સામર્થ્ય …

સામર્થ્ય …

અનંત સામર્થ્ય એનું નામ જ ધર્મ. સામર્થ્ય એ પુણ્ય અને નિર્બળતા એ પાપ. બધાં પાપ અને બધાં અનિષ્ટો માટે જો એક શબ્દ આપવાનો હોય તો આપણે ‘નિર્બળતા’ કહી શકીએ. અનિષ્ટનું પ્રેરક બળ જ નિર્બળતા છે. સ્વાર્થના મૂડમાં પણ આ નિર્બળતા જ રહેલી છે. નિર્બળતા જ અન્યને હાનિ કરવા પ્રેરે છે. લોકોને પોતાના મૂળ સ્વરૂપથી પરિચિત કરો. ‘સોડહમ્’ ‘સોડહમ્’ ના પુનરોચ્ચારથી લોકોના આત્મસ્વરૂપને જાગ્રત કરો. ‘શક્તિ સ્વરૂપ તે હું જ છું.’ એ આદર્શનું બાળકને માતાના દૂધ સાથે જ પાન કરાવો. પ્રથમ તો ‘હું તે છું’ એનું શ્રવણ કરો, પછી એનું માનન કરો અને તમે જોશો કે જગતે ન જોયાં હોય એવાં કર્યો એમાંથી પ્રગટશે. હિંમતપૂર્વક સત્યને જાહેર કરો. સત્યમાત્ર શાશ્વત જ હોય છે. સત્ય એ સર્વ આત્માઓની પ્રકૃતિ છે અને સત્યની કસોટી પણ આ રહી :૧
જે વસ્તુ તમને શારીરિક, બૌદ્ધિક કે આધ્યાત્મિક રીતે નિરબલ બનાવ્બે એણે ઝેર માની  ફેંકી દો. એમાં જીવન સંભવી ન શકે. તે સત્ય હોઈ શકે નહિ. સત્ય એ શક્તિ છે., સત્ય એ પવિત્રતા છે, સત્ય એ પરમજ્ઞાન છે. સત્ય શક્તિપ્રદ હોય, જીવનને પ્રકાશિત કરનારું હોય, જીવનમાં પ્રાણ પૂરનારુ હોય ! પ્રકાશ, બળ  અને તેજનું પ્રદાન કરતી ફિલસૂફીથી ભરેલાં તમારાં ઉપનિષદો તરફ પાછાં ફરો. આ ફિલસૂફીને અપનાવો.  સર્વોચ્ચ સત્યો હંમેશાં આપણાં પોતાના જીવન જેવાં તદન સરળ જ હોય છે.  ઉપનિષદનાં સત્યો તમારી પાસે જ છે. એમનો સ્વીકાર કરો, એમણે જીવનમાં ઉતારો, તો પછી ભારતની મુક્તિ તમારા હાથમાં જ છે. શારીરિક નિર્બળતા એ આપણાં દુઃખોના ઓછામાં ઓછા એક તૃતિયાંશ ભાગના કારણરૂપ છે.
આપણે પ્રમાદી છીએ, આપણે સંગઠિત થઇ શકતાં નથી. પોપટની જેમ આપણે બોલ-બોલ કરીએ છીએ પણ તેનો કાર્યમાં અમલ કરતા નથી. કંઈ જ કર્યાં વિના ફક્ત બબડાટ કરવો એ તો આપની ટેવ થઇ ગઈ છે. તેનું કારણ શું ? શારીરિક નિર્બળતા. અને આ જાતનું નિર્બળ મન કશું જ કરી શકતું નથી. આપણે મનોબળ કેળવવાની જરૂર છે. સૌ પ્રથમ આપણા જુવાનોએ બલિષ્ઠ બનવાનું છે. ધર્મ તો પછીથી પ્રવેશ કરશે. મારા યુવાન મિત્રો ! તમે બલિષ્ઠ  બનો. મારી તમને આ સલાહ છે. ગીતાના પોપટિયા અભ્યાસ કરતાં ફૂટબોલની રમત દ્વારા તમે પ્રભુની વધુ નજીક પહોંચી શકશો. તમારા સ્નાયુઓ અને માંસપેશીઓ જો મજબૂત હશે તો તમે ગીતાને વધુ સારી રીતે સમજી શકશો. તમારામાં ભક્તિની માત્રા વધશે તો તમે શ્રીકૃષ્ણની પ્રચંડ પ્રતિભા અને અલૌકિક શક્તિને પૂરેપૂરી રીતે સમજવાને શક્તિની માત્રા વધશે તો તમે શ્રીકૃષ્ણની પ્રચંડ પ્રતિભા અને અલૌકિક શક્તિને પૂરેપૂરી રીતે સમજવાને સમર્થ બનશો. જયારે તમે તમારા પગ પર દ્રઢપણે ઊભા રહશો અને પોતાની જાતનો મર્દ તરીકે અનુભવ કરશો ત્યારે તમે ઉપનિષદોને અને આત્માના મહિમાને વધુ સારી રીતે સમજી શકશો.
–     સ્વામી વિવેકાનંદ … (વિવેકવાણી)
(૦૧/૦૯ -૨૦૫)

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • Dr. Kishorabhai M. Patel

  આદરણીયશ્રી. અશોકભાઈ

  આપે સાચી વાત સો ટકાના શિર્ષક સાથે મુકેલ છે,

  સ્વામી વિવેકાનંદના ચિત્રમાં એટલો પ્રભાવ છે કે

  દુનિયા આખીને ઝુકાવી છે, એટલે જ આજે પણ એમને વિશ્વના

  લોકો વંદન કરે છે. એટલી ” સામર્થ્ય ” શક્તિ છે.

  આપ આપના બ્લોગ દ્વારા ગુજરાતી સમાજ માટે ખુબજ સુંદર કાર્ય કરી

  રહ્યા છો.

  ડૉ.કિશોરભાઈ પટેલ

 • તમારામાં ભક્તિની માત્રા વધશે તો તમે શ્રીકૃષ્ણની પ્રચંડ પ્રતિભા અને અલૌકિક શક્તિને પૂરેપૂરી રીતે સમજવાને શક્તિની માત્રા વધશે તો તમે શ્રીકૃષ્ણની પ્રચંડ પ્રતિભા અને અલૌકિક શક્તિને પૂરેપૂરી રીતે સમજવાને સમર્થ બનશો. જયારે તમે તમારા પગ પર દ્રઢપણે ઊભા રહશો અને પોતાની જાતનો મર્દ તરીકે અનુભવ કરશો ત્યારે તમે ઉપનિષદોને અને આત્માના મહિમાને વધુ સારી રીતે સમજી શકશો.

  – સ્વામી વિવેકાનંદ … (વિવેકવાણી)
  Nice Post !
  Enjoyed !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting you to read a New Post on my blog !