જે પોતે માગે તેની પાસે માંગવું શું >? … (પ્રેરકકથા) …

જે પોતે માગે તેની પાસે માંગવું શું >? … (પ્રેરકકથા) …

 

શિકારની શોધમાં નીકળેલો બાદશાહ પોતાની રાજધાનીથી વનમાં ખૂબ દૂર નીકળી જાય છે. તે એક પછી એક ખેતર વીંધતો જાય છે. પણ કોઈ શિકાર હાથ લાગે નહીં. તે ભૂખ તરસથી વ્યાકુળ બની ગયો અને ચોપાસ નજર દોડાવતો હતો કે કોઈ ઝૂંપડી દેખાય તો ભૂખ-તરસ છિપાવી શકાય. એવામાં દૂર-દૂર એક નાનકડા ખેતરમાં ખેડૂતની ઝૂંપડી જોઈ અને બાદશાહ એ ઝૂંપડીમાં ગયો. ખેડૂતે બાદશાહને રોટલો અને શાક આપ્યાં. બાદશાહ તૃપ્ત થયો અને બોલ્યો, ‘જો ભાઈ, હું અહીંનો બાદશાહ છું; મારી પાસે સત્તા અને સંપત્તિ બન્ને છે. ક્યારેય મારું કોઈ કામ હોય તો સહેજે સંકોચ રાખ્યા વિના આવી જજે. કશી ફિકર કરતો નહીં. તને મદદ કરતાં મને ખરેખર  આનંદ થશે.’

 

બાદશાહની આ વાત સાંભળી ખેડૂતે કહ્યું, ‘મારે વળી આપનું શું કામ પડશે ? રાજ્યને સમયસર લગાન આપું છું અને આનંદથી જીવું છું.’

 

થોડાં વર્ષો પછીએ રાજ્યમાં દુકાળ પડ્યો. ખેડૂતની પત્નીએ ખેડૂતને કહ્યું : ‘રાજાએ સ્વયં તમને મદદ કરવાનું કહ્યું હતું, તો પછી તેમને મળી આવોને.’

 

ખેડૂત બાદશાહ પાસે ગયો અને બાદશાહ તેણે પ્રેમથી મળ્યાં. તેની આગતાસ્વાગતા કરવાનો હુકમ આપ્યો.

 

થોડીવારમાં નમાજનો સમય થયો એટલે બાળસાહ ખેડૂત ને થોડીવાર બેસવા કહી નમાજ પઢવા લાગ્યા. ઈબાદત કરતી વખતે બાદશાહે બન્ને હાથ ઊંચા ઊઠાવીને ખુદા પાસે દુવા માંગી. ખેડૂત નિરાંતે આ સઘળું જોતો હતો. તેણે બાદશાહને પૂછ્યું, ‘નમાઝના સમયે આપ હાથ ઊંચા કરીને શું કરતાં હતા ?’

 

બાદશાહે કહ્યું, ‘ હું ખુદા પાસે દુઆ માગતો હતો કે મારા રાજ્યમાં સુખશાંતિ રહે, ખુદા મને સમૃદ્ધિ અને સ્વાસ્થય બક્ષે.’

 

ખેડૂતે આશ્ચર્યથી પૂછ્યું, ‘આવી દુઆ માગવાથી ખુદા આપે છે ખરા ?’

 

બાદશાહે વિનમ્રતાથી કહ્યું, ‘આ બધી શાન -શૌકત અને રાજપાટ એ ખુદાની જ દેણ છે.’ બાદશાહ નો  આ ઉત્તર સાંભળીને ખેડૂતે બાદશાહને કહ્યું : ‘હવે હું મારા મારા ખેતરમાં પાછો જાઉં છું. આપે પ્રેમથી મારી ખાતર-બરદાસ્ત કરી એ માટે શુક્રિયા.’ બાદશાહે પૂછ્યું, ‘પણ તમે શા માટે મને મળવા આવ્યા, એનું કોઈ કારણ તો કહ્યું નહીં.’ ખેડૂત બોલ્યો, ‘બાદશાહ સલામત, હું આપની પાસે મદદ માગવા આવ્યો હતો; પણ જ્યારે મેં જોયું કે આપ ખુદ ખુદા પાસે માગી રહ્યા છો ત્યારે વિચાર્યું કે તેની પાસે જ કેમ ના માંગુ, જેની પાસે આપ માગી રહ્યા છો. જે પોતે માગતો હોય તેની પાસે માંગવું શું ? આમ કહીને ખેડૂત પોતાના ગામમાં પાછો ફર્યો.’

