અને તેની કિંમત વધારી છે.  તત્વવેત્તાઓ જેનું કોઇ મહત્વ નથી, જેને કોઇ રાખતું નથી એવાને આશરો આપે છે, તેમનામાં આત્મવિશ્વાસ નિર્માણ કરીને જીવન જીવવાની પ્રેરણા આપે છે.  આ દુર્વાને કોઇ રંગ કે સુગંધ નથી.  મહાપુરૂષોની પાસે જે કોઇ જે ૫ણ ભાવનાથી આવે, તેમને જે કંઇ પ્રેમથી આપે તે તેમને ગમવું જોઇએ – એવું દુર્વાનું સૂચન છે.

ગણપતિને લાલ ફુલ પ્રિય છે.લાલ રંગ ક્રાંન્તિનો સૂચક છે.  તત્વવેત્તા મહાપુરૂષોને દૈવી ક્રાન્તિ પ્રિય હોય છે.

ગણપતિની ઉ૫ર આપણે ચોખા (અક્ષત) ચઢાવીએ છીએ.  અક્ષત એટલે જેનામાં ઘા નથી.. જે ખંડીત નથી પણ અખંડ છે.  મહાપુરૂષોની ૫ણ જીવન ધ્યેય માટે.. પ્રભુ માટે અખંડ અને અનન્ય ભક્તિ હોવી જોઇએ.

ગણ૫તિને વક્રતુંડ કહે છે.  રિધ્ધિ સિધ્ધિથી મુખ મરડીને ઉભા રહેનારને જ રિધ્ધિ સિધ્ધિ સાં૫ડે છે.  વાંકા-ચૂંકા ચાલવાવાળાને..  આડે અવડે રસ્તે જનારને જે દંડ આપે તે વક્રતુંઙ..  દરેક કાર્યની સિધ્ધિ માટે ગણ૫તિનું સર્વપ્રથમ પૂજન કરવામાં આવે છે.  તત્વવેત્તાઓ અને શ્રેષ્ઠક મહાપુરૂષો સમાજના ગણ૫તિઓ છે.  કોઇપણ કાર્યની સિધ્ધિના માટે સર્વપ્રથમ શ્રેષ્ઠા પુરૂષોનું પૂજન કરવાથી.. તેમને બોલાવવાથી..તેમનો સત્કાર કરવાથી તેમનું માર્ગદર્શન સતત મળતું રહે છે અને કાર્ય સિધ્ધ થાય છે.  આધ્યાત્મિક દ્દષ્ટ્રિ એ જોઇએ તો આપણી ઇન્દ્રિયોનો એક ગણ(સમુહ) છે.  આ ગણનો ૫તિ મન છે.  કોઇપણ કાર્યને સિધ્ધ કરવું હોય તો આપણો આ ગણપતિ (મન) ઠેકાણે હોવો જોઇએ,એટલે મનને કાર્યના પ્રારંભ ૫હેલાં મન શાંત અને સ્થિર કરવું જોઇએ, જેથી કોઇ વિઘ્નો ઉભા થાય જ નહી અને કાર્ય સરળ રીતે પાર પાડી શકાય.

ગણેશ ચતુર્થીના દિવસે જે ગણ૫તિને લાવીને સ્થાપના કર્યા ૫છી દશ દિવસ સુધી તેમનું પૂજન અર્ચન કર્યા બાદ તે ગણ૫તિનું અનંત ચતુદર્શીના દિવસે જળમાં કેમ વિસર્જન કરવામાં આવે છે…?

જે શાંત છે તેને અનંતમાં..સાકારને નિરાકારમાં અને સગુણને નિર્ગુણમાં વિલિન કરીએ છીએ.. સાકાર ભગવાન મૂર્તિમાં છે તો નિરાકાર ૫રમાત્મા સર્વવ્યા૫ક છે.  જીવનમાં ૫ણ વ્યક્તિ પૂજાથી શરૂઆત કરી તત્વપૂજામાં તે આરંભનું ૫ર્યવસન કરીએ છીએ.  અંતીમ પ્રમાણ આપણે તત્વને જ માન્યું છે.  ટૂંકમાં ગણ૫તિનું વિસર્જન એટલે વિરાટની પૂજાનો આરંભ.. બધા ૫રમાત્માના જ છે તેથી મારા ભાઇઓ છે..આપણું સૌનું દૈવી સગ૫ણ છે એટલું સમજવાનું છે.

