આભાર …

આભાર ….

 

 

મિત્રો,
નમસ્કાર !
‘દાદીમાની પોટલી ‘ …
બ્લોગ પરના સર્વે પાઠક મિત્રો તેમજ ફેશબુક પરના  ‘ દાદીમાની પોટલીના….’  પાઠક મિત્રો,
આપ સર્વેને   થોડા દિવસથી બ્લોગ સાઈટ પર આવેલ ટેકનીકલ ક્ષતિને કારણે સાઈટ ખોલવામાં મુશ્કેલી પડેલ, જે ક્ષતિ આજ રોજ સંપૂર્ણપણે દૂર કરી આપવામાં આવેલ છે, જેથી આશા છે કે હવેથી બ્લોગ સાઈટ ખોલતા પહેલા આપને મળતા મેસેજ મળશે નહિ અને કોઈપણ મુશ્કેલી વિના આપ સર્વે બ્લોગ સાઈટ પર આવી અને બ્લોગ ખોલી શકશો.
થોડા દિવસ, ટેકનીકલ ક્ષતિ ને કારણે આપ સર્વેને પડેલ મુશ્કેલી બદલ હું  દિલગીર છું, અને તે દરમ્યાન  આપ સર્વએ ધીરજ રાખી અમોને  આપેલ સહકાર બદલ આપ સર્વેનો અત્રે હૃદયપૂર્વક આભારી છું.
આ સાથે એક જાહેર ખુલાસો કરવાનો કે કોઈ પાઠક દ્વારા  જાણ્યે અજાણ્યે  અમારા નામે એક વિવાદાસ્પદ વિડ્યો ક્લીપ taged કરી ફેશબુક પર અમારા  મિત્રોને મોકલવામાં આવેલ છે, જે અંગે અમોને કોઈ જ જાણ નથી અને અમારા તરફથી આ કાર્ય થયેલ ના હોય, મહેરબાની કરી તે વિડ્યો ક્લીપ ખોલવા કે જોવા કોશીશ કરશો નહિ. અમોને અનેક ફરિયાદ આવેલ છે, અને અનેક મિત્રોની લાગણી દુભાણી છે જે બદલ દિલગીર છું. પરંતુ અમો ક્યારેય કોઈ અશોભનીય કાર્યને  કે વિવાદાસ્પદ કાર્યને પ્રોત્સાહિત કરતા નથી અને ભવિષ્યમાં પણ કરીશું નહિ જેની નોંધ લેવા વિનતી.
આપ સર્વેને પડેલ તકલીફ બદલ દિલગીર છું

 

આભાર !

અશોકુમાર – ‘દાસ’
‘દાદીમાની પોટલી’
બ્લોગ : http://das.desais.net
Face Book : dadimanipotli
mail: [email protected]

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....