(૧) માણસ ની કિંમત … અને (૨) બીજી સાઈડમાં પણ દુનિયા છે …(પ્રેરક પ્રસંગો …)

(૧) માણસ ની કિંમત …

 

value of man

 

તૈમૂરલંગ ખૂબજ ક્રૂર રાજા હતો અને તેની ક્રૂરતાથી રાજ્યની પ્રજા દુખી હતી.  તે લંગડા, ઠીંગણા, કદરૂપા માણસે ન જાણે કેટલાય દેશો ને નષ્ટ –પષ્ટ કરી દીધા હતા,  કેટલાય  ઘરો- કુટુંબો ને બેઘર કરી દીધા હતા.  આવા કૂર –પાશવી પાસે એક દિવસ બંદીવાન કેદીઓ ને લાવવામાં આવ્યા, જેઓને આજે સજા તે સંભળાવવાનો હતો.  આ કેદીઓ માં તૂર્કિસ્તાન ના પ્રસિદ્ધ કવિ અહમદી પણ હતા.  તેને જ્યારે પકડીને તૈમૂરલંગ પાસે લાવવામાં આવ્યા, ત્યારે તૈમૂરલંગે  બે ગુલામો તરફ અંગૂલી નિર્દેશ દ્વારા અહમદી ને કહ્યું કે મેં સાંભળ્યું છે કે “ કવિ લોકો મોટા પારખું હોય છે. તો સારું, તમે મને કહો કે આ બે ગુલામો ની કિંમત શું છે?” 

 

” આ બને માંથી કોઈ પણ ૪૦૦ અશરફી થી ઓછી કિંમત ન નથી.”  અહમદીએ જવાબ આપ્યો… આ સાંભળી તૈમૂરને બહુજ આશ્ચર્ય થયું ! તેણે ફરી પ્રશ્ન કર્યો “  ભાઈ તો મારી શું કિંમત છે ?”

 

અહમદી સ્પષ્ટ વક્તા અને સ્વાભિમાની હતા. તેણે જવાબ આપ્યો: “તમારી કિંમત ફક્ત ચોવીસ અસરફીઓ જ છે. “   “ શું, મારી ફક્ત ચોવીસ અશરફી જ કિંમત જ છે ? – આશ્ચર્ય સાથે તૈમૂરે કહ્યું, “આટલી કિંમતની તો ફક્ત મારી  કફની જ છે.”

 

“જી હા, મેં તેની તો કિંમત લગાવી છે.”  – સ્વાભિમાની કવિ એ જવાબ આપ્યો. “ એટલે કે મારી કોઈ જ કિંમત જ નથી ? “  – તૈમૂર ને વળતો ફરી સવાલ કર્યો.

 

“ જી નહીં, કોઇ જ નથી. જે વ્યક્તિમાં દયા જરા પણ માત્રા મા ના હોઈ, તમે જ કહો, એવા દુષ્ટને “માણસ”  તરીકે કઈ  રીતે ઓળખાણ આપી શકાય ? અને આમ છતાં તેની કિંમત પણ શું હોઈ શકે?”

 

તૈમૂર માટે કરેલી વાત સાચી જ હતી, આમ છતાં તે ચૂપચાપ સાંભળતો રહ્યો.  તેને સજા તો તે આપી શકે તેમ ના હતા, અને જો તે સજા કરે તો અહમદી દ્વારા તેની કિંમત જે કરવામાં આવી હતી તે સાચી છે તેમ સાબિત થાય તેમ હતું, તેણે અહમદી ને “પાગલ” છે તેમ જાહેર કર્યું અને છોડી દીધો…

 

(૨) બીજી સાઈડમાં પણ દુનિયા છે …

 

દોસ્તો એક સુંદર વાત રજુ કરુ છુ,વાત એકદમ ટુકી છે પણ બોધ ખુબ જ સુંદર તથા સમજવા જેવો છે,જરુર થી વાંચજો.  …..

 

એક પિતા એક મેગેઝીન વાંચી રહ્યા હતા.એમની નાની બાળકી ત્યાં આજુબાજુ ફરી રહી હતી અને પિતા ને સતાવી રહી હતી.

 

તેથી તે પિતાએ મેગેઝીન માંથી ભારત ના નકશાવાળુ એક પેઝ ફાળ્યુ અને એ પેઝ ના થોડા ટુકડા કર્યા પછી તેની બાળકી ને આ પેઝ ના ટુકડા જોડી અને ફરી નકશો બનાવવા કહ્યુ.

 

પિતાને ખાતરી હતી કે દીકરી આ નકશો જોડવા માં આખો દીવસ નીકડી જશે.

 

પણ આ બાળકી તો અમુક મીનીટો માં જ નકશો જોડી આપ્યો આ જોઈ પિતા ને અચરજ થઈ અને પુછયુ કે દીકરી આ નકશો તે આટલી જલ્દી કેમ જોડી આપ્યો.

 

દીકરી એ જવાબ આપતા કહ્યુ કે “પપ્પા એ નકશા વાળા પેઝ ની બીજી બાજુ એક માણસ નો ચહેરો હતો આ નકશા ને બરાબર જોડવા મેં એ ચહેરો ગોઠવી દીધો.”

 

એટલુ કહી આ બાળકી બહાર રમવા જતી રહી.અને પિતા આ અચરજપુર્વક જોતા રહ્યા.

