ભગવાન શ્રી કૃષ્ણ … (વિવેક્વાણી) …

ભગવાન શ્રી કૃષ્ણ … (વિવેક્વાણી) …

 

શ્રી કૃષ્ણનું મહાન કાર્ય હતું આપણી આંખો ઉઘાડવાનું અને માનવજાતિની આગેકૂચ તરફ વિશાલ દ્રષ્ટિથી જોતાં શીખવવાનું. સર્વમાં સત્ય જોવા જેટલું વિશાળ હૃદય સહુ પ્રથમ એમનું જ બન્યું હતું; દરેકેદરેકને માટે સુંદર શબ્દો ઉચ્ચારનાર સહુ પ્રથમ તેઓ જ રહ્યા હતા.

શ્રીકૃષ્ણના સંદેશમાં આપણને બે વિચારો … મુખ્યત્વે જણાય છે.

એક છે ભિન્ન – ભિન્ન વિચારોનો સમન્વય અને

બીજો છે અનાસક્તિ. સિંહાસનરૂઢ રહીને કે સૈન્યનું સંચાલન કરતાં કરતાં અને પ્રજાઓ માટે મોટી મોટી યોજનાઓ ઘડતાં ઘડતાં પણ મનુષ્ય પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે, ઉચ્ચતમ ધ્યેયે પહોંચી શકે છે.

 

હકીકતે શ્રીકૃષ્ણનો મહાન ઉપદેશ યુદ્ધના મેદાનમાં જ આપવામાં આવ્યો હતો.

 

શ્રીકૃષ્ણ પ્રાચીન પુરોહિતોની દાંભિક્તાઅને અર્થહીન અનુષ્ઠાનો ને બરાબર પારખી ગયા; અને છતાં એમાં પણ એમને કંઈક શુભ જણાયું છે.

 

તમે જો બળવાન માનવી હો તો સારી વાત છે; પરંતુ તમારી દ્રષ્ટીએ પૂરતો શક્તિશાળી ન હોય તેવા અન્યને શાપ આપો નહીં… દરેક જણ એમ એમ બોલે છે : ‘ધિક્કાર છે તમને લોકોને !’ પણ કોઈ એમ કહે છે ખરું કે ‘હું તમને સહાય નથી કરી શકતો તેથી મને ધિક્કાર હો ?’ લોકો પોતાની શક્તિ, સ્થિતિ અને જ્ઞાન પ્રમાણે જે કાંઈ  કરે છે તે બરાબર છે. જે સ્થિતિએ તેમને લાવી શકતા નથી તે માટે મને ધિક્કાર હો !

 

એટલે શ્રીકૃષ્ણ કહે છે કે ધાર્મિક અનુષ્ટાનો, દેવોની ઉપાસના અને પુરાણ કથાઓ, એ બધું બરાબર છે … શા માટે ?  

 

કેમ કે એ બધાં એક જ લક્ષ્યે લઇ જાય છે. અનુષ્ઠાનો, શાસ્ત્રો અને મૂર્તિઓ : આ બધાં અખંડ સાંકળની કડીઓ જેવાં છે.તેમને પકડી લેવાં એ પ્રથમ બાબત છે. જો તમે નિખાલસ હો અને તમારા હાથમાં જો ખરેખર જ એક કડી આવી ગઈ હોય, તો તેને છોડશો નહીં.; અન્ય કડીઓ અવશ્ય હાથમાં આવશે જ. પણ લોકો તેને પકડતા નથી. પોતે શું પકડવું જોઈએ એ વિશે નિર્ણય કરવામાં અંદરોઅંદર ઝઘડવામાં તેઓ સમયનો વ્યય કરે છે, અને અંતે કાંઈ પકડતા નથી … આપણે હંમેશા સત્યની શોધમાં રહીએ છીએ પણ તેને પહોંચવા કદી ઇચ્છતા નથી. આપણે માત્ર અહીંતહીં ફરવાની અને પૂછપરછ કરવાની મજા માણવા માગીએ છીએ. આપણામાં શક્તિ તો ઠીકઠીક પ્રમાણમાં છે. પણ આપણે તેનો એ રીતે વ્યય કરીએ છીએ.

 

તેથી શ્રીકૃષ્ણ કહે છે : મુખ્ય કેન્દ્રમાંથી નીકળતી આ અનેક સાંકળો પૈકીની ગમે તે એકને પકડો. કોઈ એક માર્ગ અન્ય કરતાં વધારે મહત્વનો નથી … ધર્મ અંગેના કોઈ પણ નિખાલસ મતની નિંદા કરશો નહીં. આ કડીઓમાંની એકને તમે પકડી રાખો; એ તમને  મધ્ય કેન્દ્રે અવશ્ય ખેંચીને લઇ જશે. તમારું પોતાનું હૃદય જ તમને બીજું બધું શીખવશે. તમારા અંતરમાં રહેલો શિક્ષક તમને તમામ મતવાદો અને તમામ ફિલસૂફીઓ શીખવશે …

ઇશુની જેમ શ્રીકૃષ્ણ પણ કહે છે કે પોતે ઈશ્વર જ છે. પોતામાં એ ઈશ્વરને જુએ છે અને કહે છે : ‘મારા માર્ગમાંથી કોઈપણ માનવી એક દિવસને માટે પણ દૂર જઈ શકતો નથી; તમામને મારી પાસે આવવું જ પડે છે. જે કોઈ વ્યક્તિ જે કાંઈ રૂપમાં મારી ઉપાસના કરે છે, તેને હું તે રૂપમાં શ્રદ્ધા ઉત્પન કરાવું છું, અને તેના દ્વારા હું તેને મળું છું… (ગીતા. ૪:૧૨) એનું હૃદય સંપૂર્ણ રીતે સામાન્ય જન માટે જ છે. (૫.૨-૩ )

(રા.જ.૮-૧૨(૫) ૧૮૯)

બ્લોગ લીંક: http://das.desais.net
Email: [email protected]

 

‘ભગવાન શ્રી કૃષ્ણ …’ આજની પોસ્ટ પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ/ કોમેન્ટ્સ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • chandrakant

  nice topik for krushn god

 • Naresh Shah

  A very good topic minutely analysed, will be more helpful to every one to correct himself. Naresh

 • NIMISH KAPADIA

  very nice …

 • chandrakant

  dear Priya good topic thanks

 • mahesh kobawala

  very true thats why god is every where …

 • Subhash Ramanlal Bajwala

  muze kaafi pasand aayaa. Ghanu j saras

 • ajay shah

  very nice