(૧) ગોવિંદ દામોદર માધવેતિ …(સ્તુતિ) અને (૨) શ્રીકૃષ્ણની વાણી …

(૧) ગોવિંદ દામોદર માધવેતિ ….

સ્વર: પંડિત જશરાજ ….


.

.

 

 

શ્રીગોવિન્દ દામોદર માધવેતિ …(સ્તુતિ)

 

કરારવિન્દેન પદારવિન્દં  મુખારવિન્દે  વિનિવેશયન્ત્મ |

વટસ્ય પત્રસ્ય પુટે શયાનં બાલં મુકુન્દં મનસા સ્મરામિ  ||૧||

 

શ્રીકૃષ્ણ ગોવિન્દ હર મુરારે ! હે નાથ નારાયણ વાસુદેવ |

જિહવે ! પિબસ્વામૃત્મેતદેવ ગોવિન્દ દામોદર માધવેતિ ||૨||

 

વિક્રેતુકામા કિલ ગોપકન્યા મુરારિમાદાર્પિત ચિત્તવૃત્તિ : |

દધ્યાદિકં મોહવશાદવોચદ્ દામોદર માધવેતિ ||૩||

 

ગૃહે ગૃહે ગોપવધૂકદ્મ્બા:  સર્વે મિલિત્વા સમવ્યાપ્ય યોગમ્ |

પૂણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં ગોવિન્દ દામોદર માધવેતિ ||૪||

 

સુખં શયાના નિલયે નિજેડપિ નામાનિ વિષ્ણો: પ્રવદન્તિ મર્ત્યા: |

તે નિશ્ચિતં તન્મયંતાં વ્રજન્તિ ગોવિન્દ દામોદર માધવેતિ ||૫||

 

જિહવે ! સદૈવં ભજ સુન્દરાણિ નામામિ કૃષ્ણસ્ય મનોહરાણિ !

સમસ્તભક્તાર્તવિનાશનાનિ ગોવિન્દ દામોદર માધવેતિ ||૬||

 

સુખાવાસાને ઇદમેવ સારં  દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ્ |

દેહાવાસાને ઇદમેવ જાપ્યં ગોવિન્દ દામોદર માધવેતિ ||૭||

 

શ્રીકૃષ્ણ રાધાવર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનથ વિષ્ણો |

જિહવે ! પિબસ્વામૃત્મેતદેવ ગોવિન્દ દામોદર માધવેતિ ||૮||

 

જિહવે ! રસજ્ઞે મધુરપ્રિયા ત્વં સત્યં હિતં ત્વાં પરમં વદામિ |

આવર્ણયેથા મધુરાક્ષ્રરાણિ ગોવિન્દ દામોદર માધવેતિ ||૯||

 

ત્વામેવ યાચે મમ દેહિ જિહવે સમાગતે દણ્ડધરે કૃતાન્તે |

વક્તવ્યમેવં મધુરં સુભક્ત્યા ગોવિન્દ દામોદર માધવેતિ ||૧૦||

 

શ્રીનાથ વિશ્વેશ્વર વિશ્વમૂર્તે શ્રીદેવકીનન્દન દૈત્યસત્રો !

જિહવે ! પિબસ્વામૃત્મેતદેવ ગોવિન્દ દામોદર માધવેતિ |૧૧||

 

ગોપીપતે કંસરિપો મુકુન્દ લક્ષ્મીપતે કેશવ વાસુદેવ |

જિહવે ! પિબસ્વામૃત્મેતદેવ ગોવિન્દ દામોદર માધવેતિ |૧૨||

 

