મમતા મોટી બલા … (ચિંતન પ્રેરણા) …

મમતા મોટી બલા … (ચિંતન પ્રેરણા) …
– બ્રહ્મલીન સ્વામી આત્માનંદ …


 

 

 

 

‘મમતા બૂરી બલા’  એવી કહેવત છે. એટલે કે મમતા એક મોટી બલા છે. એ વાત સાચી કે મમતાને લીધે માતાપિતા પોતાનાં સંતાનોનું ભરણપોષણ કરવાની પ્રેરણા મેળવે છે. પણ અતિ મમતાના રોગથી પીડાતા લોકો સ્વાર્થના અત્યંત સાંકડા વર્તુળમાં ઘેરાઈ જાય છે અને તે સંકુચિત, અનુદાર અને પક્ષપાતી બની જાય છે.

એક ન્યાયાધીશની ઘટના યાદ આવે છે. એણે કેટલાય અપરાધીઓને ફાંસીની સજા આપી હતી. પણ એક દિવસ જ્યારે એનો પોતાનો છોકરો કોઈની હત્યાના અપરાધમાં એની જ કોર્ટમાં હાજર થયો ત્યારે આ ન્યાયાધીશનો સ્વર બદલાઈ ગયો. તેઓ એવી દલીલ કરવા લાગ્યા કે ફાંસીની સજા માનવીય છે. માણસને આવી સજા દેવી યોગ્ય નથી એનાથી અપરાધીની સુધારી જવાની આશા મારી જાય છે. ખૂન કરનાર લાગણીના આવેશમાં અને ઉશ્કેરણીથી ખૂન કરી નાખે છે. જ્યારે એની ઉત્તેજના દૂર થઇ જાય છે ત્યારે એને પોતાના કરેલા કુકર્મ માટે દુઃખ થાય છે. એટલે આવી વ્યક્તિને ફાંસીને માચડે ચડાવીને એના પસ્તાવાનો માર્ગ બંધ ના કરી દેવો જોઈએ. હવે આ ન્યાયાધીશની સામે પોતાના છોકરાને બદલે જો બીજો કોઈ હોત તો અચકાયા વગર એણે ફાંસીની સજા આપી દીધી હોત. પણ અહીં પોતાના છોકરા પ્રત્યેની મમતા એના કર્તવ્યપાલનમાં નડતરરૂપ બની ગઈ.

આપણે આ સંસારને ‘પદાર્થનિષ્ઠ’ દ્રષ્ટિકોણથી જોઈ શકતા નથી. એ આ મમતાનું કારણ છે. સંસારને અને જગતને જોવાની બે રેત છે, એક છે આત્મલક્ષી અને બીજી છે વસ્તુલક્ષી. પદાર્થને પોતાના કેટલાક વિશેષ ગુણો છે. એ ગુણો એક પદાર્થના સંદર્ભમાં અપરિવર્તનશીલ છે પણ વ્યક્તિભેદને લીધે એનાં મહત્વ અને ઉપાદેયતામાં ભિન્નતા ઉદભવે છે.

ઉદાહરણ તરીકે આપણે એક સોનાની લગડી લઈએ. સોનાની દ્રષ્ટીએ સોનાના જ ગુણ છે તે પરિવર્તિત થતા નથી. પણ ભિન્નભિન્ન વ્યક્તિ એને અલગ દ્રષ્ટિએ જોવાની. કોઈ એમાં હાર જોશે તો કોઈ વળી બંગડી. જેને કાનની કડી જોઈતી હોય તેઓ એ જોવાના. આ રીતે વ્યક્તિભેદને લીધે, સોનાની સાથેના રાગાત્મક સંબંધમાં ભિન્નતા દેખાય છે. જો આપણે આ રાગાત્મક સંબંધ હટાવી લઈએ તો વ્યક્તિ નિરપેક્ષ દ્રષ્ટિએ સોનાને જોવા સમર્થ બની શકીએ. પછી એને સોનું સોનું જ દેખાશે. આપણે આ વાતને જરા વધારે સ્પષ્ટ કરીએ.

એક માણસ જરૂર પડતાં સોનાનું ઘરેણું વેચવા દુકાન પર આવે છે. આવી વ્યક્તિ માટે ઘરેણાનું રૂપ સાચું હોય છે અને લેનાર દુકાનદાર માટે તો એમાં રહેલું સોનું જ સાચું. એને એના રૂપની જરાય પડી નથી. ઘરેણું હાથમાંથી નીચે પડી જાય તો વેચનાર જલદી એને ઉપાડી લે અને ક્યાંય તૂટ્યું તો નથી ને એ પણ જોઈ લે. પણ દુકાનદાર તો જરાય ચલિત થતો નથી. ઘરેણું તૂટે એની એના પર જરાય અસર નથી. ઘરેણું ખંડિત (તૂટેલું) હોય કે અખંડિત હોય એને માટે તો બંને સરખું, કારણ કે તેને એમાં સોનું જ દેખાઈ છે.

