‘ગુરુ’… (ભાગ-૨ )

‘ગુરુ’… (ભાગ-૨ ) …
ગતાંકથી ચાલુ  ...

આજે ‘ગુરુ’ અંગે, ગઈકાલની પોસ્ટમાં  જણાવ્યા મુજબ થોડી વધુ જાણકારી આપવા કોશિશ કરેલ છે,  ‘ગુરુ’ અંગેની માન્યતા શું છે ? અને શા માટે આ માન્યતા છે ? અને ગુરુ કોણ ? અને તેનું કાર્ય શું ? વિગેરે….  બાબત જાણવા .. શ્રીરામકૃષ્ણ મઠ અને મિશન ના ૧૩મા પરમ અદ્યક્ષ બ્રહ્મલીન સ્વામી રંગનાથાનંદજી ના વાર્તાલાપ ને   સંકલન કરી  અહીં મૂકવા નમ્ર કોશિશ કરેલ છે.  જે દ્વારા આપણે વધારે જાણીશું…
શ્રી રામકૃષ્ણ મઠ અને મિશન ના ૧૩મા સદગુરુ/ અધ્યક્ષ- બ્રહ્મલીન સ્વામી રંગનાથાનંદજી ૧૯૮૨ મા જ્યારે અમેરિકા વ્યાખાન યાત્રા પર ગયા હતા, ત્યારે તેમણે શિકાગોમાં વેદાંત સોસાયટી ના તે સમયના અદયક્ષ સ્વામી ભાસ્યાનંદજી ના કેહવાથી જ્ઞાનવર્ધક પ્રશ્નોત્તર-સત્ર માં માર્ગદર્શન આપેલ. અદ્વેત્ત આશ્રમે સન ૨૦૦૦ માં આ સમ્પૂર્ણ વાર્તાલાપને Proceedings of the Question-Answer Session in Chicago નામે પુસ્તકના સ્વરૂપે પ્રકાશિત કરેલ જેના હિન્દી અનુવાદમાં થી અહી ગુજરાતીમાં અનુવાદ કરી ગુરુ વિશેના વાર્તાલાપના થોડા અંશ અહીં મુકવા નમ્ર કોશિશ કરેલ છે, જે આપના જીવનમાં માર્ગદર્શક બની રહશે તેવી ભાવના સાથે. આ લેખ ના અનુવાદમાં જે કોઈ ભૂલ હોઈ, તે સંમ્પૂર્ણ મારી છે; જે બદલ આપ્ સૌની અગાઉ થી જ ક્ષમા ચાહું છું.
એક સ્ત્રી દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન: જો તમે અમેરિકાના લોકો ને જણાવવાની મદદ કરવા ઇચ્છતા હોય તો હું જાણવા માગું છું કે એક નકલી અને એક વાસ્તવિક સ્વામી/ગુરુમાં તફાવત કઈ રીતે જોઈ શકાય? હાલમાં અમરિકામાં બહુ જ બધાં આવા સ્વામીઓ આવે છે, જો તમે ઈચ્છો તો અમને થોડોક આધાર બતાવશો કે અમે કઈ રીતે નક્કી કરી શકીએ કે કોણ કેવા છે?
સ્વામીજી રંગનાથાનંદજી : બધી જ જગ્યાએ આ સમસ્યા છે, ભારતમાં પણ આ સમસ્યા છે. ત્યાં પણ અનેક ગુરુઓ ફરે છે;અમેરિકામાં પણ હાલ આ જ દશા- સમશ્યા છે. અમારી આધ્યાત્મિક પરમ્પરા માં આવા સાચા આધ્યાત્મિક ગુરુ નું એક માપદંડ આપવામાં-નક્કી કરવામાં આવેલ છે. સૌપ્રથમ, તે સ્ત્રી કે પુરુષ શુદ્ધ હોવા જોઈએ-તે આધ્યાત્મિક જીવનનો એક સારો અભ્યાસુ/વિદ્યાર્થી હોવા જોઈએ- તેણે તેનો અભ્યાસ કરેલ હોવો જોઈએ, તેમજ તેમાં તેની પાસે આવવા વાળા વિદ્યાર્થી પ્રત્યે નિશ્વાર્થ પ્રેમ હોવો જોઈએ, અને છેલ્લે, તે ધર્મ ને વેહચવા વાળો ન હોવા જોઈએ. અમારાં બધાં જ ધર્મ ગ્રંથો માં ધર્મના વેચાણની ટીકા કરવામાં આવી છે કારણકે ધર્મ અત્યંત પવિત્ર છે. ભારતના સંપૂર્ણ ધાર્મિક ઇતિહાસમાં આ ઉપર વજન -જોર આપવામાં આવેલ છે. ગુરુ કરૂણાસભર, પ્રેમવશને કારણે જ કોઈને ધર્મોપદેશ આપે છે.આમ છતાં કોઈ સ્ત્રી કે પુરુષ ધર્મ નું વેચાણ કરતો હોય તો તેનાથી ધર્મ નષ્ટ -નાશ થાય છે.. માટે જ, હું અહીંયા લોકો ને એ જ કહી શકું કે આવા લોકો થી સાવધાન રેહવું જે ધર્મ નું વેચાણ કરે છે અને મોટાં મોટાં વચનો આપે છે કે તમને તાત્કાલિક -તૂરત જ આધ્યાત્મિક અનુભવ -જ્ઞાન પ્રાપ્ત થવાં લાગશે. ધર્મ માં કોઈ જલ્દબાજી- ઝડપી પ્રકિયા ન થઈ શકે; તમારે ધીરે-ધીરે સતત -નિરંતર ચાલવું જોઈએ. એટલે જ લોકો ને થોડું પ્રશિક્ષણ- પૂર્વ અભ્યાસ- માહિતી ની જરૂરીયાત છે કે ધર્મ આટલો સસ્તો નથી. ત્રણ મહિનામાં તમને મુક્તિ ન મળી શકે; તે કોઈ કેપ્સ્યુલમાં ન આપી શકાય. આ બધી વાતો લોકોએ જાણવી જોઈએ.