(૨) શ્રીકૃષ્ણની વાણી …
જેમનાં હૃદય પવિત્ર છે તેઓ ધન્ય છે, કેમ કે તેમને જ ઈશ્વરનું જ્ઞાન આપવામાં આવે છે.
જે રીતે ઊગતો સૂર્ય રાત્રીના અંધકારનો નાશ કરે છે, તે જ રેતે આત્માનું જ્ઞાન ભ્રમ માત્રને હટાવી દે છે.
કોઈપણ વસ્તુની ઈચ્છા ન કરનારને માટે જ્ઞાનયોગ છે. કારણ કે ઇચ્ચામાત્ર જ અશુભ છે તેમ જાણીને તેઓએ કર્મ માત્રનો ત્યાગ કર્યો હોય છે.
માનવજન્મ ધન્ય છે. સ્વર્ગના નિવાસીઓ પણ તેની ઈચ્છા કરે છે. કારણકે માન્વ્જ્નામ દ્વારા જ વાસ્તવિક જ્ઞાન અને વિશુદ્ધ પ્રેમની પરપ્તી થઇ શકે છે.
પૃથ્વી કે સ્વર્ગના જીવનની પ્રાપ્તિની ઈચ્છા ન કરો, કારણ જીવનની તૃષ્ણા એ જ માયા છે. જીવનને ક્ષણભંગુર જાણી, અજ્ઞાનના આ સ્વપ્નમાંથી જાગો, અને મૃત્યુનો કોળિયો થતાં પહેલાં જ્ઞાન અને મુક્તિ મેળવવાનો પ્રયત્ન કરો.
હે પરંતપ ! સાંસારિક બાબતોથી સિદ્ધ થતા યજ્ઞોમાં જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે. કેમકે હેપાર્થ ! કર્મમાત્ર જ્ઞાનમાં જ પરિસમાપ્ત થાય છે.
એ જ્ઞાનને સમ્યક પ્રણિપાત કરી, નિ:સ્વાર્થ સેવા કરી, તથા નિષ્કપટ ભાવે પ્રશ્નો પૂછીને પ્રાપ્ત કર. તત્વદર્શી જ્ઞાની પુરુષો તને અવશ્ય જ્ઞાનનો ઉપદેશ આપશે.
એ જ્ઞાન મેળવી પછી તું આમ મોહને વશ નહીં થાય. અને, હે પાંડવ ! એ જ્ઞાન દ્વારા તું પ્રાણીમાત્રને તારી અંદર જ જોઇશ. અને તે સૌને તું મારામાં જોઇશ.
કદાચ તું બધા પાપીઓ કરતાં પણ વધુ પાપ કરવાવાળો હો, તો પણ જ્ઞાનની નૌકા દ્વારા તું સમસ્ત પાપો ને તરી જઈશ.
હે અર્જૂન ! જેમ પ્રજ્વલિત અગ્નિ ઈંધણને ભસ્મીભૂત કરી નાખે છે, તે જ રીતે જ્ઞાનનો અગ્નિ કર્મ માત્રને ભસ્મીભૂત કરી દે છે.
નિ:સંદેહ આ સંસારમાં જ્ઞાન જેવું પવિત્ર કરવાવાળું બીજું કાંઈ નથી. યોગ દ્વારા અંત:કરણથી શુદ્ધ થયેલો પુરુષ કાળક્રમે એ જ્ઞાનને પોતાના આત્મામાં જ અનુભવે છે.
ભગવાન શ્રીકૃષ્ણ વિશે સ્વામીજીના ઉદ્ ગારો … (સ્વામી વિવેકાનંદજીના)
ભગવાન શ્રી કૃષ્ણ અનેક રૂપે પૂજાય છે. તેઓ સ્ત્રીઓ, પુરુષો, અબાલ-વૃદ્ધ, સૌ કોઈના આદર્શ છે. તેઓ અદભૂત સંન્યાસી અને સાથોસાથ અદભૂત ગૃહસ્થી હતાં. તેમનામાં અદભૂત અને અખૂટ શક્તિ-રજસ્ હતી. છતાં સાથોસાથ એટલી જ સત્વ ત્યાગની ભાવના, પુરેપુરી અનાસક્તિ, પણ હતી.  ગીતા ન વાંચો ત્યાં સુધી કૃષ્ણ ન સમજાય. ગીતા એમના ઉપદેશનું મૂર્ત સ્વરૂપ છે.
તેઓ સનાતન ધર્મના શ્રેષ્ઠ ઉદ્ ગાતા અને વેદાંતના શ્રેષ્ઠ આલોચક છે. તે જ તેમનું ગૌરવ છે. ગીતામાં અનેક જાતના સંઘર્ષોની વાત છે, કૃષ્ણ તે બધાંને હળ કરે છે. સંવાદીતના શ્રેષ્ઠ ગાયક કૃષ્ણ કહે છે – દોરમાં પરોવેલા મણકાની જેમ સૌ કોઈ મારામાં ઓતપ્રોત છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • Dr.Kishorbhai Mohanbhai Patel

  આદરણીયશ્રી. અશોકભાઈ

  આ જગતમાં જ્ઞાન જ અંધકારમાં પ્રકાશના

  કિરણો ફેલાવે.

  આપ પણ આવી રચનાઓ તથા પોસ્ટ મુકીને

  ગુજરાતી સમાજના જ્ઞાનનો ફેલાવો કરી

  સમાજના સાચા ઘડવૈયા તરીકે કાર્ય કરી રહ્યા છો.

  અભિનંદન સાહેબ

 • માનવજન્મ ધન્ય છે. સ્વર્ગના નિવાસીઓ પણ તેની ઈચ્છા કરે છે. કારણકે માન્વ્જ્નામ દ્વારા જ વાસ્તવિક જ્ઞાન અને વિશુદ્ધ પ્રેમની પરપ્તી થઇ શકે છે.

  પૃથ્વી કે સ્વર્ગના જીવનની પ્રાપ્તિની ઈચ્છા ન કરો, કારણ જીવનની તૃષ્ણા એ જ માયા છે. જીવનને ક્ષણભંગુર જાણી, અજ્ઞાનના આ સ્વપ્નમાંથી જાગો, અને મૃત્યુનો કોળિયો થતાં પહેલાં જ્ઞાન અને મુક્તિ મેળવવાનો પ્રયત્ન કરો…………………….
  To be born as a Human is the Greatest & most Precious Gift from God.
  But….one must act & think as the Human….if one does that, he/she has found the “key ” to live the Life on this Earth !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !