મા ની સ્તુતી …હે જગ જનની હે જગદમ્બા માત ભવાની શરણે …

મા ની સ્તુતી...

હે જગ જનની હે જગદમ્બા,માત ભવાની શરણે લેજે …

સાખી….

ચિંતા વીઘન વીનાશી ની કમલા સહ ની સકત.

વીસહ થી હંસ વાહીની મને માતા દે હો સુમત

અરજ સુણી ને અમ તણી હે ભગવતી…

હે જગ જન ની, હે જગદમ્બા

માત ભવાની શરણે લે જે

આદ્ય શક્તિ માં આદિ અનાદિ

અરજી અંબા તું ઉરમા ધર જે…હે જગ જન ની

હોઈ ભલે દુ:ખ મેરુ સરીખું માં

રંજ એનો ન થવાં દે જે

રજ સરીખું દુ:ખ જોઈ બીજા નું

મને રોવા ને બે આંસુ દે જે…હે જગ જન ની

આનંદ એનો અખંડ રેહ જો

સંકટ દે, સંકટ દે મને, પુષ્પો તેને..હે જગ જન ની

ધૂપ બનુ સુગંધ તું લે જે માં

મને રાખ બની ને ઉડી જાવા દે જે

બળું ભલે પણ બાળું નહિ કોઈ ને

જીવન મારું તું સુગંધિત કર જે …હે જગ જન ની

કોઈ ના તીર નું નિશાન બની ને

દિલ મારું તું વિંધાવા દે જે

ઘા સહી લઉં ઘા કરુ નહિ કોઈ ને

મને ઘાયલ થઈ પળી રેહવા દે જે…હે જગ જન ની

દે જે તું શક્તિ દે જે મને ભક્તિ

દુનિયાના દુ:ખ સેહવા દે જે

શાંતિ દુર્લભ તારા ચારણે

હે માં તું મને ખોળે લે જે …હે જગ જન ની

આદ્ય શક્તિ હે માં આદિ અનાદિ

અરજી અંબા તું ઉર માં ધર જે…હે જગ જન ની

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • ?????? ???????? ???? ??????? ? ???? ??????? ????? ??? ??? ??!

  • શ્રી વિનયભાઈ,

   આપ્ તો ઘણા સમય બાદ અમારાં બ્લોગ પર આવ્યા, પરંતુ અમારી કમનશીબી કે આપના પ્રતિભાવ અત્રે વાંચી શકાતા નથી.

   મૂલાકાત બદલ આભાર !

 • શ્રી મહેશભાઈ,

  સૌ પ્રથમ તો આપે અમારી સાઈટની મુલાકાત લઇ અને જે પ્રોત્સાહક બે શબ્દો લખેલ છે તે બદલ આપનો આભાર.

  ભવિષ્યમ માં પણ અમારી કોશિશ હશે કે આવી જ સુંદર .અનેક રચના ઓ તમે માણી શકશો.
  અભાર

  ‘દાદીમાની પોટલી’
  http://das.desais.net

 • આદ્યશક્તિ મા જગદંબાની અત્યંત ભાવવિભોર કરી મૂકે એવી આ સ્તુતિ અનેકવાર સાંભળી અને જેટલીવાર સાંભળી ,એટલીવાર એકધ્યાન થઈ જવાય એવી અને સુંદર સ્વરનિયોજનથી, અનેકગણી અસરકારક બની છે.
  અહીં એ સ્તુતિને ફરીથી સાંભળી હૈયું ગદગદિત થઈ ગયું. ખૂબ-ખૂબ આભાર અને અભિનંદન.