ગુરુ… (ભાગ-૧)

ગુરુ … (ભાગ-૧)

ગુરુ વિષે જુદા જુદા  લોકો પાસેથી આપણે અનેક બાબત ની જાણકારી પ્રાપ્ત કરતા હોઈએ છીએ, સાથે સાથે આપણી પણ તે અંગેની અલગ અલગ માન્યતાઓ પણ હોઈ છે. પરંતુ હકીકત શું છે? તે તો ગુરુ મેળવનાર / પામનારને જ ખબર પડે, આજના આ સમયમાં ગુરુઓના પણ મોલ  લાગે છે, અને જેવું મોલનું આકર્ષણ તેવા તેના ગ્રાહક અને આપણે જાણીએ છીએ કે આપણે  વાસ્તવિક જીવનમાં પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ હંમેશ કોઈ એક જ મોલમાંથી ખરીદવાનો આગ્રહ રાખતા નથી, ક્યાં કઈ સ્કીમ છે ? એટલે કે ક્યાં કેટલો લાભ છે ? તે જાણી ત્યાં આપણે જઈશું., બસ આજ નરી/ખરી વાસ્તવિકતા છે. ગુરુ શોધવાથી કોઈને પણ મળી જાય તે વાત હજુ સમજાતી નથી કે મારે પલ્લે પડતી નથી. કારણ કે, તે દ્રવ્ય કે વસ્તુ નથી કે તેને ઊંચા મોલ/ ભાવ આપીને મન પસંદ મોલમાંથી  ગુરુ ખરીદી શકાય ! અને સાથે સાથે તે પણ હકીકત છે  કે આપણી પણ ગુરુ ની  કોઈ ખાસ ક્યાં કાયમ જરૂરિયાત છે ? આપણે તો આપણી  જરૂરીયાત /ઉપયોગીતા પૂરી થાય  એટલે  તે વાત પૂરી.  ત્યારબાદ, આપણે જે અન્ય કોઈ જરૂરીયાત પૂરી કરી આપતા હોઈ કે કોઈ ચમત્કાર કરતા હોઈ તો તેનાથી  અંજાઈ  જાઈ અને તેની શોધમાં નીકળી પડીએ છીએ. માટે જ આવી વૃતિ ધરાવાતા માનસવાળા લોકો  કદી યોગ્ય ગુરુ મેળવી ન શકે  તેમ  અહીં કહીએ તો કશું ખોટું નથી તેમ મને  લાગે છે. કારણ કે  આપણને પણ એટલી ગુરુની જરૂરિયાત પણ ક્યાં હોય છે ? આપણે તો આપણા કેહવાતા દુ:ખો દુર કરવા અને કેહવાતા સુખો ની ભુખ ભાંગવા કોઈ ચમત્કારિક કે  જે આપણી દરેક ઈચ્છા પૂરી કરે અને તે પણ આપણી જ શરત મુજબ આપણો સાથ નિભાવે  તેને શોધીએ છીએ, તેમ કહીએ તો કાઈ ખોટું નથી…? તો સાચા ગુરુ કોણ અને તે ક્યાંથી અને કોને મળે ?
ગુરુ મહિમા અને ગુરુ કોણ તે દર્શાવતો સ્વામી વિવેકાનંદ નો એક સુંદર લેખ અત્રે મુકવાની નમ્ર કોશિશ કરેલ છે, જેનાથી આપણી ભ્રમણાઓ ગુરુ અંગેની જે છે  તે દૂર થશે અને ગુરુ અંગે  મારી સમજ મુજબ  સાચો  ખ્યાલ જરૂર આવશે જ …. ?
ગુરુ …
આધ્યાત્મિક ગુરુ દ્વારા થયેલ સંચરિત જ્ઞાન કરતાં વધુ ઉચ્ચ પવિત્ર અન્ય કાંઈ નથી. જો કોઈ મનુષ્ય પૂર્ણ યોગી બની ગયો હોય તો તે જ્ઞાન એની મેળે આવે છે; પુસ્તકોમાંથી એ મેળવાતું નથી. તમે દુનિયાના ચારે ખૂણે જઈને ભલે શોધી વળો, પણ જ્યાં સુધી તમને સાચો ગુરુ મળે નહીં ત્યાં સુધી તમને સાચો ધર્મ મળી શકવાનો નથી. ગુરુને શોધી કાઢો, બાળકની પેઠે તેમની સેવા કરો, તેની પસ્સેથી શક્તિ મેળવવા માટે તમારૂ હૃદય ખુલ્લું રાખો અને તેનામાં પ્રત્યક્ષ ઈશ્વરનાં દર્શન કરો. ઈશ્વરની સર્વશ્રેષ્ઠ અભિવ્યક્તિ તરીકે ગુરુમાં આપણું ચિત્ત તન્મય થઈ જવું જોઈએ. જેમ જેમ મનની ધ્યાન શક્તિ તેનામાં એકાગ્ર બનશે