કાનાને માખણ ભાવે રે…

કાનાને માખણ ભાવે રે…

સ્વર:- ફાલ્ગુની પાઠક

કાનાને માખણ ભાવે રે વ્હાલાને મીસરી ભાવે રે

ઘારી ધરાવું ને ઘુઘરા ધરુ ઘેવર ધરુ સઈ

મોહનથાળ ને માલપુઆ પણ માખણ જેવા નઈ

–કાનાને માખણ ભાવે રે

શીરો ધરાવુ ને શ્રીખંડ ધરુ સુતરફેણી સઈ

ઉપર તાજા ઘી ઘરુ પણ માખણ જેવાં નઈ

— કાનાને માખણ ભાવે રે

જાત જાતના મેવા ધરાવુ ધૂધ સાકર ને દહીં

છપ્પ્નભોગ ને સામગ્રી ધરાવું પણ માખણ જેવા નઈ

— કાનાને માખણ ભાવે રે

ગોપીએ માખણ ધર્યું ને હાથ જોડી ઊભી રઈ

દીનાનાથ રે જપ્યા રે નાચ્યા થૈ થૈ થૈ

— કાનાને માખણ ભાવે રે

સાભારઃનીલા કડકિઆ..

http://geet-gunj.blogspot.com

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • anupam shroff

    good