ધર્મ એક ગંભીર સંઘર્ષ છે. તમારા માં દિવ્યત્વ છ્પએલું છે, તમારે તેની ઉપલબ્ધિ -પ્રાપ્તિ માટે અધાયાત્મિક બનવા સંઘર્ષ-મેહનત કરવી પડશે. હું નથી સમજતો કે જ્યારે લોકો ને આ જ્ઞાન મળી જશે ત્યારે સસ્તા ગુરુ કોઈનું પણ મગજ ભ્રમિત કરી શકશે. ભારતમાં પણ ઘણા લોકો નથી જાણતા કે ધર્મ શું છે. જો કે જે શીધ્ર-તુરંત પરિણામ નું આશ્વાસન આપે છે તેને બીજા કરતાં સરળતાપૂર્વક-આસાનીથી શિષ્ય મળી જાય છે. જેમ કે કોઈ રાજકારણી-પક્ષ ના નેતા આશ્વસન આપે છે કે જો તમે મને ચૂંટ શો તો તમને સંસારની- જીવન જરૂરિયાતની બધી જ સગવળતા આપીશ. આ પ્રકારે ધર્મ માં પણ લોકો છળ/કપટ નો શિકાર બને છે. જો કે લોકોએ પોતાની જાતે થોડી જવાબદારી સ્વીકારવી જોઈએ. તેમને ખબર હોવી જોઈએ કે ધર્મ આટલો સસ્તો નથી, આ એક ગંભીર વિષય છે. માટે જ કોઈને પણ ગુરુ સ્વીકારતા પેહલા અતિ ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ. ગુરુની શોધ ધર્મ નથી; ભાગવાન ની શોધ ધર્મ છે. માટે ગુરુનું સ્થાન ગૌણ છે, તે ફક્ત સહાયતા માટે જ છે, અને શિષ્યએ તેની પૂરી તપાસ જાણકારી મેળવવી જોઈએ. આ વિષય પર શ્રીરામકૃષ્ણ ની સલાહ મહત્વપૂર્ણ છે. તેઓ એ કહ્યું હતું કે ‘જ્યાં સુધી તમે તે સ્ત્રી કે પુરુષ ને કેટલાંય દિવસો -સમય સુધી દિવસ-રાત પારખી-કસોટી ન કરી લ્યો,ત્યાં સુધી ?તેને ગુરુ ન બનાઓ’. જ્યારે તમને એમ થાય કે તે તમારી પરીક્ષા-કસોટી માં ખરા ઉતર્યા છે- પાસ થયા છે, અને તે હકીકતમાં શુદ્ધ છે, ત્યારે તમે તેને ગુરુ રૂપમાં સ્વીકાર કરી શકો છો.
એક સજ્જન દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન : હું જાણવા માગું છું કે તમારી પરંપરા માં કોઈ ને ગુરુ રૂપમાં સ્વીકારવા નો શું ભાવાર્થ -અર્થ છે?
