સૌથી સુંદર ફૂલ …

સૌથી સુંદર ફૂલ …
– હેમલતાબેન પારેખ …

 

હેમલતાબેન, ઉંમર ૮૦ વર્ષ, બી.એ. એમ.એડ. ના અભ્યાસ બાદ શિક્ષિકા નો વ્યવસાય સ્વીકાર્યો અને (મુંબઈ) મેથ્સ અને સાઈન્સ સિવાયના લગભગ દરેક વિષયો શીખવતા. અનેક શાળાઓ વ્યવસાય દરમ્યાન બદલી અને શિક્ષિકા તરીકે સેવા આપ્યા બાદ, નિવૃત્તિનો સમય પસાર કરવા અને જીવનનો શેષ સમય વિતાવવા માથેરાનના પહાડોની તળેટીમાં આવેલ નેરલ માં Senior Citizen માટેની Dignity Lifestyle Township માં રેહવાનું પસંદ કર્યું. હાલ આ સુંદર, શાંત, નયનરમ્ય અને સગવડમય વાતાવરણમાં શેષ જીવન પસાર કરે છે. બચપણ થી વાંચવાનો અને લખવાનો શોખ તેમને રહ્યો હતો. ખૂબજ સીધું –સાદું અને સરળ જીવન વિતાવે છે, ખાસ કોઈ જીવનમાં મેળવવાની તમન્ના ધરાવતા નથી. બધાનો પ્રેમ અને સહકાર આજ સુધી મેળવ્યો છે અને જેમને જિંદગી પ્રત્યે કોઈ જ ફરિયાદ પણ નથી. આજે આ જૈફ ઉંમરે પણ જીવનને પર્વૃતિમય રાખી અને અગાઉ વાંચેલા – અનુભવેલા અને દિલમાં ઉભરાતા ભાવોને કાગળ પર શબ્દો દ્વારા કંડારવા કોશિશ કરે છે.

(આ અગાઉ આપણે હેમલતાબેન ના  નાના બેન બંસરીબેનના  બે લેખ અહીં માણેલ, આ ઉપરાંત  તેમના અન્ય એક નાના  બેન જ્યોતિબેન નો પરિચય પણ આપણે અહીં મેળવેલ ., જેઓ ૨૦૦૯ માં તેમના ભાંડુઓ નો અધવચ્ચે સાથ છોડી અને ઈશ્વરને પ્યારા થઇ ગયા છે.)

 

‘દાદીમા ની પોટલી’ પર હેમલતાબેન પારેખ  દ્વારા મોકલવામાં આવેલ આજની પોસ્ટ બદલ અમો હેમલતાબેનનાં અંતરપૂર્વકથી આભારી છીએ. આપને આજ ની પોસ્ટ પસંદ આવે તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ પોસ્ટ સાથેના કોમેન્ટ્સ બોક્ષમાં મૂકશો., જે લેખકની કલમ ને બળ પૂરે છે અને અમોને માર્ગદર્શક બની રહે છે. .. આભાર !

 

પાર્કમાં આવેલા એક વિશાળ વૃક્ષની લાંબી –ચારે બાજુ ફેલાયેલી ડાળીઓની નીચે એક બેંચ પર હું કંઈક વાંચવા બેઠી હતી. જિંદગીની લલચાવનારી ભ્રમણાઓથી હું વિરક્ત હતી. હતાશા અનુભવવા માટે મારી પાસે યોગ્ય કારણ હતું. મને શંકા હતી કે મારી આજુભાજુ એવા સાથીદારો છે જે હંમેશા મારા પાટણ માટે જ પ્રયત્નશીલ છે. આટલું પૂરતું ના હોય તેમ મારા આ દિવસને વધારે ખરાબ કરવા રમી રમીને થાકી ગયેલ એક બાળક હાંફતો હાંફતો મારી પાસે આવ્યો. મારી સામે માઠું ઝુકાવી એકદમ ઊભો રહી ગયો અને ઉત્સાહથી બોલ્યો, “ જુઓ, હું તમારા માટે શું લાવ્યો ?”

 

કેવું દયનીય દ્રશ્ય હતું એ ! તેના હાથમાં એક ફૂલ હતું. પૂરતા પાણી અને પ્રકાશ ન મળવાને કારણે સુકાયેલું સંપૂર્ણ મૂરઝાયેલું હતું એ ફૂલ.