 

સંકલિત

(ગ.ગુજ. ૮-૧૧ /૪૯/૪૧)

 

બ્લોગ લીંક: http://das.desais.net
Email: [email protected]

 

 

આજની પોસ્ટ પસંદ આવી હોય તો,આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો. … આભાર! ‘દાદીમા ની પોટલી’

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • Vinodbhai Magnlal Machhi

  ખૂબ જ સરસ રચના

 • પણ પ્રભુ પાંસે….
  એટલું માંગી લવ

  વ્હાલાજી હું એટલું માંગી લવ
  તારા ચરણ કમળ માં રંવ…

  આ સંસાર અસાર છે કેછે પણ, હું કેમ માંગી લવ
  હરિનું બનાવેલું હોય મજાનું, એને સમજી લવ…

  મુક્તિ કેરો મોહ નથી ભલે, અવિરત જનમો લવ
  પણ ભવે ભવે હું માનવ થઈ ને, ગોવિંદ ગાતો રવ…

  બાલા વય માં બ્રહ્મ ના વિસારૂં, કૃષ્ણ લીલા રસ લવ
  દીન દુખી ને આપું દિલાસા, પીડા પર ની હરી લવ…

  દીન “કેદાર” ની એક જ અરજી, તારી નજરમાં રવ
  શ્વાસે શ્વાસે સમરણ કરતાં, અંત ઘડી ને માણી લવ….

  સાર-માનવ માત્ર કેટલો પણ ધનવાન હોય, કેટલો પણ આત્મ નિર્ભર હોય, કેટલો પણ સંતોષી હોય, છતાં ભગવાન પાસે કંઈ ને કંઈ માંગ્યા વિના રહી શકતો નથી. ભલે પછી એ માંગણી અલગ પ્રકારની કેમ ન હોય.
  મોટા મોટા સંતો, મહંતો અને જ્ઞાનીઓ પણ કહે છે કે આ સંસાર અસાર છે, નર્કની ખાણ છે. સહજ છે કે મારામાં એટલી ઊંચાઈની સમજ તો નજ હોય, પણ મને એમ થાય કે શું ઇશ્વરે બનાવેલી કોઈ પણ રચના ખરાબ કે નબળી હોય શકે ખરી? મારા મતે કદાચ આપણે એને સમજી ન શકતા હોઈએ એવું પણ બને.
  નરસિંહ નરસિંહ મહેતાએ ગાયું છે કે “હરીના જનતો મુક્તિ ન માંગે” મુક્તિ મળ્યા પછી શું થતું હશે શું ખબર? પણ માનવ જન્મ મળે અને પ્રભુ કૃપા કરે તો ભજન થાય એતો ખબરજ છે, તો શા માટે માનવ જન્મ ન માંગવો? હા સાથે સાથે હરી ભજન ની અપાર લગની રહે એ જરૂર માંગી લેવું. અને એ પણ બાળપણ થીજ, જેથી જીવનનો એક પણ દિવસ હરી ભજન વિનાનો ખાલી ન જાય. સાથો સાથ બીજાને ઉપયોગી થઈ શકીએ તો જીવન ધન્ય બનીજાય.
  અને એક બીજી અરજ, સંસારમાં રહેતાં હોઈએ એટલે સાંસારિક કાર્યોમાં ક્યારેક તારા ભજન માં થોડો વિક્ષેપ પણ પડે, પણ હે નાથ ત્યારે તું મારાપર નજર રાખજે અને મને મારો અંત સમય તારા સ્મરણ થકી સુધરી જાય તેનું ધ્યાન રાખજે.
  જય શ્રી રામ.

 • ખુબ સરસ વાત કરી કાકા
  ખુદ ભગવાન પાસે જ દુઆ કેમ ના માગીએ આપણે..
  જય સ્વામિનારાયણ..