તેમ તેમ ગુરુ મનુષ્ય છે તેવું ચિત્ર લુપ્ત થશે; શરીર અદશ્ય થશે અને શાક્ષાત ઈશ્વર ત્યાં દેખાશે. જ્ઞાનપ્રાપ્તિ પાછળની ભાવના આવી હોવી જોઈએ. બેશક, આવા ગુરુઓની સંખ્યા દુનિયામાં ઘણી ઓછી હોય છે; પરંતુ દુનિયા એવાઓ વિના કદી પણ સાવ ખાલી રહી નથી. જે ક્ષણે દુનિયામાં આવા ગુરુઓનો તદન અભાવ થશે તે જ ક્ષણે તેનું અસ્તિત્વ મટી જશે, તે એક કારમું નરક બનશે અને નાશ પામશે. આવા ગુરુઓ માનવ જીવનનાં સુંદર કુસુમો છે, દુનિયાને ટકાવી રાખનાર પણ તેઓ જ છે; આ માનવોના હૃદયોમાં જે શક્તિ પ્રગટ થાય છે તે જ સમાજનાં બંધનોને અકબંધ રાખે છે.
આથી વધુ ઉચ્ચ ગુરુઓનો એક વર્ગ છે, જગતના ક્રાઈસ્ટો, બુધ્ધો વગેરે .. આ ગુરુઓના ગુરુઓ મનુષ્યદેહમાં સાક્ષાત ઈશ્વર રૂપે હોય છે. તેઓ ઘણી ઉચ્ચ કોટિના છે; તેઓ સ્પર્શ માત્રથી; ઈચ્છા માત્રથી આધ્યાત્મભાવ સંચારિત કરીને દુનિયાની અધમમાં અધમ અને પતિતમાં પતિત વ્યક્તિઓને પણ એક ક્ષણમાં સંતો બનાવી શકે છે. આપણે તેમની દ્વારા જ ઈશ્વરને જોઈ શકીએ, બીજી રીતે નહીં. તેમની પૂજા કર્યા સિવાય આપણને ચાલેજ નહીં. આપણે ઈશ્વરને તેના વાસ્તવિક સ્વરૂપમાં જોઈ શકીએ નહીં. જો આપણે તેને જોવાનો પ્રયત્ન કરીએ તો આપણે ઈશ્વરના વિકૃત અન્રે હાસ્યાસ્પદ સ્વરૂપની કલ્પના કારી બેસીએ.
ભારતમાં એક કથા છે કે કોઈ અજ્ઞાની મનુષ્યને ભગવાન શંકરની મૂર્તિ બનાવવાનું કેહવામાં આવ્યું. દિવસોના શ્રમ પછી તેણે એક વાંદરાની મૂર્તિ ઘડી કાઢી. તે પ્રમાણે, જ્યારે જ્યારે અપણે ઈશ્વરની પ્રતિમા બનાવવાનોપ્રયત્ન કરીએ છીએ ત્યારે ત્યારે આપણે તેનું એક વ્યંગ-ચિત્ર બનાવીએ છીએ, કારણ કે આપણે માણસ હોવાથી મનુષ્યથી ઉચ્ચ સ્વરૂપે ઈશ્વરને આપણે સમજી શકીએ જ નહીં. જ્યાં સુધી આપણે ખુબ બુદ્ધિમત્તા દર્શાવતા વ્યાખ્યાનો આપી શકી, મહાન તર્કશાસ્ત્રી બની શકીએ અને ઈશ્વર વિષેની આ બધી વાતો છેક અર્થહીન છે તેમ સિદ્ધ પણ કરી શકીએ, પરન્તુ આપણે વ્યાવહારિક-સામાન્ય-બુદ્ધિની-ભૂમિકાએ જરા આવીએ. આ પ્રખર બુદ્ધિની પાછળ છે શું? શૂન્ય, કાંઈ જ નહીં, ફીણ માત્ર.
સાચા આધ્યાત્મિક ગુરુને ઓળખવા કેમ? આ વિષે વધુ માહિતી હવે પછી બીજા ભાગ માં આપવા કોશિશ કરીશ… જે માટે આવતીકાલે અહીં જરૂર મળશો અને આપના પ્રતિભાવ પણ બે શબ્દોમાં મૂકવા જરૂર કોશિશ કરશો, સાથે આ પોસ્ટ પસંદ આવી કે નહિ તે માટે યોગ્ય કોમેન્ટ્સ કે લાઈક બટનનો ઉપયોગ કરવા વિનંતિ….
-સ્વામી વિવેકાનંદ (સ્વા.વિ.ગ્ર.માં.સંચયન,પૃ.૧૯૯-૨૦૦)

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • purvi

    अति सुंदर अशोकजी बहोत ही सुंदर लेख है। आपने बिलकुल सही कहा है की जिस दिन गुरु का अस्तित्व इस धरती से मिट जाएगा उस दिन यह मानव संस्कृति का भी अस्तित्व कर्म की गति में कहीं छिप जायेगा।