કાનમાં ભાગવત, મનમા વેશ્યાગ્રહ …

કાનમાં ભાગવત, મનમાં વેશ્યાગ્રહ …

આપણે આપણા રોજિંદા જીવન માં મુખવટો પેહરીને જ ફરતા હોઈ છે, જે હકીકતથી સૌ વાકેફ હોવા છતાં આપણને તે છોડવો ગમતો નથી., જેને લીધે આપણે ક્યારેય આપણા લક્ષને પ્રાપ્ત કરી શકતા નથી., અને તેનો દોષ આપણે અન્ય પર ઢાળતા હોઈ છે. આપણું મન ક્યારેય સ્થિર રેહતું નથી, આપણે કામ કોઈ એક કરતા હોઈ અને મન આપણું ક્યાંક બીજે હોઈ, તે દરેકના જીવનની હકીકત છે.જેના લીધે આપણે કશુજ પ્રાપ્ત કરી શકતા નથી., આવી જ એક વાત આ સાથે જણાવવા કોશિશ કરું છું.

એક ઘરમાં સાસુ અને વહુ સવારનો પોહર હોઈ પોતાના કાર્યમાં પ્રવૃત હતા., સાસુ પૂજા કરવા બેઠા હતા, સસરાજી બેઠકમાં ચા સાથે છાપું/અખબાર વાંચવામાં મશ્ગુલ હતા અને વહુ ઘરકામ માં…

થોડા થોડા સમયે સાસુ પૂજા કરતા કરતા વહુને સુચનો આપતા હતા, છેલ્લે થોડા સમય પેહલા જ વહુને ઘરમાં પડેલ (જોડા) બુટ-ચપ્પલ ગોઠવવા કહેલ, આમ પૂજા સાથે તેનું મન ઘરકામમાં વધુ હતું. વહુએ તેના સાસુને પણ કહ્યું કે બા તમે પૂજામાં ધ્યાન આપો કામ બધું પરવારી દઈશ. પરંતુ સ્વભાવ પડ્યો છૂટે? આમ સૌ પોતાના કાર્યમાં હતા તેવા સમયે બહાર ડેલીમાં કોઈનો અવાજ સાસુમાને પોકારતો આવ્યો, વહુએ બહાર જોયું તો કુટુંબના બ્રાહ્મણ(ગોર) મળવા માટે આવેલ અને તેણે વહુને પૂછ્યું કે તમારા બા ઘરમાં છે ને? વહુ ખુબજ સમજુ અને હોશિયાર હતા, તેણે ખુબજ વિવેકથી આવનાર આંગેતુક ને કહ્યું કે બા તો ઘરમાં નથી., આંગેતુકે પૂછ્યું, તો ક્યા ગયા છે? વહુ એ કહ્યું કે તે તો હમણા જ ચમારવાળે ગયા છે. (ચમારવાડામાં તે સમયે ચામડાનું કામ થતું અને ?મોચી રેહતા અને મોચી કામ કરતા) ગોરે કહ્યું કે પણ મને ટાઈમ આપેલ અને મને મળવા બોલાવેલ. વહુએ કહ્યું કે તમે થોડો સમય બાદ આવસો તો જરૂરથી તમની મળશે.ગોર તો વાત જાણી પાછા ચાલ્યા ગયા. પરંતુ વહુ અને ગોર વચ્ચેની વાત સાસુમા અને સસરાજીના કાને પડેલ, બંનેને નવાઈ લાગી અને સાથે ગુસ્સો પણ આવ્યો કે વહુ જુઠું કેમ બોલ્યા? તેમણે તુરત જ તેમની પાસે વહુને બોલાવ્યા કે કોણ આવેલ અને તમે શું જવાબ આપ્યો? વહુએ બનેલ ઘટના તેઓને સાચી હકીકત કહી. સાસુમા તો વાત જાણી અને ગુસ્સે થઈ ગયા કે તમે ખોટું કેમ બોલ્યા? હું તો ધરમાં જ પૂજામાં બેઠી છું., અને તમે કેમ પાડી? કે હું ઘરમાં નથી ?અને હું ચમારવાડે ગઈ છું., તમારાથી તેમ કેહવાય જ કેમ? જો કે હું તો પૂજામાં બેઠી છું તેની તમને ખબર છે.

વહુએ ખુબજ સ્વસ્થ અને શાંતચિત્તે જવાબ આપ્યો કે બા તમને એમ છે કે તમે પૂજામાં બેઠા હતા પરંતુ હકીકતમાં તે સમયે તમે મને બુટ-ચપ્પલ યોગ્ય જગ્યાએ મુકવાની સૂચના આપતા હતા, તો તમે ક્યા હતા? પૂજામાં કે બુટ-ચપ્પલ માં? બુટ- ચપ્પલમાં જ તમારું ધ્યાન તે સમયે હોવાથી ગોર મહારાજને મેં સાચુજ કહ્યું કે બા ચમારવાડે ગયા છે., તેમાં મેં શું ખોટું કહ્યું?

આ સમયે તુલસીદાસજીની એક પંક્તિ યાદ આવે છે,’મન ચંગા તો કથરોટ મેં ગંગા’ જો મન આંનંદિત હસે અને નાહતી સમયે ગંગાના ભાવ સાથે નાહીશું તો તમારી કથરોટ / પાણીની ડોલમાં જરૂરથી ગંગા જ હશે …આપણા મનમાં જે ભાવ હોઈ ત્યાજ આપણે જે તે સમયે જોવા મળીશું / જે તે પામીશું …

આવીજ એક વાત, વાર્તાસ્વરૂપે પરમ વંદનીય શ્રીરામકૃષ્ણદેવ આપણને નીચે જણાવેલ છે., જે શ્રીરામકૃષ્ણ જ્યોતમાંથી અહિં મુકેલ છે, જે માટે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો ?આભાર.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....