એક સાપ અને એક ડોશીમા !… (બાળવાર્તા)

એક સાપ અને એક ડોશીમા !…

snake

એક ડોશીમા એક નાના ઘરમાં રહી પોતાનું ગુજરાન ચલાવતા. એમનો સ્વભાવ ઘણો જ માયળુ હતો. ગામમાં સૌ એમને જાણતા હતા. ડોશીમા પણ ગામના સૌ પ્રત્યે ખુબ જ પ્રેમ રાખતા. અરે, ડોશીમા તો પશુ પ્રાણીઓને પણ પ્રેમથી જ નિહાળતા. એઓ એટલા બધા ભોળા હતા કે ઘણીવાર, કોઈક એમને કહેતા” માજી, આ દુનિયામાં બધા જ બોળા ના હોય, અને એથી તમો સાવધાન રહેજો. “ત્યારે, ડોશીમા એઓને ઠંડા હૈયે શાંતીથી કહેતા”ઉપરવાળો મારી સંભાળ રાખશે !” 

ઠંડીની સીઝન ચાલી રહી હતી, અને આ વર્ષ બરફ પણ ખુબ પડ્યો હતો. ડોશીમા ધીરે ધીરે બરફ ભરપુર રસ્તો કાપતા હતા. ત્યાં અચાનક એમણે એક સાપને નિહાળ્યો. ઠંડીમાં સાપનું શરીર ધ્રુજતું હતું. એ જરા પણ હાલી શકતો ના હતો. જાણે એ તો એના મૃત્યુની રાહ જોતો હતો. એ સાપને જોઈ ડોશીમાને ખુબ દયા આવી, અમે એ એના મનમાં બોલી ” ડરીશ નહી. હું તમે મારા ઘરે લઈ જઈ તારી દેખરેખ રાખીશ”. આ પ્રમાણે એ વિચાર કરી સાપને એણ પ્રેમથી એમના હાથમાં મુકી ઘરે લાવી. હવે, ઘરમાં તાપમાં સાપના શરીરમાં નવી ચેતના આવી. એ એનું શરીર હલાવી ચાલી શકતો હતો. એના શરીરમાં લોહીનું ભ્રમણ હતું એને અચાનક એક વાચા થઈ અને કહે, “માજી, તમારો ખુબ ખુબ આભાર !..આજે તમે મને એક નવી જીદંગી આપી” ડોશીમા કાંઈ બોલ્યા નહી. એતો વહેલા વહેલા એક વાટકીમાં  દુધ લાવ્યા અને સાપને આપ્યું. સાપ તો ખુશીથી એ પી ગયો. હવે સાપના શરીરમાં ફરી તાકાત હતી. ડોશીમા પણ હવે ખુશ હતા.

સાપનું શરીર હવે ઠડુ ના હતું, અને દુધ પીધા પછી તો એનામાં તાકાત હતી. હવે એ તો મો ખોલી એની ફેણ બતાવી હલાવતો હતો. હવે એ એના અસલ સ્વરૂપમાં હતો.અને, હવે તો એ ડોશીમાને કહેવા લાગ્યો” અરે,ઓ, ડોશી, મારે તો તને ડંસવું છે” આ સાંભળી ડોશીમાને જરા અચંબો થયો. એ એના મનમાં વિચારે છે કે “આ પ્ર્રાણી તે કેવું ? એ મરવા પડ્યું હતું ત્યારે મે દયા કરી એને નવજીવન આપ્યું. હવે એના ઉપકારને બદલે મને જ સજા આપવા તૈયાર છે !” 

આવા સમયે, ડોશીમાને કોઈકે કહેલા શબ્દો યાદ આવ્યા  ” આ દુનિયામાં ભધા જ ભલા નથી..તમે સાવધાન રહેજો ! “. હવે, ડોશીમા, એમની બુધ્ધી સાથે બોલ્યા “જરૂર તું મને ડંખજે.પણ તે પહેલા તું પિંજરાની અંદર એક થાળી છે. તેમાંનું દુધ પી જા અને પછી તું મને ડંખજે” આ સાંભળી સાપને થયું કે “આ ડોશી તો જરા ચક્રમ છે. એને ખબર તો છે કે દુધ તો મારો ખોરાક. એ જો હું પીશ તો મારામાં વધારે શક્તિ હશે, અને મારૂં ઝેર પણ જોરદાર હશે. ચાલો જેવી ડોશીની ઈચ્છા . હું એની ઈચ્છા પુરી કરી ડંખીશ અને મારી ઈચ્છા પણ એથી પુરીથશે અને ત્યારબાદ, હું એને ડંશીશ.” એ તો બીજું કાંઈ વિચારવા વગર પિજંરા તરફ દોડી ગયો. અને ડોશીમાએ પિજંરાનું બારણું બંધ કરી દીધું.અને સાપને ડોશીમાએ અંતે કહ્યું” મારા હાથે તને જીવન દાન મળ્યું પણ તારી વૃત્તિ કારણે જ હવે તને આ મૃત્યુદંડ છે”

સાપને એની ભુલ સમજાય. એનામાં માફી માંગવાની આદત જ ના હતી.
સાર: ” આ દુનિયામાં ભધા જ ભલા નથી..તમે સાવધાન રહેજો ! “….
(સાભાર : ડૉ. ચંદ્રવદન મિસ્ત્રી – ‘ચંદ્રપૂકાર ‘  ઉપરોક્ત વાર્તા ચંદ્રપૂકાર બ્લોગમાંથી અમોને પસંદ આવતાં, આજે આપ સૌ માટે અહીં ફરી મૂકવા નમ્ર કોશિશ કરેલ છે. જેમનો યશ ડૉ. ચંદ્રવદન મિસ્ત્રી ને જાય છે….તેમનો અત્રે હું આભારી છું.)

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • At any stage you can learn some thing new .

  • atul bodar

    daya dakanne khay . khevat sachi che