 

¤બોધ.¤

આપણે દુનીયામાં જે અનુભવીએ છે તેની બીજી બાજુ પણ હોય છે તેથી આપણને જ્યારે મુશ્કેલી આવે તો કોઈ દીવસ ડરી જવુ નહી પણ આપણે બીજી બાજુ જોવુ જોઈએ કદાચ આ મુશ્કેલી આસાન થી પાર કરી શકીએ….

 

સાભાર : સૌજન્ય લેખ પ્રાપ્તિ : ચાલો  ને ‘ gujju ‘ ઓ …

 

આપને ઉપરોક્ત બન્ને બોધકથાઓ પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ જરૂર બ્લોગ પોસ્ટ પર મૂકશો…

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • Vina Desai

  hello, sunder i like both prasang .. good… thanks

 • Sonal Bhatt

  I enjoyed reading it. I am at a stage in my life right now where I am faced with tough choices. A part of me says, this article and others I have read on this site are inspirational and true, but the other part of me says, this might only sound good written in black and white !!! Not sure which is true. I will only know the answer to this once I reach the other side of this situation. I can only hope it is all true as long as I am willing to follow it. I am referring to the article Arti Malkan posted ” This too shall pass” very nice article I felt as if it was written just for me.

 • Hemant Mahendra Dave

  Jarur abhipray aapishu Shri Ashokbhai. Jo buddhi no sacho ane vicharpurvak upyog karvaama aave to jivan ma koi pan taklif , ke, dukho no ukel mushkel nathi. Khubj vicharsheel ane prernadaayi lekh. Tamne sacha dil thi khub khub abhinandan. Mauri, taaro pan sathe khub khub aabhar.

 • Rajnikant A. Shah

  good

 • Sagar Shingala

  relay good story……

 • MANISH KUMAR

  nice bodh path !!! banne vat samajva jevi chhe !!

 • Vipul D. Soni

  Really nice one story.

 • Dr. Madhusudan M. Bhatt

  Nice moral !! Thanks for the same.

  Why do you say “gujju” ?? We are Gujarati. No need to make a short-cut of it !!

 • Anjana Shah

  Very nice!!

 • Kanu Patel

  ખુબજ સરસ
  – માણસ જો પોતાની જગ્યા પર ગોઠવાઈ જાય તો -બાકીની દુનિયા તો આપો આપ ગોઠવાઈ જાય છે !

  અસલ માં બાળકી અને નકશા ની આ વાર્તા – અમેરિકા ના એક વૈજ્ઞાનિક ( પિતા -પુત્ર ની ) છે-
  આ વૈજ્ઞાનિક પોતાના પ્રયોગનું બાકી કામ પૂરું કરવા માટે ઘરે લાવે છે, તો ઘરે તેનો પુત્ર તેને વારે -વારે પ્રશ્નો પૂછી ને હેરાન કરતો હતો તો વૈજ્ઞાનીકે-પિતા તેને આ પરોજાનમાંથી છૂટવા માટે તેની પાસે પડેલું એક સમાચાર પત્ર નું એક પાનું કે જેને ઉપર દુનિયા નો નકશો હતો તે તેને અસ્તવ્યસ્ત ટુકડા કરી ને આપ્યું કે – તું પહેલા આ નકશો મને ગોઠવી આપ ત્યાં સુધી માં મારું કામ પતાવી ને તારા સવાલો ના જવાબ આપું છું. વૈજ્ઞાનીકે એમ માન્યું કે આને સહેજે -વદારે સમય લાગશે અને મારું કામ પૂરું થઇ જશે. પણ તેને અચરજ થયું કે બે -ત્રણ મિનીટ માં તો તેના પુત્રે તેને દુનિયા નો નકશો ગોઠવી ને આપી દીધો – વૈજ્ઞાનીકે-પિતા એ તેના પુત્રને પૂછું કે તે આટલું જડપી કેવી રીતે ? તો તેના પુત્રે જવાબ આપ્યો કે -પાપા તમે જે પાનું ફાડી ને મને આપ્યું હતું તેની પાછર ની બાજુ મેં એક માણસ નો ચહેરો જોયો હતો- બસ મેં તો ફક્ત માણસ ને જ બેસાડવાનું કામ કર્યું છે- બાકી દુનિયા તો આપોઅપ તેની જગ્યા પર બેસી ગઈ !.
  – માણસ જો પોતાની જગ્યા પર ગોઠવાઈ જાય તો -બાકીની દુનિયા તો આપો આપ ગોઠવાઈ જાય છે!

 • Shailesh Patel

  Sari chhe.

 • Nasir Wadiwala

  v good story

 • Praful Patel

  I like both PRASANG

 • Anil Bhatt

  અતિ સુંદર સમજવા જેવી બૌધિક કથા વાર્તાલાપ

 • Shreekant Adhiya

  Nice and real meaningfful.

 • Ramesh Patel

  માણસાઈના દીવા જેવી સુંદર બોધકથા. માણસ માણસાઈ ચૂક્યોતો
  પછી તે કોડીનો જ છે.

  નાના બાળકે માનવને માનવ તરીકે રાખ્યો તો અઘરી વસ્તુ પણ કેવી
  સહજ બની ગઈ..એક મનનીય કથા.

  શ્રી અશોકકુમારજી ..ખૂબખૂબ અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)