 

તે ઇચ્છતો હતો કે હું એ મૃત ફૂલ લઉં અને તે પાછો રમવાં ચાલી જાય.

 

મેં મોં મચકોડ્યું અને ત્યાંથી થોડી ખસી બેન્ચના બીજે છેડે ગઈ પણ તે તો પાછા જવાને બદલે મારી બાજુમાં બેસી ગયો. તેણે ફૂલને પોતાના નાક પાસે રાખ્યું અને અતિશય ઉત્સાહથી જાહેર કર્યું “અરે ! આની સુગંધ કેટલી સરસ છે ! ફૂલ પણ સુંદર છે તેથી તો મેં તેને ચૂંટ્યું અને લો, તમારે માટે જ લાવ્યો છું.”

 

મારી સામે ધારેલું એ ફૂલ ! મૃત હતું. તેમાં કોઈ ચમકતા નારંગી, ભૂરા, લાલ રંગ ન હતા પણ મને ખબર હતી કે આ છોકરો મને ફૂલ આપ્યા વગર રહેશે નહી. મેં હાથ લંબાવ્યો અને કહ્યું, “ સારું લાવ તારું ફૂલ, મારે તેની જ જરૂર છે.”

 

પણ આ શું ? ફૂલ મારા હાથમાં મૂકવાને બદલે તેણે તો કોઈ કારણ – પ્રયોજન વગર સામે હવામાં ઊંચે ધરી દીધું. અને ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ સુકાયેલું ફૂલ તોડનાર બાળક તો જોઈ નથી શકતો, તે તો અંધ હતો.

 

આટલી સુંદર વસ્તુ મારા માટે લાવવા બદલ મેં તેનો આભાર માણ્યો ત્યારે મારા અવાજમાં એક કંપન હતું અને આંખોમાં આંસુ સૂરજના કિરણોની જેમ ચમકી રહ્યાં હતાં. “તમારું સ્વાગત છે”, તે હસ્યો અને રમવાં માટે દોડી ગયો. તેને ખ્યાલ ન હતો કે તેણે આજે મારા દિવસને કેવો પ્રભાવિત કર્યો ! હું વિચારતી રહી કે તેણે કેવી રીતે જોયું કે વિશાળ વૃખ નીચે એક નિરાશ અમ્હીલા બેઠી છે. તેણે કેવી રીતે જાણ્યું કે હું પોતે મારા જ કાલ્પનિક દર્દમાં આસક્ત બેઠી છું. કદાચ તેની આ સત્ય પારખવાની દ્રષ્ટિનું વરદાન તેના અંતરના ઊંડાણમાંથી મળ્યું હશે.

 

એક અંધ બાળકની આંખો દ્વારા મેં મને જોઈ કે મારી સમસ્યા મારી આસપાસની દુનિયા નથી. સમસ્યા તો હું પોતે જ છું. કારણ કે આજ સુધી હું પોતે જ અંધ હતી.

 

મેં પ્રતિજ્ઞા લીધી કે આજથી જીવનમાં હું ફક્ત સુંદરતા જ જોઈએશ અને મારી દરેક પદને હું સુંદર બનાવીશ.

 

હવે મેં એ સૂકાયેલા ફૂલને નાક પાસે રાખ્યું, સૂંઘ્યું અને મારા શ્વાસમાં મને ગુલાબની સુગંધની અનુભૂતિ થઇ. પોતાના દુઃખમાં આસક્ત બીજા કોઈ વૃદ્ધને બદલવા બીજું એવું જ સૂકું ફૂલ હાથમાં લઈને તે નાનકડા અંધ બાળકને જતો જોઈ હું મલકાઈ ઊઠી.

 

“This was the most beautiful flower” by cheryl Costello – Forshey નું ગુજરાતી ભાવાનુવાદ.

 

– હેમલતા મો. પારેખ
(નિવૃત શિક્ષિકા)
નેરોલ – કર્જત

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • Ramesh Patel

    Very much touching .Nicely expressed.Congratulation for sharing nice story.
    Ramesh Patel(Aakashdeep)

  • સરસ પ્રેરણાદાયક પ્રસંગ.

  • Purvi

    Ati sundar