આનંદબ્રહ્મ …

આનંદબ્રહ્મ …

 

 

 

 

એક હવાઈ મથકે એક યુવાન મસમોટી બે સુટકેશને પરાણે ઉપાડી જતો હતો. ત્યાં એક બીજો અજાણ્યો યુવાન ત્યાં આવી પહોંચ્યો અને પૂછ્યું : ‘ભાઈ, કેટલા વાગ્યા!’ પેલા યુવાને નિ:સાસો નાખીને સુટકેશ નીચે મૂકી ઘડિયાળમાં દ્રષ્ટિ કરીને કહ્યું : ‘ભાઈ, આ તો નાની મજાની સુંદર કાંડા ઘડિયાળ છે.’
પહેલા યુવાનનો ચહેરો ચમક્યો અને એ બોલ્યો એ તો ખરાબ નથી ? ‘ ના, જોઈ લો.’ પછી એણે સમય કેવી રીતે બતાવે છે તે બતાવ્યું. આ ઘડિયાળ વિશ્વના દરેક દેશનો સમય બતાવે છે એટલું જ નહિ પણ ૮૬ જેટલા વિશ્વનાં મહાનગરોના સમય પણ એમાંથી જાણવા મળે છે. પછી એણે જુદાં જુદાં બટન દબાવીને વિશ્વનાં વિવિધ સ્થળોના સમય એમાં બતાવ્યા. બેજો યુવાન તો આવી ઘડિયાળ જોઈને અચંબામાં પડી ગયો. વળી પાછું એણે એક બીજું બટન દબાવ્યું અને ન્યૂયોર્ક શહેરનો નકશો દેખાયો. ત્યારે તેણે કહ્યું : ‘આ બટન દબાવીએ છીએ ત્યારે સેટેલાઇટ સાથે જોડાઈને આ બધું કાર્ય આ ઘડિયાળ કરે છે.’ બીજા યુવાને કહ્યું : ‘મારે આ ઘડિયાળ ખરીદવી છે.’ પહેલા યુવાને કહ્યું : ‘ભાઈ, હજુ તો આનું સંશોધન ચાલે છે એટલે વેંચી ન શકાય. જુઓ તો ખરા ડિઝિટલ ટર્નર સાથેનો નાનો, પણ ઘણો મહત્વનો એફ.એમ. રેડિયો પણ છે. એમાં એવું સાધન છે કે ૧૨૫ મિટર સુધીનું અંતર માપી શકે છે. થર્મલ પેપર પ્રિન્ટ આઉટવાળું પેજર પણ છે. ૩૦૦ જેટલા સ્ટાન્ડર્ડ સાઈઝના ગ્રંથો જેટલા બોલાયેલા વાત-શબ્દો એમાં રેકર્ડ કરી શકાય છે. એમાંથી કેટલાંક સંશોધનોનું કામ પૂરું થયું છે.’ બીજા યુવાને કહ્યું : ‘ભાઈ, ગમે તે કરો પણ મારે આ ઘડિયાળ લેવી જ છે.’  પેલા યુવાને કહ્યું : ‘ના, ભાઈ તમે સમજતા નથી હજુ આ ઘડિયાળ પૂરી તૈયાર નથી થઇ.’ બીજો યુવાન બોલી ઊઠ્યો : ‘ હું તમને આના ૧૦૦૦ ડૉલર આપું તો !’ પહેલા યુવાન બળ્યો : ‘અરે ભાઈ, આની પાછળ મેં ૫૦૦૦ ડૉલર ખર્ચી નાખ્યા છે !’ બીજા યુવાને કહ્યું : ‘અરે ભાઈ, આના હું ૧૫૦૦૦ ડૉલર આપું છું હવે આપી દો.’ આમ કહીને એણે ચેકબૂક કાઢી. પહેલા યુવાને વિચાર્યું : ‘આમાં મેં ૮૫૦૦ ડૉલર જેટલી સામગ્રી અને મહેનત ઉમેરી છે અને ૧૫૦૦૦માં તો આવી બીજી ઘડિયાળ પણ બની જશે. પછી એને બજારમાં વેંચાણ માટે મૂકી દઈશ.’ આ દરમિયાન પેલાએ તો ચેક પણ લખી આપી દીધો. પહેલા યુવાને નિર્ણય લઈને ચેક લીધો અને ઘડિયાળ આપી દીધી. ઘડિયાળ લઈને બીજો યુવાન જવા માટે જરા વળ્યો ત્યાં જ પહેલા યુવાને કહ્યું : ‘અરે, ભાઈ થોભો.’ આમ કહીને પેલી બે ભારે ભારે સુટકેશ તરફ આંગળી ચીંધીને કહ્યું : ‘ભાઈ, ઘડિયાળ માટેની તમારી આ બેટરીઝ ભૂલી ન જતા, એ લઇ જાઓ !!’

 

 

(૦૬/૦૧/૧૦૯)

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • Dr.Kishorbhai Mohanbhai Patel

  શ્રી.અશોકભાઈ

  ખુબજ સરસ

  ” આ દેશને શસ્ત્રો કરતા શાસ્ત્રોની વધુ જરૂર છે.”

  કિશોરભાઈ પટેલ

 • Mrs Malkan

  हम तो इस कहानी को समझ नहीं पाये…. कहानी क्या कहेना चाहती है? हाँ कार्टून समझ में आ गया किन्तु कहानी………..????

 • shashvat

  manav ghani var utaval ma ghanu kare le 6 !!!!!!!!!!!!!!!!!!!
  btw its fantastics>>>>>>>>>>>>>>>>>>>>>>>>i like it

 • pravin

  o my God, ha, ha, ha

 • આભાર ! પારૂબેન ..

 • Nice one…. enjoyed..!

 • આભાર ! સ્નેહાબેન.

 • sneha patel

  બહુ જ સચોટ અને ધારદાર વાત કહી દીધી…વાહ