સ્વામીજી રંગનાથાનંદજી: આધ્યાત્મિક જીવન માં, ભક્તિ અથવા પ્રેમ ભક્તિ, તથા જ્ઞાનમાર્ગી આધ્યાત્મિક જીવન માં પણ એક સમય આવે છે જ્યારે તમને થોડી પણ મદદ કે માર્ગદર્શન ની જરૂરિયાત લાગે કે જેને કારણે તમારો માર્ગ-રસ્તો વધુ સ્થિર-ચોક્કસ બની શકે. જ્યારે તમારું હ્રદય ને આ જરૂરિયાત લાગે – તે માટે ની તીવ્ર ઊણપ અનુભવે ત્યારે તે સમય છે કે તમે ગુરુ ની શોધ કરો છો. અને ત્યારે ગુરુ ની સહાયતા ખરા રૂપમાં પ્રભાવશાળી -યથાર્થ-યોગ્ય નીવડે છે. મેં લોકો ને એ કેહતા સાંભળેલ છે, ” હું આધ્યાત્મિક જીવન પસાર કરી રહ્યો હતો; મેં હમણાં-હમણાં જ ગુરુ પાસે ની દીક્ષા લીધી; હવે મારું મન સ્થિર થઈ ગયું છે; હું મારા માં એક અદભૂત શક્તિ નો અનુભવ-સંચાર કરી રહ્યો છું”. એક ડચ સ્ત્રી એ મને બતાવેલ કે તે ફક્ત બે દિવસ માટે હવાઈ માર્ગે-પ્લેન મારફત આટલે દુર થી રામકૃષ્ણ સંઘ ના અદ્યક્ષ પાસે થી મંત્ર/દીક્ષા મેળવવા કલકત્તા ગઈ ?હતી. ત્યારબાદ હોલેન્ડથી તેણે મને લખેલ, ‘હું અત્યંત -ખુબજ સશક્ત્ત-શક્તિ નો અનુભવ કરુ છું. મારા જીવનમાં આધ્યાત્મિક સ્થિરતા આવી ગઈ છે. હું ખુબજ પ્રસન્નતા -આનંદ નો અનુભવ કરી રહી છું’. માટે જ જ્યારે તમે આધ્યાત્મિક માર્ગ -રસ્ત્તા ઉપર હોવ છો ત્યારે યોગ્ય સમય પર જરૂરી સહાયતા-મદદ તમને મળે છે; આ મદદ તમને દ્રઢ નિર્ણય લેવા માટે મજબુત બનાવે છે.
એક સજ્જન દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન : કેટલીક પરંપરાઓ માં તમારી પાસે ગુરુ ને ભગવાન ના રૂપ માં પૂજવાની અપેક્ષા રાખવામાં આવે છે. શું આ પણ તમારા ધર્મ માં છે?
સ્વામીજી રંગનાથાનંદજી: આ એક સામાન્ય ઉપદેશ હોય છે કે ભગવાન તમારી પાસે ગુરુ ના સ્વરૂપે આવે છે કારણકે વાસ્તવિક ગુરુ ભગવાન પોતે જ છે. શ્રીરામકૃષ્ણ કેહતા કે,’સાચ્ચા ગુરુ કોણ છે-તે સચ્ચિદાનન્દ છે. તે અનન્ત સત્ સ્વરૂપ, ચૈતન્યરૂપ એટલે કે આનંદસ્વરૂપ પરમતત્વ દરેકના હૃદય માં છુપાએલ છે.. પરંતુ તે તમારી સામે તે ગુરુ આ ગુરુ ના રૂપે એક મનુષ્ય ના રૂપ માં આવે છે. તે માટે આપણે આ માનવ ગુરુ ને તે સર્વોચ્ચ ગુરુ નું પ્રતિક માની તેની પ્રત્યે શ્રધા અને સન્માન આપીએ છીએ. આ આધ્યાત્મિક પ્રગતિ માટે આવશ્યક છે. આ નો ફક્ત આજ અર્થ છે. તેનો કોઈ સંપ્રદાય નથી. ગુરુ-સંપ્રદાય જેવી કોઈ વાત છે જ નહિ. આરાધના/ભક્તિ નું મુખ્ય લક્ષ ઈશ્વર જ છે નહી કે ગુરુ. ગુરુ બતાવે છે, ‘આ તમારો માર્ગ છે,આ તમારા ઇષ્ટ છે’. ગુરુ તેને આર્શિવાદ આપે છે, તેની મદદ કરે છે. તે માટે શ્રીરામકૃષ્ણ કહે છે, ‘ગુરુ સ્વયમ બતાવે છે કે આ તમારા ઇષ્ટ છે, આ તમારી આદ્યાત્મિક પ્રગતિ નો મહામાર્ગ/મુખ્યરસ્તો છે. ગુરુ નું આ જ કામ છે’. આપણે ગુરુ નો આભાર માનીએ છીએ કારણ કે તેમણે આપણી મદદ કરી છે, આપણે તેમની પૂજા કરીએ છીએ, તેને પ્રણામ/વંદન કરીએ છીએ. ગુરુના વિષયમાં આ જ હકીકત/અવધારણા છે. બધી જ રહસ્યવાદી પરંપરાઓ માં, સૂફી રહસ્યવાદીઓ તેમજ ઈસાઈ/ખ્રિસ્તી રહસ્યવાદીઓ માં માણસ ને આધ્યાત્મિક માર્ગ પર લાવનાર ગુરુ અતિ સમ્માનિત છે. બૌદ્ધ અને જૈન ધર્મો માં પણ ગુરુ નું અતિ સમ્માન છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • purvi

    गुरु और गुरुकृपा पे आधारित यह लेख बहोत ही सुंदर है। सुक्रिया अशोकजी ।