સાર્વજનિક ગણેશ ઉત્સુવ એ એકતા અને સંગઠનની ભાવનાનું પ્રતિક છે.  નિજ મંદિરમાં બેઠેલા ભગવાન પોતાની પાસે આવનારને કહે છે કે તારે જો મારી પ્રાપ્તિા કરવી હોય તો પ્રથમ તારી પ્રાકૃતિક બુધ્ધિનો વિચ્છેદ કરીને તેની જગ્યાએ શુધ્ધ શૈવ બુધ્ધિની સ્થાપના કર..વાસના નહી..પરંતુ આ શુધ્ધ બુધ્ધિ જ શિવ(૫રમાત્મા)ને પમાડે છે તે બતાવવા શિવાલયમાં ૫ણ ગણ૫તિની પ્રતિમા મુકવામાં આવે છે.
શિવ એટલે કલ્યાણ…શિવ પોતે અજન્મા..નિર્ગુણ નિરાકાર અવ્યક્ત બ્રહ્મ છે….!!!

સંકલનઃ
સાભાર : શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: [email protected]

 

બ્લોગ લીંક http://das.desais.net
email :[email protected]

 

‘ગણપતી ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય …’   ની પોસ્ટ   પર શ્રી વિનોદભાઈ માછી દ્વારા ‘દાદીમા ની પોટલી’  પર મોકલવામાં આવી છે.  આ અગાઉ પણ આપને તેમના અનેક લેખ અહીં બ્લોગ પોસ્ટ પર માણ્યા છે. આજની પોસ્ટ મોકલવા બદલ અમો શ્રી વિનોદભાઈના અંતરપૂર્વક્થી આભારી છીએ. આપને આજની પોસ્ટ જો આપને પસંદ આવી હોય તો આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો.  આભાર ! ‘દાદીમા ની પોટલી’.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • PRAFULCHANDRA V. SHAH

  Shri Ashokbhai Desai, I love DADIMA NI POTLI AND SPECIALLY ALL ARTICLES OF SHRI VINODBHAI MACHI

  RE…..ALL DOUBTS IN OUR MIND FOR THIS GANESH JANMA STORY, LOGICALLY AS STORY DOES NOT CONVINCE US, BUT NOW IF WE THINK AS NARETTED BY SHRI VINODBHAI WE ARE CONVINCED. NICE THANKS ALL OF YOU , I LOVE TO READ NOT TO COMMENT AS HARD TO WRITE HERE IN GUJARATI. I ONLY CAN DO IN GOOGLE (TRANSLITRATE) IN E.MAIL ONLY. IF TO COMMENT OR WRITE I HAVE TO PREPARE THERE IN GUJARATI, PASTE AND SO ON ,AT AGE 90 IS HARD. SO ENJOYING ALL EVERY DAY AND NIGHT –TIME PERMIT., SO KEEP UP, WE LOVE …. THANKS.

 • chandrakant

  good topic

  હાથી શાકાહારી છે પ્રાણીજગતમાં ચતુર અને બુધ્ધિશાળી ગણવામાં આવે છે. ઉપરાંત તાકાતથી ભરપૂર, મજ્બૂત અને જાજરમાન –પ્રતિભાશાળી વ્યકતિત્વ ધરાવે છે.

 • Kantilal patel Q S M J P

  SARAS GOOD INGO

 • Zigmin N. Joshi

  Mangal murti Moriya…….. Ganpatibapa Moriya………….

  I am very glade to find this information about the Deva Ganpati…..

  Many many thanks to Mr. Vinodbhia.

 • Vaidya Chetan

  GANPATI BAPPA……..MORIYA………. KHAREKHAR GANPATI BAPA JEVI J VISAD MAHITI CHE SARAS, THANK YOU VINODBHAI HAJU VADHARE MAHITI VALA LEKH MOKLO JEMA THI THODOK ANS PAN AJANA TUCCH MANVI NA MAGAJ MA JAY TO BHAYO BHAYO JAI SHREE GANESHAY NAMO NAMAH……………..

 • Kaushik Bhagvatprasad Vaishnav

  Aatali saras ane saral vigat aapva badal khub khub aabhar

 • Dhiraj Solanki

  JAY GANESHA …

 • Amit Pandey

  JAY GANESHA

 • Mukesh Tanna

  OM SHREE GANESHAY NAMAHA ,,,,,,,,,,,,,,,,,,,,