મમતાના આ રોગે આપણને એટલા ઘેરી લીધા છે કે એને લીધે આપણુ રાષ્ટ્રીય ચારિત્ર્ય પણ ખંડિત થયું છે. મમતાના રોગોમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય એ છે કે આપણે પોતાના દ્રષ્ટિકોણને વધારે ને વધારે વસ્તુલક્ષી બનાવીએ.

વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન આ મમતાને ‘ચેતનાનો દ્રષ્ટિગત ભ્રમ’ કહે છે. તેમણે પોતાના એક મિત્રને આત્મિયજનના મૃત્યુ પ્રસંગે સાંત્વના આપતા પત્રમાં આમ લખ્યું છે : ‘આ સમગ્રને જેને આપણે જગત કહીએ છીએ તે દેશ અને કાળમાં બંધાયેલ એક અંશ છે. માનવ પોતાને, પોતાના વિચારોને અને ભાવનાઓને બીજા બધાથી અલગ માનીને અનુભવે છે. આ એની ચેતનાનો એક રીતે દ્રષ્ટિગત ભ્રમ છે. આ ભ્રમ આપણા માટે કેદખાના જેવો છે અને એ ભ્રમ આપણી પોતાની વ્યક્તિગત ઈચ્છાઓ અનેર ગણ્યાંગાંઠ્યા નજીકના લોકો પ્રત્યે ચાહનાના કેદખાનામાં પૂરી દે છે. એટલે આપણે આપણા પોતાના સહાનુભૂતિના વર્તુળને એટલું વિસ્તૃત કરવું જોઈએ કે જેનાથી બધાં પ્રાણીઓ અને સમગ્ર પ્રકૃત્તિ પોતાના સૌંદર્ય સાથે આવીને એમાં સમાઈ જાય. આવી રીતે આપણે આપણી જાતને આ કેદખાનામાંથી મુક્ત કરી શકીએ. જો કે પૂરેપૂરી રીતે કોઈ વ્યક્તિ એને સાધી ના શકે છતાં પણ એને સાધવા માટેનો પ્રયાસ કરવો એ પણ મુક્તિનું એક અંગ છે અને આંતરિક સુરક્ષાનો આધાર છે.’*

સાભાર : શ્રી મનસુખભાઈ મહેતા  દ્વારા સ્વામી આત્માનંદજીના હિંદી લેખનું ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત કરેલ છે….
(રા.જ. ૮-૧૨/(૨૨) ૨૦૬-૨૦૭)

 

ચિંતનકણિકા :

આપણે માગીએ છીએ બેના સમન્વયપૂર્વક વિકસેલો માનવી … મહાન હૃદય, મહાન મન, (મહાન કર્મવાળો) …

એવો માણસ કે જેના હૃદયમાં દુનિયાનાં દુ:ખો અને શોકને માટે ખૂબ જ લાગણી હોય … જે વસ્તુઓને માત્ર અનુભવી શકે એટલું જ નહિ, પણ તેમનો અર્થ કાઢી શકે, જે પ્રકૃત્તિના અને સમજશક્તિના હૃદયમાં ઊંડો ઊતરે. આપણે એવો મનુષ્ય માગીએ છીએ કે જે અટકે નહીં, પણ જે પોતાની લાગણીઓને અને અર્થને ખરેખરો કાર્યોમાં ઉતારે. બુદ્ધિ, હૃદય અને બળના આવા સંયોગની આપણને જરૂર છે.

 

– સ્વામી વિવેકાનંદ
(ગ્ર.મા.૬.૮૩)

 

બ્લોગ લીંક : http://das.desais.net
email: [email protected]

 

‘મમતા મોટી બલા’ … ચિંતન પ્રેરક આજની પોસ્ટ / લેખ જો આપણે પસંદ આવ્યો હોય તો આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ નાં કોમેન્ટ્સ બોક્ષ પર આવી મૂકશો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે. આભાર … ! ‘દાદીમા ની પોટલી’

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • Ajaykumar Rathod

  Excelllent .I Honestly believe that we all are should be like that.

 • chandrakant

  good artikal must read કારણ કે તેને એમાં સોનું જ દેખાઈ છે

 • madhusudan khandwala

  khub sunder article chhe.

 • jitenra patel

  પસંદ આવ્યો

 • ashok patel

  good for chintan

 • Navaldan Rohadia

  આદરણીયશ્રી,

  ‘મમતા મોટી બલા’લેખ ખૂબજ ગમ્યો.પ્રિયા જૈન દ્વારા તમારા બ્લોગના લેખો મારા ઇ-મેઇલ પર આવે છે તે બદલ તેમનો પણ આભાર.

 • mangeashok

  very good

 • surekha d. parikh

  nice

 • ASHOKKUMAR NAGINDAS SHAH

  t’s a very nice artical to read…..

 • Jagdish Manilal Rajpara

  NICE ONE